રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
મહિલાઓ આપણા બધાના જીવનમાં દાદી, માતા, પુત્રી, બહેન અથવા પત્ની તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમારો વિશેષ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન આ મહિલાઓનું અભિવાદન કરે છે જેનું આપણા માટે ઘણું મહત્વ છે. તે ખાસ કરીને મહિલાઓ માટે, તેમને થઈ શકે તેવી ગંભીર બીમારીઓનો સામનો કરવામાં સહાયરૂપ થાય તે રીતે બનાવવામાં આવેલ છે.
વિકસિત મેડિકલ વિજ્ઞાનને કારણે તેઓ હવે ગંભીર બીમારી અથવા ઈજાનો હિંમતપૂર્વક સામનો કરવા માટે તૈયાર છે. જો કે, હૉસ્પિટલાઈઝેશનના વધતા ખર્ચ, અને કેટલા કિસ્સાઓમાં રોજગાર ગુમાવવાને કારણે, આ મેડિકલ સારવાર તમને અને તમારા પરિવાર માટે મોટા આર્થિક બોજારૂપ બની શકે છે.
તેથી, ખાસ કરીને મહિલાઓને થઈ શકે તેવી ગંભીર બીમારીઓ અને વધારાના અન્ય જોખમોને ધ્યાનમાં રાખીને અમે વિશેષ મહિલાઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરની રચના કરી છે.
મહિલાઓ માટેનો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લાન 8 જીવન-જોખમી બીમારીઓ, કે જે મહિલાઓને થઈ શકે છે, તેના જોખમ સામે સુરક્ષા પ્રદાન કરે છે. તેમને જીવન-જોખમી બીમારી હોવાનું નિદાન થવા પર તેઓ ગેરંટીડ રોકડ રકમના રૂપમાં આ પ્લાનના લાભો મેળવી શકે છે. ચાલો, આ પૉલિસી હેઠળ કવર થતી 8 જીવન-જોખમી બીમારીઓ પર એક નજર કરીએ:
બ્રેસ્ટ કેન્સર
ફેલોપિયન ટ્યૂબનું કેન્સર
ગર્ભાશયનું /સર્વિકલ કેન્સર
ઓવેરિયન કેન્સર
યોનિમાર્ગનું કેન્સર
અંગોનો કાયમી લકવો
મલ્ટી-ટ્રૉમા
બર્ન્સ
મહિલાઓ માટેનું અમારું ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ કવર નીચેની સુવિધાઓ ધરાવે છે, જે તમને મોટી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે, તેથી તમે હવે ચિંતામુક્ત રહી શકો છો:
ક્રિટિકલ ઇલનેસ કવર
મહિલાઓ માટે વિશેષ રૂપે ડિઝાઇન કરેલી આ પૉલિસી 8 ગંભીર બીમારીઓ માટે કવર પ્રદાન કરે છે.
જન્મજાત અપંગતાના લાભ
જો તમે જન્મજાત રોગ/વિકાર ધરાવતા બાળકને જન્મ આપો, તો વીમાકૃત રકમના 50% ચૂકવવાપાત્ર રહેશે. આ લાભ માત્ર પ્રથમ બે બાળકો માટે જ આપવામાં આવશે.
આ લાભ હેઠળ કવર થતા જન્મજાત રોગોનું લિસ્ટ:
નોકરી ગુમાવવા સામે કવર
જો તમે તમારી પૉલિસીમાં કવર કરેલ કોઈપણ ગંભીર બિમારીના નિદાનની તારીખના 3 મહિનાના સમયગાળામાં તમારી નોકરી ગુમાવો અને જો ગંભીર બીમારીના લાભનો ક્લેઇમ તમારી પોલિસી હેઠળ ચૂકવવામાં આવ્યો હોય, તો અમે રોજગારના નુકસાન પેટે ₹ 25,000 ચૂકવીશું.
બાળકોના શિક્ષણનો લાભ
જો ગંભીર બીમારીના લાભનો ક્લેઇમ તમારી પૉલિસી હેઠળ ચૂકવવામાં આવે, તો અમે 2 બાળકો સુધી ભવિષ્યના શિક્ષણ માટે ₹ 25,000 પણ ચૂકવીશું. આ સેક્શન હેઠળ ચૂકવવાપાત્ર રકમ એક અથવા વધુ બાળક માટે, બધું મળીને ₹ 25,000 સુધી મર્યાદિત કરવામાં આવશે.
ફ્લેક્સિબલ અને સુવિધાજનક
જો તમને લિસ્ટ કરેલ જીવન-જોખમી બીમારીઓમાંથી કોઈનું નિદાન થાય, તો અમે લમ્પસમ ક્લેઇમની ચુકવણી કરીએ છીએ.
પ્રપોઝર માટેની પ્રવેશની ઉંમર 21 વર્ષથી લઈને 65 વર્ષની વચ્ચે હોઈ શકે છે. આ પૉલિસીને આજીવન માટે રિન્યુ કરી શકાય છે.
આ પૉલિસી એક વર્ષ માટે કવર પ્રદાન કરે છે.
તબીબી ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે, અને આકસ્મિક તબીબી કટોકટી ગમે ત્યારે આવી શકે છે. તમે કોઈ પણ ઉંમરના હોવ, જો તમારે ખૂબ મોટું મેડિકલ બીલ ભરવાની સ્થિતિ આવી પડે તો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી બચતને સુરક્ષિત રાખવા માટેનો એક સલામત વિકલ્પ છે.
મહિલાઓ માટેનો અમારો ક્રિટિકલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશાળ શ્રેણીના લાભો પ્રદાન કરે છે અને સ્પર્ધાત્મક પ્રીમિયમ દરો સાથે 8 ગંભીર બીમારીઓ સામે મહિલાઓને કવર કરે છે:
પ્રીમિયમ ટેબલ:
વીમાકૃત રકમ (₹ માં) |
25 વર્ષ સુધી |
26-35 |
36-40 |
41-45 |
46-50 |
51-55 |
50,000 |
250 |
375 |
688 |
1,000 |
1,500 |
2,188 |
1 લાખ |
375 |
563 |
1,031 |
1,500 |
2,250 |
3,281 |
1.5 લાખ |
500 |
750 |
1,375 |
2,000 |
3,000 |
4,375 |
2 લાખ |
625 |
938 |
1,719 |
2,500 |
3,750 |
5,469 |
સર્વિસ ટેક્સ અલગથી.
*અતિરિક્ત લાભો:
બાળકો માટે શિક્ષણ બોનસ - જો ક્લેઇમ ક્રિટિકલ ઇલનેસ સેક્શન હેઠળ ચૂકવવામાં આવે તો ₹ 25,000 ચૂકવવાપાત્ર.
જોબ ગુમાવવી - જો ક્લેઇમ ક્રિટિકલ ઇલનેસ સેક્શન હેઠળ સ્વીકાર્ય હોય તો ₹ 25,000 ચૂકવવાપાત્ર.
* પૉલિસી હેઠળ ઉલ્લેખિત નિયમો અને શરતોને આધિન.
મેડિકલ ટેસ્ટ જરૂરી છે:
વીમાકૃત રકમ |
21-25yr |
26-35 |
36-40 |
41-45 |
46-50 |
51-55 |
50,000 |
કંઈ નહીં |
કંઈ નહીં |
કંઈ નહીં |
કંઈ નહીં |
કંઈ નહીં |
કંઈ નહીં |
1 લાખ |
કંઈ નહીં |
કંઈ નહીં |
કંઈ નહીં |
કંઈ નહીં |
FMR,USG |
FMR,USG |
1.5 લાખ |
કંઈ નહીં |
કંઈ નહીં |
કંઈ નહીં |
FMR,USG |
FMR,USG,PAP |
FMR,USG,PAP |
2 લાખ |
કંઈ નહીં |
કંઈ નહીં |
કંઈ નહીં |
FMR,USG |
FMR,USG,PAP |
FMR,USG,PAP |
પરીક્ષણ:
FMR: અમારા ફોર્મેટ મુજબ ફૂલ મેડિકલ રિપોર્ટ.
USG: એબ્ડૉમન એન્ડ પેલ્વિસની અલ્ટ્રાસોનોગ્રાફી.
PAP: PAP સ્મિયર ટેસ્ટ.
નોંધ: અમને ખેદ છે કે ગર્ભવતી માતાઓ આ પૉલિસી ખરીદી શકતી નથી. જો કે, આ પૉલિસી બાળકના જન્મના ત્રણ મહિના પછી ખરીદી શકાય છે.
મેડિકલ ટેસ્ટ તમારે કરાવવાના રહેશે. અમે અમારા નેટવર્ક ક્લિનિક્સમાં પણ મેડિકલ ટેસ્ટ વ્યવસ્થા કરી શકીએ છીએ પરંતુ તેના ખર્ચની જવાબદારી તમારી રહેશે.
બજાજ આલિયાન્ઝની મહિલાઓ માટેની વિશિષ્ટ ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ₹ 1 લાખ સુધીનો ટૅક્સ બચાવવામાં મદદ કરે છે.
હા, તમે તમારા મહિલાઓ માટેના વિશિષ્ટ ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સને કૅન્સલ કરી શકો છો. જો તમે ઇન્શ્યોરન્સ કવરેજ અથવા નિયમો અને શરતોથી સંતુષ્ટ ના હોવ; તો જો તમે કોઈ ક્લેઇમ કર્યો ના હોય, તો તમારી પાસે પ્રથમ પૉલિસી ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયાના 15 દિવસની અંદર પૉલિસી કૅન્સલ કરવાનો વિકલ્પ છે. રિન્યુઅલ પૉલિસી માટે ફ્રી લુક પીરિયડ લાગુ પડતો નથી.
ના, આ મેડિક્લેમ નથી. હૉસ્પિટલાઇઝેશન અથવા મેડિક્લેમ કવરથી વિપરીત; આ કવર હેઠળ, અમે ઇન્શ્યોરન્સ પૉલિસીમાં લિસ્ટ કરેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર લમ્પસમ કૅશની ચુકવણી કરીએ છીએ. આ પૉલિસી હેઠળ ક્લેઇમ કરવા માટે તમારે હૉસ્પિટલમાં દાખલ થવાની અથવા મેડિકલ બિલ બતાવવાની જરૂર નથી. જો પૉલિસી હેઠળની કોઈ બાકાત બાબતો લાગુ ના પડે, તો જે ક્ષણે કોઈપણ ગંભીર બીમારીનું નિદાન કરવામાં આવે ત્યારે જ ક્લેઇમ ચૂકવવાપાત્ર છે.
મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું...
લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર
હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તાનો આભાર માનું છું...
તમે દરેકની સંભાળ રાખો છો, અમે તમારી સંભાળ રાખીએ છીએ!
નોકરી ગુમાવવા અને બાળકોના શિક્ષણના લાભ જેવી અનન્ય સુવિધાઓ.
તમે ઓછી અને ઉંમર પર નિર્ભર ના હોય તેવી પ્રીમિયમ રકમનો લાભ લઈ શકો છો.
ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો.* વધુ વાંચો
ટૅક્સની બચત
ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો.*
*મહિલાઓ-વિશિષ્ટ ગંભીર બીમારી વીમા પૉલિસી પસંદ કરવા પર, તમે તમારા કર સામે કપાત તરીકે વાર્ષિક ₹25,000 મેળવી શકો છો (જો તમે 60 વર્ષથી વધુની ઉંમરના નથી). જો તમે તમારા માતાપિતા કે જેઓ વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય, તેમના માટે પ્રીમિયમ ચૂકવો, તો ટૅક્સ હેતુ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ ₹50,000 છે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, એક કરદાતા તરીકે તમે સેક્શન 80D હેઠળ કુલ ₹75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તમે તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ ₹1 લાખ છે.
અમારી ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી, સરળ અને આસાન બનાવે છે. વધુ વાંચો
ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ
અમારી ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી, સરળ અને આસાન બનાવે છે. તદુપરાંત, અમે સમગ્ર ભારતમાં 6,500+ થી વધુ નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ પ્રદાન કરીએ છીએ. આ હૉસ્પિટલાઇઝેશન કે સારવારની સ્થિતિમાં ઉપયોગી થાય છે, જેમાં અમે બિલની ચુકવણી સીધી નેટવર્ક હૉસ્પિટલને કરીએ છીએ અને તમે સાજા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
તમે તમારા સંપૂર્ણ જીવન માટે તમારી પૉલિસીને રિન્યુ કરી શકો છો.
જો તમને લિસ્ટમાં જણાવેલ કોઈપણ ગંભીર બીમારી હોવાનું નિદાન કરવામાં આવે, તો 2 બાળકો સુધી બાળકોનું શિક્ષણ બોનસ પ્રદાન કરે છે.
સ્તન કેન્સર માટે
સર્વાઇકલ કેન્સર માટે
ઓવેરિયન કેન્સર માટે
કોઈપણ ગંભીર બીમારી જેના માટે સંભાળ, સારવાર અથવા સલાહની ભલામણ કરવામાં આવી હતી અથવા પ્રાપ્ત થઈ હતી...
વધુ વાંચોઅન્ય બાકાત બાબતો
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
સતીશ ચંદ કટોચ મુંબઈ
વેબ દ્વારા ઝંઝટમુક્ત પૉલિસી લેતી વખતે અમે બધા વિકલ્પ સાથે રિવ્યૂ કરી શકીએ છીએ.
આશીષ મુખર્જી મુંબઈ
દરેક માટે સૌથી સરળ, કોઈ ઝંઝટ નહીં, કોઈ મૂંઝવણ નહીં. સરસ કામ. સૌભાગ્ય.
મૃણાલિની મેનન મુંબઈ
ખૂબ સારી રીતે ડિઝાઇન કરેલ અને કસ્ટમર ફ્રેન્ડલી
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 16 મે 2022
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો