મોટર વાહન ચલાવતી વખતે, કેટલાક ડૉક્યૂમેન્ટ હંમેશા તમારી સાથે હોવા જોઈએ. આ ડૉક્યૂમેન્ટમાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પીયુસી સર્ટિફિકેટ અને ઇન્શ્યોરન્સ પૉલિસી શામેલ છે. આની જરૂરિયાત કાર હોય કે બાઇક, તે સૌ માટે સમાન છે. આ રેગ્યુલેટરી નિયમો 1988 ના મોટર વાહન અધિનિયમ દ્વારા બનાવવામાં આવ્યા હતા, અને તેનું પાલન કરવામાં ન આવે તો ભારે દંડ થાય છે. બાઇક ઇન્શ્યોરન્સ એ આવશ્યક ડૉક્યૂમેન્ટ છે, જે ટૂ-વ્હીલરની સવારી કરતી વખતે હંમેશા તમારી પાસે હોવું જોઈએ. પછી ભલે તમે સ્થાનિક સુપરમાર્કેટમાં જતા હોવ કે રોજબરોજની જેમ ઑફિસે જતા હોવ; આ એક આવશ્યક ડૉક્યૂમેન્ટ છે. જો કોમ્પ્રિહેન્સિવ પૉલિસી નહીં, તો તમારે ઓછામાં ઓછું
થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કવર ખરીદવું જોઈએ, જે તમને અકસ્માત દરમિયાન થર્ડ-પાર્ટી જવાબદારીઓથી સુરક્ષિત કરશે. પરંતુ તમારું આ ડૉક્યૂમેન્ટ ખોવાઈ જાય તો શું થશે?? શું તમારે નવું ઇન્શ્યોરન્સ કવર લેવું પડશે?? શું તમે તમારી પૉલિસીના તમામ લાભો ગુમાવશો? આ જાણવા માટે વધુ વાંચો.
શું રાઇડ કરતી વખતે બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની એક કૉપી સાથે રાખવી જરૂરી છે?
હા, મોટર વાહન અધિનિયમ મુજબ તમારી બાઇક ઇન્શ્યોરન્સની કૉપી હોવી ફરજિયાત છે. તમારા વાહન માટે તમારી પાસે હંમેશા માન્ય ઇન્શ્યોરન્સ કવરેજ હોય એ સુનિશ્ચિત કરવા માટે આ જોગવાઈ કરવામાં આવી છે. જો કે, બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની ફિઝિકલ કૉપી સાથે રાખવી જરૂરી નથી. તેમ છતાં, પૉલિસીની ફિઝિકલ કૉપી સાથે રાખવી એ તમારી પાસે પૉલિસી હોવાનું સુનિશ્ચિત કરવાની શ્રેષ્ઠ રીત છે, કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ પૉલિસીની ડિજિટલ કૉપી પણ પ્રદાન કરે છે. આ ડિજિટલ કૉપીને તમારા ફોન પર ડિજિલૉકર અથવા એમપરિવહન પર સ્ટોર કરી શકાય છે. જો તમારી પૉલિસીની ફિઝિકલ કૉપી ખોવાઈ જાય અથવા તમે ડિજિટલ કૉપી સાથે રાખવાનું વધુ પસંદ કરતા હોવ, તો આ ઉપયોગી થઈ શકે છે. વધુમાં, તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની ડિજિટલ કૉપી માત્ર ત્યારે જ માન્ય ગણાય છે, જ્યારે તેને ડિજિલૉકર અથવા એમપરિવહન એપ જેવી અધિકૃત એપ્લિકેશનમાં રાખવામાં આવે છે. એ નોંધ લેવી મહત્વપૂર્ણ છે કે અકસ્માતના કિસ્સામાં, પોલીસ અને/અથવા ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સૌપ્રથમ તમારા વાહનની ઇન્શ્યોરન્સ પૉલિસી અને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ વિશે જ પૂછવામાં આવશે. આ ડૉક્યૂમેન્ટ વગર, તમે અકસ્માતના સમયે ઇન્શ્યોરન્સ ધરાવતા હોવાનું સાબિત કરવું અઘરું પડશે અને તેને લીધે તમારા ક્લેઇમની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે અથવા તેનો અસ્વીકાર થઈ શકે છે. આ ઉપરાંત, વાહન ચલાવતી વખતે બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની કૉપી સાથે રાખવાથી ચોરી અથવા અન્ય કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં પણ તમને મદદ મળશે. આ એક મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ છે, જે તમારે બાઇક સવારી કરતી વખતે હંમેશા તમારી પાસે રાખવું જોઈએ. જો તમે તમારા બાઇક ઇન્શ્યોરન્સની ફિઝિકલ કૉપી સાથે રાખી હોય અને તે ખોવાઈ જાય, તો તમે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને પૉલિસી ડૉક્યૂમેન્ટની ડુપ્લિકેટ કૉપી જારી કરવા માટે કહી શકો છો.
તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીની ડુપ્લિકેટ કૉપી કેવી રીતે મેળવવી?
ડુપ્લિકેટ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે અરજી કરવાની બે રીતો છે, ઑનલાઇન અને ઑફલાઇન. વધુને વધુ લોકો ઑનલાઇન પૉલિસી ખરીદવાનું પસંદ કરે છે, તેથી ડુપ્લિકેટ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન મેળવવું સરળ બની ગયું છે. તે આ પ્રમાણે કરી શકાય છે:
- તમારી ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લો અને તમારા એકાઉન્ટમાં લૉગ-ઇન કરો. ઇન્શ્યોરન્સ કંપનીઓ સામાન્ય રીતે મેઇલ દ્વારા આ વિગતો શેર કરે છે, પરંતુ જો તેમ ઉપલબ્ધ ન હોય તો, તમારો પૉલિસી નંબર દાખલ કરીને પણ મેળવી શકાય છે.
- તમારે જેની ડુપ્લિકેટ કૉપી જોઈતી હોય તે બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો, જેના માટે તમારે ડુપ્લિકેટ કૉપી જોઈએ છે.
- પોર્ટલ દ્વારા પૉલિસીની વિગતો પૂછવામાં આવશે, જેની ચકાસણી કરવામાં આવશે.
- આ વિગતો દાખલ કર્યા બાદ તમે તેને જોઈ શકો છો તેમજ ડાઉનલોડ કરી શકો છો. તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી હોવાથી, તે માત્ર ડાઉનલોડ કરવા માટે જ ઉપલબ્ધ રહેશે, જેને તમારા રેફરન્સ માટે પ્રિન્ટ અને સેવ કરી શકાય છે. કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ આ ઇન્શ્યોરન્સ પૉલિસી ઇમેઇલ દ્વારા તેમજ ટપાલ દ્વારા મોકલવાની સુવિધા પણ પ્રદાન કરે છે.
જે લોકો ઑનલાઇન પ્રક્રિયા સાથે સારી રીતે પરિચિત ના હોય, તેમના માટે ઑફલાઇન પ્રક્રિયાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ પ્રક્રિયા નીચે મુજબ છે:
- સૌ પ્રથમ તમારી મૂળ પૉલિસીનો ડૉક્યૂમેન્ટ ખોવાઈ જવા વિશે તમારી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાની રહેશે. આની જાણ કરવાથી, તેમને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની કૉપીની વ્યવસ્થા કરવામાં મદદ મળશે. તમે આની જાણ કૉલ પર અથવા મેઇલ દ્વારા પણ કરી શકો છો.
- આગળ, તમારે લાગુ પડતા અધિકારક્ષેત્રમાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અથવા એફઆઇઆર નોંધાવવાની રહેશે. એફઆઇઆર નોંધાવવાથી એ વાતની ખાતરી થાય છે કે એ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ વાસ્તવિકતામાં ખોવાઈ જવાનો કેસ છે.
- હવે, એફઆઇઆર કર્યા બાદ, તમારે પૉલિસી નંબર, ઇન્શ્યોરન્સ ધરાવતા ટૂ-વ્હીલરની વિગતો સહિત ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારનો ઉલ્લેખ કરીને તમારી ઇન્શ્યોરન્સ કંપનીને લેખિતમાં અરજી કરવાની રહેશે.
- આખરે, તમારે એક ઇન્ડેમ્નિટિ બોન્ડ પણ સબમિટ કરવાનો રહેશે, જે કોઈપણ ખોટી રજૂઆત તમારી એકલ જવાબદારી રહેશે તેમ જાહેર કરે છે. આ એક કાનૂની ડૉક્યૂમેન્ટ છે જે તમારી ઇન્શ્યોરન્સ કંપનીને સુરક્ષિત કરે છે.
બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન માટે અપ્લાઇ કરતી વખતે કયા ડૉક્યૂમેન્ટ જરૂરી હોય છે?
બાઇક ઇન્શ્યોરન્સ માટે અપ્લાઇ કરતી વખતે, તમારે, સામાન્ય રીતે, નીચેના ડૉક્યૂમેન્ટ પ્રદાન કરવાના રહેશે:
- તમારી બાઇકના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) ની એક કૉપી
- તમારી બાઇકના માન્ય પોલ્યુશન અંડર કન્ટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટની એક કૉપી
- તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની એક કૉપી
- તમારી બાઇકની ઇન્શ્યોરન્સ પૉલિસીની એક કૉપી (જો તે પહેલેથી જ ઇન્શ્યોર્ડ હોય)
- એક સંપૂર્ણપણે ભરેલું એપ્લિકેશન ફોર્મ, જેમાં વ્યક્તિગત અને બાઇક સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે
ડુપ્લિકેટ પૉલિસી જારી કરવાની સુવિધાનો ઉપયોગ કરીને, તમે ફરીથી ઇન્શ્યોરન્સ કવર ખરીદવાની જરૂર વગર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની કૉપી મેળવી શકો છો. ટ્રાફિક અધિકારીઓ દ્વારા દંડ કરવામાં આવે ત્યાં સુધી તમે ડુપ્લિકેટ પૉલિસી માટે અરજી કરવાની રાહ ન જુઓ. આજકાલ, સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ઑફિસ દ્વારા વાહનના માલિકોને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સહિતના તેમના વાહનના ડૉક્યૂમેન્ટની ડિજિટલ કૉપી સાથે રાખવાની પરવાનગી આપવામાં આવેલ છે. એમપરિવહન અથવા ડિજિલૉકર જેવી એપ વડે સ્ટોર કરવું સરળ છે.
ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
મારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી # OG-22-9906-7802-0005 ની ડુપ્લિકેટ સૉફ્ટ કૉપી મોકલવા વિનંતી
કૃપા કરીને https://www.bajajallianz.com/forms/form-e-policy.html પેજ પર મુલાકાત લઈને તમારી પૉલિસીની સૉફ્ટ કૉપી ડાઉનલોડ કરો
મેં આ ફેબ્રુઆરીમાં મારી પૉલિસીને રિન્યુ કરી છે પરંતુ હું પીડીએફ ડાઉનલોડ કરી શકતો નથી.
કૃપા કરીને https://www.bajajallianz.com/forms/form-e-policy.html પેજ પર મુલાકાત લઈને તમારી પૉલિસીની સૉફ્ટ કૉપી ડાઉનલોડ કરો