લૅપટૉપ્સ એ નોટબુક્સનો પર્યાય બની ગયા છે - દરેક વિદ્યાર્થી, પ્રોફેશનલ અને નિષ્ણાત પાસે લૅપટૉપ હોય છે! લૅપટૉપ્સ એ માલિકો માટે સ્વતંત્રતા અને પ્રોડક્ટિવિટીની નવી ભાવના લાવે છે. કોઈપણ વ્યક્તિના જીવનની કલ્પના આ પોર્ટેબલ ઉપકરણો વગર કરવી અશક્ય છે તે હદે તે રોજિંદા જીવનમાં વણાઈ ગયા છે. માની લો કે તમારું લૅપટૉપ એક દિવસ, એક અઠવાડિયા અથવા એક મહિના માટે બગડી ગયું છે. તો ડેટા પાછો મેળવવા માટે તમારે કેટલી ઝંઝટ કરવી પડશે તેની કલ્પના કરો. પરિસ્થિતિ વધુ ખરાબ હોય, તો તમારે સંપૂર્ણપણે નવું લૅપટૉપ ખરીદવું પડી શકે છે. દરરોજ આનો ઉપયોગ કરતા કર્મચારીઓ માટે આ ચિંતાનું એક મોટું કારણ બની શકે છે. લૅપટૉપ સસ્તા નથી, અને તેમના રિપેરીંગનો ખર્ચ પણ મુશ્કેલીમાં વધારો કરી શકે છે. તેથી, એમ પૂછવું સામાન્ય છે કે –
શું હું મારા લૅપટૉપનો ઇન્શ્યોરન્સ કરી શકું છું? જાણવા માટે વધુ વાંચો!
શું હું મારા લૅપટૉપનો ઇન્શ્યોરન્સ કરી શકું છું?
ટૂંકો જવાબ છે - હા, તમે તમારા લૅપટૉપને કવર કરતી ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો. પ્રીમિયમની રકમ લૅપટૉપની બ્રાન્ડ, મોડેલ અને ક્વૉલિટી પર આધારિત રહેશે, પણ આવી પૉલિસી વ્યક્તિગત-માલિકો અને તેમના કર્મચારીઓને લૅપટૉપ આપતા બિઝનેસ માટે આદર્શ છે.
લૅપટૉપ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે?
કવરેજની વિગતો મોટાભાગે તમારી પાસે કેવી લૅપટૉપ ઇન્શ્યોરન્સ પૉલિસી છે તેના પર આધારિત રહેશે. જો કે, સામાન્ય રીતે કવરેજમાં નીચે જણાવેલ બાબતોનો સમાવેશ કરવામાં આવતો હોય છે:
- સ્ક્રીન રિપેર અથવા રિપ્લેસમેન્ટ: જો તમે કાળજીપૂર્વક નોંધ્યું હોય તો, લૅપટૉપની સ્ક્રીન એ લૅપટૉપનો સૌથી વધુ ક્ષતિગ્રસ્ત થતા ભાગોમાંથી એક છે. તે સામાન્ય રીતે પાતળી હોય છે અને તેથી સરળતાથી ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. લૅપટૉપ સામાન્ય રીતે ખૂબ જ વપરાતી વસ્તુ છે, તેથી જો તે એક વાર પણ પડી જાય તો તેની સ્ક્રીનમાં તિરાડ પડી શકે છે અથવા તેનો ડિસ્પ્લે સંપૂર્ણપણે ખરાબ થઈ શકે છે. સ્ક્રીનનું રીપેરીંગ મુશ્કેલ છે અને સામાન્ય રીતે તે રિપ્લેસ કરાવવી પડે છે, જેનો ખર્ચ લૅપટૉપની વેચાણ કિંમતના 10%-15% જેટલી હોઇ શકે છે. લૅપટૉપને પણ દર વર્ષે ઘસારો લાગુ પડે છે અને તે કારણસર નવી સ્ક્રીન માટે ખર્ચ કરવો ડહાપણભર્યું નથી. આવી સ્થિતિમાં લૅપટૉપ ઇન્શ્યોરન્સ તમને મદદરૂપ થઈ શકે છે અને સ્ક્રીન રિપેર અથવા રિપ્લેસમેન્ટના ખર્ચને કવર કરી શકે છે.
- મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અથવા તે પ્રકારનું અન્ય નુકસાન: સામાન્ય ઘસારાનો ખર્ચ પૉલિસીમાં કવર કરવામાં આવતો નથી, પરંતુ લૅપટૉપની ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ ક્ષતિઓને કવર કરવામાં આવે છે. મોટાભાગની ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ હેઠળ કવર કરવામાં આવતી બ્રાન્ડ વિશે સ્પષ્ટપણે માહિતી આપવામાં આવે છે. આ રીતે તમે જે લૅપટૉપ ખરીદી રહ્યા છો તેમાં વારંવાર મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ ક્ષતિઓ ઉદ્ભવતી નથી તેની ખાતરી કરી શકો છો. પરંતુ, જો તેમ થાય છે, તો તમે ઝડપથી તેને રિપેર અથવા રિપ્લેસ કરી શકો છો અને તમારા ઇન્શ્યોરર પાસે ક્લેઇમ કરી શકો છો.
- ચોરી, ઘરફોડી અથવા છેતરપિંડી: કલ્પના કરો કે તમે ગ્રાફિક ડિઝાઇનિંગ પ્રોજેક્ટ પર કામ કરતા ફ્રીલાન્સર છો. તમારે બે દિવસ પછી આર્ટવર્ક ડિલિવર કરવાનું છે. પરંતુ આજે કો-વર્કિંગ સ્પેસમાં તમારું લૅપટૉપ ચોરાઈ ગયું છે. તમે આગામી બે દિવસમાં તમારું બધું કામ તો ફરીથી કરી શકશો, પરંતુ શું તમને તરત જ નવું લૅપટૉપ પરવડી શકે છે? જો તમારી પાસે ચોરી સામે સુરક્ષા આપે તેવું લૅપટૉપ ઇન્શ્યોરન્સ કવર હોત તો, તો તમે નવું લૅપટૉપ ખરીદવા માટે તમારી બચત અથવા ઇએમઆઈ વિકલ્પનો ઉપયોગ કરી શક્યા હોત અને ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરી શક્યા હોત.
- લિક્વિડ સ્પિલેજ: લૅપટૉપની પોર્ટેબિલિટીનો અર્થ એ પણ છે કે તમે તેનો વ્યાવહારિક રીતે કોઈપણ સ્થળેથી ઉપયોગ કરી શકો છો - કેફેટેરિયામાં, તમારા ડાઇનિંગ ટેબલ પર અથવા મૂવીનો આનંદ માણતી વખતે તમારા મિત્રો સાથે. પરંતુ કારણ કે તેને ક્યાંય પણ લઈ જઈ શકાય છે, એટલે તેને ક્યાંય પણ નુકસાન થઈ શકે છે. તમારાથી લૅપટૉપ પર કૉફી, કોલ્ડ ડ્રિંક અથવા પાણી પણ ઢોળાઈ શકે છે અને તમારા ટચપેડ અથવા કીબોર્ડને ગંભીર નુકસાન થઈ શકે છે. એક વ્યાપક લૅપટૉપ ઇન્શ્યોરન્સ કવર તમને આ પરિસ્થિતિમાં જરૂરી રિપેર અને રિપ્લેસમેન્ટના ખર્ચ સામે કવરેજ પ્રદાન કરશે.
લૅપટૉપ ઇન્શ્યોરન્સની એક ખાસ સુવિધા છે
એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ. આ ઇન્શ્યોરન્સનો ઉપયોગ કરીને, લૅપટૉપ વિક્રેતા અથવા ઉત્પાદક તમને માર્કેટ-સ્ટાન્ડર્ડ વોરંટી ઉપરાંત અતિરિક્ત વોરંટી આપી શકે છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે 12 મહિનાના સ્ટાન્ડર્ડ વોરંટી સમયગાળાવાળું નવું Dell લૅપટૉપ ખરીદ્યું છે. આ સાથે
એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સલેવાથી વિક્રેતા તમને આ સ્ટાન્ડર્ડ વોરંટી પછીના 12 મહિના, 24 મહિના અથવા તેનાથી વધુ સમયની વોરંટી આપી શકે છે. આનો ખર્ચ તમારે લૅપટૉપની રિટેલ કિંમત કરતાં થોડો વધુ થઈ શકે છે, પણ તેના વડે તમે આગામી કેટલાક વર્ષો સુધી રિપેરીંગનો ખર્ચ બચાવી શકો છો - ભલે પછી તમારું લૅપટૉપ જૂનું થઈ જાય કે તેના કિંમતમાં ઘટાડો થાય તો પણ તમને આનો લાભ મળશે.
પૉલિસીમાંથી શું બાકાત રાખવામાં આવે છે?
- યુદ્ધ અથવા આતંકવાદી હુમલાઓને કારણે લૅપટૉપનું નુકસાન.
- બેદરકારીને કારણે થયેલ નુકસાન (બેકાળજી પૂર્વકનો વપરાશ).
- ઘસારો.
- રિપેર દરમિયાન થયેલ નુકસાન.
વારંવાર પૂછાતા પ્રશ્નો
- એક્સટેન્ડેડ વોરંટીના લાભ શું છે?
જો તમે
એક્સટેન્ડેડ વોરંટીના લાભ લો છો તો નિર્ધારીત સમયથી વધુ સમય માટે તમારા લૅપટૉપની વોરંટી વધારવામાં આવશે. આ રીતે, લૅપટૉપનું મૂલ્ય ઘટે તો પણ હોલ્ડિંગ સમયગાળામાં રિપેરીંગ માટે તમારે ચુકવણી કરવી પડશે નહીં.
- શું હું જૂના લૅપટૉપ પર ઇન્શ્યોરન્સ મેળવી શકું છું?
સૈદ્ધાંતિક રીતે - હા. પરંતુ લૅપટૉપનું મૂલ્ય ઓછું હશે, અને તેથી કવરની રકમ નોંધપાત્ર રહેશે નહીં. વળી, તમારે જરૂરી લાભો મેળવવા માટે રાઇડર ખરીદવાની જરૂર પડી શકે છે.
જવાબ આપો