રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
mastering bike riding tips for teenagers
1 એપ્રિલ, 2021

શું બાઇક ઇન્શ્યોરન્સ 5 વર્ષ માટે ફરજિયાત છે?

જ્યારે તમારી બાઇકની સુરક્ષાની વાત આવે છે, ત્યારે ઇન્શ્યોરન્સ પૉલિસી કરતાં કંઈ વધુ મૂલ્યવાન નથી. જો તમે તાજેતરના મહિનાઓમાં કાર અથવા બાઇક ઇન્શ્યોરન્સ ખરીદ્યો હોય, તો તમે ઓછામાં ઓછો એક વખત જરૂર પ્રશ્ન કર્યો હશે, શું બાઇક ઇન્શ્યોરન્સ 5 વર્ષ માટે ફરજિયાત છે? જો તમે અમને પૂછો, તો હા, જો તમે નવી બાઇક અથવા કાર ખરીદો, તો તમારે ફરજિયાત એક લોન્ગ ટર્મ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની રહેશે. અત્યારે તમારા મનમાં અનેક પ્રશ્નો ઘૂમતાં હશે. પરંતુ, ચિંતા કરશો નહીં, અમે તમને આ નવા નિયમ સંબંધિત તમામ જરૂરી માહિતી આપીશું.  

ટૂ-વ્હીલર માટે કયો ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?

આ પ્રશ્ન પર જતા પહેલાં, આપણે ઇન્શ્યોરન્સના નિયમો અને નિયમોમાં થયેલા નવા ફેરફારોનો અભ્યાસ કરીએ. આઇઆરડીએઆઇ (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) મુજબ, જો તમે નવું ટૂ-વ્હીલર ખરીદો છો, તો તમારે ખરીદવી જરૂરી છે એક લોન્ગ ટર્મ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી. આ નિયમ સપ્ટેમ્બર 2018 થી લાગુ થયો છે. લોન્ગ ટર્મ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સમયગાળો તમે ખરીદી રહેલ પૉલિસીના પ્રકારના આધારે બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો ગૌરવે નવું ટૂ-વ્હીલર ખરીદ્યું હોય અને જો તે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરે, તો તેમણે પાંચ વર્ષની લોન્ગ ટર્મ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી પડશે. બીજી તરફ, જો ગૌરવની બહેન પોતાના માટે નવી સ્કૂટી ખરીદે અને જો તે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરે, તો તેમણે ત્રણ વર્ષની લોન્ગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી પડશે. શું 5 વર્ષનો ઇન્શ્યોરન્સ ફરજિયાત છે એ પ્રશ્નનો જવાબ પણ તમે ખરીદી કરી રહેલ વાહનના આધારે અલગ હોય છે. ઉદાહરણ તરીકે, જો તમે નવી કાર ખરીદી રહ્યા હોવ, તો તમે પાંચ વર્ષની બદલે ત્રણ વર્ષનો ઇન્શ્યોરન્સ લઈ શકો છો.  

શા માટે બાઇક ઇન્શ્યોરન્સ 5 વર્ષ માટે ફરજિયાત છે?

જો તમે સાવચેત ના રહો, તો રસ્તાઓ ખરેખર જોખમી બની શકે છે. જો કોઈપણ સંજોગોમાં, કોઈ દુર્ઘટના થાય, તો તમારો ઇન્શ્યોરન્સ તમને નુકસાનને કવર કરવામાં મદદ કરી શકે છે. પરંતુ, આપણામાંથી કેટલાક લોકો ઇન્શ્યોરન્સને લાભદાયી ઇન્વેસ્ટમેન્ટ માનતા નથી. સાચું કહીએ તો, ઇન્શ્યોરન્સ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુમાં, મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ રાઇડર માટે ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી ફરજિયાત છે. અને નવા નિયમો મુજબ, જ્યારે તમે નવું ટૂ-વ્હીલર ખરીદી રહ્યા હોવ ત્યારે 5-વર્ષની પૉલિસી ખરીદવી પણ જરૂરી બની ગયું છે. અહીં એ પ્રશ્ન ઊઠી શકે છે કે શા માટે 5 વર્ષનો ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?? અહીં તમારી બાઇક માટે 5-વર્ષનો ઇન્શ્યોરન્સ ખરીદવાના કેટલાક લાભો આપેલ છે:  

તણાવ-મુક્ત અનુભવ

લાંબા ગાળાની ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનો સૌપ્રથમ અને શ્રેષ્ઠ લાભ એ છે કે તમારું મન તણાવ-મુક્ત થઈ જાય છે. 5-વર્ષના થર્ડ પાર્ટી કવર અથવા 3-વર્ષના કોમ્પ્રિહેન્સિવ કવર સાથે, તમે દર વર્ષે પૉલિસીને રિન્યુ કરવાની ઝંઝટથી મુક્ત રહેશો. આનાથી તમારા સમયની ઘણી બચત થશે અને સૌથી મહત્વનું તમારે સમાપ્તિ તારીખને યાદ રાખવાની જરૂર નહીં રહે.

ઓછું પ્રીમિયમ ચૂકવો

તમે તમારા વાહન માટે લોન્ગ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદીને નોંધપાત્ર રકમની બચત પણ કરો છો. કેવી રીતે? તમે ત્રણ અથવા 5-વર્ષના કવર માટે જે એક વખત પ્રીમિયમ ચૂકવો છો તે સમાન સમયગાળા માટે એકત્રિત વાર્ષિક ચૂકવેલ પ્રીમિયમ રકમ કરતાં ઘણું ઓછું હશે.

એનસીબી જાળવી રાખો

એનસીબી એટલે નો ક્લેઇમ બોનસ. આ એક છૂટ છે જે રાઇડરને પાછલા વર્ષમાં કોઈ ક્લેઇમ ન કરવા માટે તેમની પૉલિસીને રિન્યુ કરવા પર મળે છે. વાર્ષિક પૉલિસીના કિસ્સામાં, જો તમે ક્લેઇમ દાખલ કરો, તો તમારું નો ક્લેઇમ બોનસ શૂન્ય થઈ જાય છે. બીજી તરફ, જો તમારી પાસે લાંબા ગાળાની પૉલિસી હોય અને તમે ક્લેઇમ કરો છો. તમારું એનસીબી શૂન્ય થશે નહીં. તમે હજુ પણ તમારા પૉલિસી પ્રીમિયમ પર અમુક ટકા છૂટનો લાભ લઈ શકો છો.

રિફંડ મેળવો

વાર્ષિક પૉલિસીથી વિપરીત કે જેમાં કોઈ રિફંડ હોતું નથી. લોન્ગ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન તમને કેટલીક પરિસ્થિતિઓમાં રિફંડ પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, જો ગૌરવની બાઇક ખોવાઈ જાય અથવા તે ચોરાઈ જાય અને જો તેમની પાસે લોન્ગ ટર્મ પૉલિસી હોય, તો તેઓ તેમના ઇન્શ્યોરર પાસેથી રિફંડ મેળવી શકે છે. જો કે, રિફંડની રકમ (ચૂકવેલ પ્રીમિયમમાંથી) ઉપયોગ ન કરેલ સમયના આધારે અથવા પૉલિસીના બાકી રહેલ વર્ષોના આધારે અલગ હોઈ શકે છે.

ફૂલ સુરક્ષા

આખરે, જ્યારે તમારી પાસે લોન્ગ ટર્મ ઇન્શ્યોરન્સ પૉલિસી હોય ત્યારે તમે સુરક્ષિત હાથમાં હશો. જો કોઈ દુર્ઘટના થાય, તો તે તેના પ્રકારના આધારે તમામ નુકસાનને કવર કરશે.  

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. શું બાઇક માટે 3rd પાર્ટી ઇન્શ્યોરન્સ પર્યાપ્ત છે?
  હા, જો તમારી પાસે હોય 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ, તો તે તમારા ટૂ-વ્હીલર માટે બહેતર છે. તેમ છતાં, જો તમે નવું વાહન ખરીદી રહ્યા હોવ, તો ઓછામાં ઓછા 2-3 વર્ષ માટે કોમ્પ્રિહેન્સિવ પૅકેજ પસંદ કરવું શ્રેષ્ઠ છે.  
  1. ટૂ-વ્હીલર માટે કયો ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?
  બે પ્રકારની પૉલિસીઓ હોય છે, જેમ કે, થર્ડ પાર્ટી અને કોમ્પ્રિહેન્સિવ. જોકે તમે તમારી બાઇક માટે તેમાંથી કોઈપણ પસંદ કરી શકો છો, પરંતુ ઓછામાં ઓછો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે