Insurance Regulatory and Development Authority of India (IRDAI) એ એક સર્વોચ્ચ સંસ્થા છે, જે ભારતમાં ઇન્શ્યોરન્સ સેક્ટરને સંચાલિત કરે છે. તે લાઇફ સુધી સીમિત નથી, પરંતુ તેમાં નૉન-લાઇફ અથવા જનરલ ઇન્શ્યોરન્સ સેગમેન્ટ પણ શામેલ છે. આમાંથી, ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સેગમેન્ટ લોકોમાં ટૂ-વ્હીલર વાહનો માટે વધતી પસંદગી સાથે ઝડપી વિકાસ કરી રહ્યું છે. વધુમાં, મોટર વાહન અધિનિયમ 1988 દેશમાં નોંધાયેલા તમામ વાહનો માટે ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી ફરજિયાત બનાવે છે. આમ, ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની જરૂરિયાત ઝડપથી વધી રહી છે. ઇન્ટરનેટ યુગના આગમન સાથે,
બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી સરળ બની ગઈ છે. તેણે સંપૂર્ણ પ્રક્રિયાને ઝંઝટ મુક્ત અને સુવિધાજનક બનાવી છે. તમે થર્ડ-પાર્ટી અથવા કોમ્પ્રિહેન્સિવ પ્લાન ખરીદી રહ્યા છો, રજિસ્ટ્રેશન નંબર અને બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર આવશ્યક છે.
રજિસ્ટ્રેશન નંબર શું છે?
રજિસ્ટ્રેશન નંબર એ પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ) દ્વારા ફાળવવામાં આવેલ એક અનન્ય નંબર છે. આ નંબર દરેક વાહન માટે અનન્ય છે અને તે વાહનને ઓળખવા અને તેના તમામ રેકોર્ડમાં શામેલ હોય છે. તમારે દરેક નવા વાહનની ખરીદીના 30 દિવસની અંદર તેને રજિસ્ટર કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશન નંબર એક પૂર્વનિર્ધારિત ફોર્મેટમાં હોય છે, જ્યાં મૂળાક્ષરો અને નંબરનો સંયોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. XX YY XX YYYY એ એક ફોર્મેટ છે જ્યાં 'X' અક્ષરને સૂચવે છે અને 'Y' નંબરને સૂચવે છે. પ્રથમ બે અક્ષર રાજ્યનો કોડ છે, એટલે કે જ્યાં વાહન રજિસ્ટર્ડ છે. આગામી બે અંકો જિલ્લા કોડ અથવા રજિસ્ટર કરનાર આરટીઓનો કોડ સૂચવે છે. તેના પછી આરટીઓની અનન્ય અક્ષરોની સિરીઝ હોય છે. છેલ્લા ચાર નંબર વાહનનો અનન્ય નંબર છે. અક્ષરો અને નંબરોના આ સંયોજનનો ઉપયોગ કરીને, તમારા વાહનની અનન્ય ઓળખ બનાવવામાં આવી છે, જે આરટીઓના રેકોર્ડમાં સ્ટોર કરવામાં આવે છે. કોઈ બે વાહનોનો રજિસ્ટ્રેશન નંબર સમાન હોઈ શકે નહીં. પ્રથમ છ અક્ષરો અને નંબરોનું સંયોજન સમાન હોઈ શકે છે, ત્યારે છેલ્લા ચાર અંકો તમારા વાહનને તેની અનન્ય ઓળખ આપે છે. આ રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરીને, તમે તમારા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર સહિત વિવિધ વાહન સંબંધિત માહિતીને ટ્રૅક કરી શકો છો
.
ઑનલાઇન બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવામાં રજિસ્ટ્રેશન નંબર કેવી રીતે ઉપયોગી છે?
તમારી બાઇકની ઓળખ સિવાય, નીચેની પરિસ્થિતિઓ માટે રજિસ્ટ્રેશન નંબર જરૂરી છે.
બાઇક ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે: તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન અથવા ઑફલાઇન ખરીદો છો, તો તમારે રજિસ્ટ્રેશન નંબરની જરૂર પડશે. તમામ
વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વાહનના રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરે છે. તે સૂચવે છે કે ઇન્શ્યોરન્સ પૉલિસીનું કવરેજ અનન્ય રજિસ્ટ્રેશન નંબર ધરાવતા ચોક્કસ વાહન માટે મર્યાદિત અને સીમિત છે.
બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના રિન્યુઅલ સમયે: આ
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલદરમિયાન, તમારી પાસે તમારા ઇન્શ્યોરરને બદલવાનો અથવા સમાન ઇન્શ્યોરન્સ કંપની સાથે રહેવાનો વિકલ્પ હોય છે. પસંદગીને ધ્યાનમાં લીધા વિના, તમારે તમારા વાહનનો રજિસ્ટ્રેશન નંબર ઇન્શ્યોરરને આપવો જરૂરી છે. તે ઇન્શ્યોરન્સ કંપનીને તમારા વાહનના વર્તમાન દરેક રેકોર્ડ, જો હોય તો, તેને મેળવવામાં મદદ કરશે.
બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર ખોવાઈ જવાના કિસ્સામાં: આજકાલ ઇન્શ્યોરન્સ પૉલિસી ઇલેક્ટ્રોનિક ફોર્મેટ અથવા ફિઝિકલ ફોર્મેટમાં પણ પ્રદાન કરવામાં આવે છે. જો તમારા પૉલિસીના ડૉક્યૂમેન્ટ ગેરવલ્લે થઈ જાય અને તમને બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર યાદ ના હોય, તો તમે તમારી ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરી શકો છો. તમારા વાહનના રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરીને કોઈપણ સક્રિય ઇન્શ્યોરન્સ પૉલિસીઓ જોઈ શકાય છે. આ માહિતી તમારા ઇન્શ્યોરરની વેબસાઇટ અથવા રેગ્યુલેટર પાસે પણ શોધી શકાય છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એપ્લિકેશનો શરૂ કરી છે, જેમાં ચેસિસ નંબર, પોલ્યુશન સર્ટિફિકેટની વિગતો, ખરીદીની તારીખ અને બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર જેવી સંપૂર્ણ વિગતો હોય છે. આ કેટલીક રીતો છે જ્યાં તમારો રજિસ્ટ્રેશન નંબર માહિતી માટે વિવિધ ડેટાબેઝમાં શોધખોળ કરવા માટે ઉપયોગી થઈ શકે છે. એક અનન્ય આલ્ફાન્યૂમેરિક નંબરનો ઉપયોગ કરીને વાહન સંબંધિત કોઈપણ વિગતો જોવાનું માત્ર સુવિધાજનક જ નહીં, પરંતુ ઝંઝટ-મુક્ત પણ બને છે. તેથી જો તમે તમારા પૉલિસીના ડૉક્યૂમેન્ટને ગુમાવો છો, તો ચિંતા કરશો નહીં, તમે માત્ર રજિસ્ટ્રેશન વિગતોનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ કૉપી માટે અરજી કરી શકો છો.
જવાબ આપો