રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
CKYC Insurance & Car Insurance in India
20 મે, 2022

આઇઆરડીએઆઇ અને તેની ભૂમિકાની સમજૂતી

ભારતમાં ઇન્શ્યોરન્સનો ઇતિહાસ અત્યંત જૂનો છે. જ્યારથી વ્યક્તિને સુરક્ષા અથવા સલામતીની જરૂરિયાત જણાઈ તે સમયથી ઇન્શ્યોરન્સનો વિચાર અસ્તિત્વ ધરાવે છે. સમયની સાથે આ જરૂરિયાત ઇન્શ્યોરન્સની કલ્પનામાં પરિણમી. સમયની સાથે ઇન્શ્યોરન્સની આ કલ્પનાનો વિકાસ થયો છે. આઇઆરડીએઆઇ એ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા નું સંક્ષિપ્ત નામ છે. સરળ શબ્દોમાં, આઇઆરડીએઆઇ એ ભારતમાં ઇન્શ્યોરન્સ ક્ષેત્રે નિયામકનું કાર્ય કરે છે. તે ભારતમાં જનરલ ઇન્શ્યોરન્સ અને લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓની કામગીરી પર નજર રાખે છે. આ લેખમાં, આપણે આઇઆરડીએઆઇ અને તેના કાર્યોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ઝડપથી એક નજર કરીશું.

આઇઆરડીએઆઇનો જન્મ

  • ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કે જે એક સ્વાયત્ત સંસ્થા છે, તે 1999, આઇઆરડીએઆઇ ઍક્ટ હેઠળ આવે છે.
  • આઇઆરડીએઆઇ નું મિશન પૉલિસીધારકોના હિતોને સુરક્ષિત કરવાનું, ભારતીય ઇન્શ્યોરન્સ સેક્ટરના વિકાસનું નિયમન, પ્રોત્સાહન આપવાનું અને તેની વૃદ્ધિ સુનિશ્ચિત કરવાનું, તેની સાથે સંલગ્ન અથવા આકસ્મિક બાબતોની ખાતરી કરવાનું છે.

એક ઓવરવ્યૂ: આઇઆરડીએઆઇ

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક નિયમનકારી સંસ્થા છે. IRDAI ભારતમાં નાણાં મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. તે દેશભરમાં ઇન્શ્યોરન્સ અને રિ-ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના લાઇસન્સ અને નિયમનનું કાર્ય કરી રહ્યું છે. આઇઆરડીએઆઇ પૉલિસીધારકના હિતોને સુરક્ષિત કરવાની સાથે ભારતીય ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને પણ નિયંત્રિત કરે છે. ભારતમાં આપણે સૌ સંયુક્ત પરિવાર વિશે જાણીએ છીએ. દરેક સંયુક્ત પરિવારમાં એક મુખ્ય વ્યક્તિ હોય છે, જે મોટાભાગે દાદા-દાદી હોય છે જે સૂત્રધાર અથવા માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. આ મુખ્ય વ્યક્તિ ઘરની તમામ બાબતોની કાળજી લે છે, નિષ્પક્ષ હોય છે અને શું કરવું, કેવી રીતે કરવું અને શું ન કરવું તે વિશે અન્ય સભ્યોનું માર્ગદર્શન કરે છે. આમ, જે રીતે પરિવારના મુખ્ય વ્યક્તિ આવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તે જ રીતે આઇઆરડીએઆઇ નિર્ધારિત નિયમો અને માર્ગદર્શિકાઓ સાથે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનું સંચાલન કરે છે જેનું પાલન કરવું જરૂરી છે. IRDAI, ભારતમાં ઇન્શ્યોરન્સની શીર્ષ સંસ્થા વિશે વધુ માહિતી અહીં આપેલ છે:

ભારતીય ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં આઇઆરડીએઆઇની ભૂમિકાની સમજૂતી

એ સમય હવે ગયો, જ્યારે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા, બિઝનેસની અન્ડરરાઇટ કરવાની પસંદગીના આધારે ક્લેઇમને નકારવામાં આવતો હતો. તે તેમની સારા અને ખરાબ બંને વિશેની સમજણ પર પણ નિર્ભર હતું. આવા કોઈપણ પ્રસંગ ઓછા કરવા અને તેના નિયમન માટે આઇઆરડીએઆઇ સંસ્થા અસ્તિત્વમાં આવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં બેંકો દ્વારા RBI ની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બેંકના કર્મચારીઓ એકાઉન્ટ ધારકો સાથે ગેરવર્તણૂંક કરી શકતા નથી. બેંકો RBI દ્વારા વ્યાખ્યાયિત નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ લોન અને વ્યાજ ઑફર કરે છે. આ તમામ કારણોસર મોનોપોલીને કોઈ સ્થાન નથી અને લોકોના હિતમાં શ્રેષ્ઠ કામ થાય છે. અહીં ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં આઇઆરડીએઆઇની ભૂમિકા સમજાવેલ છે:
  • ઇન્શ્યોરન્સ ક્ષેત્રની વ્યવસ્થિત વૃદ્ધિની ખાતરી કરવી, જેથી તે લોકોને પૉલિસીમાં રોકાણ કરવામાં અને સુરક્ષિત રહેવામાં મદદરૂપ થઈ શકે
  • ઇન્શ્યોરન્સ માર્કેટમાં ન્યાયપૂર્ણ આચરણ અને પ્રામાણિકતાના ધોરણોને પ્રોત્સાહન આપવું
  • પૉલિસીધારકના હિતોની રક્ષા કરે, જેથી તેઓને હાલની સિસ્ટમમાં વિશ્વાસ બેસે
  • ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયાને ઝડપી બને અને સંબંધિત વિવાદોનો સમયસર ઉકેલ આવે
  • કોઈપણ છેતરપિંડી અથવા સ્કેમને શોધવા માટે ધોરણો નિર્ધારિત થાય અને સતર્કતા જળવાય

સો વાતની એક વાત

નિયમનો અથવા નિયમોમાં ફેરફારના કિસ્સામાં, આઇઆરડીએઆઇ દ્વારા ભારતની ઇન્શ્યોરન્સ કંપનીઓને સૂચિત કરવામાં આવે છે. તેના કારણે કામગીરી, પ્રીમિયમ અને અન્ય વિવિધ ઇન્શ્યોરન્સ સંબંધિત ખર્ચના સંદર્ભમાં ઇન્શ્યોરન્સ બિઝનેસની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મદદ મળે છે. તે સુનિશ્ચિત કરે છે કે તમે સંપૂર્ણપણે સુરક્ષિત રહેવા માટે યોગ્ય પ્રકારની પૉલિસી ખરીદો જેમ કે હેલ્થ ઇન્શ્યોરન્સ, બાઇક ઇન્શ્યોરન્સ, મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી, વગેરે. આઇઆરડીએઆઇની ભૂમિકા માત્ર ઉપર જણાવેલ બાબતો સુધી મર્યાદિત નથી. તે બિઝનેસ અને અન્ય વિવિધ કાર્યો કરવા માટે દેશની ઇન્શ્યોરન્સ કંપનીઓનું રજિસ્ટ્રેશન પણ કરે છે. આઇઆરડીએઆઇની ભૂમિકા તેની પારદર્શિતા અને સમયાંતરે ફેરફારો કરવા માટે ખૂબ મહત્વની છે.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે