રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Section 80D
17 એપ્રિલ, 2022

શું 80D હેઠળ મેડિકલ ખર્ચને ક્લેઇમ કરવા માટે પુરાવા આવશ્યક છે?

મોટેભાગે, ભારતમાં હેલ્થ કેર સુવિધા મોંઘી હોય છે. બીમારીની સતત વધી રહેલી ઘટનાઓને કારણે, હેલ્થ ઇન્શ્યોરન્સ એ બીમારીના સમયે ખૂબ જ જરૂરી આર્થિક પીઠબળ તરીકે કામ કરે છે. હેલ્થ ઇન્શ્યોરન્સના વિવિધ લાભો છે, અને ઇન્કમ ટૅક્સમાં મળતી છૂટ એ તેમાંનો એક લાભ છે. હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ પર ભારતીય આવકવેરા અધિનિયમ, 1961 ની સેક્શન 80D હેઠળ ટૅક્સમાં કપાત મળે છે. શ્રી અહલુવાલિયાએ હેલ્થ ઇન્શ્યોરન્સ પોતાના માટે (ઉંમર 35), તેમના જીવનસાથી (ઉંમર 35), તેમના બાળક (ઉંમર 5), અને તેમના માતાપિતા (ઉંમર અનુક્રમે 65 અને 67) માટે ખરીદ્યો હતો. નાણાંકીય વર્ષના અંતે, તેમનો મિત્ર તેમને પૂછે છે કે શું તેઓ તેમને આઇટીઆર ફોર્મ ભરતી વખતે મેડિકલ અથવા હેલ્થ ઇન્શ્યોરન્સ માટે કરેલ ચુકવણી માટે ટેક્સમાં કપાત ક્લેઇમ કરવામાં મદદ કરી શકે છે. તેઓ મૂંઝવણમાં મૂકાયા; સેક્શન 80D શું છે? હેલ્થ અથવા મેડિકલ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર ટેક્સ કપાત શા માટે ક્લેઇમ કરવાની જરૂર છે? શ્રી અહલુવાલિયાની જેમ જ અન્ય ઘણા કરદાતાઓએ હેલ્થ અથવા મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે સેક્શન 80D નું મહત્વ જાણવું જોઈએ. અન્ય ઘણા પ્રશ્નો છે, અને શું આ નાણાંકીય વર્ષનો ટેક્સ ભરતી વખતે 80D માટે પુરાવાની જરૂર છે? અથવા, ઇમરજન્સીના કિસ્સામાં, 80D હેઠળ શું મેડિકલ ખર્ચ ક્લેઇમ કરી શકાય છે? ચાલો, નીચેના લેખ દ્વારા આપણે તે સમજીએ.

સેક્શન 80D શું છે?

દરેક વ્યક્તિ અથવા જે એચયુએફ (હિન્દુ અવિભક્ત પરિવાર) સાથે સંબંધિત હોય, જેમણે પોતાના માટે અને પોતાના પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી છે, તેઓ કલમ 80D હેઠળ કપાત ₹25,000 સુધી ક્લેઇમ કરી શકે છે. ભારતીય આવકવેરા કાયદા હેઠળ કરવામાં આવેલ વધારા મુજબ ₹50,000 ની છૂટ અને જો મુખ્ય પૉલિસીધારકના માતા-પિતા 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો હોય, તો મહત્તમ ₹1 લાખની છૂટ, અને 60 વર્ષથી ઓછી ઉંમરના નાગરિકો માટે મહત્તમ ₹40,000ની છૂટ આપવામાં આવે છે.

શું 80D માટે પુરાવો જરૂરી છે?

80D હેઠળ કપાત મેળવવા માટે કોઈ પુરાવા કે ડૉક્યૂમેન્ટની જરૂર નથી.

સેક્શન 80D હેઠળ કઈ કઈ કપાત મળી શકે છે?

  • ચૂકવેલ પ્રીમિયમ પોતાને માટે, પરિવાર માટે - ₹25,000 અને માતાપિતા (60 વર્ષથી ઓછી વયના) - ₹25,000, સેકશન 80D હેઠળ મળવાપાત્ર કપાત ₹50,000 હશે.
  • પોતાને માટે, પરિવાર માટે ચૂકવેલ પ્રીમિયમ - ₹25,000 અને માતા-પિતા (60 વર્ષથી વધુ વયના) - ₹50,000, સેકશન 80D હેઠળ મળવાપાત્ર છૂટ ₹75,000 હશે.
  • પોતાના, પરિવાર (60 વર્ષથી વધુ વયના) માટે ચૂકવેલ પ્રીમિયમ - ₹50,000 પ્રીમિયમ અને માતાપિતા (60 વર્ષથી વધુ વયના) માટે ચૂકવેલ - ₹50,000, સેક્શન 80D હેઠળ મળવાપાત્ર કપાત ₹1,00,000 હશે.
  • હિન્દુ અવિભાજિત કુટુંબ (એચયુએફ) માટે — ચૂકવેલ પ્રીમિયમ પોતાના, પરિવાર માટે — ₹25,000, અને માતાપિતા માટે— ₹25,000, સેક્શન 80D હેઠળ મળવાપાત્ર કપાત ₹25,000 હશે.
  • બિન-નિવાસી વ્યક્તિ માટે — ચૂકવેલ પ્રીમિયમ પોતાના, પરિવાર માટે — ₹25,000, અને માતાપિતા માટે — ₹25,000, સેક્શન 80D હેઠળ મળવાપાત્ર કપાત ₹25,000 હશે.

શું 80D હેઠળ મેડિકલ ખર્ચ ક્લેઇમ કરી શકાય છે?

હા. સેકશન 80D હેઠળ, તેના દ્વારા પૉલિસીધારક ટૅક્સ ચૂકવતા પહેલાં આવકમાંથી કપાત તરીકે પોતાના કે જીવનસાથી, આશ્રિત માતાપિતા પર થયેલ મેડિકલ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરીને ટૅક્સ બચાવી શકે છે. મેડિકલ ખર્ચનો ક્લેઇમ કરવા માટે વ્યક્તિની ઉંમર 60 વર્ષ અથવા તેનાથી વધુ હોવી જોઈએ. તદુપરાંત , વ્યક્તિ પાસે કોઈ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ન હોવી જોઈએ. નાણાંકીય વર્ષ દરમિયાન મહત્તમ ₹50,000 ની છૂટ મેળવી શકાય છે. છૂટનો લાભ મેળવવા માટે, તમામ મેડિકલ ખર્ચ કોઈપણ માન્ય પદ્ધતિ, જેમ કે નેટ બેન્કિંગ, ડિજિટલ ચૅનલો વગેરે દ્વારા અને રોકડ સિવાય ચૂકવવામાં આવેલ હોવો જોઈએ.

પૉલિસીધારક દ્વારા કલમ 80D વિશે વારંવાર પૂછાતા કેટલાક પ્રશ્નો નીચે આપેલ છે:

1. શું એવું કંઈ છે, જે સેક્શન 80D હેઠળ બાકાત છે?

હા. કલમ 80D હેઠળ ત્રણ નોંધપાત્ર બાકાત છે
  • જો કોઈ વ્યક્તિ પોતાના ભાઈ-બહેનો, કામે જતા બાળકો અથવા દાદા-દાદીની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી રહી છે, તો તેમને ટેક્સમાં લાભ મળતો નથી.
  • જો પૉલિસીધારક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી રોકડેથી ખરીદે છે, તો તેમને ટેક્સમાં છૂટનો લાભ ઉપલબ્ધ નથી.
  • જો પૉલિસીધારક તેના ઍમ્પ્લોયર દ્વારા પ્રદાન કરેલ ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ ચૂકવે છે, તો તેની પર ટેક્સમાં છૂટ ઉપલબ્ધ નથી. જોકે, જો પૉલિસીધારક અતિરિક્ત કવર અથવા ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદે છે, તો તેમણે ચૂકવેલ અતિરિક્ત રકમ પર ટેક્સમાં છૂટનો ક્લેઇમ કરી શકે છે.

2. આવકવેરા અધિનિયમની સેકશન 80C અને કલમ 80D વચ્ચે શું તફાવત છે?

સેકશન 80C હેઠળ લાઇફ ઇન્શ્યોરન્સ પ્રિમીયમ માટે કરેલ ચુકવણી, પીપીએફ, ઇપીએફ વગેરેમાં રોકાણ, ઇક્વિટી-લિંક્ડ સેવિંગ સ્કીમ તથા એસએસવાય, એસસીએસએસ, એનસીએસ, હોમ લોન વગેરેની મુદ્દલ રકમની ચુકવણી આવકવેરામાં કપાતપાત્ર છે. તેનાથી વિપરિત, સેક્શન 80D હેઠળ પોતાના તથા આશ્રિત પરિવાર માટે હેલ્થ અથવા મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, ચેક, ડ્રાફ્ટ અથવા ઑનલાઇન બેંકિંગ દ્વારા કરવામાં આવેલ ચુકવણી આવકવેરામાં કપાતપાત્ર છે.

અંતિમ તારણ

હેલ્થ અને મેડિકલ ઇન્શ્યોરન્સ એ મેડિકલ સંકટના સમયે ફાઇનાન્શિયલ બૅકઅપ તરીકે કાર્ય કરે છે, તેમજ નાણાંકીય વર્ષ દરમિયાન સેક્શન 80D હેઠળ તેમાં ઇન્વેસ્ટ કરવાથી લાભ મેળવી શકાય છે. તે ભવિષ્ય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે