મેડિકલ ખર્ચમાં વધારાને કારણે, દરેક વ્યક્તિએ પોતાના અને પોતાના પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવો મહત્વપૂર્ણ છે.
હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો?
મેડિકલ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો?
મેડિક્લેમનો ક્લેઇમ કેવી રીતે કરવો?
આ એવા કેટલાક પ્રશ્નો છે, જે દરેક
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માલિકે તેમની પૉલિસીના સમયગાળા દરમિયાન વિચાર્યા હોવા જોઈએ. ત્રણેયનો ક્લેઇમ કરવાની પ્રક્રિયા સમાન છે.
કૅશલેસ ક્લેઇમ માટે હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો?
પગલું 1: અગાઉથી માહિતી આપો અને તપાસો
પ્લાન કરેલ હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, તમારે તમારી ઇન્શ્યોરન્સ કંપનીમાં તપાસ કરવાની રહેશે કે શું તેઓ તમે જ્યાં સારવાર કરાવવાનું પસંદ કરેલ છે તે હૉસ્પિટલ સાથે જોડાણ ધરાવે છે કે નહીં. તમારે એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે ઇન્શ્યોરન્સ કંપનીના નિયમો અને શરતો મુજબ તમે જે બીમારી માટે સારવાર કરાવવા જઈ રહ્યા છો તે કવર થાય છે.
પગલું 2: પૂર્વ-અધિકૃતતા ફોર્મ
જ્યારે પણ તમે ઇન્શ્યોરન્સના પૈસા ક્લેઇમ કરવા માંગો છો, ત્યારે હૉસ્પિટલમાં થર્ડ-પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેશન ડેસ્ક પર જઈને પૂર્વ-અધિકૃતતા ફોર્મ ભરવું મહત્વપૂર્ણ છે. આ ફોર્મ તમારી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરે છે કે તમે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ક્લેઇમ કરવા માંગો છો. ત્યારબાદ હૉસ્પિટલ ઇન્શ્યોરરને ફોર્મ મોકલશે.
પગલું 3: ડૉક્યૂમેન્ટ
પૂર્વ-અધિકૃતતા ફોર્મ સબમિટ કર્યા પછી, તમને તમારું કૅશલેસ સબમિટ કરવા માટે કહેવામાં આવશે
હેલ્થ કાર્ડ અને થર્ડ-પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેશન ડેસ્ક પર ઓળખના પુરાવા માટે કેટલાક KYC દસ્તાવેજો.
પગલું 4: અધિકૃતતા પત્ર
ઇન્શ્યોરરને કૅશલેસ ક્લેઇમનું વિનંતી ફોર્મ પ્રાપ્ત થયા પછી, ઇન્શ્યોરર હૉસ્પિટલને ક્લેઇમ પ્રદાન કરવામાં આવશે કે નહીં તેનો ઉલ્લેખ કરતો એક અધિકૃતતા પત્ર જારી કરશે. જો ક્લેઇમ નકારવામાં આવે છે, તો ઇન્શ્યોરન્સ લેનારને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી પર સૂચિત કરવામાં આવશે.
રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમના કિસ્સામાં મેડિકલ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો?
ઇન્શ્યોરર કેશલેસ ક્લેઇમ ન આપે તેવી શક્યતા હેઠળ અથવા અન્ય કોઈ કારણોસર ઇન્શ્યોરન્સ લેનાર કૅશલેસ ક્લેઇમ સુવિધાનો લાભ લઈ શકતા ન હોય, ત્યારે ઇન્શ્યોરન્સ લેનારે તેમના ખિસ્સામાંથી મેડિકલ બિલ ચૂકવવાનું રહેશે, જેના માટે ઇન્શ્યોરર પાછળથી તેમને રિઇમ્બર્સ કરશે. રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમની પ્રક્રિયાના કિસ્સામાં, નીચેના પગલાંઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે:
પગલું 1: રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ માટે ફાઇલ કરો
ઇન્શ્યોરન્સ લેનારે હૉસ્પિટલના સ્ટેમ્પ સાથે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાની તારીખથી 30 દિવસની અંદર ઇન્શ્યોરન્સ કંપની પાસે રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ ફાઇલ કરવો જરૂરી છે.
પગલું 2: ડૉક્યૂમેન્ટ
તમામ ઇન્શ્યોર્ડ વ્યક્તિને એકત્રિત કરવા માટે જરૂરી છે
હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના બિલ અને જેનો ક્લેઇમ કરી રહ્યા છો તેના હૉસ્પિટલના સ્ટેમ્પ સાથેના રિપોર્ટ. તેમણે આ તમામ
હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ઇન્શ્યોરન્સ કંપનીને ક્લેઇમ ફોર્મ સાથે મોકલવાના રહેશે. ડૉક્યૂમેન્ટમાં દાખલ થયાની તારીખ, દર્દીનું નામ અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનનો ઉલ્લેખ થયેલ હોવો જરૂરી છે.
પગલું 3: ડિસ્ચાર્જ ફોર્મ
ઇન્શ્યોરન્સ લેનાર હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી, તેમણે હૉસ્પિટલમાંથી પ્રાપ્ત થયેલ ડિસ્ચાર્જ ફોર્મ ઇન્શ્યોરન્સ કંપનીને મોકલવાનું રહેશે.
પગલું 4: ચુકવણી પર પ્રક્રિયા થાય ત્યાં સુધી રાહ જુઓ
એકવાર બધા ડૉક્યૂમેન્ટ ઇન્શ્યોરર સુધી પહોંચી જાય, તે પછી પ્રક્રિયા કરવા અને ડૉક્યૂમેન્ટ રિવ્યૂ કરવામાં 21 દિવસ જેટલો સમય લાગશે. જો ઇન્શ્યોરર ક્લેઇમ નકારે છે, તો ઇન્શ્યોરન્સ લેનારને ઇમેઇલ અને રજિસ્ટર્ડ નંબર પર મેસેજ દ્વારા તેની જાણ કરવામાં આવશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
ક્લેઇમ કરવા માટે હૉસ્પિટલાઇઝેશન જરૂરી છે?
તમામ ક્લેઇમ માટે હૉસ્પિટલાઇઝેશન જરૂરી નથી, કેટલીક ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દાંતની સારવાર અને ડૉક્ટરની કન્સલ્ટેશન ફીને પણ કવર કરે છે.
કૅશલેસ સુવિધા હોવા છતાં, શું મારે મારા ખિસ્સામાંથી કેટલીક ચુકવણી કરવી પડશે?
હા, બધા શુલ્ક રિઇમ્બર્સ કરી શકાતા નથી. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા રિઇમ્બર્સ કરવા પાત્ર ન હોય તેવા આ શુલ્કની ચુકવણી ઇન્શ્યોરન્સ લેનારે તેમના પોતાના ખિસ્સામાંથી કરવાની રહેશે. રજિસ્ટ્રેશન ફી, મુલાકાતીની પ્રવેશ ફી, ટીવી શુલ્ક, ઇન્શ્યોરન્સ ધારકની સારવારને લગતી ન હોય તેવી દવાઓની ખરીદી એ એવાં કેટલાક શુલ્ક છે, જે કૅશલેસ અથવા રિઇમ્બર્સમેન્ટ સુવિધા હેઠળ કવર કરવામાં આવતા નથી.
કઈ પરિસ્થિતિઓમાં કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનને નકારવામાં આવે છે?
થર્ડ પાર્ટી ઑથોરાઇઝેશનને મોકલેલ ખોટી માહિતી અથવા અપૂરતી માહિતીના કિસ્સામાં, અથવા જ્યારે કોઈ બીમારી પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી ના હોય, ત્યારે ઇન્શ્યોરન્સ કંપની કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનને નકારી શકે છે.
તારણ
આ આર્ટિકલ મેડિક્લેમ, હેલ્થ ઇન્શ્યોરન્સ અથવા મેડિકલ ઇન્શ્યોરન્સ માટે કેવી રીતે ક્લેઇમ કરવું તે વિશેની તમામ શંકાઓને સુસ્પષ્ટ કરે છે. અકસ્માતના કિસ્સામાં, અથવા બીમારીના કિસ્સામાં કોઈ વ્યક્તિએ જાણવું જોઈએ કે કેવી રીતે
હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરો અને તેની સંપૂર્ણ પ્રક્રિયા.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો