રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Benefits of Porting Health Insurance
31 મે, 2021

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરવાના લાભો

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી એવા લોકો માટે આશીર્વાદરૂપ બની શકે છે, જેમણે ઉચ્ચ પ્રીમિયમ વસૂલતી અને નબળી સર્વિસ આપતી ઊતરતી કક્ષાની ઇન્શ્યોરન્સ કંપનીઓનો ઇન્શ્યોરન્સ ખરીદ્યો હોય. તમારા હેલ્થ ઇન્શ્યોરન્સને નવા ઇન્શ્યોરરમાં પોર્ટ કરવું ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે તમે પૉલિસીના હાલના લાભો જાળવી શકો છો અને તમારા માટે નવા અને બહેતર ઇન્શ્યોરન્સ પ્લાન અને ઇન્શ્યોરર પર સ્વિચ કરી શકો છો. આ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી નો ખ્યાલ સૌપ્રથમ 2011માં Insurance Regulatory and Development Authority of India (IRDAI) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમના મુજબ, જો કોઈપણ વ્યક્તિ ક્લેઇમના સેટલમેન્ટની સમસ્યા, ઊંચું પ્રિમીયમ, રિઇમ્બર્સમેન્ટની ધીમી પ્રક્રિયા અથવા નબળી સર્વિસને કારણે તેમની હાલની ઇન્શ્યોરન્સ પૉલિસીથી અસંતુષ્ટ હોય, તો તેઓ હાલની પૉલિસીના કોઈપણ લાભ ગુમાવ્યા વિના તેમની પૉલિસીને નવા ઇન્શ્યોરરમાં સ્વિચ કરાવી શકે છે.

તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવાના 7 સંભવિત ફાયદા

જો તમે તમારા હાલના ઇન્શ્યોરન્સ પ્લાનથી સંતુષ્ટ નથી તો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરવાના અસંખ્ય લાભો છે. ચાલો આપણે કેટલાક મુખ્ય લાભો જોઈએ:

1.     પાછલી પૉલિસીના લાભ મળે છે

તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને પોર્ટ કરીને તમને મળતો સૌથી મોટો લાભ એ છે કે તમારા હાલના ઇન્શ્યોરન્સ પ્લાનના તમામ લાભ તમને મળે છે. તમારી પૉલિસીમાં હાલના ઇન્શ્યોરર દ્વારા ઑફર કરવામાં આવતા તમામ લાભો તમે પસંદ કરેલ નવા પૉલિસી પ્લાનમાં પણ ઉપલબ્ધ થશે.

2.     બહેતર સમ ઇન્શ્યોર્ડ

જ્યારે તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને નવી ઇન્શ્યોરન્સ કંપનીમાં પોર્ટ કરો છો, ત્યારે તમારી પાછલી પૉલિસીનું એકત્રિત બોનસ નવી સમ ઇન્શ્યોર્ડ મૂલ્યમાં ઉમેરવામાં આવે છે. આને કારણે તમારી પૉલિસીના વર્તમાન મૂલ્યમાં વધારો થાય છે અને તમને વધુ સારા લાભો મળે છે. વધુમાં, નો ક્લેઇમ બોનસ પણ તમારા નવા સમ ઇન્શ્યોર્ડ મૂલ્યમાં શામેલ કરવામાં આવે છે.

3.     ઓછું પૉલિસી પ્રીમિયમ

છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્શ્યોરન્સ કંપનીઓની સંખ્યા ઘણાં પ્રમાણમાં વધી ગઈ છે. આ કંપનીઓ તેમના ગ્રાહકોની સંખ્યા વધારવા માટે અનેક છૂટ અને અન્ય લાભો ઑફર કરી રહી છે. તેથી, જ્યારે તમે નવા ઇન્શ્યોરરમાં સ્વિચ કરો છો, ત્યારે ખૂબ ઓછા પ્રીમિયમ દરે જૂની પૉલિસીના પ્રવર્તમાન લાભો મેળવવાની શક્યતા વધુ હોય છે. તેના વડે તમારો ઇન્શ્યોરન્સનો ખર્ચને ઓછો કરી શકો છે અને વધુ બચત કરી શકો છો.

4.     પૉલિસીને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ

પોર્ટિંગના સૌથી નોંધપાત્ર લાભોમાંથી એક એ છે કે તમે નવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી જરૂરિયાતો મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો. તમારી પૉલિસીમાં સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો કવર કરવા ઇચ્છતા હશો, અથવા તમે તમારી પૉલિસીમાં નૉમિનીમાં ફેરફાર કરવા ઇચ્છતા હશો. જૂના ઇન્શ્યોરરમાંથી નવા ઇન્શ્યોરર પર સ્વિચ કરતી વખતે પૉલિસીમાં કોઈપણ કસ્ટમાઇઝેશન કરી શકાય છે.

5.     વધુ પારદર્શક સિસ્ટમનો લાભ લેવાનો વિકલ્પ

ઇન્શ્યોરન્સ કંપનીઓને હંમેશા પૉલિસીમાં તેમની સ્પષ્ટ ન હોય તેવી અને છૂપી કલમો માટે દોષી ઠેરવવામાં આવે છે. તમે નવી ઇન્શ્યોરન્સ કંપનીમાં પોર્ટ કરતી વખતે એવી કંપની શોધીને પસંદ કરી શકો છો જે પારદર્શક રીતે અને કોઈ છૂપી કલમો કે શરતો વગર કામ કરે છે.

6.     સારો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો મેળવો

તમારા ઇન્શ્યોરન્સ પ્લાન માટે નવો ઇન્શ્યોરર પસંદ કરતી વખતે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો વિશે તપાસ કરો. લોકોને તેમના વર્તમાન ઇન્શ્યોરર માટે મોટાભાગની ફરિયાદ તેમની ધીમી ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા માટે હોય છે. પૉલિસી ખરીદતા પહેલાં આ પરિબળને ધ્યાનમાં લેવાથી, તમે તમારા નવા ઇન્શ્યોરરની બહેતર સર્વિસનો આનંદ માણી શકો છો.

7.     વધુ સારા સર્વિસ પ્રોવાઇડર મેળવો

જો તમે તમારા ઇન્શ્યોરરની નબળી સર્વિસને કારણે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરાવો છો, તો તમારે માટે સારા સમાચાર છે. પોર્ટિંગ સમયે તમારી પાસે એકંદરે સારી સર્વિસ આપતા ઇન્શ્યોરર પસંદ કરવાની તક છે. એવી કંપની પસંદ કરો, જેને મોટાભાગે તેની ઉચ્ચ ગુણવત્તાસભર સર્વિસ માટે પુરસ્કૃત કરવામાં આવી હોય, અને પછી તમારો વિકલ્પ પસંદ કરો.

પોર્ટેબિલિટી વિનંતીને નકારવામાં આવવાના સંભવિત કારણો

હા, તમે બરાબર વાંચ્યું! હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરવાના ઘણાં ફાયદા છે, પરંતુ તમારી પોર્ટેબિલિટીની વિનંતીને નકારવામાં આવી શકે છે. નીચે જણાવેલ કારણો મુજબ આમ બની શકે છે:
  1. જો પૉલિસીને સમાપ્તિ બાદ નિર્ધારિત સમયમાં રિન્યુ કરાવવામાં ન આવી હોય.
  2. જ્યારે તમે ભૂલ ભરેલી અથવા અયોગ્ય માહિતી પ્રદાન કરો છો.
  3. જો ડૉક્યુમેન્ટ સબમિટ કરવામાં વિલંબ થાય છે.
  4. જો તમે સબમિટ કરેલા ડૉક્યુમેન્ટ ઍક્સેસ થઈ ના શકે.
  5. જો ક્લેઇમની હિસ્ટ્રી ખામીયુક્ત હોય.

વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુ)

  1. શું નવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં પોર્ટ કરવા માટે કોઈ પ્રોસેસિંગ ફી હોય છે?
ના, પોર્ટેબિલિટી પ્રક્રિયા માટે તમારી પાસેથી કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં આવશે નહીં.
  1. પોર્ટિંગ પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?
સામાન્ય રીતે, નવા ઇન્શ્યોર દ્વારા તમારી અરજી કર્યાના 15 દિવસની અંદર જવાબ આપવાનો રહે છે. એકંદરે, પ્રક્રિયામાં લગભગ 30 દિવસ લાગી શકે છે. તારણ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરવાના ઘણા ફાયદા છે. તેથી જો તમે તમારા વર્તમાન ઇન્શ્યોરરની સર્વિસથી અસંતુષ્ટ છો, તો તમારી પૉલિસી પોર્ટ કરાવીને નવા ઇન્શ્યોરન્સ પ્રદાતાની સર્વિસનો લાભ લેવો વધુ યોગ્ય છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 4.8 / 5. વોટની સંખ્યા: 4

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે