Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ સહાયતા 1800-103-5858

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરી પ્રોડક્ટ પસંદ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ સેક્શન 80 ડી કપાત

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને મેડિકલ ઇમરજન્સી સામે રક્ષણ આપવાની સાથે સાથે ટૅક્સમાં પણ કેટલાક લાભો આપે છે. ઇન્કમ ટૅક્સ ઍક્ટ - 1961 ની કલમ 80 ડી હેઠળ તમે તમારા મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન માટે ચૂકવેલ પ્રીમિયમના બદલે તમારી કરપાત્ર આવકમાંથી કેટલીક રકમ કપાત તરીકે મેળવી શકો છો.

સેક્શન 80 ડી હેઠળ જોગવાઈઓ

સેક્શન 80 ડી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચુકવણી સામે કુલ કરપાત્ર આવકમાંથી વ્યક્તિગત રૂપે તેમજ હિન્દુ અવિભાજિત પરિવારોને (એચયુએફ) કર મુક્તિ પ્રદાન કરે છે. જો કોઈ વ્યક્તિ સ્વયં, જીવનસાથી, આશ્રિત માતાપિતા અથવા બાળકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવી રહ્યા હોય, તો આ કર લાભો મેળવી શકે છે

ઉંમર આધારિત કર લાભો

સેક્શન 80D હેઠળ, જો કોઈ વ્યક્તિ પોતાના માટે તેમજ પોતાના પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવતા હોય, તો તેમને કરપાત્ર આવકમાંથી ₹25,000 સુધીની કર કપાત મળી શકે છે. વધુમાં, જો પ્રીમિયમ 60 વર્ષથી ઓછી ઉંમરના માતાપિતા માટે ચૂકવવામાં આવે છે, તો પૉલિસીધારક ₹25,000 વધારાની કર મુક્તિ મેળવી શકે છે. જો કરદાતાના માતાપિતા વરિષ્ઠ નાગરિક, એટલે કે 60 વર્ષથી વધુની ઉંમરના હોય, તો અતિરિક્ત કર કપાત ₹50,000 સુધી મળી શકે છે.

60 વર્ષથી વધુની ઉંમરના કરદાતાઓ માટે, સંચિત કર લાભો ₹1,00,000. જેટલા થઈ શકે છે. પૉલિસીધારક જો વરિષ્ઠ નાગરિક હોય તો પોતાને માટે, પત્ની અને આશ્રિત બાળકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી ₹50,000 સુધીની કર કપાત માટે હકદાર છે, અને તેમના માતા/પિતા માટે પ્રીમિયમની ચૂકવણી કરે છે, તો ₹50,000નું વધારાની કપાત મેળવી શકે છે.

પ્રિવેન્ટિવ હેલ્થકેર લાભ

પ્રિવેન્ટિવ હેલ્થ કેર ચેક-અપ પર કરવામાં આવેલા ₹5,000. સુધીના ખર્ચ પણ કર કપાત માટે પાત્ર છે. આ કર લાભ ₹25000 અથવા ₹50,000 ની એકંદર કર મુક્તિ મર્યાદાની અંદર લાગુ પડે છે.

તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ એ કોઈના નાણાંકીય આયોજનનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ બનવો જોઈએ. આકસ્મિક તબીબી પરિસ્થિતિઓ સામે નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા ઉપરાંત, કર લાભના રૂપમાં વધારાનો લાભ તમારા નાણાંકીય પોર્ટફોલિયોમાં શામેલ કરવા માટે તેને સૌથી નફાકારક માર્ગોમાંથી એક બનાવે છે.

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેંસ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર નોંધાયેલ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMSને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુઓ માટે રેકોર્ડ અને મોનિટર રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે