રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Health Insurance Tax Benefits & Deductions Under Section 80D
21 જુલાઈ, 2020

કલમ 80D હેઠળ કપાત: હેલ્થ ઇન્શ્યોરન્સ ટૅક્સ બેનિફિટની સમજૂતી

શું તમે જાણો છો કે યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને, તમે ખૂબ મોટા તબીબી ખર્ચ સામે તમારી આર્થિક સુરક્ષા મેળવવાની સાથે સાથે ટૅક્સમાં પણ નોંધપાત્ર રકમ બચાવી શકો છો?

હા, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને બમણો આર્થિક લાભ આપી શકે છે. ગંભીર તબીબી પરિસ્થિતિ દરમિયાન તમને આર્થિક મદદ પ્રાપ્ત થવાની સાથે સાથે, તમે ઇન્કમ ટૅક્સ અધિનિયમની કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ છૂટ મેળવી શકો છો. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને ટૅક્સ બચાવવામાં પણ મદદ કરતું સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ રોકાણોમાંથી એક છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ ટૅક્સ બેનિફિટ

તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે તમે જે પ્રીમિયમ ચૂકવો છો તે ઇન્કમ ટૅક્સ એક્ટની કલમ 80 D હેઠળ કવર કરવામાં આવે છે. જો કે, જો પૉલિસીના પ્રસ્તાવકર્તા તમે છો તો જ તમને ટૅક્સમાં છૂટ મળી શકે છો.

2018 ના અંદાજપત્ર મુજબ ટૅક્સ મુક્તિ મર્યાદાઓ નીચે મુજબ છે:

  • જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય તો તમે તમારા માટે ચૂકવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર દર વર્ષે ₹25,000 સુધીની ટૅક્સ કપાત ક્લેઇમ કરી શકો છો.
  • જો તમે વરિષ્ઠ નાગરિક છો, એટલે કે તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે, તો તમે ₹50,000 સુધીનો ટૅક્સ બેનિફિટ ક્લેઇમ કરી શકો છો.
  • જો તમારા માતાપિતાની ઉંમર 60 વર્ષથી વધુ ન હોય, તો તમારા માતાપિતા માટે ચૂકવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ₹25,000 સુધીની અતિરિક્ત કપાત ક્લેઇમ કરી શકાય છે. જો તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો ₹50,000 સુધી કપાત ક્લેઇમ કરી શકાય છે.
  • ઉપર ઉલ્લેખિત ટૅક્સ મુક્તિ મર્યાદામાં મહત્તમ ₹5,000 સુધીના પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ ખર્ચનો પણ સમાવેશ થાય છે.

વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અથવા તમને અને તમારા પરિવારને (તમારા જીવનસાથી, બાળકો અને માતાપિતા) કવર કરતો ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરીને ટૅક્સ મુક્તિનો લાભ લઈ શકાય છે. જો તમે તમારા અને તમારા પ્રિયજનો (એટલે કે જો તમે અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક છો) માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદો છો તો મહત્તમ ₹1 લાખની કપાત મેળવી શકાય છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ અને ટૅક્સમાં બચત: શું બાકાત રાખવામાં આવેલ છે?

આવકવેરા અધિનિયમ મુજબ કેટલીક ચોક્કસ વસ્તુઓ પર ટૅક્સમાં છૂટ આપવામાં આવેલ નથી. પૉલિસી પસંદ કરતી વખતે તમારે આ વિશે જાણવું જરૂરી છે:

  • તમે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ સંબંધિત ખર્ચ સિવાય તમારી સારવાર માટે કરેલી રોકડ ચુકવણીનો ક્લેઇમ કરી શકતો નથી.
  • ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અથવા વિવિધ કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓ માટે ઑફર કરવામાં આવતા કોર્પોરેટ પ્લાન માટે ચૂકવેલ પ્રીમિયમની રકમ પર લાભ મળતો નથી.
  • તમે તમારા સાસુ-સસરા માટે ચૂકવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટૅક્સ લાભ મેળવી શકતા નથી.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તેવી કેટલીક અન્ય બાબતો એ છે, કે તમારે તમારી ટૅક્સને પાત્ર આવકમાંથી પ્રીમિયમ ચુકવવું જોઈએ અને ટૅક્સ મુક્તિનો લાભ મેળવવા માટે તમારે ચુકવણીનો પુરાવો પ્રદાન કરવાનો રહેશે.

તબીબી સારવારના વધી રહેલ ખર્ચને કારણે, તમે તમારા માટે સૌથી યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો તે જરૂરી છે, તેમજ વડીલો માટે વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ જેવી પૉલિસીઓ ધ્યાનમાં રાખી શકો છો. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને કારણે તમારે ચુકવણી કરવી પડતી નથી, તેમજ તે તમને ટૅક્સ બચતનો લાભ પણ પ્રદાન કરી શકે છે.

અમારી વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ્સની વિશેષતાઓ, કવરેજ અને લાભો વિશે માહિતી મેળવવા માટે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની મુલાકાત લો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે