રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Extended Warranty Insurance Policy Benefits
3 ડિસેમ્બર, 2020

એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સના મુખ્ય લાભો

વિવિધ કેટેગરીના ઇલેક્ટ્રોનિક ઉપકરણોના અસંખ્ય વિકલ્પો ઉપલબ્ધ હોવાને કારણે તેની ખરીદી મૂંઝવણભરી બની ગઈ છે. તમે પસંદ કરેલ પ્રૉડક્ટ તમારા માટે યોગ્ય છે તેની ખાતરી કરવા માટે તમારે નોંધપાત્ર સમય આપવો અને પ્રયત્નો કરવા જરૂરી છે. ખરીદી કરતી વખતે આપણે શ્રેષ્ઠ વિશેષતાઓ અને સ્પેસિફિકેશન ધરાવતી વસ્તુ પસંદ કરીએ છીએ. પરંતુ એક અન્ય મહત્વપૂર્ણ બાબત જેને ધ્યાનમાં લેવામાં આવે છે તે છે તમારી કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રૉડક્ટ પરની વોરંટી. સામાન્ય રીતે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ત્રણ મહિનાથી પાંચ વર્ષ જેટલી વોરંટી ધરાવતા હોય છે. આ સમયગાળા પછી થતો રિપેરીંગનો ખર્ચ ખરીદદારે ભોગવવાનો રહે છે. જો તમારી પ્રૉડક્ટને વધુ સમયગાળા માટે કવર કરી શકાય તો તે ઉપયોગી નિવડશે? તેને ઉત્તમ રીતે કાર્યરત રાખવા માટેની એકદમ યોગ્ય રીત. તમે એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ કવર પસંદ કરી શકો છો. એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ હેઠળ, મૂળ ખરીદ કિંમત સિવાયના તમામ ખર્ચ તમારા ઇન્શ્યોરર દ્વારા કવર કરવામાં આવે છે. ઉત્પાદકની વોરંટી પછી જરૂરી કોઈપણ રિપેરીંગ એક્સટેન્ડેડ વોરંટી લાભ હેઠળ કવર કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, ઉત્પાદન ખામીને કારણે આ પ્રૉડક્ટ બદલાવવાની જરૂર પડે છે, તે પણ તમારા એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ દ્વારા આવરી લેવામાં આવે છે. સ્ટાન્ડર્ડ મેન્યુફેક્ચરર વોરંટી હેઠળ તમે ચિંતા-મુક્ત રહી શકો છો, જ્યારે એક્સટેન્ડેડ વોરંટી ઇલેક્ટ્રોનિક્સ ઇન્શ્યોરન્સ એ એક ઇલાઇટ ક્લબ છે, જેમાં તમારે સ્ટાન્ડર્ડ વોરંટીની મુદત પછી પણ સર્વિસ અને રિપેર માટે ચિંતા કરવાની જરૂર નથી. તેના વડે તમે નુકસાન અથવા તે કામ કરતું બંધ થઈ જાય તેવી સ્થિતિમાં રિપેરીંગના ખર્ચની ચિંતા કરવાને બદલે તમારી પ્રૉડક્ટનો આનંદ પૂર્વક ઉપયોગ કરી શકો છો. પ્રત્યેક ઇલેક્ટ્રોનિક ઉપકરણની શેલ્ફ લાઇફ તેની કેટેગરી અનુસાર અલગ હોય છે. એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સના કેટલાક લાભો આ મુજબ છે -  

ન્યૂનતમ ખર્ચ

કેટલાક કન્ઝ્યુમર ઉપકરણોમાં મૂવિંગ પાર્ટનો ઉપયોગ થતો હોય છે. તમારા ઉપકરણને થતા નુકસાન અથવા રિપેરીંગની જરૂરિયાતને પરિણામે મુશ્કેલી અને અસુવિધા થાય છે. આ પ્રકારના રિપેરીંગ જાતે કરવા શક્ય નથી, તેને માટે તમારે જાણકાર પ્રોફેશનલને બોલાવવાની જરૂર પડે છે. આ ઉપકરણો વડે તમે તમારું કાર્ય સરળતાથી કરી શકો છો. ઇન્શ્યોરન્સ કવર ખૂબ ઓછા પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. અન્ય સ્થિતિમાં, રિપેરીંગનો કોઈપણ ખર્ચ ખૂબ મોટો હોઇ શકે છે. એક્સટેન્ડેડ વોરંટી બેનિફિટ હેઠળ અસલી સ્પેર પાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનું રિપેરીંગ અધિકૃત સર્વિસ સેન્ટર પર કરવામાં આવે છે. આને કારણે વધુ નુકસાન થતું અટકાવી શકાય છે.  

વ્યાપક કવરેજ

ઑનલાઇન એક્સટેન્ડેડ વોરંટી સુવિધાનો ઉપયોગ કરીને, તમે ખૂબ સરળતાથી ઇન્શ્યોરન્સનો લાભ લઈ શકો છો. આ સુવિધા હેઠળ તમારા ઉપકરણોના રિપેરીંગ માટે જરૂરી વ્યાપક કવરેજ આપવામાં આવે છે. તેમાં સ્પેરનો ખર્ચ તેમજ મજૂરી શામેલ છે, જે કિંમત અન્યથા તમારા ડિવાઇસના રિપેરીંગ માટે નોંધપાત્ર હોઇ શકે છે. તેથી ઝંઝટ મુક્ત વપરાશ માટે, એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ સાથે ભવિષ્યમાં થનાર અસુવિધાથી બચી શકાય છે.

બિલના મૂલ્ય સુધીનું કવરેજ

એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ તમને જરૂરી, એટલે કે બિલની રકમ જેટલા રિપેરીંગ ખર્ચ જેટલું ઇન્શ્યોરન્સ કવર પૂરું પાડે છે. તમારા ઉપકરણની ખરીદી કિંમતને આવરી લેતા પર્યાપ્ત કવર વડે તમે તેનો તેના વપરાશના વર્ષો દરમિયાન સૌથી વધુ ઉપયોગ કરી શકો છો. એકમાત્ર શરત એ છે કે તમારે સૂચના માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબ તેની સંભાળ લેવાની રહેશે.  

ફ્લૅક્સિબલ સમયગાળો

એક્સટેન્ડેડ વોરંટી લાભોમાં તમારા ઇન્શ્યોરન્સ કવરની ફ્લેક્સિબિલિટી શામેલ છે. આ પૉલિસીઓ ત્રણ વર્ષ સુધીના સમયગાળા માટે ઉપલબ્ધ છે. જો તમે ઉપકરણનો વધુ બે વર્ષ માટે ઉપયોગ કરવાનું નક્કી કરો છો, તો તમે અતિરિક્ત બે વર્ષનો એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ મેળવી શકો છો. આ મુદત સંપૂર્ણપણે તમારા પ્રૉડક્ટની ઉપયોગિતા પર આધારિત છે.  

અમર્યાદિત રિપેર

ઘણી વખત એવું બનતું હોય છે કે એક સમસ્યા ઉકેલાઈ ગયા બાદ નવી સમસ્યા ઉદ્ભવતી હોય છે. આવા સમયે ડરવાની જરૂર નથી. એક્સટેન્ડેડ વોરંટી બેનિફિટ હેઠળ વીમાકૃત રકમ અનુસાર અમર્યાદિત સંખ્યામાં રિપેરીંગ કરાવી શકાય છે. આ પૉલિસી વડે તમે તમારી પ્રૉડક્ટને મૂળ સ્થિતિમાં પાછી લાવી શકો છો.  

દેશવ્યાપી નેટવર્ક અને ઘેરબેઠાં સર્વિસ

અગ્રણી ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા તમારી પ્રૉડક્ટને સમગ્ર દેશમાં કોઈપણ સ્થળે એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવે છે. નવા સ્થળે પહોંચ્યા બાદ તમારે નવું એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ ખરીદવાની જરૂર નથી. વધુમાં, પોર્ટેબલ ન હોય તેવા મોટા ઉપકરણો માટે, શું સમસ્યા છે તે જાણવા અને ક્લેઇમ ફાઇલ કરવા માટે ઘેરબેઠાં સર્વિસ પ્રદાન કરવામાં આવે છે. એક્સટેન્ડેડ વોરંટી ઇન્શ્યોરન્સ દ્વારા રિપેરીંગ તેમજ રિપ્લેસમેન્ટ સરળ બને છે. તો, ઑનલાઇન એક્સટેન્ડેડ વોરંટી સુવિધાનો ઉપયોગ કરીને પ્લાન સરખાવો અને તમારા ઘરના તમામ ઉપકરણો માટે સંપૂર્ણપણે એક્સટેન્ડેડ વોરંટી કવર મેળવો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે