• search-icon
  • hamburger-icon

Essential Health Insurance FAQs for Better Understanding

  • Health Blog

  • 18 જાન્યુઆરી 2025

  • 341 Viewed

Contents

  • List of Health Insurance FAQs

હું તંદુરસ્ત છું, તો મારે શા માટે હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂર છે? મારી પાસે કેટલું હેલ્થ ઇન્શ્યોરન્સ કવર હોવું જોઈએ? હેલ્થ ઇન્શ્યોરન્સના વધતા ખર્ચને કારણે યોગ્ય પૉલિસી પસંદ કરવી જરૂરી બની ગયું છે. તેથી જ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે પસંદ કરવી તે તમારે જાણવું જોઈએ. તમને તેમાં મદદ કરવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નોની સૂચિ અહીં આપેલ છે.

List of Health Insurance FAQs

Q1. હું યુવાન અને તંદુરસ્ત છું. શું મારે ખરેખર હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂર છે?

હા. તમારે ઇન્શ્યોરન્સની જરૂર પડશે. તમે યુવાન, સ્વસ્થ છો અને આટલા વર્ષોમાં ડૉક્ટરને મળવાની જરૂર પડી નથી, તો પણ તમારે અકસ્માત અથવા ઇમરજન્સી જેવી અનપેક્ષિત ઘટનાઓ સામે કવરેજની જરૂર પડી શકે છે. તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ દ્વારા (લેવામાં આવેલી પૉલિસીના આધારે) ડૉક્ટરની નિયમિત મુલાકાત જેવી મોંઘી ન હોય તેવી બાબતો માટે ચુકવણી કરવામાં આવી શકે છે/ન આવે તેમ બની શકે છે, પરંતુ ગંભીર બીમારી અથવા ઈજાની સારવાર માટે થતા મોટા ખર્ચ સામે કવરેજ મેળવવાનો તેનો મુખ્ય હેતુ હોય છે. તબીબી કટોકટી કોઈ પણ સમયે આવી શકે છે. ખરીદવું શ્રેષ્ઠ છે સ્વાસ્થ્ય વીમો, ખરીદવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે, જેથી ઇમરજન્સી સમયે નાણાંની બચત થઈ શકે.

Q2. શું હેલ્થ ઇન્શ્યોરન્સ અને લાઇફ ઇન્શ્યોરન્સ એક જ છે?

ના. તમારા કસમયના મૃત્યુ અથવા તમને કંઈક થાય તેવી સ્થિતિમાં લાઇફ ઇન્શ્યોરન્સ તમારા પરિવારને (અથવા આશ્રિતોને) આર્થિક નુકસાન સામે સુરક્ષિત કરે છે. ચુકવણી માત્ર ઇન્શ્યોર્ડ વ્યક્તિના મૃત્યુ પછી અથવા પૉલિસીની પાકતી મુદતે જ કરવામાં આવે છે. જો તમને રોગ અથવા ઈજા થાય છે, તો તેને માટે થતા ખર્ચને કવર કરીને (સારવાર, નિદાન વગેરે માટે) હેલ્થ ઇન્શ્યોરન્સ તમને બીમારી/રોગો સામે સુરક્ષિત કરે છે. પાકતી મુદતે કોઈ ચુકવણી કરવામાં આવતી નથી. હેલ્થ ઇન્શ્યોરન્સને દર વર્ષે રિન્યુ પણ કરાવવાનો હોય છે.

Q3. મારા એમ્પ્લોયર મને હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે. શું મારે મારી પોતાની પણ પૉલિસી ખરીદવી જોઈએ?

પોતાનો હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેનાથી તમારી પૉલિસી સળંગ ચાલી શકે છે. સૌ પ્રથમ, જો તમે નોકરી બદલો છો, તો તમને તમારા નવા એમ્પ્લોયર દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ આપવામાં આવે તે જરૂરી નથી. કોઈપણ કિસ્સામાં, બે નોકરી વચ્ચેના સમયગાળામાં તમારી સામે સ્વાસ્થ્ય સંબંધી ખર્ચનું જોખમ રહેલું છે. બીજું, તમે તમારા જૂના એમ્પ્લોયર સાથેના હેલ્થ ઇન્શ્યોરન્સમાં બનાવેલ ટ્રૅક રેકોર્ડ નવી કંપનીની પૉલિસીમાં ટ્રાન્સફર થશે નહીં. પહેલાંથી હાજર રોગોને કવર કરવામાં સમસ્યા થઈ શકે છે. મોટાભાગની પૉલિસીઓમાં પહેલાંથી હાજર રોગોને માત્ર 5th વર્ષથી જ કવર કરવામાં આવે છે. તેથી ઉપરોક્ત સમસ્યાઓને ટાળવા માટે, તમારી કંપની દ્વારા આપવામાં આવેલ ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપરાંત ખાનગી પૉલિસી લેવાની સલાહ આપવામાં આવે છે.

Q4 શું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ પ્રસૂતિ/ગર્ભાવસ્થા સંબંધિત ખર્ચ કવર કરવામાં આવે છે?

ના. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં પ્રસૂતિ/ગર્ભાવસ્થા સંબંધિત ખર્ચ કવર કરવામાં આવતા નથી. જો કે, એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઘણીવાર પ્રસૂતિ સંબંધિત ખર્ચને કવર કરવામાં આવતાં હોય છે.

Q5. શું હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાથી ટૅક્સમાં કોઈ લાભ મેળવી શકાય છે?

Yes, there is a tax benefit available in the form of deductions under sec 80D of the income tax act 1961. Every tax payer can avail an annual deduction of Rs. 15,000 from taxable income for payment of health insurance premium for self and dependents. For senior citizens, this deduction is Rs. 20,000. Please note that you will have to show the proof for payment of premium. (Section 80D benefit is different from the Rs 1,00,000 exemption under Section 80 C).

Q6. શું પૉલિસી ખરીદતા પહેલાં તબીબી તપાસ કરાવવી જરૂરી છે?

હેલ્થ ઇન્શ્યોરરના નિયમોના આધારે 40 અથવા 45 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકો માટે નવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે મેડિકલ ચેકઅપ જરૂરી છે. સામાન્ય રીતે પૉલિસીઓના રિન્યુઅલ માટે મેડિકલ ચેકઅપની જરૂર હોતી નથી.

Q7. ન્યૂનતમ અને મહત્તમ પૉલિસીના સમયગાળો શું છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સામાન્ય રીતે માત્ર 1 વર્ષની મુદત ધરાવતી જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસી છે. જો કે, કેટલીક કંપનીઓ દ્વારા બે વર્ષની પૉલિસી પણ આપવામાં આવે છે. તમારા ઇન્શ્યોરન્સ સમયગાળાના અંતે તમારે તમારી પૉલિસીને રિન્યુ કરાવવી જરૂરી છે.

Q8. કવરેજની રકમ એટલે શું?

કવરેજની રકમ એ ક્લેઇમની સ્થિતિમાં ચૂકવવામાં આવતી મહત્તમ રકમ છે. તેને "સમ ઇન્શ્યોર્ડ" અને "સમ અશ્યોર્ડ" તરીકે પણ ઓળખાય છે. પૉલિસીના પ્રીમિયમની રકમનો આધાર તમારા દ્વારા પસંદ કરેલી કવરેજ રકમ પર રહેશે.

Q9. મારી પત્ની અને બાળકો મૈસૂરમાં રહે છે, જ્યારે હું બેંગલોરમાં છું. શું હું અમને સૌને એક પૉલિસીમાં કવર કરી શકું છું?

હા, તમે સંપૂર્ણ પરિવારને કવર કરી શકો છો અને ખરીદી શકો છો એક ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી. તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સમગ્ર ભારતમાં માન્ય છે. તમારી તેમજ તમારા પરિવારના રહેઠાણની નજીક કોઈપણ નેટવર્ક હૉસ્પિટલો છે કે નહીં તેની તપાસ કરો. તમારી નજીક અથવા તમારો પરિવાર જ્યાં રહે છે તેની નજીકમાં તમારા ઇન્શ્યોરરની કોઈ નેટવર્ક હૉસ્પિટલ છે કે નહીં તેની તપાસ કરવી જરૂરી છે. નેટવર્ક હૉસ્પિટલો એ હૉસ્પિટલો છે જેમણે, તેમને ત્યાં થયેલા ખર્ચ માટે કૅશલેસ સેટલમેન્ટ માટે ટીપીએ (થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર) સાથે જોડાણ કર્યું છે. જો તમારા રહેઠાણના સ્થળે કોઈ નેટવર્ક હૉસ્પિટલ ન હોય, તો તમે વળતરની રીતે સેટલમેન્ટ કરી શકો છો.

Q10.. શું હેલ્થ પૉલિસી હેઠળ નેચરોપેથી અને હોમિયોપેથી સારવાર કવર કરવામાં આવે છે?

સ્ટાન્ડર્ડ હેલ્થ પૉલિસી હેઠળ નેચરોપેથી અને હોમિયોપેથી સારવાર કવર કરવામાં આવતી નથી. આ કવરેજ માત્ર માન્યતા પ્રાપ્ત હૉસ્પિટલો અને નર્સિંગ હોમમાં કરાવવામાં આવેલ એલોપેથિક સારવાર માટે જ ઉપલબ્ધ છે.

Q11. શું હેલ્થ ઇન્શ્યોરન્સ એક્સ-રે, એમઆરઆઇ અથવા અલ્ટ્રાસાઉન્ડ જેવા નિદાન ખર્ચને કવર કરે છે?

જો દર્દીને ઓછામાં ઓછી એક રાત માટે હૉસ્પિટલમાં દાખલ કરેલ હોય, તો હેલ્થ ઇન્શ્યોરન્સમાં એક્સ-રે, એમઆરઆઇ, બ્લડ ટેસ્ટ વગેરે જેવા તમામ નિદાન પરીક્ષણોને કવર કરવામાં આવે છે. સામાન્ય રીતે ઓપીડીમાં સૂચવેલ કોઈપણ નિદાન પરીક્ષણોને કવર કરવામાં આવતા નથી.

Q12. થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર એટલે કોણ?

થર્ડ-પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર (સામાન્ય રીતે ટીપીએ તરીકે ઓળખવામાં આવે છે) એ આઇઆરડીએ (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી) દ્વારા મંજૂરી પ્રાપ્ત વિશેષ હેલ્થ કેર સર્વિસ પ્રદાતા છે. ટીપીએ ઇન્શ્યોરન્સ કંપનીને હૉસ્પિટલો સાથે નેટવર્કિંગ, કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનની વ્યવસ્થા તેમજ ક્લેઇમની પ્રક્રિયા અને સમયસર સેટલમેન્ટ જેવી વિવિધ સર્વિસ પ્રદાન કરે છે.

Q13. કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનનો અર્થ શું છે?

હૉસ્પિટલાઇઝેશનની સ્થિતિમાં, દર્દી અથવા તેમના પરિવાર દ્વારા હૉસ્પિટલને બિલ ચુકવવાનું રહેશે. કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન હેઠળ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ સમયે હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ દર્દી દ્વારા ચુકવવામાં આવતો નથી. આ સેટલમેન્ટ હેલ્થ ઇન્શ્યોરર વતી સીધો જ થર્ડ-પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર (ટીપીએ) દ્વારા કરવામાં આવે છે. આ તમારી સુવિધા માટે છે. જો કે, દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરતા પહેલાં ટીપીએની મંજૂરી મેળવવી આવશ્યક છે. ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, દાખલ થયા પછી મંજૂરી મેળવી શકાય છે. કૃપા કરીને નોંધ કરો કે આ સુવિધા માત્ર ટીપીએની નેટવર્ક હૉસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે.

Q14.. શું હું એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકું છું?

હા, તમે એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો. ક્લેઇમના કિસ્સામાં, દરેક કંપની નુકસાનના રેટેબલ પ્રમાણની ચુકવણી કરશે. ઉદાહરણ તરીકે, ગ્રાહક ઇન્શ્યોરર A નો રૂ. 1 લાખના કવરેજનો અને ઇન્શ્યોરર B નો રૂ. 1 લાખના કવરેજનો હેલ્થ ઇન્શ્યોરન્સ ધરાવે છે. જો ક્લેઇમની રકમ રૂ. 1.5 લાખ હોય, તો દરેક પૉલિસી હેઠળ સમ અશ્યોર્ડ સુધી 50:50 ના ગુણોત્તરમાં ચુકવણી કરવામાં આવશે.

Q15. શું એવી કોઈ પ્રતીક્ષા અવધિ છે જેમાં આકસ્મિક ખર્ચની સ્થિતિમાં મારા ખર્ચને સેટલ કરવામાં આવશે નહીં?

જ્યારે તમે નવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો, ત્યારે પૉલિસીની શરૂઆતની તારીખથી 30 દિવસની પ્રતીક્ષા અવધિ લાગુ પડે છે, જે દરમિયાન કોઈપણ હૉસ્પિટલાઇઝેશન શુલ્ક ચૂકવવાપાત્ર રહેશે નહીં. જો કે, અકસ્માતને કારણે થતા કોઈપણ ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશન માટે આ લાગુ પડતું નથી. જ્યારે પૉલિસી રિન્યુ કરવામાં આવે છે ત્યારે આ 30 દિવસનો સમયગાળો લાગુ પડતો નથી પરંતુ દરેક વેટિંગ પીરિયડ પહેલાંથી હાજર બીમારીઓને કારણે પ્રભાવિત થઈ શકે છે.

Q16. ક્લેઇમ ફાઇલ કર્યા પછી પૉલિસી કવરેજનું શું થાય છે?

ક્લેઇમ ફાઇલ કર્યા અને સેટલ કર્યા બાદ, સેટલમેન્ટ માટે ચૂકવવામાં આવેલી રકમ પૉલિસી કવરેજમાંથી ઓછી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે: જાન્યુઆરીમાં તમે વર્ષ માટે રૂ. 5 લાખના કવરેજની પૉલિસી શરૂ કરો છો. એપ્રિલમાં તમે રૂ. 2 લાખનો ક્લેઇમ કરો છો. મે થી ડિસેમ્બર સુધી તમને ઉપલબ્ધ કવરેજ રૂ. 3 લાખનું હશે.

Q17. એક વર્ષ દરમિયાન મહત્તમ કેટલા ક્લેઇમ કરી શકાય છે?

પૉલિસીના સમયગાળા દરમિયાન ક્લેઇમની સંખ્યા પર કોઈપણ મર્યાદા નથી. જો કે પૉલિસી હેઠળ વીમાકૃત રકમ એ મહત્તમ રકમ ઉપલબ્ધ હોય છે.

Q18. હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે કયા ડૉક્યૂમેન્ટની જરૂર પડે છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે કોઈ ડૉક્યૂમેન્ટની જરૂર પડતી નથી. અત્યારના તબક્કે તમારે કોઈપણ પાન કાર્ડ અથવા ઓળખ પુરાવાની જરૂર પડતી નથી. ઇન્શ્યોરરના નિયમો અને ટીપીએ અનુસાર તમારે ક્લેઇમ સબમિટ કરતી વખતે ઓળખના પુરાવા જેવા ડૉક્યૂમેન્ટ આપવાની જરૂર પડી શકે છે.

Q19.. હું ભારતીય નાગરિક નથી પરંતુ ભારતમાં રહું છું, તો શું હું આ પૉલિસી ખરીદી શકું છું?

હા, ભારતમાં રહેતા વિદેશીઓને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી શકાય છે. જો કે, કવરેજ ભારત પૂરતું જ મર્યાદિત રહેશે.

Q20. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું બાકાત છે?

દરેક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કેટલીક બાબતો બાકાત રાખવામાં આવેલ હોય છે. આમાં શામેલ છે:

  1. એઇડ્સ, કોસ્મેટિક સર્જરી અને ડેન્ટલ સર્જરી જેવા કાયમી બાકાત જે પૉલિસીમાં બિલકુલ કવર કરવામાં આવશે નહીં.
  2. મોતિયા અને સાઇનસ જેવા થોડા સમય માટે રાખવામાં આવેલ બાકાત, જે પૉલિસીના પ્રથમ વર્ષમાં કવર કરવામાં આવતા નથી પરંતુ ત્યારબાદના વર્ષોમાં કવર કરવામાં આવે છે.
  3. પૉલિસીની ખરીદી પહેલાં હોય તેવા રોગોને પરિણામે ઉદ્ભવતી સ્થિતિ કવર કરવામાં આવતી નથી. આ "પહેલાંથી હાજર" રોગો સામાન્ય રીતે પૉલિસીના નિયમો અને શરતોના આધારે, પૉલિસી 4 વર્ષ અમલમાં રહ્યા બાદ કવર કરવામાં આવે છે.

Q21. હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ કયા પરિબળોને આધારે નિર્ધારિત કરવામાં આવે છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ ઉંમર અને કવરની રકમને આધારે પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે યુવા લોકોને સ્વસ્થ માનવામાં આવે છે અને તેથી તેમના વાર્ષિક પ્રીમિયમની રકમ ઓછી હોય છે. વૃદ્ધ લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અથવા બીમારીનું જોખમ વધુ હોય છે, તેથી તેમણે વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવું પડે છે.

Q22.. જો સારવાર દરમિયાન પૉલિસીધારકનું મૃત્યુ થાય તો હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમની રકમ કોને પ્રાપ્ત થશે?

Under cashless health insurance policy settlement, the claim is settled directly with the network hospital. In cases where this is no cashless settlement, the claim amount is paid to the nominee of the policyholder. In case there is no nominee made under the policy, then the insurance company will insist upon a succession certificate from a court of law for disbursing the claim amount. Alternatively, the insurers can deposit the claim amount in the court for disbursement to the next legal heirs of the deceased.

Q23. શું મેડિક્લેમ અને હેલ્થ ઇન્શ્યોરન્સ એક જ છે?

Yes, up to an extent. For a detailed account of difference between mediclaim and health insurance, visit Bajaj Allianz blogs.

Q24. ઇન્શ્યોરન્સમાં, હેલ્થ ઇન્શ્યોરન્સ અને ક્રિટિકલ ઇલનેસ પૉલિસીઓ અથવા ક્રિટિકલ ઇલનેસ રાઇડર વચ્ચે શું તફાવત છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી એ તબીબી ખર્ચની ભરપાઈ છે. ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ એ એક લાભ પ્રદાન કરતી પૉલિસી છે. લાભ પ્રદાન કરતી પૉલિસીમાં જો કોઈ ઘટના ઘટે, તો ઇન્શ્યોરન્સ કંપની પૉલિસીધારકને એકસામટી રકમ ચૂકવે છે. તેમજ ગંભીર બીમારી વીમો' હેઠળ, જો ઇન્શ્યોરન્સ ધારકને પૉલિસીમાં ઉલ્લેખિત હોય તેવી કોઈપણ ગંભીર બીમારી હોવાનું નિદાન થાય, તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પૉલિસીધારકને એકસામટી રકમ ચૂકવવામાં આવશે. પ્રાપ્ત થયેલ રકમનો ખર્ચ ગ્રાહક તબીબી સારવાર પર કરે છે કે નહીં તેનો આધાર ગ્રાહક પર છે.

Q25. કોઈ રોગ પહેલાંથી હાજર હતો કે નહીં તે ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

ઇન્શ્યોરન્સ માટેનું પ્રપોઝલ ફોર્મ ભરતી વખતે તમારે સમગ્ર જીવનકાળ દરમિયાન તમને થયેલી બીમારીઓની વિગતો પ્રદાન કરવાની રહેશે. ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, તમને કોઈ રોગ છે કે નહીં તેની જાણ હોવી જોઈએ અને તમે કોઈ સારવાર મેળવી રહ્યા છો કે નહીં. ઇન્શ્યોરન્સ કંપનીઓ પહેલાંથી હાજર અને નવી થયેલ બીમારીઓની ઓળખ માટે આવી સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમની તબીબી પેનલ પાસે મોકલે છે.

નોંધ: હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં તમને હોય તેવો કોઈપણ રોગ જાહેર કરવો જરૂરી છે. ઇન્શ્યોરન્સ એ પ્રમાણિકતાના આધારે કરવામાં આવતો કોન્ટ્રાક્ટ છે અને સાચી માહિતી જાણીજોઈને જાહેર ન કરવાથી ભવિષ્યમાં તે મુશ્કેલી કરી શકે છે.

Q26. હું પૉલિસી કૅન્સલ કરાવું ત્યારે શું?

જો તમે પૉલિસી કૅન્સલ કરો છો, તો પૉલિસી કૅન્સલ કરવાની તારીખથી તમને કવર મળતું નથી. વધુમાં, તમારું પ્રીમિયમ ટૂંકા ગાળાના કૅન્સલેશન દરો પર તમને રિફંડ કરવાનું રહેશે. તમને પૉલિસી ડૉક્યૂમેન્ટમાં આ વિગતો પૉલિસીના નિયમો અને શરતો હેઠળ મળશે.

Q27.. શું હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ હું ઘરે સારવાર મેળવી શકું છું અને તેનું વળતર મેળવી શકું છું?

મોટાભાગની પૉલિસીઓ હેઠળ ઘરે સારવારનો લાભ આપવામાં આવે છે: a) જ્યારે દર્દીને તેમની સ્થિતિને કારણે હૉસ્પિટલ લઈ જઈ શકાય તેમ ન હોય અથવા b) જ્યારે કોઈપણ હૉસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હોય અને જો તે પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર, હૉસ્પિટલ/નર્સિંગ હોમમાં આપવામાં આવતી સારવાર જેવી જ હોય. આને "ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન" કહેવામાં આવે છે, અને તેમાં ચૂકવવાપાત્ર રકમ તેમજ કવર કરવામાં આવતા રોગોને લગતી કેટલીક મર્યાદા હોય છે.

Q28. કવરેજની રકમ એટલે શું? શું ન્યૂનતમ અથવા મહત્તમ મર્યાદા છે?

ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમારે થયેલ તબીબી ખર્ચ માટે તમને આપવામાં આવતા વળતરની મહત્તમ રકમને કવરેજની રકમ કહે છે. સામાન્ય રીતે, મેડિક્લેમ પૉલિસીઓ રૂ. 25,000 ની ઓછી કવરેજ રકમ સાથે શરૂ થાય છે અને મહત્તમ રૂ. 5,00,000 સુધી હોય છે (ખાસ કરીને ગંભીર બીમારી માટે ઊંચા મૂલ્યની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પણ કેટલાક પ્રદાતાઓ દ્વારા આપવામાં આવે છે). બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ માહિતી માટે અમારા પેજની મુલાકાત લો.  

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

નૉન-ને

ડિજિટલ રીત અપનાવો

Download Caringly Yours App!

godigi-bg-img