રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What is IRDA?
19 મે, 2021

આઇઆરડીએઆઇ શું છે? આઇઆરડીએઆઇના કાર્યો

ઇન્શ્યોરન્સનો ખ્યાલ 6,000 વર્ષ જૂનો છે, જ્યારે લોકો તે સમયે પણ કોઈ પ્રકારની સુરક્ષાની શોધમાં હતા. આ જરૂરિયાત સમજવામાં આવી અને ઇન્શ્યોરન્સનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. શબ્દકોશ મુજબ ઇન્શ્યોરન્સ એટલે “એક એવી વ્યવસ્થા કે જેના દ્વારા કોઈ સંસ્થા નક્કી કરેલ પ્રીમિયમની ચુકવણીના બદલામાં નિર્દિષ્ટ ખોટ, નુકસાન, બીમારી અથવા મૃત્યુના કિસ્સામાં વળતરની ગેરંટી પ્રદાન કરે છે”. સુરક્ષાના આ ખ્યાલની વધતી જરૂરિયાતને કારણે સૌ પ્રથમ લાઇફ ઇન્શ્યોરન્સ અને ત્યાર બાદ જનરલ ઇન્શ્યોરન્સ અસ્તિત્વમાં આવ્યું. ભારતમાં ઇન્શ્યોરન્સની શરૂઆત સમયે તે સરકારી નિયમન હેઠળ હતું. જો કે, વિકસતી ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના કાર્યોની દેખરેખ માટે એક સ્વતંત્ર સંસ્થાની સ્થાપના કરવા માટે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અથવા આઇઆરડીએ તરીકે ઓળખાતી એક અલગ નિયમનકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.

આઇઆરડીએ શું છે?

આઇઆરડીએ અથવા ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા એ ભારતમાં ઇન્શ્યોરન્સ સેક્ટરની દેખરેખ અને નિયમન કરતી ટોચની સંસ્થા છે. આઇઆરડીએનો મુખ્ય હેતુ પૉલિસીધારકોના હિતની સુરક્ષા કરવાનો અને દેશમાં ઇન્શ્યોરન્સની વૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો છે. જ્યારે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના નિયમનની વાત આવે છે, ત્યારે આઇઆરડીએ માત્ર લાઇફ ઇન્શ્યોરન્સ પર જ દેખરેખ નથી રાખતી, પરંતુ દેશની અંદર કાર્યરત જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પર પણ ધ્યાન રાખે છે.

આઇઆરડીએના કાર્યો શું છે?

ઉપર જણાવ્યા મુજબ, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ ઇન્શ્યોરન્સ એક્ટમાં ઉલ્લેખિત જોગવાઈઓના અમલીકરણની ખાતરી કરવાનો છે. આ બાબતને તેમના નીચે મુજબના મિશન સ્ટેટમેન્ટ દ્વારા વધુ સારી રીતે સમજી શકાય છે-
 • નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ સારવાર સુનિશ્ચિત કરવાની સાથે સાથે પૉલિસીધારકના હિતનું રક્ષણ કરવું.
 • લાગુ પડતા કાયદા અને નિયમોની આર્થિક સુદ્રઢતા સુનિશ્ચિત કરવાની સાથે સાથે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનું યોગ્ય નિયમન કરવું.
 • ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં કોઈ અસ્પષ્ટતા ન રહે તે માટે સમયાંતરે નિયમોની રચના કરવી.

ઇન્શ્યોરન્સ સેક્ટરમાં આઇઆરડીએની ભૂમિકા અને મહત્વ શું છે?

ભારતમાં 1800 ના દાયકામાં એક ફોર્મલ ચેનલ દ્વારા ઇન્શ્યોરન્સના ખ્યાલની શરૂઆત થઈ, અને ત્યારથી તેમાં સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. તેને, વિવિધ કાયદાઓને સુવ્યવસ્થિત કરતી, રેગ્યુલેટરી સંસ્થાનો ટેકો પ્રાપ્ત થયો અને પૉલિસીધારકોના હિતમાં જરૂરી સુધારા લાવવામાં આવ્યા. આઇઆરડીએની મહત્વપૂર્ણ ભૂમિકાઓ નીચે મુજબ છે -
 • સૌ પ્રથમ અને સૌથી મહત્વનું તે પૉલિસીધારકના હિતની સુરક્ષા.
 • સામાન્ય માણસને ફાયદો થાય તે માટે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની જે દરે વૃદ્ધિ થઈ રહી છે તેમાં યોજનાબદ્ધ રીતે સુધારો લાવવો.
 • ઇન્શ્યોરન્સ કંપનીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને નાણાંકીય સુદ્રઢતાની સાથે સાથે વ્યવહાર ન્યાયપૂર્ણ અને અવિરત રીતે થાય તેની ખાતરી કરવી.
 • સાચા ઇન્શ્યોરન્સ ક્લેઇમના ઝડપી અને ઝંઝટ-મુક્ત સેટલમેન્ટની ખાતરી કરવી.
 • યોગ્ય ચૅનલ દ્વારા પૉલિસીધારકની ફરિયાદોનો નિકાલ લાવવો.
 • ગેરરીતિઓ અને છેતરપિંડી અટકાવવી.
 • ફાઇનાન્શિયલ માર્કેટમાં નિષ્પક્ષતા અને પારદર્શિતાને પ્રોત્સાહિત કરવી અને ઇન્શ્યોરન્સ કંપનીઓના આચરણની દેખરેખ કરવી.
 • નાણાંકીય સ્થિરતાના ઉચ્ચ ધોરણો સાથે વિશ્વસનીય વ્યવસ્થાપન પ્રણાલી બનાવવી.

આઇઆરડીએ દ્વારા કેવા પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીનું નિયમન કરવામાં આવે છે?

ઇન્શ્યોરન્સ સેક્ટરને વ્યાપક રીતે બે ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે - લાઇફ અને નૉન-લાઇફ, જે જનરલ ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખાય છે. લાઇફ ઇન્શ્યોરન્સ હેઠળ, તેના નામ અનુસાર, તમારા જીવનની સુરક્ષાની ખાતરી કરતી પૉલિસીઓનો સમાવેશ થાય છે. પરંતુ જનરલ ઇન્શ્યોરન્સ શું છે?? જનરલ ઇન્શ્યોરન્સમાં લાઇફ સિવાયની તમામ બાબતોને આવરી લેવામાં આવે છે હેલ્થ ઇન્શ્યોરન્સ, કાર ઇન્શ્યોરન્સ, ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ, હોમ ઇન્શ્યોરન્સ, કમર્શિયલ ઇન્શ્યોરન્સ, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને બીજા અન્ય. આઇઆરડીએની કેટલીક મહત્વપૂર્ણ ભૂમિકાઓ આ પ્રમાણે છે. તેમની ઉપર જણાવ્યા પ્રમાણેની ભૂમિકા ઉપરાંત, ઇન્શ્યોરન્સ કંપનીઓને ભારતમાં તેમનો બિઝનેસ કરવા માટે રજિસ્ટ્રેશન પ્રદાન કરવું એ પણ તેમાં શામેલ છે. તે ઇન્શ્યોરર અને પૉલિસીધારકો વચ્ચે ઉદ્ભવતા વિવાદોને પણ સેટલ કરે છે અને આવા અન્ય ઘણા કાર્યો કરે છે.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 4.3 / 5. વોટની સંખ્યા: 72

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે