રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Understand the Types Of Health Insurance Frauds In India
12 ડિસેમ્બર, 2024

હેલ્થ ઇન્શ્યોરન્સ છેતરપિંડીની સમજૂતી: પ્રકારો અને પરિણામો

ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ વિશેની જાગૃતિમાં ધીમે ધીમે વધારો થવાથી, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદનાર લોકોની સંખ્યા વધી રહી છે. એક તરફ આ એક ખૂબ જ આવકારદાયક બદલાવ છે, ત્યારે બીજી તરફ હેલ્થ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં હેલ્થ ઇન્શ્યોરન્સને લગતી છેતરપિંડીની સંખ્યામાં વધારો થયો છે. તે સમજી શકાય છે કે ઘણી વખત છેતરપિંડી ઇરાદાપૂર્વક કરવામાં આવતી નથી, પરંતુ તે પૉલિસીધારકો તેમજ ઇન્શ્યોરન્સ કંપનીઓ બંનેને અસર કરે છે. આગળ વાંચવાથી, અમે આશા રાખીએ છીએ કે શું છેતરપિંડી ગણાય તેના વિશે તમને વધુ સ્પષ્ટતા મળશે મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન માં કઈ બાબત છેતરપિંડી ગણાય તે અંગે વધુ સ્પષ્ટતા મેળવશો અને આ ભૂલો કરવાથી દૂર રહી શકશો.

હેલ્થ ઇન્શ્યોરન્સ છેતરપિંડીના પ્રકારો

1. Claim Fraud

આ સૌથી સામાન્યપણે થતી હેલ્થ ઇન્શ્યોરન્સ છેતરપિંડી છે. કોઈપણ ગેરકાયદેસર ક્લેઇમ કે જેના કારણે પૉલિસીધારકને અયોગ્ય નાણાંકીય લાભ મળી શકે, તે ઇન્શ્યોરન્સ ક્લેઇમની છેતરપિંડી છે. નીચે કેટલીક પરિસ્થિતિઓ છે જેને હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની છેતરપિંડી તરીકે માનવામાં આવે છે:
    1. બનાવટી/ડુપ્લિકેટ મેડિકલ બિલ સબમિટ કરવા
    2. હેલ્થ કેર સર્વિસ માટે થયેલા ખર્ચને વધારીને જણાવવો
    3. આકસ્મિક ઈજાનો ખોટો ક્લેઇમ
    4. ના કરાવેલ સારવાર માટે ક્લેઇમ કરવો
    5. મેડિકલ ડૉક્યૂમેન્ટ ફોર્સ કરવું (જેમ કે નામ, તારીખ વગેરે બદલવું.

2. Application fraud

કોઈ વ્યક્તિએ તેઓ જે ઇન્શ્યોરન્સ કંપનીની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માંગતા હોય તેનું પ્રપોઝલ ફોર્મ ભરવાનું રહે છે. આ પ્રપોઝલ ફોર્મમાં આપવાની વિગતોમાં પૉલિસી હેઠળ કવર થનાર લોકોની વ્યક્તિગત વિગતો, કોઈપણ પહેલેથી હોય તેવી તબીબી સ્થિતિઓ અને અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ (જો કોઈ હોય) ની માહિતી શામેલ હોય છે. હવે એવી સંભાવના છે કે આ પ્રપોઝલ ફોર્મ ભરતી વખતે તમે પહેલાંથી હાજર કોઈ બીમારી પહેલેથી હોય તેવી બીમારી અંગેની વિગતો આપવાનું ભૂલી જાઓ અથવા ભૂલથી ખોટી જન્મ તારીખ દાખલ કરી નાખો. શરૂઆતમાં આ ભૂલો નાની લાગી શકે છે, પરંતુ તેમને એપ્લિકેશનની છેતરપિંડી માનવામાં આવશે. પહેલાંથી હાજર બીમારીઓ જાહેર ન કરવી અથવા પૉલિસી હેઠળ કવર કરેલા સભ્યો વિશે ખોટી વિગતો પ્રદાન કરવી એ એપ્લિકેશનની છેતરપિંડી હેઠળ આવતા કેટલાક કિસ્સાઓ છે.

3. Eligibility fraud

ઘણી વખત, લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ , એ જાણ્યા વગર દાખલ કરતા હોય છે કે ઉક્ત બીમારી પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે કે નહીં અથવા પૉલિસી હેઠળ કવર ના થતા કોઈ વ્યક્તિ (સંબંધી અથવા આશ્રિત) માટે ક્લેઇમ સબમિટ કરવામાં આવે છે. આવા તમામ કેસો પાત્રતાની છેતરપિંડી હેઠળ આવે છે. પૉલિસીધારકો દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી ઈરાદાપૂર્વક કરેલ ના પણ હોઈ શકે, પરંતુ તેના કારણે ક્લેઇમનો અસ્વીકાર અથવા તેનાથી વધુ ખરાબ, ભવિષ્યમાં કવરેજ નકારવા સહિતની અત્યંત અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. આ પણ વાંચો: હેલ્થ ઇન્શ્યોરન્સમાં વેટિંગ પિરિયડ

હેલ્થ ઇન્શ્યોરન્સ છેતરપિંડી કરવાના પરિણામો

હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ ઈરાદાપૂર્વક અથવા અજાણતા છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરનાર લોકો સામે કઠોર પગલાંઓ લે છે. ભારતમાં, હેલ્થ ઇન્શ્યોરન્સ છેતરપિંડીના આરોપી થવાના પરિણામો નીચે મુજબ છે:
  1. જો છેતરપિંડી ખૂબ ગંભીર હોય તો તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કૅન્સલ થઈ શકે છે.
  2. જો તમને છેતરપિંડી કરવા માટે દોષિત ઠેરવવામાં આવે તો તમારો ક્લેઇમ નકારી શકાય છે.
  3. કદાચ મેડિકલ સારવારના તમામ ખર્ચની ચુકવણી તમારે કરવી પડે.
  4. કદાચ તમને નેટવર્ક હૉસ્પિટલોમાં બહેતર ક્વૉલિટીની હેલ્થ કેર સર્વિસ પ્રાપ્ત કરવાની તક ના મળે.
  5. તમારી વર્તમાન પૉલિસીને રિન્યુ કરતી વખતે તમને મુશ્કેલી પડી શકે.
ઘણા લોકોનું માનવું છે કે ઇન્શ્યોરન્સ કંપનીઓ ક્લેઇમની સંપૂર્ણ રકમ ક્યારેય ચૂકવશે નહીં અને આમ, તેઓ વધુ રકમનો ક્લેઇમ કરે છે, જે ઘણી વખત છેતરપિંડીમાં પરિણમે છે. ઉપરાંત, એવા ઘણા લોકો છે જેઓ તેમની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની વિશેષતાઓ અને કવરેજ વિશે જાણતા નથી હોતા અને આમ તેઓ કાં તો છેતરપિંડી કરી બેસે છે અથવા પ્રાપ્ત કરેલ સારવાર માટે તેમના ખિસ્સામાંથી મોટી રકમની ચુકવણી કરે છે. તે ખૂબ જ આવશ્યક છે કે તમે તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટને કાળજીપૂર્વક વાંચો અને ઇન્શ્યોરન્સ ક્લેઇમ પૉલિસી સમયગાળા શરૂ થાય તે પહેલાં. વાસ્તવમાં, ભારતમાં, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ 15 દિવસના ફ્રી લુક પીરિયડ સાથે પણ આવે છે. તમે આ 15 દિવસોમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની ઉપયોગિતા અને સુસંગતતા તપાસી શકો છો અને તેને ચાલુ રાખવા અથવા બંધ કરવાનું પસંદ કરી શકો છો. આજની અનિશ્ચિત દુનિયામાં, જ્યાં બીમાર પડવાની શક્યતા ખૂબ જ વધારે છે, ત્યાં મુસીબતના સમયે નાણાંકીય સુરક્ષા હોય એ બહેતર છે. વધતા મેડિકલ ખર્ચને કારણે ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સની પહોંચમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જો કે, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના સફળ અને સાતત્યપૂર્ણ ઉપયોગના માર્ગમાં હજુ ઘણા અવરોધો છે. અમે આશા રાખીએ છીએ કે આ લેખ દ્વારા વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રકારો છેતરપિંડીઓ વિશે સ્પષ્ટ ખ્યાલ આવ્યો હશે અને અજાણતાં છેતરપિંડી કરવાના પરિણામે તમને ક્યારેય અણઘડ પરિસ્થિતિનો સામનો કરવો ના પડે. આ પણ વાંચો: આજના બદલાતા સમયમાં તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે મેળવવું જોઈએ તેના 3 કારણો

તારણ

અંતમાં, ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સની જાગૃતિ વધી રહી છે, ત્યારે છેતરપિંડીમાં વધારો એક નોંધપાત્ર પડકાર છે. ઇરાદાપૂર્વક હોય કે ન હોય, આ છેતરપિંડીથી ક્લેઇમ નકારવામાં, પૉલિસી કૅન્સલેશન અને ભવિષ્યની કવરેજ સમસ્યાઓ થઈ શકે છે. આવા જોખમોને ટાળવા માટે, પૉલિસીધારકોએ તેમની પૉલિસીઓને સમજવી, સચોટ માહિતી પ્રદાન કરવી અને છેતરપિંડીની પ્રથાઓ સામે સતર્ક રહેવું આવશ્યક છે. આ સુનિશ્ચિત કરે છે કે તેઓ અનિચ્છનીય જટિલતાઓનો સામનો કર્યા વિના તેમના કવરેજથી લાભ મેળવે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

How do health insurance companies investigate claims?

Health insurance companies investigate claims by reviewing submitted documents, such as medical bills, prescriptions, and reports. They may verify hospital details, consult with doctors, or request additional information to confirm authenticity and ensure the claim aligns with policy terms.

Why are health insurance claims rejected?

Claims are often rejected due to reasons like incomplete documentation, treatments for excluded conditions, non-disclosure of pre-existing illnesses, or exceeding the policy’s limits. It’s crucial to read your policy thoroughly to avoid such issues.

What happens if you do not claim health insurance?

If you don’t claim your health insurance, many insurers offer a no-claim bonus, which increases your sum insured or lowers your premium at renewal. This rewards policyholders for staying healthy. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે