હેલ્થ ઇન્શ્યોરન્સ તમામ ઉંમરની વ્યક્તિઓ માટે જરૂરી છે; પછી તે નવજાત બાળક હોય, કિશોર હોય, પુખ્ત વ્યક્તિ હોય કે વરિષ્ઠ નાગરિક હોય. તમારા જીવનના દરેક તબક્કે તમારે તમારા સ્વાસ્થ્યની તેમજ સ્વાસ્થ્ય સંભાળ સંબંધિત ખર્ચ માટે વ્યવસ્થા કરવી જરૂરી છે. પરંતુ જ્યારે તમે અથવા તમારા પ્રિયજન ગર્ભવતી હોય, ત્યારે તમારે વિશેષ કાળજી લેવાની જરૂર છે.
માતા અને નવજાત બાળક માટે પ્રસૂતિ કવર સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો એ તેમની સંભાળ અને સુરક્ષા માટેની શ્રેષ્ઠ રીતોમાંથી એક છે. ગર્ભાવસ્થા એક આનંદદાયક અને રોમાંચક સમયગાળો છે, પરંતુ તેની સાથે માતા બનવા જઈ રહેલ સ્ત્રીની જવાબદારી વધે છે. જ્યારે પરિવારમાં નવા સભ્યનું આગમન થાય છે ત્યારે જવાબદારીમાં વધારો થાય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી એ એક મહત્વપૂર્ણ પગલું છે, જે તમારે અનુભવી માતા-પિતાની જેમ લેવું જોઈએ.
બજાજ આલિયાન્ઝના કેટલાક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન નીચે મુજબ છે જે ગર્ભવતી સ્ત્રી અને નવજાત બાળક માટે ફાયદાકારક હોઈ શકે છે:
હેલ્થ કેર સુપ્રીમ પ્લાન
આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમારા જીવનના તમામ તબક્કે તમારા પરિવારને કવરેજ પ્રદાન કરે છે. આ એક વ્યાપક પૉલિસી છે, જે પ્રસૂતિ સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાન કરે છે નવજાત બાળકનો હેલ્થ ઇન્શ્યોરન્સ નવજાત બાળકના હેલ્થ ઇન્શ્યોરન્સ માટે અનુકૂળ. આ પ્લાનમાં નીચે જણાવેલ બાબતોને આવરી લેવામાં આવે છે:
- પ્રસૂતિ માટેનો તબીબી ખર્ચ.
- સિઝેરિયન દ્વારા પ્રસૂતિનો ખર્ચ.
- તબીબી કારણોસર સૂચવવામાં આવેલ અને કાયદા મુજબ કરવામાં આવતા ગર્ભપાત સંબંધિત ખર્ચ.
- પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછીના હૉસ્પિટલાઇઝેશનનો તબીબી ખર્ચ.
- તમારા નવજાત બાળકની સારવાર માટેનો તબીબી ખર્ચ.
- નવજાત બાળકના ફરજિયાત રસીકરણ માટે જન્મ તારીખથી 90 દિવસ સુધીમાં થયેલ ખર્ચ.
- તમારી પસંદ કરેલી વીમાકૃત રકમ મુજબ પ્રસૂતિ/બાળકના જન્મના પરિણામે ઉદ્ભવતા કૉમ્પલિકેશનને કારણે થતો ખર્ચ.
હેલ્થ ગાર્ડ - ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ
આ એક જ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી વડે તમે પોતાને તેમજ તમારા સંપૂર્ણ પરિવારને (તમારા જીવનસાથી, બાળકો અને માતાપિતા) કવર કરી શકો છો. પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ એ પોતાનો પરિવાર શરૂ કરવાની યોજના બનાવી રહેલા નવદંપતિ માટે સૌથી યોગ્ય છે. અમારી ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા પ્રસૂતિ અને નવજાત બાળકના ખર્ચને કવર કરવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળક માટે ઉપયોગી થઈ શકે તેવી, આ પૉલિસીની કેટલીક વિશેષતાઓ અહીં જણાવેલ છે:
- આ પૉલિસીમાં બાળકના જન્મ પહેલાં અને પછીના અથવા ગર્ભપાત માટે હૉસ્પિટલાઇઝેશનના તબીબી ખર્ચ (મહત્તમ 2 ડિલિવરી/ગર્ભપાત માટે) પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ રકમ સુધી કવર કરવામાં આવે છે.
- તે જટિલતાઓના પરિણામે ઉદ્ભવતા ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે વીમાકૃત રકમ તમારી પસંદ કરેલી વીમાકૃત રકમ મુજબ પ્રસૂતિ/બાળકના જન્મ.
- તમારા નવજાત બાળકની સારવાર માટેના તબીબી ખર્ચ માટે કવરેજ પ્રદાન કરવામાં આવે છે.
- નવજાત બાળકના ફરજિયાત રસીકરણ માટે જન્મ તારીખથી 90 દિવસ સુધીમાં થયેલા ખર્ચ માટે, તમારા દ્વારા પસંદ કરેલ વીમાકૃત રકમ મુજબ કવરેજ પ્રદાન કરવામાં આવે છે.
વ્યક્તિગત પ્રકારનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન
આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ છે. આ પ્લાન હેઠળ પ્રસૂતિ અને નવજાત બાળકના ખર્ચને કવર કરવાનો વધારાનો લાભ મળે છે. પ્રસૂતિ અને નવજાત બાળક માટે આ પ્લાનની વિશેષતાઓ અને હેલ્થ ગાર્ડ ફેમિલી ફ્લોટર પ્લાનની વિશેષતાઓ સમાન છે.
એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી
આ બજાજ આલિયાન્ઝ દ્વારા ઑફર કરવામાં આવતી ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે તમારા બેઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના કવરેજમાં વૃદ્ધિ કરે છે અને, તમારા બેઝ પ્લાનની વીમાકૃત રકમ ખર્ચાઈ જાય તો ઉપયોગી બને છે. જો તમારી પાસે બેઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ન હોય તો પણ તમે આ પૉલિસી ખરીદી શકો છો. આ પૉલિસી પ્રસૂતિની જટિલતાઓ સહિત પ્રસૂતિ ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે.
આ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની કેટલીક અન્ય મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે:
- વીમાકૃત રકમના વિવિધ વિકલ્પો
- હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ કવર કરે છે
- 6000 + નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા
- 1, 2 અને 3 વર્ષના પૉલિસી મુદતના વિકલ્પો
- આજીવન રિન્યુઅલ વિકલ્પ
જેમ ગર્ભવતી મહિલા અને તેના બાળકનું સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે, તે જ રીતે તેમના માટે સૌથી યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરીને પર્યાપ્ત કવર મેળવવું પણ મહત્વપૂર્ણ છે. યાદ રાખો કે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હેઠળ પ્રસૂતિ અને નવજાત બાળક માટે કવરેજ શરૂ થતાં પહેલાં પ્રતીક્ષા અવધિ (6 વર્ષ સુધીનો) પસાર કરવાનો હોય છે. તેથી ગર્ભવતી બનતાં પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની યોજના બનાવો. જો તમે તમારા વિસ્તરી રહેલા પરિવાર માટે બહોળું કવરેજ ઈચ્છો છો, તો વિવિધ પ્રકારની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વિશે માહિતી મેળવો.
જવાબ આપો