2022 માં, હેલ્થકેરનો ખર્ચ તમારા ખિસ્સા પર ખૂબ જ ભારે પડી શકે છે; તેથી હંમેશા સુરક્ષિત રહેવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની ખૂબ જ જરૂર છે. પૉલિસી હોય તો, તે તબીબી કટોકટી સાથે ઉદ્ભવતો કોઈપણ આર્થિક તણાવ વ્યક્તિને આર્થિક સુરક્ષા પૂરી પાડી શકે છે. વિવિધ પ્રકારના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં, ગ્રુપ ઇન્શ્યોરન્સ કવર એક લોકપ્રિય ઇન્શ્યોરન્સ પ્લાન છે જે ઘણીવાર કોર્પોરેટ્સ દ્વારા તેના કર્મચારીઓને ઑફર કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ખરીદવામાં આવેલી માસ્ટર પૉલિસી તેના તમામ પાત્ર કર્મચારીઓને નજીવા પ્રીમિયમે એક ઇન્શ્યોરન્સ કવર હેઠળ કવર કરે છે, જે સામાન્ય રીતે એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવે છે અથવા કર્મચારી સાથે શેર કરવામાં આવે છે. ગ્રુપ
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તેના કર્મચારીઓ માટે કવરેજ સુનિશ્ચિત કરે છે અને બિન-નાણાંકીય લાભ આપે છે. જો કે, ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન્સની એક મર્યાદા હોય છે, જેમાં કર્મચારી સર્વિસમાં હોય ત્યાં સુધી જ કવરેજ રહે છે. નોકરીમાં પરિવર્તન અથવા નોકરીમાંથી દૂર કરવામાં આવે ત્યારે ઇન્શ્યોરન્સ કવરેજ પણ સમાપ્ત થાય છે. આ લેખમાં ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ અને તેના તમારી નોકરીના પરિવર્તન સાથેના સંબંધ વિશે વિવિધ મુદ્દાઓ પર વાત કરવામાં આવેલ છે. વધુ જાણવા માટે આગળ વાંચો.
નોકરી બદલવામાં આવે તે સમયે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
સામાન્ય રીતે ગ્રુપ ઇન્શ્યોરન્સ પૉલિસીનું કવરેજ તમારી નોકરીના છેલ્લા કાર્યકારી દિવસે સમાપ્ત થાય છે. જો કે, કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા, જો વ્યક્તિ દ્વારા સંપૂર્ણ પ્રીમિયમની ચુકવણી કરવામાં આવે, તો ગ્રુપ ઇન્શ્યોરન્સ પૉલિસીને સ્ટાન્ડર્ડ ઇન્શ્યોરન્સ પ્લાનમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ રીતે, પૉલિસીધારક તરીકે, તમને તબીબી ઇમરજન્સીને કારણે ઉદ્ભવતા આર્થિક જોખમ સામે સુરક્ષાની સાથે સાથે કવરેજ પણ મળી રહે છે. રેગ્યુલેટર IRDAI દ્વારા, એમ્પ્લોયી દ્વારા જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરાયા બાદ જ તે ઇન્શ્યોરન્સ કંપનીમાં ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન્સને વ્યક્તિગત પૉલિસીમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપવામાં આવે છે. વધુ વિગતો માટે તમે IRDAI ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તેમ છતાં, આ પ્રકારના ઇન્શ્યોરન્સ કવરની શરતો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નિર્ધારીત કરવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે બદલવાનો આ વિકલ્પ તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં ઉપલબ્ધ નથી (માત્ર કેટલાક). આમ, તમારે તમારા ઇન્શ્યોરર પાસે અગાઉથી તપાસ કરવી જરૂરી છે. વધારાના પ્રીમિયમની ચુકવણીની સાથે સાથે, તમારે તમારા ઇન્શ્યોરન્સ કવરેજને રૂપાંતરિત કરવા માટે મેડિકલ ચેકઅપ કરાવવાની જરૂર પડી શકે છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
નોકરી બદલતી વખતે તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સના કયા વિકલ્પો છે?
નોકરી બદલતી વખતે બે વિકલ્પો છે - પ્રથમ, તમારા ઇન્શ્યોરન્સ કવરેજને વ્યક્તિગત પૉલિસીમાં રૂપાંતરિત કરવું, અથવા બીજું, નવો ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો. જો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આવી સુવિધા આપવામાં આવતી હોય તો પ્રથમ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે, જ્યારે બીજા વિકલ્પ દ્વારા ચોક્કસપણે તબીબી કવરેજ પ્રાપ્ત થાય છે. અલગ પૉલિસી પસંદ કરતી વખતે,
પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર તમારા માટે જ નહીં, પરંતુ તમારા માતાપિતા, જીવનસાથી અથવા બાળકો જેવા આશ્રિતોને પણ કવરેજ પૂરું પાડી શકે છે. તમારા ઇન્શ્યોરર દ્વારા આપવામાં આવતા ઍડ-ઑન રાઇડર્સનો ઉપયોગ કરીને કવરેજ સુરક્ષિત કરવા માટે આ પૉલિસી વધુ સારી રીતે તૈયાર કરી શકાય છે. ઍડ-ઑન્સ એ વધારાનું ઇન્શ્યોરન્સ કવર છે, પરંતુ સાથે સાથે તે માટે વધુ પ્રીમિયમ ચુકવવું પડે છે, ત્યારે તમે અંતિમ મૂલ્ય નિર્ધારીત કરવા માટે
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ તમારા જીવનના તમામ મોટા નિર્ણયોની જેમ, તમારે હેલ્થ ઇન્શ્યોરન્સને પણ ગંભીરતાથી લેવાની અને તમારા પરિવારના તબીબી ઇતિહાસને ધ્યાનમાં રાખીને પૉલિસી ખરીદવી જરૂરી છે. આ પ્રક્રિયામાં, હેલ્થ ઇન્શ્યોરન્સમાં આયુષ સારવાર પ્રદાન કરતો હોય તેવો પ્લાન પસંદ કરવો તે અન્ય લાભો ઉપરાંત વૈકલ્પિક સારવારને આવરી લેવા માટેની એક અસરકારક રીત છે. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો