રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Electronic Equipment Insurance Coverage
23 નવેમ્બર, 2020

ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ: વ્યાખ્યા, કવરેજ અને લાભો

તમામ બિઝનેસ તેમની બિઝનેસને લગતી કામગીરીઓમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરે છે. તેઓ બિઝનેસને સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તર સુધી પહોંચવામાં મદદ કરે છે. આ ઉપકરણો બિઝનેસ નેટવર્કના વિસ્તરણમાં અભિન્ન ભૂમિકા ભજવે છે. માહિતીની આપ-લે કરવાની જૂની પરંપરાગત રીતોનું સ્થાન ઇલેક્ટ્રોનિક ડેટાએ લીધું છે. આ ઉપકરણોમાં થતી કોઈપણ સમસ્યા કામને અવરોધિત કરી શકે છે અને આર્થિક નુકસાનમાં પરિણમી શકે છે. આ સમસ્યાના વિકલ્પ તરીકે, આ સમયમાં ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ પસંદ કરવું જરૂરી છે.  

ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ શું છે?

ટેક્નોલોજી પર વધતી નિર્ભરતાની સાથે, કોઈપણ પ્રકારનું બ્રેકડાઉન આર્થિક રીતે અસર કરી શકે છે. તમામ સંસ્થાઓ તેમના દૈનિક કામગીરીને સરળ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરે છે. કમ્પ્યુટરથી લઈને ઔદ્યોગિક ઉપકરણો, તબીબી ઉપકરણોથી લઈને ઇલેક્ટ્રોનિક કેશ રજિસ્ટર, આ તમામ તમારા બિઝનેસની કામગીરી માટે મહત્વપૂર્ણ છે. તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના કોઈપણ રિપેર અથવા નુકસાનને કવર કરતી કમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસીનો ઉપયોગ કરવાથી તમારા બિઝનેસને સરળતાથી ચલાવવામાં મદદ મળે છે.  

ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સના કયા વિભાગો છે?

જનરલ ઇન્શ્યોરન્સ, જે તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને કવર કરે છે, તેને ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે-  

ઇક્વિપમેન્ટ કવર

તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને થતું કોઈપણ નુકસાન તમારી પૉલિસીના આ વિભાગ હેઠળ કવર કરવામાં આવે છે. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા, આંશિક નુકસાન સહિત આકસ્મિક ફિઝિકલ નુકસાનને કારણે થયેલ ક્ષતિને આવરી લેવામાં આવે છે. આ પ્રકારનું કોઈપણ નુકસાન રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટના માધ્યમથી ઇન્શ્યોર્ડ કરવામાં આવશે. આ રકમ પૉલિસી મુજબ મહત્તમ વીમાકૃત રકમને આધિન છે.  

એક્સટર્નલ ડેટા મીડિયા કવર

એવી ઘટના, કે જેમાં તમારી ડિસ્ક ડ્રાઇવ અથવા કોઈ અન્ય સ્ટોરેજ ડિવાઇસમાં ખરાબી આવે છે અને તેનો ડેટા હવે ઉપલબ્ધ નથી. આવી પરિસ્થિતિઓમાં, જો પૉલિસીધારકે ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદેલ છે, તો તે ખોવાયેલ ડેટાને પાછો મેળવવા માટે આર્થિક કવર પ્રદાન કરે છે. આ ડેટા તમારી સંસ્થા માટે મહત્વનો હોઈ શકે છે, અને જેની આર્થિક અસર મોટી હોઈ શકે છે.  

વધતી કૉસ્ટ ઑફ વર્કિંગ માટે કવર

જ્યારે ડેટા પ્રોસેસિંગ યુનિટને અણધાર્યું નુકસાન થાય, ત્યારે વૈકલ્પિક યુનિટ ઊભું કરવાની જરૂર પડે છે. આ પૉલિસી હાર્ડવેર તેમજ માનવ સંસાધનોના ખર્ચને કવર કરે છે, અને આવું અતિરિક્ત પ્રોસેસિંગ યુનિટ ઊભું કરવા માટે આર્થિક સહાય પ્રદાન કરે છે.  

ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે?

નાના બિઝનેસ ધરાવતા માલિકો તેમજ મોટી સંસ્થાઓ માટે ઇલેક્ટ્રોનિક ડિવાઇસને કવર કરતો જનરલ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. તેમાં નીચે જણાવેલ બાબતોને કવર કરવામાં આવે છે -   નુકસાન થયેલા ઉપકરણો માટે કવરેજ - ઇન્શ્યોરન્સ ધરાવતા ઉપકરણોનું કોઈપણ રિપેરીંગ અથવા રિપ્લેસમેન્ટ તેના કવરેજમાં શામેલ છે. તેમાં ભારે મશીનરી અથવા આયાત કરેલા ઉપકરણોનું નૂર ભાડું એટલે કે ફ્રેટ, તેને કાર્યરત કરવાનો ખર્ચ અને કસ્ટમ ડ્યુટી જેવા અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.   નુકસાન પામેલ ડેટા મીડિયાનું કવરેજ - તમારા બિઝનેસ ઑપરેશન માટે મહત્વપૂર્ણ એવી ગુમાવેલી માહિતી ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે.   કૉસ્ટ ઑફ વર્કિંગ - ડેટાને લગતી પ્રોસેસમાં થયેલ વિક્ષેપ, જેને પરિણામે વધુ અન્ય ઉપકરણો અને લેબરની જરૂર પડે છે, તેવા કિસ્સામાં સંપૂર્ણ પ્રોસેસને ફરીથી કન્ફિગર કરવાનો ખર્ચ તમારા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરી લેવામાં આવે છે.   સૉફ્ટવેર ડેમેજ - ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ હાર્ડવેરના ખર્ચને કવર કરવાની સાથે સાથે હાર્ડવેર માટેના સૉફ્ટવેરનો ખર્ચ પણ કવર કરે છે.  

ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સનો ઉપયોગ કરવાના ફાયદાઓ શું છે?

ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ ખરીદવાના કેટલાક લાભો આ મુજબ છે -
  • આ પૉલિસી હેઠળ નુકસાન પામેલ અથવા ગુમાવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ડેટાની કુલ કિંમત ઇન્શ્યોર્ડ કરવામાં આવે છે. આવા ઉપકરણોના ડેપ્રિશિયેશનને બાકાત રાખવામાં આવે છે.
  • ઓવરટાઇમ, બમણું વળતર અને નાઇટ શિફ્ટ જેવી, સંચાલન ખર્ચને વધારે તેવી કોઈપણ લેબર કૉસ્ટ પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે.
  • જો ઉપકરણને રિપ્લેસ કરવું શક્ય ન હોય, તો ઇન્શ્યોરર દ્વારા પૉલિસીધારકને રિપેરિંગનો ખર્ચ ચૂકવવામાં આવે છે.
  ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સમાં સામાન્ય રીતે બાકાત બાબતોને ધ્યાનમાં રાખો -
  • નિયમિત વપરાશને કારણે પહોંચતો ઘસારો આ પૉલિસી હેઠળ ખાસ કરીને બાકાત રાખવામાં આવે છે.
  • નુકસાનીના કારણરૂપ ઉપકરણ અને ડેટાની સંપૂર્ણ મરામત અને તેમાં ફેરફાર.
  • પૉલિસીધારક દ્વારા ઉપયોગ દરમિયાન ઇરાદાપૂર્વકની બેદરકારી.
  • અન્ય પરિબળોને કારણે ઉપકરણોને થતું કોઈપણ પરિણામી નુકસાન બાકાત રાખવામાં આવે છે.
  • રંગ કરેલ અથવા ઇનૅમલ લગાવેલ સપાટીઓ પર આંકા પડવા જેવી, દેખાવને લગતી ખામીઓ.
  • કોઈપણ ખોટું પ્રોગ્રામિંગ, લેબલિંગ અથવા અજાણતા માહિતી રદ કરવી અને ડેટા કાઢી નાંખવો, જેને પરિણામે વધુ ખર્ચ થાય છે.
  અંતમાં, તમારા ઉપકરણો અને ડેટાને સુરક્ષિત કરતો કમર્શિયલ ઇન્શ્યોરન્સ તમારા નિયંત્રણની બહારના પરિબળોને કારણે ઉદ્ભવતી અવરોધજનક સ્થિતિમાં ઉપયોગી બને છે. આ અનપેક્ષિત ખર્ચને કવર કરતી ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાથી બિઝનેસ ઑપરેશનને સરળ બનાવવામાં મદદ મળે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે