રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
AYUSH treatment in Health Insurance
5 ઓગસ્ટ, 2022

મેડિકલ ઇન્શ્યોરન્સમાં આયુષ સારવાર - લાભો, કવરેજ અને પાત્રતા

છેલ્લા કેટલાક દાયકાઓમાં તબીબી વિજ્ઞાને પ્રગતિની હરણફાળ ભરી છે. જોઈ શકાય છે કે ગંભીર બીમારીઓ, જે એક સમયે જીવલેણ હતી, તેમની હવે માત્ર સફળતાપૂર્વક સારવાર જ નહીં પરંતુ તેમનું શરૂઆતના તબક્કાઓ દરમિયાન જ નિદાન પણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તબીબી વિજ્ઞાનમાં વિકાસની સાથે સાથે વૈકલ્પિક સારવાર વિશે પણ જાગૃતિ વધી છે. દરેક વ્યક્તિ એલોપેથિક સારવાર પસંદ કરતા નથી, અને આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની વગેરે જેવી વૈકલ્પિક સારવારની માંગ ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે. પરંપરાગત તબીબી સારવારથી વિમુખ થવાના વિવિધ કારણો હોઈ શકે છે, જેમાં આ પ્રકારની દવાઓમાં કુદરતી તત્વોનો ઉપયોગ એક કારણ છે. Insurance Regulatory and Development Authority of India (IRDAI) દ્વારા 2013 માં આવી વૈકલ્પિક સારવાર માટે કવરેજ રજૂ કરવામાં આવ્યું હતું. તેથી, આજે મેડિકલ ઇન્શ્યોરન્સ વધુ સમાવિષ્ટ બન્યા છે અને સારવારના આ વૈકલ્પિક પ્રકારોને કવર કરે છે. વધુ વિગતો માટે તમે IRDAI ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

આયુષ સારવારનો અર્થ

આયુષ એ આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી સહિતની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હેઠળ કવર કરવામાં આવતી વિવિધ વૈકલ્પિક સારવારનું સંક્ષિપ્ત નામ છે. ઉપર જણાવ્યા મુજબ, આમાં વિવિધ બીમારીઓની સારવાર કુદરતી તત્વો વડે કરવામાં આવે છે. આ પ્રકારની સારવાર માટેના તત્વો પર્યાવરણમાં સ્વાભાવિક રીતે ઉપલબ્ધ છે, તેથી માનવ શરીર તેની ઓછી અથવા કોઈપણ આડઅસર વગર સહન કરી શકે છે. જો કે, તેમાં ચોક્કસ બીમારીઓના કિસ્સામાં દવાઓ દ્વારા ઉપચારને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવતો નથી.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં આયુષ સારવાર કવરેજ મેળવવાના શું લાભો છે?

તમારે આયુષ કવરેજ સાથે પૉલિસી ખરીદવાનું શા માટે વિચારવું જોઈએ તેના કેટલાક કારણો અહીં આપેલ છે:
  • આયુષ સારવાર બીમારીમાંથી સાજા કરવાનો સર્વગ્રાહી અભિગમ ધરાવે છે, જેમાં સર્વસામાન્ય તબીબી સારવારમાં ખૂટતી બાબતોની પૂર્તિ કરવામાં આવે છે. દર્દીની સુખાકારી પર, માત્ર બીમારી પર જ નહીં, વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
  • એલોપેથિક સારવારની સરખામણીમાં આયુષ સારવારની ઓછી આડઅસર હોઈ શકે છે. આમ, આવી વૈકલ્પિક સારવાર આ બીમારીઓની સારવારનો એક અસરકારક માર્ગ હોઈ શકે છે અને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી આવી સારવાર માટે કવરેજ સુનિશ્ચિત કરે છે.
  • ગ્રામીણ વિસ્તારોમાં, જ્યાં સામાન્ય મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ નથી, ત્યાં આયુષ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ હેઠળ સારવારનો ખર્ચ ચૂકવવામાં આવે છે.
  • છેલ્લે, આયુષ સારવાર વ્યાજબી પણ હોઈ શકે છે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી ઑનલાઇન કરી શકો છો અને મદદે લઈ શકો એક નિફ્ટી ટૂલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર.
* સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

આયુષ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં આયુષ સારવાર હેઠળ આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી સારવારની વિવિધ શાખાઓ હેઠળ વિવિધ ઇન-પેશન્ટ તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે. જો કે, આ સારવાર ક્વૉલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અથવા નેશનલ એક્રેડિશન બોર્ડ ઑફ હેલ્થ દ્વારા પ્રમાણિત સરકાર માન્ય તબીબી કેન્દ્ર પર લેવાની રહેશે. તો જ તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ વળતર ચૂકવવામાં આવશે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

આયુષ કવરેજ પૂરું પાડતો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કોણ ખરીદી શકે છે?

એ દરેક વ્યક્તિ જે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકે છે તે આયુષ કવરેજ પ્રદાન કરનાર પ્લાન પસંદ કરી શકે છે. એકમાત્ર શરત એ છે કે ઇન્શ્યોરન્સ કંપનીની પૉલિસીના સ્કોપમાં આયુષ કવરેજ શામેલ હોવું આવશ્યક છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ જ્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પસંદ કરવાની વાત હોય, તો સમજવા અને ધ્યાનમાં રાખવા જેવા વિવિધ પરિબળો છે. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 3

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે