રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Insure vs Assure: Key Differences
4 ફેબ્રુઆરી, 2023

ઇન્શ્યોરન્સ વિરુદ્ધ એશ્યોરન્સ: મુખ્ય તફાવતોની બહેતર સમજૂતી

જ્યારે ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની વાત આવે છે, ત્યારે ઘણા લોકો ઇન્શ્યોરન્સ એજન્ટ અથવા વચેટિયાનો સંપર્ક કરવાનું પસંદ કરે છે. આનું કારણ એ છે કે ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટની ભાષા મૂંઝવણભરી અસ્પષ્ટ હોય છે જે એક સામાન્ય વ્યક્તિ માટે ઝડપથી સમજવી મુશ્કેલ હોય છે. આવા બે શબ્દો 'ઇન્શ્યોરન્સ' અને 'એશ્યોરન્સ' છે જે સામાન્ય રીતે, તમે જે પૉલિસી જોઈ રહ્યા છો તેના આધારે ઇન્શ્યોરન્સ પૉલિસીમાં જોવા મળે છે. તેઓ એકબીજાથી કેવી રીતે અલગ છે તે જો તમે જાણવા માંગો છો, તો વધુ જાણવા માટે વાંચવાનું ચાલુ રાખો: ઇન્શ્યોરન્સ અને એશ્યોરન્સ એવા બે શબ્દો છે જેનો ઉપયોગ ઘણીવાર લાઈફ અને જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે થઈ શકે છે, પરંતુ તેમના અર્થ ખરેખર અલગ છે. બંને આર્થિક નુકસાન સામે કોઈ રીતે સુરક્ષા પ્રદાન કરે છે, પરંતુ તેમાં આવરી લેવામાં આવતી બાબતો અને તેમનો હેતુ અલગ હોય છે.

ઇન્શ્યોરન્સ એટલે શું?

ઇન્શ્યોરન્સ એ એક વ્યક્તિ અને ઇન્શ્યોરન્સ કંપની વચ્ચેનો કરાર છે, જે અકસ્માત, બીમારી અથવા સંપત્તિના નુકસાન જેવી અનપેક્ષિત ઘટનાઓ સમયે આર્થિક વળતર પ્રદાન કરે છે. પ્રીમિયમની નિયમિત ચુકવણીના બદલામાં, પૉલિસીધારકને થયેલ કોઈપણ નુકસાનના ખર્ચને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કવર કરવામાં આવે છે. સામાન્ય રીતે ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવતું વળતર એ થયેલ આર્થિક નુકસાનની રકમ જેટલું જ હોય છે. વધુમાં, ઇન્શ્યોરન્સ પ્લાન એક ચોક્કસ સમયગાળા માટે માન્ય હોય છે, જે દરમિયાન કંપની કવરેજ પ્રદાન કરે છે. *

સમજૂતી માટે એક ઉદાહરણ:

શ્રી રાજેશે એક નવી કાર ખરીદી. તેની નોંધણીની સાથે કાર ઇન્શ્યોરન્સની પૉલિસી ખરીદવાની જરૂરિયાત ઉદ્ભવી, જે જનરલ ઇન્શ્યોરન્સ કવરેજનો એક પ્રકાર છે. કાયદાનું પાલન કરવા માટે, તેઓ થર્ડ-પાર્ટી પૉલિસી ખરીદવા માંગતા હતા. જો કે, ડીલરે દ્વારા તેમને સમજાવવામાં આવ્યું હતું કે થર્ડ-પાર્ટી પ્લાન તેમના વાહનને નુકસાન સામે સુરક્ષિત કરવા માટે પૂરતો નથી. ત્યારે શ્રી રાજેશ દ્વારા કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે ઓછામાં ઓછા જરૂરી એવા થર્ડ-પાર્ટી કવરેજ સાથે ઓન-ડેમેજ કવર પ્રદાન કરે છે. વધુમાં, વ્યક્તિગત અકસ્માત કવર તેમને ઈજાઓ અને મૃત્યુ સામે આર્થિક કવરેજ સુનિશ્ચિત કરે છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કવરેજ હોવાથી, ઍડ-ઑનનો ઉપયોગ કરીને તેને વિસ્તૃત પણ કરી શકાય છે. કાર ઇન્શ્યોરન્સ એ ટર્મ ઇન્શ્યોરન્સને સમજાવવા માટેનું એક ઉદાહરણ છે, પરંતુ અન્ય ઇન્શ્યોરન્સ પ્લાન પણ છે જેમ કે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ , પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ, ક્રોપ ઇન્શ્યોરન્સ અને અન્ય ઇન્શ્યોરન્સ.

એશ્યોરન્સનો અર્થ શું છે?

બીજી તરફ, એશ્યોરન્સ એ એક પ્રકારનો ઇન્શ્યોરન્સ છે જે મૃત્યુ અથવા અપંગતા જેવી ચોક્કસ ઘટના સમયે સુરક્ષા પ્રદાન કરે છે. ઇન્શ્યોરન્સથી વિપરીત, એશ્યોરન્સ પૉલિસીઓની સમાપ્તિની તારીખ હોતી નથી, અને જો હોય, તો તે લાંબા સમય સુધી માન્ય હોય છે. એશ્યોરન્સ આપતી ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં સામાન્ય રીતે લાંબા સમયગાળા સુધી નિયમિત ચુકવણી કરવી પડતી હોય છે. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવતી ચુકવણીનો લાભ પૉલિસીધારક અથવા તેમના આશ્રિતોને પ્રાપ્ત થાય છે. *

સમજૂતી માટે એક ઉદાહરણ:

શ્રી કમલેશે પોતાના માટે ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદ્યો હતો. ટર્મ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ માત્ર પૉલિસીધારકનું મૃત્યુ થાય તે સમયે જ ચુકવણી કરવામાં આવે છે, તેથી તે પૉલિસીની મુદત દરમિયાન તેમના આશ્રિતોને ચોક્કસપણે વળતર પ્રાપ્ત થાય છે. અન્ય પ્રકારના લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ એન્ડોમેન્ટ પૉલિસી જેવા મેચ્યોરિટી લાભો પણ છે, જેમાં પૉલિસીધારક મેચ્યોરિટીની રકમનો લાભ લઈ શકે છે. એશ્યોરન્સ ધરાવતી પૉલિસીનું અન્ય એક ઉદાહરણ છે, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જે નિર્દિષ્ટ બિમારીઓના નિદાન પર પૉલિસીધારકને વળતર આપે છે. ઇન્શ્યોરન્સ અને એશ્યોરન્સ વચ્ચેના તફાવતને એ રીતે સમજી શકાય કે, ભવિષ્યમાં ઉદ્ભવી શકે તેવા જોખમો સામે સુરક્ષા તે ઇન્શ્યોરન્સ છે, જ્યારે બનવાની જ છે તેવી ઘટનાઓ સામે પ્રાપ્ત થતી સુરક્ષા એ એશ્યોરન્સ છે. ધ્યાનમાં રાખો કે, ઇન્શ્યોરન્સ અને એશ્યોરન્સનો અર્થ દેશ અને ઇન્ડસ્ટ્રીના આધારે અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કેટલાક દેશોમાં આ શબ્દોનો ઉપયોગ એકબીજાના સ્થાને કરી શકાય છે, જ્યારે અન્ય દેશોમાં તેઓનો ઉપયોગ વિવિધ પ્રકારની પૉલિસીઓનું વર્ણન કરવા માટે કરવામાં આવે છે. તેથી, પ્રદાન કરવામાં આવતા કવરેજ અને લાભોને સંપૂર્ણપણે સમજવા માટે કોઈપણ ઇન્શ્યોરન્સ અથવા એશ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચવું આવશ્યક છે.

ઇન્શ્યોરન્સ અને એશ્યોરન્સ વચ્ચેનો તફાવત

ઉપર જણાવ્યા મુજબ, ઇન્શ્યોરન્સ મોટાભાગે જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સાથે સંકળાયેલ હોય છે જેમ કે હેલ્થ ઇન્શ્યોરન્સ, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, બાઇક ઇન્શ્યોરન્સ અથવા કાર ઇન્શ્યોરન્સ, જ્યારે લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ માટે એશ્યોરન્સનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેના ટેબલમાં તફાવતો જણાવેલ છે:

ઇન્શ્યોરન્સ

એશ્યોરન્સ

ઉદ્દેશ

ઇન્શ્યોરન્સનો ઉદ્દેશ ચોરી, અકસ્માત, આગ, પૂર વગેરે જેવા નુકસાન સામે વળતર આપવાનો છે. તેનો ઉદ્દેશ પૉલિસીધારકના મૃત્યુ જેવી ભવિષ્યની ચોક્કસ ઘટના સમયે આર્થિક સહાય પ્રદાન કરવાનો છે.
   

ક્લેઇમની રકમ

ઇન્શ્યોરન્સના કિસ્સામાં પ્લાન હેઠળ ક્લેઇમની રકમ આશરે થયેલ નુકસાનની રકમ જેટલી હોય છે. * એશ્યોરન્સ પ્લાન્સ હેઠળ ક્લેઇમની રકમ શરૂઆતથી નિર્ધારીત હોય છે. *
   

કરી શકાય તે ક્લેઇમની સંખ્યા

પૉલિસીની શરતોના આધારે, ઇન્શ્યોરન્સના લાભ આપતા પ્લાન માટે એકથી વધુ ક્લેઇમ કરી શકાય છે. * એશ્યોરન્સ બેનિફિટ પ્રદાન કરનાર પ્લાન હેઠળ માટે માત્ર એક જ ક્લેઇમ કરી શકાય છે. *
   

શું ઇન્શ્યોર કરવામાં આવે છે?

લોકો તેમજ સંપત્તિને આ પ્રકારની પૉલિસીઓ હેઠળ કવર કરવામાં આવે છે.* એશ્યોરન્સ બેનિફિટ ધરાવતી પૉલિસીઓ હેઠળ માત્ર વ્યક્તિઓને જ આવરી લેવામાં આવે છે. *
   

કવર કરેલ જોખમનો પ્રકાર

ઇન્શ્યોરન્સ બેનિફિટ પ્લાનમાં અકસ્માત, ઘરફોડી, ચોરી, કુદરતી આપત્તિઓ વગેરે જેવા અનિશ્ચિત અને અણધાર્યા જોખમોને કવર કરવામાં આવે છે.* આ પ્લાનમાં વ્યક્તિના મૃત્યુ જેવા જોખમ, જે નિશ્ચિત છે પરંતુ જેની આગાહી કરી શકાય તેમ નથી તેવા જોખમોને કવર કરે છે. *
   
  * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.      

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે