રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Government Health Insurance for Senior Citizens
15 એપ્રિલ, 2021

વરિષ્ઠ નાગરિકો માટે સરકારી હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ

હેલ્થ કેરના વધતા ખર્ચ સાથે, હેલ્થ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે, ખાસ કરીને જો તમારા માતા-પિતા વૃદ્ધ હોય. જેમ તમારી ઉંમર વધે છે, વિવિધ બીમારીઓની શરૂઆત થાય છે, તેથી તમારે એક યોગ્ય વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ ખરીદવાની જરૂર છે. તેથી, ચાલો વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન નું મહત્વ સમજીએ અને કેટલીક યોગ્ય પૉલિસીઓ જોઈએ.

વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ હોવાનું મહત્વ

વૃદ્ધ લોકો માટે હેલ્થ પ્લાન હોવો શા માટે મહત્વપૂર્ણ છે તે માટે ઘણા કારણો છે. તેથી, અમને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ દ્વારા તમને સમજાવવાની મંજૂરી આપો.

હેલ્થ પ્લાન્સ તમારી બચતને સુરક્ષિત કરે છે

ઘણી મેડિકલ પ્રક્રિયાઓ તમારા ફાઇનાન્સનો ભોગ લઈ શકે છે, જેના કારણે તમારી બચતમાં ઘટાડો થઈ શકે છે. એક વરિષ્ઠ નાગરિક તરીકે કોઈ બીમારી તમારા નિવૃત્તિ માટેના ફંડને પ્રભાવિત કરે એ તમે નહીં ઈચ્છતા હોવ. વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ સાથે, તમારા તમામ મેડિકલ ખર્ચ ઇન્શ્યોરર દ્વારા ભોગવવામાં આવે છે. આમ, તમે સારવાર મેળવતી વખતે ચિંતા-મુક્ત રહી શકો છો અને તમારા ફાઇનાન્સની ચિંતા કરવાને બદલે તંદુરસ્ત રહી શકો છો.

ઇન્શ્યોરન્સ બીમાર પડવાની ઊંચી સંભાવનાઓ દરમિયાન કાળજી રાખે છે

60 વર્ષની ઉંમરના પોતાના ફાયદા અને નુકસાન હોય છે. બીમાર પડવાની ઊંચી સંભાવનાઓ અથવા ઉંમર સંબંધિત મેડિકલ સમસ્યાઓ થવી એ મુખ્ય ગેરલાભોમાંથી એક હોઈ શકે છે. ડૉક્ટરની એકથી વધુ મુલાકાતો સરળતાથી તમારા ખિસ્સાને હળવું કરી શકે છે, અને તેથી, વરિષ્ઠ નાગરિકો માટે સરકારી હેલ્થ ઇન્શ્યોરન્સ ધરાવવું મહત્વપૂર્ણ બની જાય છે. તમારી મેડિકલ જરૂરિયાતોની કાળજી લેવામાં આવે છે, અને તમારા નિવૃત્તિના દિવસોનો આનંદ માણવાથી તમને કંઈ પણ રોકી શકશે નહીં!

મનની શાંતિ પ્રદાન કરે છે

ખર્ચમાં વધારો, ખાસ કરીને જ્યારે તમે નિવૃત્ત હોવ ત્યારે ચિંતાજનક હોઈ શકે છે. દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિના કિસ્સામાં બૅકઅપ ધરાવવો જે હંમેશા તમને મનની શાંતિ આપે છે. આમ, હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે, તમે પહેલેથી જ સુરક્ષિત હોવાથી કોઈપણ ઇમરજન્સી સંબંધિત ખાતરી રાખી શકો છો.

વરિષ્ઠ નાગરિકો માટે સરકારી હેલ્થ ઇન્શ્યોરન્સ માટે આઇઆરડીએઆઇના નિયમો અને નિયમનો

વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ માટે આઇઆરડીએઆઇ (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા નક્કી કરેલા કેટલાક નિયમો અને નિયમનો નીચે આપવામાં આવ્યા છે:
  • આઇઆરડીએઆઇ મુજબ, કોઈ વ્યક્તિ ભારત સરકારની વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ ખરીદવા માટે 65 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરની હોવી જોઈએ
  • જો કોઈ વરિષ્ઠ નાગરિકની ઇન્શ્યોરન્સ એપ્લિકેશન સ્વીકારવામાં આવે, તો ઇન્શ્યોરર દ્વારા ઇન્શ્યોરન્સ પૂર્વે મેડિકલ ચેક-અપના ખર્ચના 50% ની ભરપાઈ કરવાની રહેશે
  • ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ માટે વરિષ્ઠ નાગરિકના ઇન્શ્યોરન્સની એપ્લિકેશનને નકારવાનું કારણ લેખિતમાં આપવું ફરજિયાત છે
  • વરિષ્ઠ નાગરિકો માટે સરકારી હેલ્થ ઇન્શ્યોરન્સ માટે, વ્યક્તિને જ્યાં શક્ય હોય ત્યાં તેમના થર્ડ-પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર (ટીપીએ) ને બદલવાની મંજૂરી આપવી જોઈએ
  • છેતરપિંડી, ખોટા અર્થઘટન વગેરેનો કેસ ન હોય ત્યાં સુધી કોઈ ઇન્શ્યોરન્સ કંપની વરિષ્ઠ નાગરિક હેલ્થ પ્લાનની રિન્યુઅલ વિનંતીને નકારી શકે નહીં.
 

વરિષ્ઠ નાગરિક સ્કીમ માટે સરકારી હેલ્થ ઇન્શ્યોરન્સ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા પીએમજેએવાય (અગાઉ આયુષ્માન ભારત યોજના તરીકે જાણીતી હતી)

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી એક ઇન્શ્યોરન્સ સ્કીમ છે જે મહિલાઓ અને બાળકોની ઇન્શ્યોરન્સ જરૂરિયાતોને પણ કવર કરી લે છે. આ પ્લાનની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે:
  • ગરીબી રેખા હેઠળ જીવતા દરેક પરિવાર માટે વાર્ષિક ₹5 લાખનું કવર
  • સેકન્ડરી અને તૃતીય હેલ્થ કેર સામેલ છે
  • હેલ્થ ઇન્શ્યોરન્સમાં પહેલાંથી હાજર તમામ બિમારીઓને કવર કરે છે
  • પૉલિસીમાં ફૉલો-અપની સારવારની જોગવાઈ શામેલ છે
  • પેપરલેસ અને કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ સુવિધાઓનો ઍક્સેસ
  • સમગ્ર ભારતમાં હેલ્થ કેર લાભો ઉપલબ્ધ છે
  • ડે-કેર ખર્ચ શામેલ છે
જો તમે કસ્ટમાઇઝ કરી શકાય તેવું અને ફ્લેક્સિબિલિટી અને અન્ય અતિરિક્ત લાભો પ્રદાન કરતું વધુ વ્યાપક કવર શોધી રહ્યા હોવ, તો અમારી વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી જુઓ.

બજાજ આલિયાન્ઝ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ

બજાજ આલિયાન્ઝ દ્વારા ઑફર કરવામાં આવતા વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમામ પ્રકારની તબીબી જરૂરિયાતોને સુરક્ષિત કરે છે. હેલ્થ કેર સંબંધિત કોઈપણ નાણાંકીય ચિંતાઓની હવે ઇન્શ્યોરર દ્વારા સંભાળ લેવામાં આવી છે. અહીં કેટલીક મુખ્ય વિશેષતાઓ છે:
  • પહેલેથી હોય તેવી બીમારીઓને કવર કરે છે
  • સંચિત બોનસ ઑફર કરે છે
  • મફત આરોગ્ય તપાસ પ્રદાન કરે છે
  • પૉલિસીમાં હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનું કવર શામેલ છે
  • એમ્બ્યુલન્સ કવર અને સહ-ચુકવણીની માફી ઑફર કરે છે
આ પૉલિસી ખરીદવા માટે પાત્રતાના માપદંડ અને અતિરિક્ત આવશ્યકતાઓ વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ:  
પ્રવેશની ઉંમર 46 થી 70 વર્ષ
રિન્યુઅલની ઉંમર લાઇફટાઇમ રિન્યુઅલ
વીમાકૃત રકમ ₹50,000 થી ₹5 લાખ સુધી
પ્રી-મેડિકલ ટેસ્ટ ફરજિયાત
આ સાથે, હવે તમે ભવિષ્યની કોઈપણ મેડિકલ ઇમરજન્સીમાંથી તમારા પ્રિયજનોને સુરક્ષિત કરવા માટે શ્રેષ્ઠ પૉલિસી મેળવી શકો છો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે