રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Orthopaedic Surgery Coverage Under Health Insurance
5 ઓગસ્ટ, 2022

મેડિકલ ઇન્શ્યોરન્સ હેઠળ ઑર્થોપેડિક સર્જરી માટે કવરેજ

એક સમયે માત્ર વૃદ્ધ વ્યક્તિઓમાં જોવા મળતી ઑર્થોપેડિક સમસ્યાઓ સામાન્ય રીતે હવે બધી ઉંમરના લોકોમાં જોવામાં આવે છે. યુવાનોમાં તેમની બેઠાડું જીવનશૈલીને કારણે તેમનામાં આ તકલીફ જોવામાં આવી રહી છે, પરિણામે તેમને સાંધાની તકલીફ થવાનું જોખમ રહેલું છે. કોવિડ-19 મહામારીની શરૂઆત, કે જેને કારણે યુવાનોની જીવનશૈલી પર વધુ નકારાત્મક અસર થઈ છે, તેને કારણે આ સમસ્યામાં વધુ વધારો જોવા મળી રહ્યો છે. કંપનીઓ દ્વારા વર્ક-ફ્રોમ-હોમ અપનાવવાને કારણે ખાસ કરીને કામ કરતી વ્યક્તિઓ માટે તે વધુ જોખમકારક છે.

ઑર્થોપેડિક સર્જરીનો અર્થ

ઑર્થોપેડિક સર્જરી એ જન્મજાત અથવા પ્રાપ્ત થયેલ તકલીફો, ક્રોનિક આર્થરાઇટિસ, હાડકા, લિગામેન્ટ, ટેન્ડન અને અન્ય સંબંધિત પેશીઓ જેવી અન્ય તબીબી પરિસ્થિતિઓને કારણે શરીરની મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ પર કરવામાં આવતી સારવાર છે. આ ઑર્થોપેડિક સર્જરી આર્થ્રોસ્કોપી નામની પ્રક્રિયા અથવા પરંપરાગત રીતે ઓપન સર્જરી દ્વારા કરી શકાય છે. આર્થ્રોસ્કોપી એ ડે-કેર પ્રક્રિયા છે, જ્યારે ઓપન સર્જરી માટે દર્દીને થોડા દિવસો માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જો કે, બંને કિસ્સાઓમાં, સારવારનો ખર્ચ ઘણો થઈ શકે છે, અને તે સમયે મેડિકલ ઇન્શ્યોરન્સ સારવારના આર્થિક બોજને ઘટાડવા માટે ઉપયોગી બને છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

ઑર્થોપેડિક સર્જરી પર કયા ખર્ચ થાય છે?

મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમની સારવારમાં ઘણો ખર્ચ થઈ શકે છે, તેથી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી વડે આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે. સારવારમાં સર્જરીના ખર્ચની સાથે સાથે હૉસ્પિટલાઇઝેશન પહેલાનો/પછીનો ખર્ચ, કન્સલ્ટેશન ફી, સૂચવવામાં આવેલ કોઈપણ મેડિકલ ટેસ્ટ વગેરે અન્ય ખર્ચ પણ થઈ શકે છે. કેટલીક વખત, બીજા અભિપ્રાયની જરૂર પડી શકે છે જેને કારણે પણ સારવારનો ખર્ચ વધી શકે છે. વધુમાં, વિવિધ અંગોની સારવાર, જેમ કે જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, જોઇન્ટ આર્થ્રોસ્કોપી, બોન ફ્રેક્ચર રિપેર, સોફ્ટ ટિશ્યુ રિપેર, સ્પાઇન ફ્યુઝન અને ડિબ્રાઇડમેન્ટ, વગેરે પ્રકારના આધારે સારવારનો ખર્ચ અલગ હોય છે. આ સારવાર પાછળ તમારી મહેનતની કમાણીમાંથી કરેલ બચત ખર્ચાઈ શકે છે, અને મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન, જેમ કે વ્યક્તિગત કવર, પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન, ગ્રુપ ઇન્શ્યોરન્સ કવર, વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ અને તેવા અન્ય કવરનો ઉપયોગ મદદરૂપ થઈ શકે છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

શું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં ઑર્થોપેડિક સર્જરી કવર કરવામાં આવે છે?

ઇન્શ્યોરન્સ કવરના પ્રકારના આધારે, ઑર્થોપેડિક સર્જરીને પણ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે. લગભગ તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા હૉસ્પિટલાઇઝેશન ખર્ચ કવર કરવામાં આવે છે, પરંતુ તમારે સારવાર પહેલાના ખર્ચના કવરેજ વિશે ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાક પ્લાન્સમાં સર્જિકલ ઉપકરણોનો ખર્ચ, ઇમ્પ્લાન્ટ્સનો ખર્ચ, ડૉક્ટરની ફી, રૂમ ભાડાનો ખર્ચ અને પ્રોસીજર અનુસાર તેવા અન્ય ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં, ડિસ્ચાર્જ પછી દર્દીઓ માટે ફિઝિયોથેરેપીની ભલામણ કરવામાં આવે છે, અને તેવા સમયે સારવાર પછીના ખર્ચને કવર કરતી પૉલિસી લાભદાયી નિવડે છે. જો સર્જરી આર્થ્રોસ્કોપી હોય, જે ડે-કેર પ્રક્રિયા છે, તો પણ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કે જેમાં ડે-કેર કવરેજ પ્રદાન કરવામાં આવે છે તેમાં પૉલિસીના સ્કોપમાં તેની સારવારનો સમાવેશ કરવામાં આવે છે. પૉલિસી સારવારના ખર્ચના કવરેજનું પ્રમાણ પ્લાનના નિયમો અને શરતોના આધારે નક્કી કરવામાં આવે છે. આમ, જો તમે ખાસ કરીને ઑર્થોપેડિક સારવારને કવર કરી લેનાર પ્લાન ખરીદવા માંગો છો તો તમારે ફાઇન પ્રિન્ટની માહિતી મેળવવી જરૂરી છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

શું ઑર્થોપેડિક સારવારમાં પ્રતીક્ષા અવધિ લાગુ પડે છે?

તમામ ઑર્થોપેડિક સારવારમાં પ્રતીક્ષા અવધિ લાગુ પડતો નથી. કેટલીક સારવારોને પ્રારંભિક 30-દિવસના પ્રતીક્ષા અવધિ પછી આવરી લેવામાં આવે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં પ્રતીક્ષા અવધિ લાગુ પડી શકે છે, જે 12 મહિનાથી 24 મહિના જેટલો હોઈ શકે છે. ઉપરાંત, પહેલેથી હોય તેવી બિમારી સાથે ઑર્થોપેડિક સારવાર માટે લાંબી પ્રતીક્ષા અવધિ લાગુ પડી શકે છે તે તમારે ધ્યાનમાં લેવું જરૂરી છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ તેથી, યાદ રાખો કે ઑર્થોપેડિક સારવાર મેડિક્લેમ પૉલિસી દ્વારા કવર કરવામાં આવે છે, અને તમે અનપેક્ષિત ઘટનાના કિસ્સામાં અથવા યોજનાબદ્ધ તબીબી પ્રોસીજર માટે પણ તેનો લાભ લઈ શકો છો. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 0 / 5. વોટની સંખ્યા: 0

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે