રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
List of Critical Illnesses
4 માર્ચ, 2021

36 ગંભીર બીમારીઓની સૂચિ

ગંભીર બીમારી એટલે શું?

ગંભીર બીમારીને ભયજનક રોગ તરીકે ઓળખવામાં આવે છે, જે ઇન્શ્યોરન્સ પૉલિસીના ભાગ રૂપે પૂર્વનિર્ધારિત સૂચિ હેઠળ આવે છે. પૉલિસીધારક સાથે ક્રિટિકલ ઇલનેસ પૉલિસીનો કરાર કરવામાં આવે છે અને જ્યારે પૉલિસીધારકને કોઈ ચોક્કસ બીમારી હોવાનું નિદાન કરવામાં આવે છે, ત્યારે તેને એકસામટી રોકડ ચુકવણી કરવામાં આવે છે. તેને ક્રિટિકલ ઇલનેસ કવર તરીકે પણ ઓળખાય છે. ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ કવર વિવિધ જીવલેણ રોગો સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. કવર થતી ગંભીર બીમારીઓની સૂચિ કંપની દ્વારા આપવામાં આવે છે, જે કોઈપણ વ્યક્તિ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હોય, તો થતા તમામ ખર્ચાઓનું કવરેજ સુનિશ્ચિત કરે છે. આ કવર ખાસ કરીને જીવન-જોખમી બીમારીઓ કે માંદગી સામે સુરક્ષા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રકારો નું કવરેજ સુનિશ્ચિત કરે છે કે આ બીમારીઓ પર થતો ખર્ચ આપણા ખિસ્સા પર ભારે ના પડે. તેથી, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ક્રિટિકલ ઇલનેસ કવર અથવા ઇન્શ્યોરન્સ ઉમેરવો એક સ્માર્ટ પગલું હશે. કિડની ફેલ્યોર, હાર્ટ અટૅક, પેરાલિસિસ, કેન્સર અને બીજી અન્ય બીમારીઓ એ ગંભીર બીમારીના કેટલાક મુખ્ય ઉદાહરણો છે. નીચેની સૂચિમાં જણાવેલ ગંભીર બીમારીઓ માટે કંપની આ બીમારીના દર્દીઓને નોંધપાત્ર ખર્ચની ચુકવણી કરે છે.

36 ગંભીર બીમારીઓની સૂચિ

36 ગંભીર બીમારીઓ નીચે મુજબ છે.
 1. હ્રદયરોગનો હુમલો
 2. શરીરમાં અસામાન્ય સ્થિતિ અથવા ખામીઓને કારણે હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ.
 3. લેપારોટોમી અથવા થોરાકોટોમીની મદદથી એઓર્ટા સર્જરી.
 4. કિડની ફેલ્યોર
 5. સ્ટ્રોક
 6. કેન્સર
 7. હૃદય, કિડની, ફેફસાં, લિવર અથવા અસ્થિ મજ્જા જેવા અગત્યના અંગનું પ્રત્યારોપણ
 8. ફુલ્મિનન્ટ વાયરલ હેપેટાઇટિસ કે જેમાં વાઇરસ દ્વારા લિવરની પેશીઓનો નાશ થાય છે, પરિણામે લિવર કામ કરતું બંધ થઈ જાય છે
 9. મલ્ટિપલ સ્ક્લેરોસિસ
 10. પ્રાઇમરી પલ્મોનરી આર્ટીરિયલ હાઇપરટેન્શન
 11. એક અથવા તમામ અંગોની સંપૂર્ણ અને કાયમી નિષ્ફળતા સાથે લકવો અથવા પેરાપ્લેગિયા તરીકે પણ ઓળખાય છે
 12. કાયમી અથવા સંપૂર્ણ બધિરતા
 13. કાયમી અથવા સંપૂર્ણ અંધાપો
 14. કાયમી વાચા ગુમાવવી
 15. પાર્કિન્સન રોગ
 16. કોમા
 17. ડીજનરેટિવ બ્રેન ડિસઑર્ડર અથવા અલ્ઝાઇમરનો રોગ
 18. થર્ડ-ડિગ્રી બર્ન્સ અથવા શરીર પર ઓછામાં ઓછી 20% ચામડી પર મોટા પ્રમાણમાં દાઝી જવું
 19. જાનલેવા બીમારી
 20. મોટર ન્યુરોન બીમારી
 21. ફેફસાંની ક્રોનિક બીમારી
 22. લિવરની ક્રોનિક બીમારી
 23. મેજર હેડ ટ્રોમા
 24. મસલ ડિસ્ટ્રોફી
 25. ક્રોનિક પર્સિસ્ટન્ટ બોન મેરો ફેલ્યોર, જે એનીમિયા તરફ દોરી જાય છે
 26. બિનાઇન બ્રેઇન ટ્યુમર
 27. એન્સેફાલાઇટિસ
 28. પોલિયોમાયલાઇટિસ
 29. બ્રેઇન મેમ્બ્રેન અથવા કરોડરજ્જુમાં સોજાને કારણે બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ
 30. ક્રેનિયોટોમી અથવા મગજની સર્જરી
 31. સંપૂર્ણ એઇડ્સ
 32. મેડિકલ કર્મચારીઓને થયેલ એઇડ્સ, જે ઈજાને કારણે અથવા ચેપી રક્તના સંપર્કને કારણે થયું હોય
 33. જો પીડિત વ્યક્તિને લોહી ચઢાવતી વખતે સંક્રમિત લોહી ચઢાવવામાં આવેલ હોવાને કારણે એઇડ્સ થાય
 34. બ્રેઇન કોર્ટેક્સમાં યુનિવર્સલ નેક્રોસિસ અથવા અપૅલિક સિન્ડ્રોમ
 35. ત્રણ મુખ્ય ધમનીઓ - સર્કમફ્લેક્સ, આરસીએ (રાઇટ કોરોનરી આર્ટરી), એલએડી (લેફ્ટ એન્ટીરિયર ડિસેન્ડિંગ આર્ટરી) ના લ્યૂમન સંકુચિત થવાને કારણે થતા અન્ય વિવિધ ગંભીર કોરોનરી હૃદય રોગો.
ઉપરોક્ત બીમારીઓ ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સની કેટેગરી હેઠળ આવે છે. જો કોઈ વ્યક્તિ આ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવા માંગે છે, તો જરૂરિયાત અનુસાર તેમની બીમારીની ખાતરી બ્લડ ટેસ્ટ, એમઆરઆઇ અથવા સીટી સ્કૅન દ્વારા કરવામાં આવેલ હોવી જોઈએ. તે પ્રમાણિત મેડિકલ પ્રોફેશનલની દેખરેખ હેઠળ કરવી આવશ્યક છે. આ તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે થવી જરૂરી છે. જેમાં, જે તે સમયગાળા દરમિયાન તે વ્યક્તિને હોય તેવી કોઈપણ હાલની બીમારી, ખામી અથવા ડિસઓર્ડર જાહેર કરવા જરૂરી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો:

ગંભીર બીમારી એટલે શું?

ગંભીર બીમારી એ વ્યક્તિની ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ સાથે સંબંધિત છે. ગંભીર બીમારી પર થતો નોંધપાત્ર ખર્ચ વ્યક્તિની જીવનશૈલી પર અસર કરે છે. આવી સ્થિતિમાં ગંભીર બીમારીનું કવર તેમની મદદે આવે છે. આ તે લોકો માટે ફાયદાકારક છે કે જેઓ સ્વાસ્થ્યને લગતી વિવિધ સમસ્યાઓમાં કોઈ જોખમ લેવા નથી માંગતા, ખાસ કરીને જ્યારે તેઓ પહેલા પણ આવી સ્થિતિમાંથી પસાર થયા હોય. જ્યારે વ્યક્તિ ગંભીર બીમારીને કારણે થતો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ હોય ત્યારે આ પ્રકારનો હેલ્થ પ્લાન આર્થિક સુરક્ષા પ્રદાન કરી શકે છે.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું છે?

પૂર્વનિર્ધારિત સૂચિ કે જે પૉલિસીનો એક ભાગ છે, તેમાં હોય તેવી ચોક્કસ ગંભીર બીમારીના કિસ્સામાં, આ પ્રૉડક્ટ પૉલિસીધારકને એકસામટી રકમ પ્રદાન કરે છે. તે હાર્ટ એટેક અથવા કેન્સર જેવી મેડિકલ ઇમરજન્સી માટે અતિરિક્ત કવરેજ પણ પ્રદાન કરે છે. આ પૉલિસીનો ફાયદો એ છે કે તેને માટે પ્રમાણમાં ઓછો ખર્ચ કરવો પડે છે. તે ગંભીર અને જીવન-જોખમી બીમારીઓના સારવારના મોટા ખર્ચને આવરી લેવામાં મદદ કરે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના લાભ કયા છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવું એ ખરેખર એક સમજદારીપૂર્વકનું પગલું છે. આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન are: it proves to be an optimum cover for health-related issues where all the expenses are covered by the company in the form of કૅશલેસ સારવાર or the pre-and post-hospitalization of the patient. It also provides financial safety against all the rising medical costs. The profitable deals and the more benefits which are given to the young buyer are a bonus of this health cover. The insurance cover is also responsible for covering additional protection over and above the employer cover.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે