રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Transfer Health Insurance to Another Company
31 મે, 2021

હેલ્થ ઇન્શ્યોરન્સ એક ઇન્શ્યોરર પાસેથી બીજાને કેવી રીતે ટ્રાન્સફર કરવો?

ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી અને પાછળથી એમ લાગવું કે આના કરતા બહેતર વિકલ્પ ઉપલબ્ધ હતા, આવું તમે વિચારો તેના કરતા વધારે વખત થતું હોય છે. કેટલીકવાર, આપણે પૉલિસીના કવરેજ અને લાભો દ્વારા આકર્ષિત થઈએ છીએ પરંતુ પછી ઇન્શ્યોરન્સ પ્રદાતાની નબળી સર્વિસથી અસંતુષ્ટ હોઈએ છીએ. ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઘણીવાર છુપાયેલી કલમો હોય છે, જે તમને ક્લેઇમ સેટલમેન્ટ સમયે છેતરાયાનો અનુભવ કરાવે છે. કોઈપણ રીતે, જો તમને તમારા હાલના ઇન્શ્યોરન્સ પ્લાનથી અસંતોષ હોય, તો આઇઆરડીએઆઇ (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) તમને કોઈપણ પ્રતિકૂળ અસરો વગર તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને અન્ય ઇન્શ્યોરરને ટ્રાન્સફર કરવાની સ્વતંત્રતા પ્રદાન કરે છે. તેથી જો આ પ્રશ્ન તમારા મગજમાં હોય કે શું હું મારા હેલ્થ ઇન્શ્યોરન્સને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરી શકું છું? તો, જવાબ હા છે, અને અમે તમને તે કરવા માટે યોગ્ય માર્ગ પ્રદાન કરીશું.

કોઈપણ વ્યક્તિએ તેમની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ટ્રાન્સફર કરવાનું ક્યારે વિચારવું જોઈએ?

ભારતમાં હજારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે. તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સને અલગ ઇન્શ્યોરર પાસે શા માટે પોર્ટ કરવા માંગો છો તેના વિવિધ કારણો હોઈ શકે છે. ચાલો આપણે કેટલાક સૌથી સામાન્ય કારણોને ધ્યાનમાં લઈએ: ● ઇન્શ્યોરર દ્વારા નબળી સર્વિસ જો તમારાં વર્તમાન ઇન્શ્યોરર ઓછી ક્વૉલિટીની સર્વિસ પ્રદાન કરી રહ્યાં છે અને તેમના વચનો નિભાવી રહ્યા નથી, તો તમે તેમને સ્વિચ કરવાનું વિચારી શકો છો. ● અત્યંત ધીમી ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા જ્યારે તમારા વર્તમાન ઇન્શ્યોરર ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા અત્યંત ધીમી કરી રહ્યાં હોય, ત્યારે ઘણીવાર પોર્ટેબિલિટી કરવાની જરૂર પડતી હોય છે. ● વર્તમાન પ્લાનમાં છુપાયેલ કલમો ઇમરજન્સીના સમયે અથવા તમારી પૉલિસી માટે ક્લેઇમ કરતી વખતે, એવું બને કે તમને કોઈપણ છુપાયેલ કલમ અથવા બીમારી જે હેલ્થ ઇન્શ્યોરન્સમાં કવર થયેલ નથી તેની જાણ થાય અને પૉલિસી ખરીદતી વખતે તમને તે જણાવવામાં આવ્યું ન હોય. આવી કોઈપણ સમસ્યાઓનો સામનો કરતી વખતે તમે હંમેશા હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ટ્રાન્સફર કરી શકો છો. ● પૉલિસીમાં કિંમતનો તફાવત તમારા વર્તમાન ઇન્શ્યોરર હંમેશા ખરાબ નથી હોતા. કેટલીક વખત તમને નવા ઇન્શ્યોરર સાથે તમારા વર્તમાન ઇન્શ્યોરર કરતાં ખૂબ ઓછી કિંમતે સમાન લાભો અને કવરેજ મળે છે. તમારા ઇન્શ્યોરન્સ પ્લાનને સ્વિચ કરવાનું આ માન્ય કારણ હોઈ શકે છે. ● વધુ આકર્ષક પ્રૉડક્ટ વિકલ્પ ભારતમાં ઘણી કંપનીઓ છે. દરેક કંપની નવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અને પ્રૉડક્ટ સાથે આવે છે, જે ખરીદદારોને આકર્ષિત કરી શકે છે, અને જો વધુ સારા વિકલ્પ ઉપલબ્ધ હોય તો ગ્રાહકો બહેતર પ્રૉડક્ટ પર સ્વિચ કરવાનું વિચારી શકે છે. ● અતિરિક્ત કવરેજની જરૂરિયાત ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થાય કે જ્યારે તમને તમારી પૉલિસીમાં કોઈ ચોક્કસ કવરની જરૂર પડે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ટ્રાન્સફર કરવાનું એક યોગ્ય કારણ હોઈ શકે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર પર ગાઇડલાઇન

કેટલીક ગાઇડલાઇન છે, જેના હેઠળ તમારી પોર્ટેબિલિટી કલમ કામ કરે છે. તેમને નીચે જુઓ: ● પૉલિસી અને ઇન્શ્યોરન્સ કંપનીનો પ્રકાર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને માત્ર સમાન પ્રકારની ઇન્શ્યોરન્સ કંપની અને પૉલિસી પ્લાનમાં ટ્રાન્સફર કરી શકાય છે. ● સૂચિત કરવાનો સમયગાળો તમારા વર્તમાન પ્રદાતાને તમારી હાલની પૉલિસીના રિન્યુઅલના ઓછામાં ઓછા 45 દિવસ પહેલા તમારે જાણ કરવી જોઈએ, જ્યારે તમારી ઈચ્છા હોય કે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરો. ● નવા ઇન્શ્યોરર દ્વારા સ્વીકૃતિ નવા ઇન્શ્યોરર તમારી એપ્લિકેશનની વિનંતીના પંદર દિવસની અંદર તમારી પોર્ટેબિલિટી વિનંતીનો જવાબ આપવા માટે જવાબદાર છે. ● અન્ડરરાઇટિંગ નિયમો જ્યારે પોર્ટેબિલિટીની વિનંતી કરવામાં આવે ત્યારે પૉલિસીધારક સાથે અન્ડરરાઇટિંગ નિયમોનો નવો સેટ લખીને શેર કરવામાં આવે છે. ● એપ્લિકેશનનો અસ્વીકાર જો તમારા કિસ્સામાં કોઈ ખોટું કનેક્શન અથવા તકલીફ જણાય તો નવા ઇન્શ્યોરરને તમારી પોર્ટેબિલિટી એપ્લિકેશનને નકારવાના તમામ અધિકારો છે.

તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને ટ્રાન્સફર કરવા માટે જરૂરી પગલાં

હેલ્થ ઇન્શ્યોરન્સ એક ઇન્શ્યોરર પાસેથી બીજા ઇન્શ્યોરરને કેવી રીતે ટ્રાન્સફર કરવો તે વિશે નીચેના પગલાં તમને માર્ગદર્શન આપશે:
  1. પૉલિસીની સમાપ્તિના 45 દિવસ પહેલાં પૉલિસીની પોર્ટેબિલિટી વિશે તમારા હાલના ઇન્શ્યોરરને સૂચિત કરો.
  1. નવા ઇન્શ્યોરર સાથે પોર્ટેબિલિટી માટે અપ્લાઇ કરો અને તમામ જરૂરી ફોર્મ ભરો અને તમારા હાલના પૉલિસી ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો.
  1. ત્યારબાદ નવા ઇન્શ્યોરર આગામી સાત કાર્યકારી દિવસોમાં તમારા ડૉક્યૂમેન્ટની ચકાસણી કરશે.
  1. ઇન્શ્યોરર આઇઆરડીએઆઇ પોર્ટલ પર પોર્ટેબિલિટી ડૉક્યૂમેન્ટ ઉમેરશે.
  1. નવા ઇન્શ્યોરર અન્ડરરાઇટિંગ નિયમો સાથે નવા પૉલિસી પ્લાન બનાવશે.
  1. એપ્લિકેશન પર પ્રક્રિયા કરવામાં આવશે, અને 15 દિવસની અંદર તમને પ્રપોઝલ મોકલવામાં આવશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુ)

  1. જો નવા ઇન્શ્યોરર પોર્ટેબિલિટીની વિનંતીને નકારે, તો શું હું મારા જૂના ઇન્શ્યોરર પાસે પરત જઈ શકું?
હા, તમે હંમેશા તમારા જૂના ઇન્શ્યોરર પર પાછા સ્વિચ કરી શકો છો.
  1. શું નવા ઇન્શ્યોરર પર પોર્ટ કરતી વખતે, હું મારી વર્તમાન પૉલિસીના લાભો ગુમાવીશ?
ના, તમારી વર્તમાન પૉલિસીના તમામ લાભો તમને આપવામાં આવશે. તારણ ઉપરોક્ત માહિતી સાથે, હવે તમે હેલ્થ ઇન્શ્યોરન્સને એક કંપનીમાંથી બીજી કંપનીમાં કેવી રીતે ટ્રાન્સફર કરાય તે વિશે સારી રીતે પરિચિત હશો. જોકે, જો તમને હજુ પણ શંકા છે અથવા તમારા કેસ સંબંધિત ચોક્કસ માહિતીની જરૂર છે, તો તમે જરૂરી માહિતી માટે અમારા ઇન્શ્યોરન્સ એક્સપર્ટનો સંપર્ક કરી શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે