રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Vehicle Scrappage Policy in India
14 નવેમ્બર, 2024

ભારતમાં વાહન સ્ક્રેપેજ પૉલિસી

ભારતના પ્રધાનમંત્રી દ્વારા ગુજરાતમાં ઇન્વેસ્ટર સમિટ દરમિયાન વાહન સ્ક્રેપેજ પૉલિસી 2021 રજૂ કરવામાં આવી છે. વાહન સ્ક્રેપેજ પૉલિસીની શરૂઆત દ્વારા આપણા દેશની વિકાસ યાત્રા માટે એક લક્ષ્ય સ્થાપિત થવાની અપેક્ષા છે. નિતિન ગડકરીની વાહન સ્ક્રેપેજ પૉલિસીનો હેતુ રાષ્ટ્રના ઑટોમોટિવ અને ઉત્પાદન ઉદ્યોગને ખૂબ જરૂરી એવું પ્રોત્સાહન આપવાનો છે.

ભારતમાં નવી વાહન સ્ક્રેપિંગ પૉલિસી શું છે?

વાહન સ્ક્રેપેજ પૉલિસી 2021 એ રસ્તા ચલાવવા યોગ્ય ન હોય તેવા વાહનોને શોધવામાં મદદ કરશે. તેના નામ અનુસાર, નવી સ્ક્રેપેજ પૉલિસી હેઠળ, પ્રદૂષણ ફેલાવતા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા જૂના અને ચલાવવા યોગ્ય ન હોય તેવા વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. કારની નોંધણી સમાપ્ત થયા પછી તરત જ વાહનની સ્ક્રેપ પૉલિસી શરૂ થશે. એક નિર્ધારિત સમયગાળા પછી, વાહનનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. દેશના મોટર વાહન કાયદા મુજબ, વાહનને માત્ર 15 વર્ષ માટે જ ફિટ માનવામાં આવે છે. વાહન 15 વર્ષ જૂનું થયા બાદ, કોઈ નવા વાહનની તુલનામાં, તે વાહન દ્વારા પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવવાનું શરૂ થાય છે. અનુક્રમે 15 અને 20 વર્ષ કરતાં જૂના કમર્શિયલ અને પેસેન્જર વાહનોને, જો તે ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહેશે, તો કોઈપણ પ્રશ્ન વિના સ્ક્રેપ કરવામાં આવશે.

વાહન સ્ક્રેપિંગ પૉલિસી 2021 નો ઉદ્દેશ શું છે?

નવી સ્ક્રેપેજ પૉલિસીનો મુખ્ય ઉદ્દેશ ચલાવવા માટે અયોગ્ય તેવા વાહનોને શોધવાનો અને પદ્ધતિસર રીસાઇકલ કરવાનો છે. સ્ક્રેપ પૉલિસીનો છેવટનો હેતુ આવા વાહનો દ્વારા વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને દૂર કરવાનો છે. ફિટ ન હોય તેવા વાહનો દ્વારા ફેલાતું પ્રદૂષણ દેશના વિકાસમાં એક મોટો અવરોધ છે. આ કાર સ્ક્રેપેજ પૉલિસી પ્રદૂષણને ઘટાડશે અને અન્ય લાભો પણ પ્રદાન કરશે. એટલે કે સ્ટીલ, પ્લાસ્ટિક અને અન્ય ધાતુઓ જેવી વસ્તુઓને રીસાઇકલ કરી શકાશે. ઉત્પાદન ખર્ચ પણ ઓછો થશે. વાહન સ્ક્રેપેજ પૉલિસીને કારણે વાહનના વેચાણમાં પણ વૃદ્ધિ થવાની આશા છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, વાહન સ્ક્રેપેજ પૉલિસીના સફળ અમલીકરણ દ્વારા જૂની કારને રીસાઇકલ કરવામાં આવે તો નવું વાહન ખરીદવા માટે ઇન્સેન્ટીવ આપવામાં આવશે.

વાહન સ્ક્રેપિંગ પૉલિસી ક્યારે અમલમાં આવશે?

ભારતના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા દેશભરમાં રજિસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સુવિધા સ્થાપવા માટે પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહ્યું છે. તે આવા કેન્દ્રો ખોલવામાં ખાનગી અને જાહેર ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરશે. નીચે આપેલ કોષ્ટક પ્રસ્તાવિત વાહન સ્ક્રેપેજ નીતિ 2021 લાગુ પાડવા માટેની અંદાજિત સમયસીમા દર્શાવે છે:
પાસાઓ અંદાજિત તારીખો
ફિટનેસ ટેસ્ટ અને સ્ક્રેપિંગ સેન્ટર માટેના નિયમો 01 ઓક્ટોબર 2021
15 વર્ષથી જૂના સરકારી અને પીએસયુ વાહનોનું સ્ક્રેપિંગ 01 એપ્રિલ 2022
ભારે કમર્શિયલ વાહન માટે ફિટનેસ ટેસ્ટિંગ 01 એપ્રિલ 2023
અન્ય કેટેગરી માટે ફિટનેસ ટેસ્ટિંગ 01 જૂન 2024
01 જૂન 2024 થી 20 વર્ષ કરતા વધુ જૂના ખાનગી વાહનોની નોંધણી રદ કરવામાં આવશે. આમ માત્ર ત્યારે જ કરવામાં આવશે જ્યારે તેઓ ટેસ્ટમાં નિષ્ફળ રહેશે અથવા જેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું નથી. 01 એપ્રિલ 2023 થી 15 વર્ષથી વધુ જૂના કમર્શિયલ વાહનોની નોંધણી રદ કરવામાં આવશે.

વાહન સ્ક્રેપેજ પૉલિસીની વિશેષતાઓ

2021 ની વાહન સ્ક્રેપેજ પૉલિસી હેઠળ, અધિકૃત ઑટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન પર ભારે કમર્શિયલ વાહનો માટે ફિટનેસ ટેસ્ટિંગ એપ્રિલ 1, 2023 થી શરૂ થશે . અન્ય વ્યવસાયિક અને ખાનગી વાહનો માટે, ફિટનેસ ટેસ્ટિંગ જૂન 1, 2024 ના રોજ શરૂ થશે . આ પૉલિસી મુજબ, જો ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ થાય તો 15 વર્ષથી વધુ જૂના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે, જે તેમને એન્ડ-ઑફ-લાઇફ વાહનો (ELV) તરીકે ચિહ્નિત કરે છે. આ પૉલિસીની મુખ્ય વિશેષતાઓમાં શામેલ છે:
  1. ફિટ ન હોય તેવી બાઇક, કાર અને વ્યવસાયિક વાહનોને સ્ક્રેપ કરવા માટે ઑટોમેટેડ સિસ્ટમ સ્થાપિત કરવી.
  2. ઉચ્ચ અસરવાળા વિસ્તારો પર ભાર સાથે રસ્તાઓમાંથી જૂના, અયોગ્ય વાહનોને દૂર કરીને પ્રદૂષણને ઘટાડવું.
  3. પૉલિસીમાં ભાગ લેનારા વાહનના માલિકોને લાભો પ્રદાન કરવા.
  4. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) હેઠળ તમામ માર્ગદર્શિકા અને નિયમોનું સંચાલન કરવામાં આવે છે તેની ખાતરી કરવી.
  5. ભવિષ્યમાં ઇકો-ફ્રેન્ડલી, ઍડવાન્સ્ડ અને સુરક્ષિત વાહનોને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવું.

વાહન સ્ક્રેપેજ પૉલિસી 2021 ના ફાયદાઓ શું છે?

હવે, ચાલો નવી સ્ક્રેપેજ પૉલિસીના અપેક્ષિત લાભો પર નજર કરીએ:
  • ફિટ ન હોય તેવા વાહનોના સ્ક્રેપિંગથી હવાની ગુણવત્તા બહેતર થાય છે અને હવાનું પ્રદૂષણ ઓછું થાય છે
  • જૂના વાહનો સ્ક્રેપ થવાને કારણે નવા વાહનોની માંગ વધશે
  • કાર સ્ક્રેપેજ પૉલિસી અમલમાં મૂકવામાં આવશે, તેનાથી નોકરીની તકો પણ ઊભી થશે. ઉદાહરણ તરીકે, વાહનોના સ્ક્રેપિંગ માટે માણસોની જરૂર પડશે
  • જૂના વાહનને સ્ક્રેપ કરવાથી વાહનના માલિકોને ઇન્સેન્ટીવ તરીકે ટેક્સમાં પણ લાભ મળી શકે છે
  • રીસાઇકલિંગ ઉદ્યોગ દ્વારા વધુ આવક મેળવી શકાશે
  • જૂના વાહનોની સરખામણીમાં નવા વાહનો સુરક્ષિત હશે

સ્ક્રેપેજ પૉલિસી માટે વાહનોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવેલ છે?

ભારતના રસ્તાઓ પર વિવિધ પ્રકારના વાહનો ચલાવવામાં આવે છે. આ વિવિધતાને કારણે તમામ કારો પર સમાન નિયમો લાગુ કરી શકાતા નથી. તેથી, જ્યારે વાહન સ્ક્રેપેજ પૉલિસી 2021 ને અમલમાં મૂકવાની વાત આવે ત્યારે વાહનોને વર્ગીકૃત કરવા જરૂરી છે.

કમર્શિયલ વાહનો

બસ અથવા કોઈપણ પરિવહન વાહનો જેવા કમર્શિયલ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનો કમર્શિયલ વાહનોની કેટેગરી હેઠળ આવે છે. વાહનને 15 વર્ષ પૂર્ણ થયા બાદ, તેનો ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. જો વાહન ચલાવવા યોગ્ય ન હોય, તો વાહન સ્ક્રેપેજ પૉલિસી 2021ના નિયમો મુજબ વાહન સ્ક્રેપ કરવામાં આવશે.

સરકારી વાહનો

જાન્યુઆરી 2021 માં, વાહન સ્ક્રેપેજ પૉલિસી સરકારી વાહનો માટે મંજૂર કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની માલિકીના અને 15 વર્ષથી વધુ જૂના વાહનો સ્ક્રેપ કરવામાં આવશે. આનો અમલ આવતા વર્ષથી કરવામાં આવશે. અત્યારના તબક્કે નક્કી કરવામાં આવેલ તારીખ 01 એપ્રિલ 2022 છે.

ખાનગી વાહનો

એક જગ્યાથી બીજા સ્થળે જવા માટે ઉપયોગમાં લેવાતા વાહનો ખાનગી વાહનોની શ્રેણી હેઠળ આવે છે. જો ચલાવવા યોગ્ય નહીં હોવાનું પૂરવાર થશે અથવા આરસી રિન્યુ કરવામાં આવેલ નહીં હોય તો ખાનગી વાહનોની નોંધણી 20 વર્ષ પછી રદ કરવામાં આવશે. જો કે, આ પ્રકારનું પ્રોત્સાહન ન આપવાના પગલાં તરીકે પ્રારંભિક નોંધણીની તારીખથી 15 વર્ષથી વધુ જૂના વાહન માટે વધારેલી પુનઃનોંધણી ફી વસૂલવામાં આવશે.

વિન્ટેજ વાહનો

સામાન્ય વાહનોની સરખામણીમાં વિન્ટેજ વાહનો જૂના હોય છે. જો કે, વિન્ટેજ વાહનો ઓછા ચાલતા હોવા છતાં તેમની જાળવણી સારી રીતે કરવામાં આવે છે. આમ તે એક અલગ કેટેગરીમાં આવે છે, અને આવા વાહનોને સ્ક્રેપ કરવાને લગતા નિર્દેશોના સંદર્ભમાં તેમની પ્રકૃતિને ધ્યાનમાં લેવામાં આવશે.

વાહન સ્ક્રેપેજ પૉલિસી હેઠળ ફિટનેસ ટેસ્ટ શું છે?

  • ફિટનેસ ટેસ્ટ વડે વાહન તેની ટેકનિકલ આવરદા બાદ પણ વાપરવા માટે યોગ્ય છે કે નહીં તે નિર્ધારિત કરવામાં આવે છે. ફિટનેસ ટેસ્ટ એ વાહન માર્ગ પર ચલાવવા માટે કેટલું યોગ્ય છે તે નિર્ધારિત કરવા માટેનું વિગતવાર પરીક્ષણ છે.
  • તેનાથી વાહન દ્વારા પર્યાવરણીય પ્રદૂષણ ફેલાય છે કે નહીં તે પણ નિર્ધારિત થાય છે. એન્જિન પરફોર્મન્સ, બ્રેકિંગ અને અન્ય સુરક્ષાને લગતી વિવિધ તપાસ માટે જૂના વાહનનું પરીક્ષણ જરૂરી છે. વાહન સ્ક્રેપેજ પૉલિસી હેઠળ ફિટનેસ ટેસ્ટ ઑટોમેટેડ ફિટનેસ ટેસ્ટ સેન્ટર પર કરવામાં આવશે.
  • આપણે ઘણીવાર પ્રદૂષણ નિયંત્રણ પરીક્ષણ દ્વારા વાહનોના ઉત્સર્જનનું સ્તર તપાસીએ છીએ. તે જ રીતે, હવે તમારે નિર્ધારિત સમયગાળા પછી વાહનનો ઑટોમેટેડ ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે.
  • આવા પરીક્ષણ માટેની માન્યતા પાંચ વર્ષની રહેશે. આ પછી, વાહનનું ફરીથી પરીક્ષણ કરાવવાનું રહેશે.
  • ગ્રીન સેસ એ રોડ ટેક્સના આશરે. 10-25 ટકા હોય છે, જે દરેક સ્થળ મુજબ બદલાય છે, તે પણ વસૂલવામાં આવી શકે છે. જૂના વાહનોનું રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવાનું હોય છે, જેમાં વધુ ખર્ચ થાય છે.
  • જો વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહે છે તો વાહનના રજિસ્ટ્રેશનના રિન્યુઅલ સમયે સમસ્યાઓ થઈ શકે છે. ટેસ્ટમાં નિષ્ફળ રહેલ કોઈપણ વાહનને સ્ક્રેપ પૉલિસી હેઠળ રજિસ્ટર્ડ નહીં માનવામાં આવે. કાયદા મુજબ, ભારતીય રસ્તા પર નોંધાયેલ ન હોય તેવા કોઈપણ વાહનને ચલાવવું એ અપરાધ છે.
  • આવા કિસ્સામાં વાહનના માલિક માટે દેખીતો વિકલ્પ વાહનને સ્ક્રેપ કરવાનો છે. જો આમ ન કરવું હોય, તો વાહનને રિપેર કરાવો જેથી તે ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ શકે. પ્રક્રિયાને અનુસરો અને રજિસ્ટ્રેશન રિન્યુ કરવા માટે ચુકવણી કરો.

વાહનનું પરીક્ષણ અથવા તેને સ્ક્રેપ ક્યાં કરાવવું જોઈએ?

કારની આરસી બુકની સમાપ્તિ તારીખ તપાસો. જો તારીખ નજીકમાં હોય, અને જો તમે કાર રાખવા માંગતા હોવ તો રજિસ્ટર્ડ ઑટોમેટેડ વાહન નિરીક્ષણ કેન્દ્રની મુલાકાત લો. અથવા કાઢી નાંખવા માટે સ્ક્રેપિંગ સ્ટેશનની મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે છે. સરકાર વાહન સ્ક્રેપેજ પૉલિસી 2021 ના અમલીકરણના પ્રારંભિક તબક્કા માટે યોગ્ય નિરીક્ષણ કેન્દ્રો સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. કેટલાક કેન્દ્રો ખુલી ચૂક્યા છે. કોઈપણ વ્યક્તિ જે કારને સ્ક્રેપ કરવા માંગે છે, તેઓ રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ સેન્ટરની રાહ જુએ. સ્ક્રેપિંગ સુવિધાઓ અને નિરીક્ષણ કેન્દ્રો 'વાહન' ડેટાબેઝ સાથે જોડાવાની અપેક્ષા છે. અત્યાર સુધી, કાર સ્ક્રેપેજ પૉલિસી માટે સંપૂર્ણ પરીક્ષણ પ્રક્રિયાની રૂપરેખા હજી સુધી આપવામાં આવી નથી. નિરીક્ષણની પ્રક્રિયા એ અન્ય વિવિધ દેશોની સુરક્ષા અને ઉત્સર્જન પ્રક્રિયાના ટેસ્ટીંગ જેવી છે. તમે સુરક્ષા ઉપકરણો જેમ કે એરબેગ, સીટબેલ્ટ, પ્રદૂષણને લગતા પરીક્ષણો અને હેડલાઇન એલાઇનમેન્ટની તપાસ જેવા અન્ય પરીક્ષણો કરાવી શકશો. કારની બ્રેક અને એન્જિનના ભાગો, ઇલેક્ટ્રોનિક ભાગો અથવા સ્ટ્રક્ચરલ નુકસાન અને રસ્ટનું પરીક્ષણ અધિકારીઓ કરી શકે છે.

કારને સ્ક્રેપ કરવાની પ્રક્રિયા શું છે?

એક સંરચિત પ્રક્રિયાને અનુસરીને, ભારતમાં વાહન સ્ક્રેપિંગનું આયોજન રજિસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સુવિધા દ્વારા કરવામાં આવે છે:
  1. વાહનની પ્રાથમિક રજિસ્ટ્રેશન સમાપ્ત થયા પછી, માલિક સ્ક્રેપેજ પ્રક્રિયા શરૂ કરવા માટે તેને નજીકના રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ સેન્ટર પર લઈ જઈ શકે છે.
  2. જરૂરી ડૉક્યુમેન્ટેશન પૂર્ણ કરવું આવશ્યક છે અને સ્ક્રેપિંગ સેન્ટરમાં સબમિટ કરવું આવશ્યક છે.
  3. ત્યારબાદ ફિટનેસ ટેસ્ટ વાહન રસ્તા પર ચલાવવાપાત્ર છે કે નહીં તેનું મૂલ્યાંકન કરશે.
  4. જો વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ થાય, તો તેને સ્ક્રેપિંગ માટે ચિહ્નિત કરવામાં આવશે. સ્ક્રેપર વાહનના દરેક ભાગને કાળજીપૂર્વક ખાલી કરશે.
  5. બાકી રહેલા ભાગોને યોગ્ય રીતે રીસાયકલ, ફરીથી ઉપયોગ અથવા વેચવામાં આવશે.
  6. એકવાર વાહન સંપૂર્ણપણે સ્ક્રેપ થઈ જાય પછી, માલિકને 'નુકસાનનું સર્ટિફિકેટ' પ્રાપ્ત થશે, જે આરટીઓ પર અધિકૃત રીતે વાહનને ડી-રજિસ્ટર કરવું જરૂરી છે. સ્ક્રેપ વેલ્યૂની ચુકવણી ડિજિટલ અથવા ચેક દ્વારા માલિકને પ્રદાન કરવામાં આવશે.

શું અવધિ પૂરી થઈ ગયેલ તમામ વાહનો સ્ક્રેપ કરવામાં આવશે?

બધા વાહનો સ્ક્રેપ કરવાના રહેશે. વાહનની નિર્ધારિત મર્યાદા પૂર્ણ થાય, ત્યારે તેનો ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. સાદા શબ્દોમાં કહીએ તો, વાહન ચલાવવા માટે યોગ્ય છે કે નહીં તે ફિટનેસ દ્વારા નિર્ધારિત થાય છે. જો વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ થાય છે, તો તેને રિન્યુઅલ સર્ટિફિકેટ મળશે નહીં અને વાહન સ્ક્રેપેજ પૉલિસી મુજબ ભારતીય રસ્તાઓ પર ચલાવી શકાશે નહીં. અને જ્યારે વાહન આ ટેસ્ટ પાસ કરે છે, ત્યારે તેને રિન્યુઅલ સર્ટિફિકેટ મળશે અને દર પાંચ વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે.

સ્ક્રેપિંગના સ્થળે કારનું શું થાય છે?

સ્ક્રેપિંગના સ્થળે કારને છૂટી કરવામાં આવે છે અને તેના ભાગોને અલગ કરવામાં આવે છે. ફ્યુઅલ, એન્જિન ઓઇલ, બ્રેક ઓઇલ વગેરે જેવા લિક્વિડ પણ કાઢી લેવામાં આવે છે. આ પછી, ટાયર, વ્હીલ્સ અને બૅટરી કાઢી નાંખવામાં આવે છે. મનોરંજન માટેની સિસ્ટમ, એન્જિન, ઑલ્ટરનેટર, ટ્રાન્સમિશન અને મિકેનિકલ અથવા ઇલેક્ટ્રોનિક સબ-એસેમ્બલીની સર્વિસ થઈ શકે છે અને બાદમાં તેને વેચી શકાય છે. તે ખાસી મહેનત માંગી લે તેવી મેન્યુઅલ જોબ છે. જો યોગ્ય રીતે કરવામાં આવે તો તે ચોક્કસપણે સ્ક્રેપિંગ સેન્ટરના નફાના માર્જિનમાં વધારો કરે છે. કારમાંથી મોટાભાગના ભાગો કાઢી લેવામાં આવે, ત્યાર બાદ આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. પાઇપ્સ, એસી યુનિટ અને હીટર કોર જે ઘણીવાર અકબંધ હોય છે, તેને પણ બચાવીને કાઢી લઈ શકાય છે. પ્લાસ્ટિક અને કાચની વસ્તુઓને કાઢી નાંખ્યા બાદ કલરને કાચપેપર વડે ઘસવામાં આવે છે. બાકી રહેલી વસ્તુઓ ક્રશ થઈ જાય છે, ત્યારબાદ તેના ટુકડે ટુકડા થઈ જાય છે અને નવી ધાતુ બનાવવા માટે રીસાઇકલ કરવામાં આવે છે.

જો વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ થાય તો શું થશે?

જો વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય, તો તેને ઇઓએલવી હેઠળ માનવામાં આવશે. તેનો અર્થ છે એન્ડ ઓફ લાઇફ વ્હીકલ. વાહનના માલિકને રજિસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગના સ્થળે વાહનને સ્ક્રેપ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. અત્યારના તબક્કે વાહનનો ફિટનેસ ટેસ્ટ ત્રણ વાર કરાવી શકાય છે. ત્યાર બાદ વાહનને ઇઓએલવી માનવામાં આવશે.

જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટેના પ્રોત્સાહનો શું છે?

સરકારે જૂના અને ચલાવવા અયોગ્ય વાહનોને સ્ક્રેપ કરવા માટે ઘણા પ્રોત્સાહનોની જાહેરાત કરી છે. ચાલો, વાહન સ્ક્રેપેજ પૉલિસી હેઠળ નીચેના પ્રોત્સાહન લાભ વિશે જાણીએ:
  • જૂના અને ચલાવવા અયોગ્ય વાહનોના માલિકોને એક સ્ક્રેપ વેલ્યૂ પ્રાપ્ત થશે, જે તેઓ દ્વારા ખરીદનારા નવા વાહનના એક્સ-શોરૂમ કિંમતના 4-6% જેટલી હોય છે.
  • જો માલિક ડિપોઝિટનું સર્ટિફિકેટ બતાવે છે તો નવા વાહનની ખરીદી માટે કોઈ રજિસ્ટ્રેશન ફી લેવામાં આવશે નહીં.
  • મોટર વાહન ટેક્સમાં રાજ્ય સરકારને છૂટ આપવા માટે કહેવામાં આવેલ છે. ટ્રાન્સપોર્ટ/કમર્શિયલ વાહનો માટે 15% સુધી અને નોન-ટ્રાન્સપોર્ટ/વ્યક્તિગત વાહન માટે 25% સુધીની છૂટ હોઈ શકે છે.
  • વાહનના ઉત્પાદકોને ડિપોઝિટ સર્ટિફિકેટ સામે નવા વાહનની ખરીદી પર 5% છૂટ પ્રદાન કરવાની સલાહ આપવામાં આવે છે.
  • નવું વાહન ખરીદવાથી જાળવણીનો ખર્ચ પણ ઓછો થાય છે. તેમજ ગ્રાહકો ઇંધણ પર પણ બચત કરી શકે છે.

જૂનું વાહન રાખી મૂકવાના ગેરફાયદાઓ શું છે?

જૂના વાહનની માલિકીના કેટલાક ગેરફાયદા અહીં આપેલ છે:
  1. વધારેલી ફી: 15 વર્ષથી વધુ જૂના કમર્શિયલ વાહનો માટે ફિટનેસ ટેસ્ટિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ (એફસી) મેળવવાનો ખર્ચ નોંધપાત્ર રીતે વધુ છે.
  2. ઉચ્ચ રી-રજિસ્ટ્રેશન શુલ્ક: 15 વર્ષથી વધુ જૂના ખાનગી વાહનો માટે, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) માટે રિન્યુઅલ ફી પણ વધારે છે.
  3. ગ્રીન સેસ: પર્યાવરણીય અસરને દૂર કરવા માટે જૂના વાહનો પર રોડ ટૅક્સના ટોચ પર 10-15% નું ગ્રીન સેસ લાગુ કરવામાં આવે છે.

આ જૂના વાહનોના માલિકો માટે કેટલું ખર્ચાળ હશે?

જૂના વાહનને રિન્યુ કરાવવાનો તેમજ ફરજિયાત ફિટનેસ ટેસ્ટ કરાવવાનો ખર્ચ થોડો વધુ હોય છે. જૂના વાહનને સ્ક્રેપ કરવું એ એક સુગમ વિકલ્પ છે. આવનારા સમયમાં, ફીમાં ચોક્કસપણે વધારો થઈ શકે છે, અને ફુગાવાને ધ્યાનમાં રાખીને તે સમયાંતરે થઈ શકે છે. જો ખાનગી વાહન 15 વર્ષથી વધુ જૂનું હોય તો જે ખર્ચ થઈ શકે છે તે અહીં દર્શાવેલ છે:
  • રજિસ્ટ્રેશનને રિન્યુ કરવા માટેની ફી
  • ફિટનેસ ટેસ્ટ માટે ફી
  • રોડ ટેક્સ
  • ગ્રીન સેસ

રજિસ્ટ્રેશનને રિન્યુ કરવા માટેની ફી

નીચેના ટેબલમાં 15 વર્ષ જૂના ખાનગી વાહન માટે નવા રજિસ્ટ્રેશનના રિન્યુઅલના શુલ્ક દર્શાવેલ છે:
વાહન નિયમિત રજિસ્ટ્રેશન શુલ્ક રિન્યુઅલ શુલ્ક
કાર/જીપ ₹ 600 ₹ 5,000
મોટરસાઇકલ ₹ 300 ₹ 1,000
થ્રી-વ્હીલર/ક્વોડ્રિસાઇકલ ₹ 600 ₹ 2500
ઇમ્પોર્ટેડ મોટર વાહન ₹ 5,000 ₹ 40,000
  ડિસ્ક્લેમર: કૃપા કરીને અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. કારણ કે આંકડાઓ બદલાઈ શકે છે. નીચેના ટેબલમાં, હાઇલાઇટ કરેલ આંકડા 15-વર્ષ જૂના કમર્શિયલ વાહનના ફિટનેસ સર્ટિફિકેટ માટે રિન્યુઅલ ફી દર્શાવે છે:
વાહન નિયમિત રજિસ્ટ્રેશન શુલ્ક રિન્યુઅલ શુલ્ક
ટૅક્સી/કૅબ ₹ 1000 ₹ 7,000
મોટરસાઇકલ ₹ 500 ₹ 1,000
થ્રી-વ્હીલર/ક્વોડ્રિસાઇકલ ₹ 1000 ₹ 3500
હેવી ગુડ્સ/પેસેન્જર ₹ 1500 ₹ 12,500
મિડીયમ ગુડ્સ/પેસેન્જર ₹ 13,000 ₹ 10,000
  ડિસ્ક્લેમર: કૃપા કરીને અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. કારણ કે આંકડાઓ બદલાઈ શકે છે.

ફિટનેસ ટેસ્ટ કરવા અને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે સુધારેલ ફી સ્ટ્રક્ચર

નીચેના ટેબલમાં 15 વર્ષ કરતાં જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ અથવા રિન્યુઅલ માટે વાહનનો ટેસ્ટ કરવા માટે ફી ની વિગત આપવામાં આવેલ છે:
વાહનનો પ્રકાર પ્રવર્તમાન ફી સુધારેલ ફી
લાઇટ મોટર વ્હીકલ ₹ 600 ₹ 1,000
મિડીયમ ગુડ્સ/પેસેન્જર વાહન ₹ 1,000 ₹ 1,300
હેવી ગુડ્સ/પેસેન્જર વાહન ₹ 1,000 ₹ 1,500
  ડિસ્ક્લેમર: કૃપા કરીને અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. કારણ કે આંકડાઓ બદલાઈ શકે છે. 15 વર્ષ કરતાં જૂના વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવું અથવા રિન્યુઅલ કરવું:
વાહનનો પ્રકાર પ્રવર્તમાન ફી સુધારેલ ફી
લાઇટ મોટર વ્હીકલ ₹ 200 ₹ 7,500
મિડીયમ ગુડ્સ/પેસેન્જર વાહન ₹ 200 ₹ 10,000
હેવી ગુડ્સ/પેસેન્જર વાહન ₹ 200 ₹ 12,500
  ડિસ્ક્લેમર: કૃપા કરીને અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. કારણ કે આંકડાઓ બદલાઈ શકે છે. નીચે આપેલ ટેબલમાં નોન-ટ્રાન્સપોર્ટ લાઇટ મોટર વાહનોના ફરીથી રજિસ્ટ્રેશન, ફિટનેસ ટેસ્ટ અને સર્ટિફિકેટ માટે સુધારેલી ફી દર્શાવે છે:
પરિમાણ વર્તમાન રજિસ્ટ્રેશન/રિન્યુઅલ શુલ્ક સુધારેલ રજિસ્ટ્રેશન અને રિન્યુઅલ શુલ્ક
સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જારી કરવું અથવા રિન્યુઅલ ₹600 (નવા અને રજિસ્ટ્રેશન રિન્યુઅલ માટે) ₹600 (નવા રજિસ્ટ્રેશન માટે) ₹5,000 (15 વર્ષ બાદ રજિસ્ટ્રેશનનું રિન્યુઅલ)
15 વર્ષ કરતાં જૂના વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપવા અથવા રિન્યુઅલ માટે વાહનની કન્ડક્શન ટેસ્ટ ₹ 600 ₹1,000 (ઑટોમેટેડ ટેસ્ટિંગ)
  ડિસ્ક્લેમર: કૃપા કરીને અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. કારણ કે આંકડાઓ બદલાઈ શકે છે.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પર સ્ક્રેપિંગનો કેવી રીતે પ્રભાવ પડે છે?

વાહન સ્ક્રેપેજ પૉલિસી 2021 મુજબ, 20 વર્ષથી વધુ જૂની ખાનગી કારો અને 15 વર્ષ કરતાં જૂના કમર્શિયલ વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. ટેસ્ટ પાસ કરનાર વાહનોને ફરીથી રજિસ્ટર કરાવી શકાય છે. પરંતુ ટેસ્ટમાં નિષ્ફળ રહેલા વાહનોને સ્ક્રેપ કરવાના રહેશે. ચાલો સમજીએ કે કારને સ્ક્રેપ કરવાથી કેવી રીતે પ્રભાવિત થાય છે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી:
  • ચલાવવા અયોગ્ય વાહનોના સ્ક્રેપેજમાંથી પ્રાપ્ત સ્ટીલ, એલ્યુમિનિયમ, રબર, પ્લાસ્ટિક અને કોપર જેવી ઔદ્યોગિક સામગ્રી કાર ઉત્પાદકો માટે ઉપલબ્ધ રહે છે. હવે, ઉત્પાદન માટે ઓછી કિંમતની સામગ્રી ઉપલબ્ધ હોવાને કારણે ઉત્પાદકો વાહન ઉત્પાદનનો ખર્ચ ઘટાડી શકે છે.
  • જ્યારે નવી કારની કિંમત ઓછી થશે, ત્યારે કાર ઇન્શ્યોરન્સનો ખર્ચ પણ સંભવિતપણે ઓછો થઈ શકે છે. કારની માર્કેટ વેલ્યૂ તરીકે, આઇડીવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને નિર્ધારિત કરે છે કાર ઇન્શ્યોરન્સની કિંમતો.
  • થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ નિયમન હેઠળ હોય છે. ઓન-ડેમેજ ઇન્શ્યોરન્સ ક્લેઇમની તુલનામાં થર્ડ-પાર્ટી ક્લેઇમ વધુ હોય છે. નિઃશંકપણે, ફિટ ન હોય તેવા વાહનોને ચલાવવાનું એ થર્ડ-પાર્ટી ક્લેઇમમાં એક પ્રમુખ યોગદાનકર્તા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, વાહન સ્ક્રેપ પૉલિસીના અમલીકરણને કારણે થર્ડ-પાર્ટી ક્લેઇમમાં ઘટાડો થશે, કારણ કે ચલાવવા યોગ્ય ન હોય તેવા વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે.
તમે તમારા વાહન માટે પ્રીમિયમની ગણતરી અમારા ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીને મિનિટોમાં કરી શકો છો.
  • ઇન્શ્યોરન્સ કંપનીઓના ઉચ્ચ ઇન્કર્ડ ક્લેઇમ રેશિયોમાં ફિટ ના હોય અને જૂની કારોનો ચોક્કસપણે મોટો ફાળો હોય છે. ઇન્કર્ડ ક્લેઇમ રેશિયોની વાત કરીએ તો એ કોઈ નાણાંકીય વર્ષ દરમિયાન મળેલ પ્રીમિયમની સંપૂર્ણ કિંમત વિરુદ્ધ સેટલ કરાયેલા ક્લેઇમની કુલ વેલ્યૂનો રેશિયો છે. તેથી, જેમ ફિટ ના હોય તેવી કાર સ્ક્રેપ કરવામાં આવશે, તેમ આઇસીઆર પણ ઘટશે.
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું મારી કાર સ્ક્રેપ કરતા પહેલાં મારે કાર ઇન્શ્યોરન્સ કૅન્સલ કરવું જોઈએ?

પૉલિસીના કૅન્સલેશન વિશે કાર ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરતા પહેલાં, કારની આરસી કૅન્સલ કરાવવી જરૂરી છે. આરટીઓ ખાતે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને કૅન્સલ કરાવો. કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કૅન્સલ થયા પછી, કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના કૅન્સલેશન વિશે ઇન્શ્યોરરને જાણ કરો. પૉલિસીના રિફંડના કિસ્સામાં, તેની ગણતરી પ્રો-રેટા આધારે કરવામાં આવશે. તેમ છતાં, જો વર્તમાન પૉલિસી વર્ષમાં ક્લેઇમ કરવામાં આવ્યો હોય, તો કાર ઇન્શ્યોરન્સ પૉલિસી કૅન્સલ કરી શકાતી નથી.

જો હું કાર ઇન્શ્યોરન્સ પૉલિસી કૅન્સલ ન કરાવું પરંતુ કારને સ્ક્રેપ કરી દીધી હોય તો શું થશે?

જો કાર સ્ક્રેપ કરવામાં આવે તો આરટીઓ પર કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કૅન્સલ કરાવવું જરૂરી છે. ચાલો, આપણે કારનું આરસી કેવી રીતે કૅન્સલ કરવું તે અને વાહનના સ્ક્રેપેજ વિશે ઇન્શ્યોરન્સને કેવી રીતે જાણ કરવી તે સમજીએ.
  • વાહનની ચોરી રોકવી: જો આરસી કૅન્સલ ન કરાવેલ હોય તો, ચોરાઈ ગયેલી કાર માટે ક્રિમિનલ સ્ક્રેપ કરેલ કારના ડૉક્યૂમેન્ટનો ઉપયોગ કરી શકે છે. તેથી, જ્યારે તમે કારની આરસી કૅન્સલ કરાવો છો, ત્યારે વાહનની ચોરીની શક્યતાઓને ટાળી શકાય છે.
  • કારના ડૉક્યૂમેન્ટનો દુરુપયોગ: કાર સ્ક્રેપ થઈ ગયા બાદ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તરત જ કૅન્સલ કરાવવાનું હોય છે. જો આરસી કૅન્સલ ન કરવામાં આવે, તો છેતરપિંડી કરનાર લોકો કારના ડૉક્યૂમેન્ટનો દુરુપયોગ કરી શકે છે. આવા ડૉક્યૂમેન્ટ દ્વારા કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતી કાર અથવા ચોરી કરાયેલા વાહનની ઓળખ કરી શકાય છે.

સ્ક્રેપ કરેલી કાર માટે શું મને કોઈ કાર ઇન્શ્યોરન્સ રિફંડ પ્રાપ્ત થશે?

કારને સ્ક્રેપ કરતી વખતે આરસી કૅન્સલ કરાવવું પડશે તેની નોંધ લેવી. જ્યારે પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા આરસી કૅન્સલ કરવામાં આવે, ત્યાર બાદ તમે પૉલિસી કૅન્સલ કરાવવા માટે આગળનું પગલું ભરી શકો છો. રિફંડ પ્રો-રેટા આધારે આપવામાં આવશે. જો પૉલિસીની મુદત દરમિયાન કોઈપણ સમયે ક્લેઇમ કરવામાં આવ્યો હોય, તો કોઈ રિફંડ પ્રાપ્ત થશે નહીં. ક્લેઇમ કરવામાં આવેલ હોય કે ન હોય તો પણ પૉલિસી કૅન્સલ કરવામાં આવે તેની ખાતરી કરો. જ્યારે વાહનનું રજિસ્ટ્રેશન કૅન્સલ કરવામાં આવે, ત્યારે કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને ડિઍક્ટિવેટ કરવી જરૂરી છે.

વિન્ટેજ કારના માલિકો માટે નવી સ્ક્રેપેજ પૉલિસીનો અર્થ શું છે?

વિન્ટેજ વાહનોના વારસાને પ્રોત્સાહન આપવા માટે, ભારતના માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ભારતમાં વિન્ટેજ મોટર વાહનોની રજિસ્ટ્રેશન પ્રક્રિયાને પદ્ધતિસર બનાવવામાં આવી છે. નવી સ્ક્રેપ પૉલિસી સાથે, તે પ્રક્રિયા ઝંઝટ-મુક્ત બનશે. મુખ્ય વિશેષતાઓમાં પહેલાથી જ રજિસ્ટર્ડ વાહનો માટે જૂના નંબરો જાળવી રાખવા અને વીએ સિરીઝમાં નવા રજિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે. 'વીએ' સિરીઝ એક અનન્ય રજિસ્ટ્રેશન માર્ક હશે. વિન્ટેજ મોટર વાહનને કોઈપણ વિન્ટેજ કાર રેલી, કેટલાક તકનીકી સંશોધન, રિફ્યુઅલિંગ, મેઇન્ટેનન્સ, કોઈપણ પ્રદર્શન અથવા માત્ર જોવા માટે ભારતીય રસ્તાઓ પર ચલાવી શકાય છે.

ભારતમાં વાહનોને સ્ક્રેપ કરવા માટેના આરટીઓના નિયમો શું છે?

પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે કેટલાક નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જૂના વાહનને સ્ક્રેપ કરવું એ એક સમજદારીભર્યો અને સુરક્ષિત વિકલ્પ છે. વાહનને સ્ક્રેપ કરવાનો અર્થ એ છે કે તેના ભાગોને છૂટા પાડી નાંખવામાં આવશે અને રીસાઇકલ કરવામાં આવશે. તે ઉપરાંત, કોઈપણ અનધિકૃત પ્રવૃત્તિની સંભાવનાઓ પણ દૂર થઈ જાય છે. ભારતમાં સ્ક્રેપિંગ પ્રક્રિયાના સંદર્ભમાં કેટલાક સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓની સૂચિ અહીં આપવામાં આવેલ છે:
  • સ્ક્રેપને રીસાઇકલિંગ માટે મોકલવામાં આવે, તે પહેલાં કારનો ચેસિસ નંબર લેવામાં આવે છે.
  • કારના માલિકે અધિકૃત સ્ક્રેપ ડીલરનો સંપર્ક કરવો જોઈએ. ડીલરો દ્વારા કારને સૌથી સુરક્ષિત રીતે, પર્યાવરણને અસર ન થાય તે રીતે સ્ક્રેપ કરવી જોઈએ.
  • કારના માલિકે આરટીઓનો પણ સંપર્ક કરવો જોઈએ અને તેમને પણ સ્ક્રેપિંગ વિશે જાણ કરવી જોઈએ. કારને ડિ-રજિસ્ટર કરવાનો વિકલ્પ પણ તમારી પાસે છે.
  • સ્ક્રેપ ડીલર ભૌતિક નિરીક્ષણ કરશે અને વાહનોના વજન અનુસાર કિંમત ક્વોટ કરશે. સહમતિ થયા બાદ સ્ક્રેપ ડીલર દ્વારા કારના ભાગોને કાઢી નાંખવામાં આવશે. આને પ્લાસ્ટિક, રબર, લોખંડ વગેરે ભાગોને અલગ પાડવામાં આવશે.
  • વાહનને સ્ક્રેપ ડીલર દ્વારા સ્ક્રેપ કરવામાં આવે તે સુનિશ્ચિત કરો. ભવિષ્યમાં સહાય માટે તેના ફોટા લઈ લો.
ડિસ્ક્લેમર: આ નિયમો બદલાઈ શકે છે.

જૂના વાહનના ડિ-રજિસ્ટ્રેશન અને સ્ક્રેપિંગ માટે આરટીઓના શું નિયમો છે?

હવે જૂના વાહનોના ડિ-રજિસ્ટ્રેશન અને સ્ક્રેપિંગને લગતા આરટીઓના નિયમો વિશે અમને જણાવો:
  • કાર સ્ક્રેપિંગ વિશે આરટીઓને જાણ કરતો પત્ર લખો.
  • ચેસિસ નંબર સાથે કારનું મૂળ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સરન્ડર કરો.
  • લેટરહેડ પર અધિકૃત સ્ક્રેપ ડીલર દ્વારા કન્ફર્મેશન. તેની પર તેનું સંપૂર્ણ ઍડ્રેસ હોવું ફરજિયાત છે. ઉપરાંત, તમે આ સમય દરમિયાન કારના ફોટા સબમિટ કરી શકો છો.
  • વાહનના માલિકે ડિ-રજિસ્ટ્રેશન અને સ્ક્રેપ માટેની અરજી સાથે એફિડેવિટ પણ સબમિટ કરવું જોઈએ. એફિડેવિટમાં વાહન કોઈપણ ઇન્શ્યોરન્સ ક્લેઇમ, લોન, અદાલતમાં ચાલતા કોઈ કેસ હેઠળ નથી અથવા કોઈપણ ચોરીની પ્રવૃત્તિમાં શામેલ નથી તેવો ઉલ્લેખ હોવો જોઈએ.
આરટીઓ ડૉક્યૂમેન્ટની ચકાસણી કરશે અને આગળની કાર્યવાહી માટે મોકલશે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને ટ્રાફિક પોલીસ તરફથી ડિલિજન્સ રિપોર્ટ પ્રાપ્ત થયા પછી જ આમ કરવામાં આવશે. આ ચકાસણી આરટીઓ ઑફિસમાં કારની ખરીદી અથવા વેચાણ સંબંધિત રેકોર્ડ જાળવવા માટે કરવામાં આવે છે. તમામ રેકોર્ડ્સ સંતોષકારક હોવાની ખાતરી થયા બાદ, આરટીઓ દ્વારા કારનું રજિસ્ટ્રેશન કૅન્સલ કરવામાં આવશે. ડિસ્ક્લેમર: આ નિયમો બદલાઈ શકે છે.

વાહનોની સ્ક્રેપેજ પૉલિસી 2021 અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. શું મારે 15 વર્ષ પછી મારી કારને સ્ક્રેપ કરવાની રહેશે?

15 વર્ષથી વધુ જૂની કારનો ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. જો કાર ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય, તો જ નવી વાહન સ્ક્રેપેજ પૉલિસી મુજબ તેને સ્ક્રેપ કરવાની રહેશે.
  1. શું અમે 15 વર્ષ પછી કાર અથવા બાઇકનો ઉપયોગ કરી શકીએ છીએ?

કેન્દ્રીય મોટર વાહનના નિયમો મુજબ, ખાનગી વાહનોએ 15 વર્ષ પછી અને કમર્શિયલ વાહનોએ 20 વર્ષ પછી 5 વર્ષ માટે ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ આ વાહનો ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ન થાય ત્યાં સુધી ભારતીય રસ્તાઓ પર ચલાવી શકાય છે.
  1. શું ફિટનેસ ટેસ્ટ નિ:શુલ્ક થાય છે?

નિતિન ગડકરીની વાહન સ્ક્રેપેજ પૉલિસી 2021 મુજબ, ફિટનેસ ટેસ્ટ માટે નિર્ધારિત ફી ચૂકવવાની રહેશે. તે ₹40,000 સુધીની હોઈ શકે છે અને ભવિષ્યમાં ફેરફારને આધિન છે. અત્યારના તબક્કે, વાહનના પ્રકારના આધારે ફિટનેસ ટેસ્ટ કરવાની ફી લગભગ ₹200 થી ₹1,000 છે.
  1. ફિટનેસ ટેસ્ટમાં કયા પરિમાણોની તપાસ કરવામાં આવે છે?

આ ફિટનેસ ટેસ્ટ ભારતના રસ્તાઓ પર ચાલતા વાહનની ફિટનેસ તપાસવા માટે કરવામાં આવશે. અને તે પર્યાવરણને પ્રતિકૂળ રીતે અસર કરે છે કે નહીં તે તપાસવા માટે. ચલાવવા અયોગ્ય વાહનોનું સ્ક્રેપિંગ એટલે ઓછું પ્રદૂષણ તથા ભારતના ઑટોમોબાઇલ ક્ષેત્રમાં વિકાસની તકો.
  1. શું વાહનની સ્ક્રેપ પૉલિસી ડીઝલ અને પેટ્રોલ બંને વાહનો પર લાગુ પડે છે?

હા, વાહનની સ્ક્રેપેજ પૉલિસી ડીઝલ અને પેટ્રોલ બંને વાહનો પર લાગુ પડે છે.
  1. શું જૂના વાહનને સ્ક્રેપ કરવું કાયદા અનુસાર ફરજિયાત છે?

અત્યારના તબક્કે, કોઈપણ જૂના વાહનને સ્ક્રેપ કરવું ફરજિયાત નથી. જો વાહન ચલાવવા માટે અયોગ્ય હોય, તો તેને સ્ક્રેપ કરવાની ભલામણ કરવામાં આવે છે.
  1. વાહન સ્ક્રેપેજ પૉલિસીથી કોને લાભ થશે?

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર વ્હીકલ સ્ક્રેપેજ પૉલિસીથી હાલમાં 20 વર્ષથી જૂના લગભગ 51 લાખ લાઇટ મોટર વ્હીકલ (એલએમવી) અને 15 વર્ષથી વધુ જૂના 34 લાખ વધુ એલએમવીને ફાયદો થશે. ઑટોમોબાઇલ સેક્ટર માટે વાહન સ્ક્રેપ પૉલિસીની મુખ્ય વિશેષતાઓ નીચે જણાવેલ છે:
  • પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરે છે
  • નવા વાહનનું વેચાણ
  • નોકરીઓની તક
  1. શું સ્ક્રેપેજ પૉલિસી સ્વૈચ્છિક છે?

વાહન સ્ક્રેપેજ પૉલિસી સ્વૈચ્છિક છે. જો વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહે છે તેમજ પરવાનગી અનુસાર ફરી કરાવવા પડતા ટેસ્ટમાં પણ નિષ્ફળ રહે છે, તો તેને ઇઓએલવી, એટલે કે એન્ડ ઓફ લાઇફ વ્હીકલ તરીકે જાહેર કરવામાં આવશે.
  1. કારને પાત્રતાના કયા પરિબળો હેઠળ સ્ક્રેપ કરી શકાય છે?

કારને નીચેની શરતો અનુસાર સ્ક્રેપ કરી શકાય છે:
  • જ્યારે કારની આરસીની મુદત સમાપ્ત થવામાં હોય
  • જ્યારે વાહન રજિસ્ટર્ડ ઇન્સ્પેક્શન સેન્ટર પર ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહે.
  • જો કારને અકસ્માત અથવા કુદરતી આપત્તિમાં રિપેરિંગ ન થઈ શકે તેવું નુકસાન થયું હોય
  • કાર જપ્ત કરવામાં આવી હોય
આ ઉપરાંત, ત્યજી દેવામાં આવેલ કાર અથવા સેવામાંથી પાછા ખેંચી લેવાયેલા સરકારી વાહનોને પણ સ્ક્રેપ કરી શકાય છે. કારનું સ્ક્રેપિંગ સ્વૈચ્છિક છે, જો કે; જો તેનું નિરીક્ષણ નિષ્ફળ જાય તો તેને રસ્તા પર ચલાવી શકાય નહીં.
  1. તમે તમારી કાર ક્યાં સ્ક્રેપ કરાવી શકો છો અથવા ટેસ્ટ કરાવી શકો છો?

ફિટનેસ ટેસ્ટ કરાવવા માટે રજિસ્ટર્ડ ઑટોમેટેડ વાહન ઇન્સ્પેક્શન સેન્ટરની મુલાકાત લો. અને વાહનને સ્ક્રેપ કરવા માટે રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ સ્ટેશનની મુલાકાત લો.
  1. શું વાહન સ્ક્રેપેજ પૉલિસી હેઠળ તમને તમારું વાહન સ્ક્રેપ કરવા બદલ સર્ટિફિકેટ આપવામાં આવશે?

હા, વાહન સ્ક્રેપેજ પૉલિસી હેઠળ તમને વાહન સ્ક્રેપ કરવા બદલ સર્ટિફિકેટ આપવામાં આવશે.
  1. શું સ્ક્રેપેજ ટેસ્ટ પાસ કરી છે? હવે તમારે આગળ આ પ્રમાણે કરવાનું રહેશે.

રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને રિન્યુ કરાવવાનું રહેશે. સતત ઉપયોગ માટે તે રજિસ્ટ્રેશનની સમાપ્તિ તારીખના સાઠ દિવસ કરતાં પહેલા ન હોવી જોઈએ. નીચેની કેટલીક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે:
  • ફોર્મ 25 માં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રિન્યુઅલ માટે અપ્લાઇ કરો. વાહન જેના અધિકારક્ષેત્ર હેઠળ હોય તે રજિસ્ટ્રેશન પ્રાધિકરણને, અને સમાપ્તિ તારીખથી પહેલાના સાઠ દિવસની અંદર તે કરવાનું રહેશે.
  • વાહનના તમામ ચૂકવવાપાત્ર ટેક્સ ચૂકવો.
  • કેન્દ્રીય મોટર વાહનના નિયમો મુજબ 1989 ના નિયમ 81 પ્રમાણે યોગ્ય ફી ચૂકવો.
નીચેના ટેબલમાં જરૂરી તમામ મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટનું લિસ્ટ છે:
અરજીમાં ફોર્મ 25
પીયુસી
ફિટનેસ સર્ટિફિકેટ*
રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ*
ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ*
આરસી બુક*
આજ સુધી ચૂકવેલ રોડ-ટેક્સની ચુકવણીનો પુરાવો*
એન્જિન પેન્સિલ અને ચેસિસ પ્રિન્ટ*
પાન કાર્ડ અથવા ફોર્મ 60/61 ની કૉપી*
હસ્તાક્ષરની ઓળખનો પુરાવો*
  ડિસ્ક્લેમર: કેટલાક રાજ્યોમાં, ઍસ્ટરિસ્કનું ચિહ્ન ધરાવતા ડૉક્યૂમેન્ટ આવશ્યક છે. કેન્દ્રીય મોટર વાહનના નિયમોને અનુસાર, જ્યાં સુધી વાહનને ફિટ માનવામાં આવે છે ત્યાં સુધી ખાનગી વાહનોએ 15 વર્ષ પછી દર પાંચ વર્ષ માટે ફરીથી રજિસ્ટર કરાવવાનું રહેશે. જરૂરી એવા મુખ્ય ડૉક્યૂમેન્ટનું લિસ્ટ નીચે આપવામાં આવેલ છે, તેમજ વાહનના ફરીથી રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયાને પણ સમજવી:
  • યોગ્ય રીતે ભરેલ ફોર્મ 25
  • મૂળ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ
  • પોલ્યુશન અંડર કંટ્રોલ પ્રમાણપત્ર
નિરીક્ષણ માટે, વાહનને રજિસ્ટરકર્તા પ્રાધિકરણની સામે રજૂ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફીની ચુકવણી કાઉન્ટર પર કરવાની રહેશે અને તેની રસીદ આપવામાં આવશે. ત્યારબાદ વિભાગ દ્વારા નવું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવામાં આવશે.
  1. જો તમે તમારી કારને સ્ક્રેપ કરો છો તો શું તમારે તમારા ઇન્શ્યોરરને જાણ કરવાની જરૂર છે?

હા, જ્યારે તમે કારને સ્ક્રેપ કરવાનું નક્કી કરો છો, ત્યારે ઇન્શ્યોરરને જાણ કરવી જરૂરી છે. જાહેર રસ્તાઓ પર ઉપયોગ માટે રજિસ્ટર્ડ નહીં રહેવાને કારણે ઇન્શ્યોરન્સ કંપની કાર ઇન્શ્યોરન્સ પ્લાનને કૅન્સલ કરશે.
  1. શું તમારી કાર સ્ક્રેપ કર્યા પછી તમારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કૅન્સલ કરવાની જરૂર છે?

હા, કાર સ્ક્રેપ કર્યા પછી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કૅન્સલ કરાવવું જરૂરી છે. કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે સ્ક્રેપ કરેલી કારના હાલના ડૉક્યૂમેન્ટનો ઉપયોગ થઈ શકે છે. આને પરિણામે કાયદાકીય તકલીફો ઉદ્ભવી શકે છે. આરસી કૅન્સલ કરવાથી આવી કોઈપણ સંભવિત પ્રવૃત્તિઓ અટકાવી શકાય છે. તેથી કોઈપણ પોતાના ફાયદા માટે કારની ઓળખ અથવા માહિતીનો દુરુપયોગ કરી શકશે નહીં.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે