રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
All About Health Insurance Covers & Medical Insurance Coverage by Bajaj Allianz
21 જુલાઈ, 2020

ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ

હેલ્થ ઇન્શ્યોરન્સ એક સર્વિસ છે જે મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં તમારા ફાઇનાન્સની સંભાળ લે છે. જ્યારે તમને મેડિકલ ઇમરજન્સીનો અનુભવ થાય, ત્યારે તમે પહેલેથી જ માનસિક તણાવની સ્થિતિમાં હોવ છો. આ સમયે, તમારા મેડિકલ બિલની સંભાળ લેવાની એક સરળ બાંયધરી એક મોટી રાહત આપી શકે છે. જો કે માત્ર ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવવી પૂરતી નથી, તે સમજવું પણ મહત્વપૂર્ણ છે કે શું કવર કરે છે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી. સામાન્ય રીતે એક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેની વિશેષતાઓ અને લાભો પ્રદાન કરે તે આવશ્યક છે:
 • હૉસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ
 • હૉસ્પિટલાઇઝેશન પહેલા-પછીના ખર્ચ
 • ડે-કેર પ્રક્રિયા શુલ્ક
 • એમ્બ્યુલન્સ ખર્ચ
 • દરેક ક્લેઇમ-રહિત રિન્યુઅલ વર્ષ પર સંચિત બોનસ
 • પહેલાંથી હાજર બિમારીઓ માટે ન્યૂનતમ પ્રતીક્ષા અવધિ
 • સ્પર્ધાત્મક પ્રીમિયમ દરો
માર્કેટમાં ઘણા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે. આ તમામ પ્લાન વિવિધ કવરેજ અને વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સના લાભોઑફર કરે છે, જે વિવિધ મેડિકલ જરૂરિયાતો ધરાવતા લોકોની સંભાળ લે છે.

વ્યક્તિગત પ્રકારનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

જો તમે સિંગલ હોવ અને માત્ર તમને કવર કરતી પૉલિસી શોધી રહ્યા હોવ, તો આ પ્લાન તમારા માટે સૌથી અનુકૂળ છે. વધુમાં, આ પૉલિસી તમને તમારા પરિવારના સભ્યોને શામેલ કરવા માટે કવરને વિસ્તૃત કરવાનો વિકલ્પ પણ આપે છે. આ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજ:
 • હૉસ્પિટલાઇઝેશનની પહેલાં અને પછીના ખર્ચ
 • તમામ ડે કેર સારવાર માટેના ખર્ચ
 • નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ
 • એમ્બ્યુલન્સ ખર્ચ
 • અંગ દાતાના ખર્ચ માટે કવરેજ
 • બેરિયાટ્રિક સર્જરી કવર
 • આયુર્વેદિક અને હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન ખર્ચ માટે કવર
 • પ્રસૂતિ અને નવજાત બાળકના ખર્ચ માટે કવરેજ
આ પ્લાનના લાભોમાં શામેલ છે:
 • સમગ્ર ભારતમાં 6000+ થી વધુ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા
 • ₹1.5 લાખથી ₹50 લાખ સુધીની એસઆઇ (વીમાકૃત રકમ)
 • 1, 2 અને 3 વર્ષના પૉલિસી મુદતના વિકલ્પો
 • આજીવન રિન્યુઅલ વિકલ્પ
 • ઇન્શ્યોરન્સ વૉલેટ એપ દ્વારા ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ - હેલ્થ સીડીસી (ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક) લાભ
 • 3 વર્ષ માટે 8% સુધીનું લાંબા ગાળાની પૉલિસી માટેનું ડિસ્કાઉન્ટ
 • ઇન્કમ ટૅક્સ અધિનિયમની સેક્શન 80D હેઠળ ટૅક્સમાં બચત

પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન - હેલ્થ ગાર્ડ

હેલ્થ ગાર્ડ એ એક ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે એક જ પૉલિસી હેઠળ તમને અને તમારા પરિવારને કવર કરવા માટે જરૂરિયાત મુજબ બનાવી શકાય છે. તમે પોતાને, તમારા જીવનસાથીને, માતાપિતાને અને બાળકોને કવર કરવા માટે આ પ્લાન ખરીદી શકો છો. આ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજ:
 • હૉસ્પિટલાઇઝેશનની પહેલાં અને પછીના ખર્ચ
 • તમામ ડે કેર સારવાર માટેના ખર્ચ
 • અંગદાતા સંબંધી ખર્ચ
 • બેરિયાટ્રિક સર્જરી કવર
 • આયુર્વેદિક અને હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન ખર્ચ માટે કવરેજ
 • પરચુરણ તબીબી ખર્ચ
 • પ્રસૂતિ અને નવજાત બાળકના ખર્ચ માટે કવરેજ
આ પ્લાનના લાભોમાં શામેલ છે:
 • પોતાને અને તમારા પ્રિયજનોને કવર કરવા માટે એક જ પૉલિસી
 • પરિવારના દરેક સભ્ય માટે અનેક પ્રીમિયમની ચુકવણીઓમાંથી મુક્તિ
 • ₹1.5 લાખથી ₹50 લાખ સુધીની એસઆઇ (વીમાકૃત રકમ)
 • 1, 2 અને 3 વર્ષના પૉલિસી મુદતના વિકલ્પો
 • સમગ્ર ભારતમાં 6000+ થી વધુ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા
 • આજીવન રિન્યુઅલ વિકલ્પ
 • ઇન્શ્યોરન્સ વૉલેટ એપ દ્વારા ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ - હેલ્થ સીડીસી (ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક) લાભ
 • ઇન્કમ ટૅક્સ અધિનિયમની સેક્શન 80D હેઠળ ટૅક્સમાં બચત
 • દર વર્ષે ₹7500 સુધીનો સ્વાસ્થ્યપ્રાપ્તિ લાભ

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી

આ ઇન્શ્યોરન્સ પૉલિસી (વીમાના સંદર્ભમાં) ખાસ કરીને કેન્સર, સ્ટ્રોક, કિડની નિષ્ફળતા વગેરે જેવી ગંભીર બીમારીઓના કિસ્સામાં તમને કવર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ પૉલિસી માટે પ્રવેશની ઉંમર 6 વર્ષથી 59 વર્ષ સુધીની છે. આ પ્લાન હેઠળ નીચે મુજબના કવરેજ અને લાભો છે:
 • 10 ગંભીર બીમારીઓનું કવરેજ: 1. સ્ટ્રોક 2. કિડનીની નિષ્ફળતા 3. કૅન્સર 4. અંગોનો કાયમી લકવો 5. કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી 6. પ્રથમ હાર્ટ અટૅક (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) 7. એઓર્ટા ગ્રાફ્ટ સર્જરી 8. પ્રાથમિક પલ્મોનરી આર્ટરિયલ હાઇપરટેન્શન 9. પ્રમુખ અંગ પ્રત્યારોપણ 10. સતત લક્ષણો સાથે મલ્ટિપલ સ્ક્લેરોસિસ
 • ઇન્શ્યોરન્સ ધારકને લમ્પસમ રકમ ચૂકવવામાં આવે છે
 • ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં દાતાના ખર્ચ માટે કવરેજ
 • ભારત અને વિદેશમાં પ્રદાન કરેલ કવરેજ
 • એસઆઇ (વીમાકૃત રકમ) ના વિકલ્પો ₹1 લાખથી શરૂ થાય છે
 • ઇન્કમ ટૅક્સ અધિનિયમની સેક્શન 80 D હેઠળ ટૅક્સમાં બચત
 • સ્પર્ધાત્મક પ્રીમિયમ દરો

સિલ્વર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તે તમને અને તમારા જીવનસાથીને કવર કરે છે. આ પ્લાન માટે પ્રવેશની ઉંમર 46 વર્ષથી 70 વર્ષ છે. આ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજ: આ પ્લાનના લાભોમાં શામેલ છે:
 • 6000+ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ
 • ક્લેઇમની રકમની ઝડપી ચુકવણી
 • ઇન્કમ ટૅક્સની સેક્શન 80 D હેઠળ ઇન્કમ ટૅક્સ લાભ
 • સહ-ચુકવણીમાં છૂટ ઉપલબ્ધ છે
 • વ્યક્તિઓ માટે કસ્ટમ-મેડ પ્લાન ઉપલબ્ધ

એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી

 ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે બજાજ આલિયાન્ઝ દ્વારા ઑફર કરવામાં આવે છે, જે તમારા મૂળભૂત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતી એસઆઇ (વીમાકૃત રકમ) સંપૂર્ણપણે વપરાઈ જાય ત્યારે લાભદાયક બને છે. આ પ્લાનને સ્ટેન્ડ-અલોન પૉલિસી તેમજ કોઈપણ અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ટૉપ-અપ તરીકે પસંદ કરી શકાય છે. આ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજ:
 • પૉલિસી મેળવ્યાના 12 મહિના પછી પહેલાંથી હાજર બીમારીઓ કવર થાય છે
 • પ્રસૂતિ ખર્ચ માટે કવરેજ
 • અંગદાતા સંબંધી ખર્ચ
 • નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ
 • તમામ ડે કેર સારવાર ખર્ચ માટે કવરેજ
 • હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ
 • એમ્બ્યુલન્સ ખર્ચ
આ પ્લાનના લાભોમાં શામેલ છે:
 • 15 દિવસનો ફ્રી લુક પીરિયડ
 • આજીવન રિન્યુઅલ વિકલ્પ
 • ઇન્કમ ટૅક્સની સેક્શન 80 D હેઠળ ઇન્કમ ટૅક્સ લાભ
 • 6000 + નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ
 • ઇન્શ્યોરન્સ વૉલેટ એપ દ્વારા ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ - હેલ્થ સીડીસી (ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક) લાભ
આજની દુનિયામાં હેલ્થ ઇન્શ્યોરન્સ હોવું જરૂરી છે, જ્યાં હેલ્થ કેરનો ખર્ચ દરરોજ વધી રહ્યો છે. એક યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમને તબીબી સારવાર લેતી વખતે જરૂરી ફાઇનાન્શિયલ સ્થિરતા પ્રદાન કરી શકે છે. જો કે, શું કવર કરવામાં આવે છે અને બાકાત કરવામાં આવે છે તે સમજવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે અને તે વિષે વિગતે જાણવા માટે જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવર ના થતી બીમારીઓનું લિસ્ટ . છેવટે એટલી જ સલાહ આપવાની કે તમારી ઇન્શ્યોરન્સની જરૂરિયાતોને સૌથી અનુકૂળ હોય તેવો પ્લાન પસંદ કરવો. અમે તમને પૉલિસીમાં સમાવિષ્ટ અને બાકાત બાબતની સ્પષ્ટ જાણકારી માટે પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચવાની પણ ભલામણ કરીએ છીએ.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે