રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Restoration Benefit / Restoration of Cover in Health Insurance
4 મે, 2021

હેલ્થ ઇન્શ્યોરન્સમાં રિસ્ટોરેશનનો લાભ

આ 2021નું વર્ષ છે અને આ નવા દશકમાં વિશ્વ મહામારીની પરિસ્થિતિનો સામનો કરી રહી છે. આપણા રોજિંદા કાર્યોને તેમજ વ્યક્તિગત જીવનને સંભાળવામાં સ્વાસ્થ્ય, કે જેના પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું હતું, તેને અચાનક પ્રાથમિકતા આપવામાં આવી રહે છે. સ્વાસ્થ્ય એ જ સંપત્તિ, એ વાત આજે ફરીથી સ્વીકારવામાં આવી રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી એ ખૂબ જરૂરી છે. જ્યારે તમે કોઈ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો, ત્યારે પ્રથમ વિચાર એ આવે છે કે તેની સંપૂર્ણ રકમ વપરાઈ જશે તો શું થશે. પરંતુ આધુનિક પૉલિસીઓ ઘણી વિશેષતાઓથી સજ્જ હોય છે, જેમાંથી એક રિસ્ટોરેશન લાભ છે.

તમને પ્રશ્ન થશે કે હેલ્થ ઇન્શ્યોરન્સમાં કવરનું રિસ્ટોરેશન એટલે શું.

રિસ્ટોરેશન લાભ એ એક એવી સુવિધા છે જેમાં એક વાર સમ ઇન્શ્યોર્ડ રકમ પૂરેપૂરી ખર્ચાઈ ગયા બાદ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમારી ઇન્શ્યોરન્સ કવરની રકમને તેની મૂળ રકમ સુધી ફરીથી સ્થાપિત કરવામાં આવે છે. આ સુવિધા હોવાથી, જો તમારા હેલ્થ કવરની સંપૂર્ણ સમ ઇન્શ્યોર્ડ ખર્ચાઈ જાય છે, તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો આપણે એક ઉદાહરણ સાથે હેલ્થ ઇન્શ્યોરન્સમાં રિસ્ટોરેશન લાભને સમજીએ. શ્રી કિશન ₹8 લાખનું, રિસ્ટોરેશન લાભ સહિતનું ફેમિલી હેલ્થ કવર ધરાવે છે. હૃદયની ગંભીર સ્થિતિને કારણે તેમનું ઓપરેશન કરવું પડ્યું હતું, જેમાં સંપૂર્ણ સં ઇન્શ્યોર્ડ રકમ ખર્ચાઈ ગઈ હતી. ત્યાર પછીના થોડા મહિનાની અંદર તેમને સ્ટ્રોક આવ્યો હતો અને ફરીથી ઓપરેશન કરાવવું પડયું હતું, જેની સારવારનો ખર્ચ ₹4 લાખ હતો. શ્રી કિશનની ઇન્શ્યોરન્સ પૉલિસી માટે રિસ્ટોરેશન લાભ ઉપલબ્ધ હોવાથી, બીજી સારવાર પણ તેમની ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કવર કરવામાં આવે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં રિસ્ટોરેશન લાભ હોવો શા માટે જરૂરી છે?

ઘણીવાર એમ બને છે કે જીવનશૈલી સંબંધિત રોગોમાં થઈ રહેલી વૃદ્ધિ અને સારવારના વધતા ખર્ચને કારણે વીમાકૃત રકમ થોડા વર્ષો પછી અપર્યાપ્ત સાબિત થાય છે. આ સમયે, રિસ્ટોરેશન લાભના રૂપમાં બૅકઅપ પ્લાન સુરક્ષા પૂરી પાડે છે, અને જરૂરી હોય તો વધારાનું કવરેજ પ્રદાન કરે છે. આમ, યોગ્ય પસંદગી કરો અને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં રિકવરી લાભ પસંદ કરો.

કયા પ્રકારના રિસ્ટોરેશન બેનિફિટ ખરીદી શકાય છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં બે પ્રકારના રિસ્ટોરેશન બેનિફિટ છે, સંપૂર્ણ વપરાશ અને આંશિક વપરાશ. તેમાંથી શું પસંદ કરવું તેનો આધાર સંપૂર્ણપણે તમારે જરૂરી કવરેજ પર રહેલો છે, અને તેથી, ફાઇન પ્રિન્ટ વાંચવાની સલાહ આપવામાં આવે છે. સંપૂર્ણ વપરાશના રિસ્ટોરેશન બેનિફિટમાં, જો તમારી સંપૂર્ણ વીમાકૃત રકમ ખર્ચાઈ જાય છે, તો જ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા વીમાકૃત રકમ રિસ્ટોર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તમારી પૉલિસીમાં વીમાકૃત રકમ ₹10 લાખ અને તમે ₹7 લાખના અન્ય ક્લેઇમ પછી ₹6 લાખનો ક્લેઇમ કરો છો. તો ₹4 લાખ સુધીના બીજા ક્લેઇમની ચુકવણી કર્યા પછી જ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા વીમાકૃત રકમ રિસ્ટોર કરવામાં આવશે. આંશિક વપરાશના કિસ્સામાં, ઇન્શ્યોરન્સ કવરેજની કેટલીક રકમનો ઉપયોગ થયા બાદ ઇન્શ્યોરર દ્વારા વીમાકૃત રકમ રિસ્ટોર કરવામાં આવે છે. ઉપરોક્ત ઉદાહરણમાં, પ્રથમ ક્લેઇમ બાદ જ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ₹10 લાખની મૂળ વીમાકૃત રકમ રિસ્ટોર કરવામાં આવશે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં રિસ્ટોરેશન બેનિફિટ કોણે ખરીદવો જોઈએ?

અમારી સલાહ છે કે દરેક વ્યક્તિ કે જેમને આ અતિરિક્ત સુવિધા પરવડે તેમણે આ ખરીદવી જોઈએ. એકથી વધુ વાર હૉસ્પિટલાઇઝેશનની ઘટના ઓછી બનતી હોય છે, પરંતુ મેડિકલ ઇમરજન્સી પણ ક્યારેક જ ઉદ્ભવતી હોય છે. પરંતુ જો બધા માટે ન હોય, તો ઓછામાં ઓછું પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન રિસ્ટોરેશન લાભ ખરીદવો જોઈએ. જ્યારે તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં રિકવરી લાભ ખરીદો છો, ત્યારે સંપૂર્ણ વીમાકૃત રકમ, કે જે લાભાર્થીઓ વચ્ચે 'ફ્લોટ' થાય છે, ને પૉલિસીના અન્ય સભ્યો માટે પણ ઉપલબ્ધ રહે તે માટે રિસ્ટોર કરી શકાય છે. આખરમાં, આ અતિરિક્ત સુવિધાનો લાભ લો. તે તમને આર્થિક ઝંઝટથી બચાવશે અને તમારી મૂળ પૉલિસીનું કવરેજ ખર્ચાઈ જાય તો પણ, આ બૅકઅપ દ્વારા માનસિક શાંતિ પ્રદાન કરશે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે