રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Regular Travel Insurance and Student Travel Insurance
12 એપ્રિલ, 2021

વિદ્યાર્થીઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ

વિદેશમાં અભ્યાસ કરવો એ વિદેશમાં આઇવી લીગ યુનિવર્સિટીઓમાં પ્રવેશ કરવા માંગતા ઘણા વિદ્યાર્થીઓ માટે એક સપનું સાકાર થયું હોય તેવી અનુભૂતિ હોઈ શકે છે. પરંતુ જ્યારે તમે વિદેશમાં રહો છો ત્યારે ઘરથી દૂર રહેવું એ ચિંતાજનક હોઈ શકે છે. આવું એક પાસું મેડિકલ ઇમરજન્સી છે, જે કેટલાક દેશોમાં ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે વિદ્યાર્થીઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ જરૂરી છે! તેથી, અમને ઓવરસીઝ સ્ટુડન્ટ હેલ્થ કવર શા માટે મહત્વપૂર્ણ છે તેના કારણો વિશે તમને જણાવવા દો.

તમારે વિદ્યાર્થીઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ શ માટે પસંદ કરવું જોઈએ તેના કારણો

તબીબી ખર્ચને કવર કરવામાં મદદ કરે છે

ભારતમાં મેડિકલ ખર્ચની તુલનામાં વિદેશનો હેલ્થ કેર ખર્ચ ખૂબ જ વધુ હોઈ શકે છે. લોકેશનમાં ફેરફારને કારણે, હવામાન અને ખાદ્ય પદાર્થમાં તફાવત તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે જેથી ડૉક્ટરની વારંવાર મુલાકાતો લેવી પડી શકે છે. એક વખતનું મેડિકલ કન્સલ્ટેશન પણ તમારા ફાઇનાન્સને ખોરવી શકે છે, તેથી જ વિદ્યાર્થીઓ માટે મેડિકલ ઇન્શ્યોરન્સ બિનજરૂરી નાણાંકીય બોજને ટાળવા માટે લાભદાયી છે. યોગ્ય હેલ્થ પ્લાન સાથે, ઇન્શ્યોરર મેડિકલ ખર્ચને કવર કરશે અને તમે નાણાંકીય પાસા વિશે ચિંતામુક્ત રહી શકો છો.

કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનનો લાભ

કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે તમે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે સંકળાયેલ કોઈ નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર મેળવો છો, ત્યારે તમે કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનનો આનંદ માણી શકો છો. મેડિકલ બિલ સીધા તમારા ઇન્શ્યોરર સાથે સેટલ કરવામાં આવશે અને તમે કોઈપણ ખર્ચ ચૂકવ્યા વિના રજા લઈ શકો છો. આમ, તમારા હેલ્થ ઇન્શ્યોરન્સમાં આ સુવિધા હોવી જરૂરી છે! પરંતુ તમને ઇન્શ્યોરર પાસે ઉપલબ્ધ નેટવર્ક હૉસ્પિટલના લિસ્ટને જોઈ લેવાની ભલામણ કરવામાં આવે છે, જેના માટે તમે જોઈ શકો છો કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી.

બિન-તબીબી ઇમરજન્સીને સુરક્ષિત કરે છે

જોકે તમે બિન-તબીબી ઇમરજન્સીને કવર કરવા માટે હેલ્થ પ્લાનની અપેક્ષા રાખી નથી, તો પણ તમે આ પૉલિસી સાથે 360-ડિગ્રી સુરક્ષા મેળવી શકો છો. ઓવરસીઝ સ્ટુડન્ટ હેલ્થ કવર એક જ પ્લાન હેઠળ બિન-તબીબી ઇમરજન્સી માટે કવરેજ પ્રદાન કરે છે. આમ, તમે પાસપોર્ટ ખોવાઈ જવો, અભ્યાસમાં વિક્ષેપ, સામાનનું ગુમ થવું અથવા તેમાં વિલંબ થવો અને અન્ય દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓ દરમિયાન સુરક્ષિત રહો છો. તેથી, વિદ્યાર્થીઓ માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ કોઈપણ મુશ્કેલી વગર તમને વિદેશમાં અભ્યાસ કરવામાં મદદ કરવા માટે એકંદર કવર પ્રદાન કરે છે.

તમને વ્યક્તિગત જવાબદારીઓથી સુરક્ષિત કરે છે

અકસ્માત ચેતવણી સાથે થતા નથી અને કોઈપણ સમયે થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે તબીબી ઇન્શ્યોરન્સ સાથે, વ્યક્તિગત જવાબદારીઓ જેમ કે થર્ડ-પાર્ટી સંપત્તિને નુકસાન અથવા તમારી સામે આકસ્મિક મુકદ્દમાઓને ઇન્શ્યોરર દ્વારા કવર કરવામાં આવે છે. અણધારી દુર્ઘટનાને કારણે થર્ડ-પાર્ટીને શારીરિક ઈજાઓ થઈ શકે છે, જેના કારણે તમારે ફાઇનાન્શિયલ બોજ સહન કરવો પડી શકે છે. પરંતુ તમારો ઇન્શ્યોરન્સ પ્લાન આવા ખર્ચાઓને સુરક્ષિત કરે છે અને જો તમારી ધરપકડ કરવામાં આવે તો જામીન રકમ માટે પણ મદદ કરે છે. તેથી, તમને વિદેશમાં થઈ શકે તેવી વ્યક્તિગત જવાબદારીઓથી સુરક્ષિત કરવામાં આવે છે.

ફરજિયાત પાસાઓને કવર કરે છે

ઘણી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ મેડિકલ પાસાઓને કવર કરવા વિદ્યાર્થીઓ માટે ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત બનાવે છે. પાછળથી કોઈપણ સમસ્યાઓને ટાળવા માટે તમારી યુનિવર્સિટીની ઇન્શ્યોરન્સ જરૂરિયાતોને જાણવાની સલાહ આપવામાં આવે છે.

અતિરિક્ત લાભો

વિદ્યાર્થીઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કેટલાક અતિરિક્ત લાભો સાથે આવે છે, જે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તેમાંથી કેટલાક સ્પોન્સર પ્રોટેક્શન, ઘરે જઈને પરિવારને મળવા જવામાં મદદ, અભ્યાસમાં વિક્ષેપના કિસ્સામાં નાણાંકીય વળતર, મૃત અવશેષોના પ્રત્યાવર્તન માટેનું કવર વગેરે છે. જ્યારે તમે તમારા પરિવાર વિના વિદેશમાં હોવ અને મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે આ તમામ તત્વો અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આમ, ઇન્શ્યોરર તમારી મદદ કરે છે અને તમને કટોકટી દરમિયાન શ્રેષ્ઠ સંભવિત સહાય પ્રદાન કરે છે. હવે જ્યારે તમે વિદ્યાર્થીઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો જાણો છો, ત્યારે આવો બૅકઅપ હોવું મહત્વપૂર્ણ બની જાય છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના કરો અને વિદેશમાં સલામત રોકાણ માટે સૌથી યોગ્ય પૉલિસી સાથે પોતાને સુરક્ષિત કરો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે