રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Dengue Insurance: Protect Yourself
24 માર્ચ, 2023

હેલ્થ ઇન્શ્યોરન્સ વડે ડેન્ગ્યૂ સામે સુરક્ષા મેળવો: જાણવા યોગ્ય માહિતી

ડેન્ગ્યૂમાં તાવ, માથાનો ભારે દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો અને ચાઠા સહિત ગંભીર, ફ્લૂ જેવા લક્ષણો હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, ડેન્ગ્યૂમાં હેમરેજ પ્રકારનો તાવ અથવા ડેન્ગ્યૂ શૉક સિન્ડ્રોમ ઉદ્ભવી શકે છે, જે જીવલેણ હોઈ શકે છે. ભારતમાં વધી રહેલ ડેન્ગ્યૂના વ્યાપને કારણે, આ બીમારી સાથે સંકળાયેલા ખર્ચને કવર કરવામાં હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે મદદ કરી શકે છે તે સમજવું જરૂરી છે. હેલ્થ ઇન્શ્યોરન્સ કોઈપણ આર્થિક પ્લાનનો એક આવશ્યક ભાગ છે, જે અણધાર્યા મેડિકલ ખર્ચ સામે સુરક્ષા પ્રદાન કરે છે. જો કે, તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં ડેન્ગ્યૂનો તાવ કવર કરવામાં આવતો નથી. તેથી, વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજ અને આવા કવરેજ સાથે જોડાયેલી શરતોને સમજવી જરૂરી છે.

ડેન્ગ્યૂ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે?

ડેન્ગ્યૂ હેલ્થ ઇન્શ્યોરન્સના કવરેજ દ્વારા મળતા લાભોની યાદી અહીં આપેલ છે:

·       મેડિકલ સારવાર

ડેન્ગ્યૂ હેલ્થ ઇન્શ્યોરન્સ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, ડૉક્ટરની કન્સલ્ટેશન ફી, નિદાન માટેના પરીક્ષણો અને દવાના ખર્ચ સહિત મેડિકલ સારવાર માટે કવરેજ પ્રદાન કરે છે.

·       હૉસ્પિટલાઇઝેશન

મોટાભાગના કિસ્સાઓમાં, કવરેજનો લાભ લેવા માટે પૉલિસીધારકને ઓછામાં ઓછા 24 કલાક માટે હૉસ્પિટલમાં દાખલ કરેલ હોવા જરૂરી છે.

·       આઉટપેશન્ટ સારવાર

ડેન્ગ્યૂ હેલ્થ ઇન્શ્યોરન્સ આઉટપેશન્ટ સારવારના ખર્ચને પણ કવર કરે છે. આમાં હૉસ્પિટલાઇઝેશનની જરૂર ન હોય તેવા, ડેન્ગ્યૂના તાવના ગંભીર ન હોય તેવા કિસ્સામાં નિદાન માટેના પરીક્ષણો, ડૉક્ટરની કન્સલ્ટેશન ફી અને દવાના ખર્ચનો સમાવેશ થાય છે.

·       વીમાકૃત રકમ

કવરેજની રકમ દરેક ઇન્શ્યોરર માટે અલગ હોય છે અને પૉલિસીધારક દ્વારા પસંદ કરેલી વીમાકૃત રકમ પર આધારિત હોય છે.

·       અતિરિક્ત લાભો

કેટલાક ઇન્શ્યોરર દૈનિક રોકડ ભથ્થું અને એમ્બ્યુલન્સ શુલ્ક માટે કવરેજ જેવા અતિરિક્ત લાભો પણ ઑફર કરે છે. હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ ઉપરાંત, ડેન્ગ્યૂ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ આઉટપેશન્ટ સારવારનો ખર્ચ પણ કવર કરવામાં આવે છે. આમાં નિદાન માટેના પરીક્ષણો, ડૉક્ટરની કન્સલ્ટેશન ફી, દવાના ખર્ચ અને ડેન્ગ્યૂના ગંભીર ન હોય તેવા કિસ્સાઓ કે જેમાં હૉસ્પિટલાઇઝેશનની જરૂર નથી, તે માટે થયેલા ખર્ચનો સમાવેશ થાય છે.

આ હેલ્થ પૉલિસીમાં શું બાકાત છે?

ડેન્ગ્યૂ હેલ્થ ઇન્શ્યોરન્સ મેડિકલ સારવાર માટે કવરેજ પ્રદાન કરે છે, તેની સાથે તેમાંથી બાકાત બાબતો વિશે પણ પૉલિસીધારકોએ માહિતગાર રહેવું જોઈએ. આ બાકાત બાબતો દરેક ઇન્શ્યોરર માટે અલગ-અલગ હોય છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થઈ શકે છે:

·       અગાઉથી હોય તેવા રોગ

જો પૉલિસીધારક પૉલિસી ખરીદતી વખતે ડેન્ગ્યૂ તાવ અથવા પહેલાંથી હાજર કોઈપણ રોગથી પીડિત હોય, તો ઇન્શ્યોરર દ્વારા તે માટે કવરેજ પ્રદાન કરવામાં આવશે નહીં.

·       નૉન-એલોપેથિક સારવાર

જો પૉલિસીધારક ડેન્ગ્યૂ તાવ માટે હોમિયોપેથી અથવા આયુર્વેદ જેવી નૉન-એલોપેથિક સારવાર લે છે, તો ઇન્શ્યોરર તેના માટે કવરેજ પ્રદાન કરી શકશે નહીં.

·       વય મર્યાદા

ડેન્ગ્યૂ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ મેળવવા માટે કેટલાક ઇન્શ્યોરર દ્વારા કોઈ ચોક્કસ ઉંમર સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી શકે છે.

·       ભૌગોલિક મર્યાદાઓ

કેટલાક ઇન્શ્યોરર દ્વારા માત્ર ચોક્કસ ભૌગોલિક સ્થળોએ, કે જ્યાં રોગ પ્રચલિત હોય, ત્યાં જ ડેન્ગ્યૂના તાવ માટે કવરેજ પ્રદાન કરવામાં આવી શકે છે.

ડેન્ગ્યૂ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં જાણવા યોગ્ય બાબતો

ડેન્ગ્યૂ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં તમારે જાણવા યોગ્ય કેટલીક બાબતો:

·       સમાવિષ્ટ છે કે ઍડ-ઑન તરીકે ખરીદવું પડે છે?

તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ડેન્ગ્યૂના તાવને કવર કરતી નથી. કેટલાક ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા ડેન્ગ્યૂનું કવરેજ વૈકલ્પિક ઍડ-ઑન તરીકે આપવામાં આવે છે, જ્યારે કેટલાંક અન્ય દ્વારા તે તેમની સ્ટાન્ડર્ડ પૉલિસીના ભાગ રૂપે પ્રદાન કરવામાં આવે છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં પૉલિસી ડૉક્યૂમેન્ટ વાંચવું અને ઑફર કરેલ કવરેજને સમજવું મહત્વપૂર્ણ છે.

·       વેટિંગ પીરિયડ

મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં ડેન્ગ્યૂ તાવ માટેનું કવરેજ શરું થતાં પહેલાં 30 દિવસનો વેટિંગ પીરિયડ હોય છે. આ વેટિંગ પીરિયડનો હેતુ લોકોને બીમારી થયા બાદ ઇન્શ્યોરન્સ ખરીદતાં અને તરત જ ક્લેઇમ કરતાં રોકવાનો છે. તેથી, ડેન્ગ્યૂની ઋતુ શરૂ થાય તે અગાઉથી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે, જેથી જરૂર પડે ત્યારે તમને કવરેજ પ્રાપ્ત થઈ શકે.

·       સબ-લિમિટ

જો કોઈ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ડેન્ગ્યૂના તાવને કવર કરવામાં આવે છે, તો પણ તેની સારવાર માટે ચૂકવવાપાત્ર રકમ પર સબ-લિમિટ હોઈ શકે છે. એટલે કે, પૉલિસી દ્વારા કુલ મેડિકલ ખર્ચની કેટલીક જ રકમ મળવાપાત્ર હોઈ શકે છે. તેથી, કોઈપણ વિકલ્પ સાથે સંકળાયેલ સબ-લિમિટને સમજવું મહત્વપૂર્ણ છે, જે પ્રદાન કરે છે વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રકારો .

·       પહેલેથી હોય તેવી બીમારી

કેટલીક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં ડેન્ગ્યૂ તાવ સહિતની પહેલાંથી હાજર સ્થિતિઓ માટે કવરેજ આપવામાં આવતું નથી. તેથી, જો કોઈ વ્યક્તિ ડેન્ગ્યૂ તાવનો ઇતિહાસ ધરાવતો હોય, તો બીમારી માટે કવરેજ મેળવવું મુશ્કેલ બની શકે છે. પૉલિસી ખરીદતા પહેલાં પૉલિસીના ડૉક્યૂમેન્ટ વાંચવા અને તેમાં શું બાકાત રાખવામાં આવેલ છે તે સમજવું જરૂરી છે.

·       આઉટપેશન્ટ સારવાર

કેટલીક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દ્વારા ડેન્ગ્યૂ તાવ માટે આઉટપેશન્ટ સારવાર કવર કરવામાં આવે છે. તેમાં નિદાન માટેના પરીક્ષણો, ડૉક્ટરો સાથેની મુલાકાત અને દવાઓ શામેલ હોઈ શકે છે. જો કે, આઉટપેશન્ટ કવરેજ સામાન્ય રીતે સબ-લિમિટને આધિન છે, અને તમામ પૉલિસીઓમાં આ લાભ ઉપલબ્ધ હોતો નથી.

·       કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન

ઘણી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ડેન્ગ્યૂ તાવની સારવાર માટે કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન સુવિધાઓ પ્રદાન કરે છે. એટલે કે, પૉલિસીધારક અગાઉથી ચુકવણી કર્યા વિના નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર પ્રાપ્ત કરી શકે છે. પૉલિસીની મર્યાદા અને શરતો અનુસાર, ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા સીધી હૉસ્પિટલને જ બિલની ચુકવણી કરવામાં આવે છે.

·       ક્લેઇમની પ્રક્રિયા અને ડૉક્યૂમેન્ટેશન

ડેન્ગ્યૂ તાવ માટે બેનિફિટ ક્લેઇમ કરવા માટે, પૉલિસીધારકોએ ક્લેઇમની પ્રક્રિયાને અનુસરીને જરૂરી ડૉક્યૂમેન્ટેશન સબમિટ કરવા જરૂરી છે. આ પ્રક્રિયા પ્રત્યેક ઇન્શ્યોરન્સ પ્રદાતા માટે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ ઇન્શ્યોરરને ક્લેઇમ અંગે જાણ કરવી, મેડિકલ બિલ અને રિપોર્ટ પૂરા પાડવા અને ક્લેઇમ ફોર્મ ભરવું એ સામાન્ય પ્રક્રિયા છે. ક્લેઇમની પ્રક્રિયા તરત જ થઈ શકે તે માટે ક્લેઇમની પ્રક્રિયાને સચોટ રીતે અનુસરવી જરૂરી છે.

·       ડેન્ગ્યૂ હેલ્થ ઇન્શ્યોરન્સનો ખર્ચ

ડેન્ગ્યૂ હેલ્થ કવરનો ખર્ચ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ અને પૉલિસીના પ્રકારો અનુસાર અલગ અલગ હોય છે. ડેન્ગ્યૂ કવરેજનું પ્રીમિયમ સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ પૉલિસીના પ્રીમિયમ કરતાં વધુ હોય છે. જો કે, આ બીમારી સાથે સંકળાયેલા ઉચ્ચ મેડિકલ ખર્ચને ધ્યાનમાં રાખીને ડેન્ગ્યૂ કવરેજ ખરીદવું યોગ્ય સાબિત થઈ શકે છે.

તારણ

ડેન્ગ્યૂનો તાવ વ્યક્તિઓ અને પરિવારો માટે નોંધપાત્ર આર્થિક તાણનું કારણ બની શકે છે. તેથી, ડેન્ગ્યૂના તાવ અને અન્ય રોગો માટે વ્યાપક કવરેજ પ્રદાન કરતી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી જરૂરી છે, અને પૉલિસીમાંથી શું બાકાત છે તે વિશે પણ જાગૃત રહેવું જરૂરી છે.   ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે