રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
17 Benefits of Medical Insurance
23 ફેબ્રુઆરી, 2022

હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો

હેલ્થ ઇન્શ્યોરન્સ અત્યારના સમયમાં અવગણી ન શકાય તેવી એક જરૂરિયાત છે. તેના દ્વારા મળતા વિવિધ લાભો જોઈએ, તો તેની આર્થિક સુરક્ષા તરત ધ્યાનમાં આવે છે. પરંતુ તે શા માટે મહત્વપૂર્ણ છે તે સમજતા પહેલાં, તમને એ ખબર હોવી જોઈએ કે: હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે ? હેલ્થ ઇન્શ્યોરન્સ એ ઇન્શ્યોરન્સ કંપની અને પૉલિસીધારક, એટલે કે તમારી વચ્ચેનો, તબીબી ખર્ચ સામે વળતર આપવા માટેનો એગ્રીમેન્ટ છે. ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સની પરિસ્થિતિ વૈશ્વિક ઇન્શ્યોરન્સ સેક્ટરની તુલનામાં અલગ છે. ઓક્ટોબર 2021 માં નીતિ આયોગના 'હેલ્થ ઇન્શ્યોરન્સ ફોર ઈન્ડિયાસ મિસિંગ મિડલ' રિપોર્ટ મુજબ, વસ્તીના 30% અથવા 40 કરોડથી વધુ વ્યક્તિઓ સ્વાસ્થ્ય સામે કોઈપણ આર્થિક સુરક્ષા ધરાવતા નથી[1]. મહામારીનો સામનો કરી રહેલા વિશ્વમાં સ્વાસ્થ્યને લગતા મહત્વને કારણે, ઇન્શ્યોરન્સના દરમાં વૃદ્ધિ જોવા મળેલ છે. ઇકોનોમિક ટાઇમ્સ એમ પણ જણાવે છે કે વર્તમાન મહામારીની બીજી લહેર પછી હેલ્થ ઇન્શ્યોરન્સ ની માંગમાં ઓછામાં ઓછો 30% નો વધારો થયો છે[2]. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક હકીકત એ છે કે વધુને વધુ યુવા પ્રોફેશનલને હેલ્થ ઇન્શ્યોરન્સના લાભોનો ખ્યાલ આવી રહ્યો છે.

હેલ્થ ઇન્શ્યોરન્સના ફાયદા શું છે?

આ લેખમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળના લાભોની સંપૂર્ણ યાદી આપવામાં આવેલ છે, જેની મદદથી તમે આગામી પૉલિસી કઈ ખરીદવી તે નક્કી કરી શકો છો.

વ્યાપક તબીબી કવરેજ

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઑફર કરવા માટે ડિઝાઇન કરેલ છે કોમ્પ્રિહેન્સિવ મેડિકલ ઇન્શ્યોરન્સ જે તમને હવે સારવારના ઊંચા ખર્ચની વ્યવસ્થા કરવાની ચિંતામાંથી મુક્તિ આપે છે. આર્થિક બાબતોની ચિંતા કર્યા વિના અણધાર્યા હૉસ્પિટલાઇઝેશન અથવા પૂર્વ-નિર્ધારિત ઓપરેશન માટે વ્યવસ્થા કરવાનો એક શ્રેષ્ઠ સંભવિત ઉકેલ છે.

ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન

દર્દીને ઓછામાં ઓછા 24 કલાક માટે દવાખાનામાં દાખલ કરવામાં આવે તેને ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન કહેવાય છે. તમામ ઇન્શ્યોરન્સ પૉલિસીઓને ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશનને કવર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હોય છે.

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીનું કવર

હૉસ્પિટલાઇઝેશનના સારવારના ખર્ચાની સાથે મેડિકલ ઇન્શ્યોરન્સ દ્વારા સારવાર પહેલાં તેમજ પછીના ખર્ચને કવર કરવામાં આવે છે, જેમાં મેડિકલ પ્રોફેશનલ દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલ ટેસ્ટ માટેના ખર્ચ તથા નિદાન ખર્ચનો સમાવેશ થાય છે. બીજી તરફ, હૉસ્પિટલાઇઝેશન પછીના કવરમાં સારવાર થયા પછીના જરૂરી ખર્ચા માટે આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે. કેટલીકવાર, જરૂરી દવાઓનો ખર્ચ વધુ હોઈ શકે છે, અને આવી પરિસ્થિતિમાં પૉસ્ટ-હૉસ્પિટલાઇઝેશન કવર મદદરૂપ થાય છે. સામાન્ય રીતે, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હેઠળ સારવાર પહેલાંના 30 દિવસ સુધી થયેલ ખર્ચ તથા સારવાર પછીના 60 દિવસ સુધી થયેલ ખર્ચને કવર કરવામાં આવે છે.

ડે-કેર ખર્ચ

ડે-કેર પ્રક્રિયાઓ એ એવી શસ્ત્રક્રિયા છે જેમાં પહેલાં હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી હતી, પરંતુ આજના સમયમાં, થોડા કલાકોની અંદર તે પૂર્ણ કરી શકાય છે. અસરકારક દવાઓ અને બહેતર ક્વૉલિટી ધરાવતી મેડિકલ પ્રક્રિયાઓની સાથે સાથે મેડિકલ ટેક્નોલોજીમાં સુધારાને કારણે તે શક્ય બન્યું છે. વૈકલ્પિક રીતે, તેને ટૂંકા ગાળાના હૉસ્પિટલાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ડે-કેર પ્રક્રિયા માટે 2 કલાકથી વધુ પરંતુ 24 કલાકથી ઓછા સમયની જરૂર હોય છે. હેલ્થ ઇન્શ્યોરન્સમાં ડે-કેર ખર્ચમાં અન્યથા ખર્ચાળ હોઈ શકે તેવી નાની સારવારને ઇન્શ્યોર કરવામાં આવે છે.

ક્રિટિકલ ઇલનેસ કવરેજ

ક્રિટિકલ ઇલનેસ કવરમાં આવરી લેવામાં આવતી બીમારીઓમાં હૃદયની બિમારી, કિડની ફેલ્યોર, વિવિધ ઇન્ટેન્સિટીના કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સમાવેશ થાય છે. જ્યારે વળતરની ચુકવણીની વાત આવે ત્યારે ક્રિટિકલ ઇલનેસ પ્લાન અલગ રીતે કાર્ય કરે છે. અહીં, નિર્દિષ્ટ બિમારીનું નિદાન થાય તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સંપૂર્ણ વીમાકૃત રકમ એકસામટી ચૂકવવામાં આવે છે. આવી એકસામટી ચુકવણી સારવાર તેમજ તબીબી સહાયના અન્ય ખર્ચ માટે નાણાંકીય સહાય પ્રદાન કરે છે. થોડો જાણીતો એવો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ  નો લાભ એ અંગ દાન માટે મળતું કવર છે.

રૂમનું ભાડું અને આઇસીયુ શુલ્ક

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના વ્યાપક કવરેજમાં રૂમનું ભાડું અને આઇસીયુ શુલ્કને પણ આવરી લેવામાં આવે છે. હૉસ્પિટલાઇઝેશન દરમિયાન ઇન્શ્યોર્ડ વ્યક્તિને દવાખાનામાં આપવામાં આવેલ રૂમ માટે થયેલ ખર્ચ પેટે લેવામાં આવતા શુલ્કને રૂમનું ભાડું કહે છે. બીમારીના આધારે દર્દીને નિયમિત વૉર્ડ અથવા આઇસીયુ કે આઇસીસીયુમાં પણ દાખલ કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા આવરી લેવામાં આવતા રૂમના ભાડાની રકમ મર્યાદિત હોય છે. આ મર્યાદાની ઉપર થતો રૂમના ભાડા માટેનો કોઈપણ ખર્ચ પૉલિસીધારકે ચૂકવવાનો રહેશે. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન આકસ્મિક મેડિકલ ઇમરજન્સી સામે આર્થિક સુરક્ષા મેળવવા માટે ખરીદવામાં આવે છે. આવા સમયે મેડિકલ બિલ ચૂકવવું કે તેનું વળતર મેળવવું પરેશાની રૂપ કામ લાગી શકે છે. તેથી કૅશલેસ ક્લેઇમની સુવિધા પ્રદાન કરતી પૉલિસી પસંદ કરો. એક કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ  પ્લાન હેઠળ, ઇન્શ્યોરન્સ કંપની દ્વારા હૉસ્પિટલને સારવારનો ખર્ચ સીધો ચૂકવવામાં આવે છે, જેથી તમારે મોટી રકમ ચૂકવવાની રહેતી નથી.

ઘરે સારવાર માટે ડોમિસિલરી કવર

હેલ્થ ઇન્શ્યોરન્સના લાભોમાં ડોમિસિલરી કવરનો સમાવેશ થાય છે, જે હેઠળ પૉલિસીધારક ઘરે સારવાર મેળવી શકે છે. તબીબી સુવિધાઓનો અભાવ અથવા દર્દીના હલન-ચલનને મર્યાદિત કરતી બીમારીની ગંભીરતાને કારણે તેની જરૂર પડી શકે છે. વૃદ્ધ વ્યક્તિઓ હેલ્થ ઇન્શ્યોરન્સની આ સુવિધાનો લાભ લઈ શકે છે. હેલ્થ ઇન્શ્યોરન્સની આ સુવિધાનો મુખ્ય લાભ, જ્યારે વ્યક્તિના હૉસ્પિટલાઇઝેશનને લગતી સમસ્યા હોય, અથવા દર્દીના હલન-ચલનને લગતી સમસ્યા હોય, ત્યારે તેમને સારવાર મળી રહે તે છે.*

દર્દીના પરિવહન માટે એમ્બ્યુલન્સ શુલ્ક

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ પૉલિસી અનુસાર લાગુ પડતા એમ્બ્યુલન્સના ખર્ચનો અતિરિક્ત લાભ પણ આપવામાં આવે છે. તેમાં, દર્દીના પરિવહન માટે એમ્બ્યુલન્સના ઉપયોગનો તમામ ખર્ચ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કવર કરવામાં આવે છે. આ ખર્ચ વધુ હોય છે, ખાસ કરીને મેટ્રો ક્ષેત્રોમાં, તેથી આવા ખર્ચાને કવર કરતી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું સુરક્ષા કવચ હોવું શ્રેષ્ઠ છે.*

પહેલેથી હોય તેવા રોગો માટે કવરેજ

હેલ્થ ઇન્શ્યોરન્સના લાભોમાં પહેલેથી હોય તેવા રોગો માટેના કવરેજનો સમાવેશ થાય છે. પૉલિસી ખરીદતા સમયે કોઈ વ્યક્તિને પહેલેથી જ હૃદયની તકલીફ, કેન્સર અને દમ જેવી ગંભીર બીમારીઓ જેવી કેટલીક બીમારીઓ હોઈ શકે છે. ખાસ કરીને તે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતા વૃદ્ધ લોકોમાં વધુ જોવા મળે છે. આ બીમારીઓ, જે ખરીદીના સમયે પહેલેથી હોય છે, તેને પહેલેથી હોય તેવી બીમારીઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો છો, ત્યારે તેમાં પહેલેથી હોય તેવા રોગો તેમજ નિર્દિષ્ટ બિમારીઓ માટે ભવિષ્યની સારવારને કવર કરવામાં આવે છે. તેથી, તમારે આ સારવાર માટે તમારા ખિસ્સામાંથી ચુકવણી કરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. જો કે, એક બાબત નોંધ કરવી જોઈએ કે આવી બીમારીઓ તમારી પૉલિસીમાં શામેલ કરવામાં આવે તે પહેલાં ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા સામાન્ય રીતે વેટિંગ પિરિયડ લાગુ કરવામાં આવે છે, જેની તમારે ખરીદતા પહેલાં તપાસ કરવી આવશ્યક છે.*

રિન્યુઅલ પર સંચિત બોનસ

પૉલિસીધારક દ્વારા પૉલિસીના પ્રત્યેક સમયગાળા દરમિયાન ક્લેઇમ કરવામાં આવતા નથી. આ પરિસ્થિતિમાં, ક્લેઇમ ન કરવા બદલ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ સમયે તમારી પૉલિસીની વીમાકૃત રકમમાં વધારો કરીને તમને લાભ આપવામાં આવે છે. વીમાકૃત રકમમાં આ વધારોને સંચિત બોનસ તરીકે ઓળખવામાં આવે છે જે વીમાકૃત રકમના 10% થી 100% જેટલો હોય છે, જે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનો ઓછો જાણીતો લાભ છે.*

લાઇફટાઇમ રિન્યુએબિલિટી

મેડિકલ ઇન્શ્યોરન્સમાં લાઇફટાઇમ રિન્યુએબિલિટી લાભ પૉલિસીધારકને આ માટે મંજૂરી આપે છે તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યુ કરો ઉંમર પર કોઈપણ પ્રતિબંધ વિના. જ્યારે તમે ફેમિલી ફ્લોટર પ્લાન ધરાવો છો, અને તેમાં સૌથી મોટા સભ્યની ઉંમર મહત્તમ વય મર્યાદા જેટલી થાય છે ત્યારે આ ઉપયોગી બને છે. સામાન્ય પરિસ્થિતિમાં, કવરેજ સમાપ્ત થાય છે, પરંતુ હેલ્થ ઇન્શ્યોરન્સના લાઇફટાઇમ રિન્યુએબિલિટી લાભ વડે તમે તમારા સંપૂર્ણ જીવન માટે સતત રિન્યુઅલ લાભ લઇ શકો છો. ઉપરાંત, વરિષ્ઠ નાગરિકો માટે, લાઇફટાઇમ રિન્યુએબિલિટી તેમના ઇન્શ્યોરન્સ કવરના સતત રિન્યુઅલને કારણે તબીબી કટોકટીને કારણે ઉદ્ભવતું કોઈપણ આર્થિક દબાણ દૂર કરે છે.*

સ્વાસ્થ્યપ્રાપ્તિનો લાભ

કેટલીક બીમારીઓમાંથી સાજા થવા માટે હૉસ્પિટલાઇઝેશનના સમયગાળા કરતાં વધુ લાંબા સમયની જરૂર પડે છે. તે ગંભીર પ્રકારની સારવાર અથવા બીમારીની ગંભીરતાને કારણે હોઈ શકે છે. આવા સમયે કૉન્વલસન્સ લાભ ઉપયોગી બને છે. આવી સ્થિતિમાં, ઇન્શ્યોરર દ્વારા રિકવરી ખર્ચ પેટે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે અને આ સમયગાળો સાતથી દસ દિવસ વચ્ચેનો હોઈ શકે છે. તે રિકવરીના સમયગાળા દરમિયાન થયેલા આવકના નુકસાનનું વળતર પણ આપી શકે છે.*

વૈકલ્પિક સારવાર મેળવવાનો વિકલ્પ (આયુષ)

હેલ્થ ઇન્શ્યોરન્સના લાભોમાં વૈકલ્પિક સારવાર માટેનું કવરેજ શામેલ છે, જેમાં આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી સંબંધિત પ્રક્રિયાઓને આવરી લેવામાં આવે છે. આ સારવારો મુખ્ય પ્રકારની તબીબી સારવારનો ભાગ નથી. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પૉલિસીધારકને સારવારનો પ્રકાર પસંદ કરવા માટે અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે.

દૈનિક હૉસ્પિટલ કૅશ ભથ્થું

હૉસ્પિટલાઇઝેશનના સમયગાળા દરમિયાન તમે કામ કરી શકતા નથી, જેના કારણે આવકનું નુકસાન થઈ શકે છે. આ પરિસ્થિતિમાં, હૉસ્પિટલના વધતા ખર્ચ સાથે નાણાંની અગવડ ઉદ્ભવી શકે છે. દૈનિક હૉસ્પિટલ કૅશ ભથ્થાનો ઉપયોગ કરીને તમે આવી પરિસ્થિતિને દૂર કરી શકો છો. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા હૉસ્પિટલાઇઝેશનના દરેક દિવસ માટે ચોક્કસ રકમ ચૂકવવામાં આવે છે, જે આવકના થયેલા નુકસાન સામે વળતર આપે છે.*

તબીબી તપાસની સુવિધા

અચાનક આવી પડતી બીમારીઓની સ્થિતિમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા તબીબી તપાસની સુવિધા આપવામાં આવે છે. સામાન્ય રીતે, આ સુવિધા વાર્ષિક રીતે ઉપલબ્ધ હોય છે, અને તેનો ઉપયોગ કરીને તમે તમારા સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરી શકો છો અને પ્રારંભિક તબક્કામાં જ કોઈપણ સારવાર મેળવી શકો છો. તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના આધારે, તબીબી તપાસનો ખર્ચ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે. વૈકલ્પિક રીતે, કેટલાક કિસ્સાઓમાં, આ ખર્ચની પણ ઇન્શ્યોરર દ્વારા ભરપાઈ કરવામાં આવે છે.*

બેરિયાટ્રિક સારવાર માટે કવરેજ

બધી ઇન્શ્યોરન્સ કંપનીઓ બેરિયાટ્રિક સારવાર માટે કવર પ્રદાન કરતી નથી, માત્ર અમુક જ પ્રદાન કરે છે (જેમાં બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીનો સમાવેશ થાય છે). બેરિયાટ્રિક સર્જરી એ સ્થૂળતાની સારવાર માટેની એક તબીબી પ્રક્રિયા છે જે જ્યારે વજન ઘટાડવાના પ્રમાણભૂત પગલાં જેમ કે ડાયેટિંગ, નિયમિત અને કઠોર વ્યાયામ કર્યા બાદ પણ ઇચ્છિત પરિણામ મળે નહીં ત્યારે કરવામાં આવે છે.*

સમ ઇન્શ્યોર્ડ રિસ્ટોરેશન લાભ

રિસ્ટોરેશનનો લાભ એ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની એક એવી સુવિધા છે જેમાં વપરાયેલ ક્લેઇમની કોઈપણ રકમને તેની મૂળ સમ ઇન્શ્યોર્ડથી રિસ્ટોર કરવામાં આવે છે. સામાન્ય રીતે ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે તેનો લાભ લેવામાં આવે છે, તે એક જ લાભાર્થી અથવા અલગ-અલગ લાભાર્થીઓ માટે વારંવાર થતા તબીબી ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરે છે. સારવારના વધતા ખર્ચ સાથે, સમ ઇન્શ્યોર્ડ વપરાઈ જવાનો અર્થ છે કે તમારે તે સારવારનો ખર્ચ જાતે ચૂકવવાનો રહેશે. પરંતુ રીલોડ સુવિધા વડે સમ ઇન્શ્યોર્ડને મૂળ રકમ પર ફરીથી સ્થાપિત કરવામાં આવે છે.* પૉલિસી કવરેજ કેટલું સમાપ્ત થયું છે તેના આધારે રિસ્ટોરેશન લાભને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે - સંપૂર્ણ વપરાયેલ વીમાકૃત રકમ અથવા આંશિક વપરાયેલ વીમાકૃત રકમ. સંપૂર્ણ વપરાશમાં પૂરેપૂરી વીમાકૃત રકમ વપરાઇ જવી જોઈએ; ત્યારબાદ જ રિસ્ટોરેશન લાભ પ્રાપ્ત થાય છે. તેનાથી વિપરીત, આંશિક વપરાશમાં વીમાકૃત રકમને રિસ્ટોર કરવા માટે માત્ર થોડી રકમનો વપરાશ જ જરૂરી છે. ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ઇન્શ્યોરન્સ કંપની કયા પ્રકારનો રિસ્ટોરેશન લાભ પ્રદાન કરે છે તે તપાસવું જરૂરી છે.

પ્રસૂતિ કવરેજ અને નવજાત બાળકનું કવર

હેલ્થ ઇન્શ્યોરન્સના લાભમાં ગર્ભાવસ્થા તથા બાળકના જન્મના ખર્ચ માટે કવરેજ શામેલ છે. માતૃત્વ એક નવો અને જાદુઈ અનુભવ છે, પરંતુ તેની સાથે તબીબી જટિલતાઓ પણ ઉદ્ભવી શકે છે. આવા સમયે, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એક આર્થિક સુરક્ષા પ્રદાન કરી શકે છે, જેના વડે તમે ખર્ચ વિશે ચિંતા ન કરતાં સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. આ ઉપરાંત, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં મેટરનિટી કવર 90 દિવસના નવજાત બાળકો માટે પણ સુરક્ષા પ્રદાન કરે છે. એક વાત યાદ રાખો - ગર્ભાવસ્થાની પુષ્ટિને મેટરનિટી કવરમાં પહેલાંથી હોય તેવી બિમારી તરીકે ગણવામાં આવે છે અને તેથી, તેને પહેલાંથી ખરીદવી જોઈએ.*

ઍડ-ઑન રાઇડર

મેડિકલ ઇન્શ્યોરન્સ કવરના લાભોમાં ઍડ-ઑન રાઇડરનો ઉપયોગ કરીને તમારા ઇન્શ્યોરન્સ કવરને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ પણ શામેલ છે. આ રાઇડર વૈકલ્પિક સુવિધાઓ છે જે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના સ્કોપને વધારવા માટે પસંદ કરી શકાય છે. આ રીતે, વધારાનું કવરેજ મેળવવા માટે કોઈપણ વ્યક્તિ તેમની ઇન્શ્યોરન્સ પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકે છે.*

કોવિડ-19 નું કવરેજ

પૉલિસી ડૉક્યૂમેન્ટમાં ઉલ્લેખિત સારવાર માટે વળતર આપવા સિવાય, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કોવિડ-19 માટે કવરેજ પણ પ્રદાન કરે છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા પરિપત્ર (આઇઆરડીએઆઇ) માર્ચ 2020 માં કોવિડ-19 માટે કવરેજ અને કેસોને ઝડપથી સંભાળવા માટે હાલના તમામ ઇન્શ્યોરન્સ પ્લાન્સને જાહેર કરવામાં આવ્યા[3]. આમ, જો તમે વાઇરસ સામે કવરેજ મેળવવા માંગો છો, તો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જરૂરી લાભો પ્રદાન કરશે.*

વેલનેસ લાભો

વેલનેસ બેનિફિટની કલ્પના 'ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે' એના આધારે કરવામાં આવી છે.’ વેલનેસ બેનિફિટ એ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા આપવામાં આવતા આર્થિક ટેકા ઉપરાંતનો લાભ છે. તે રિન્યુઅલ પ્રીમિયમમાં છૂટ, નિર્દિષ્ટ સંસ્થાઓને મેમ્બરશિપના લાભો, બૂસ્ટર અને સપ્લીમેન્ટ માટેના વાઉચર, મફત નિદાન અને તબીબી તપાસ, રિડીમ કરી શકાય તેવા ફાર્માસ્યુટિકલ વાઉચર અને તેવા અન્ય પ્રકારે હોઈ શકે છે. વેલનેસ બેનિફિટ ધરાવતો પ્લાન પસંદ કરવો એ તમારે માટે ફાયદાની વાત છે, કારણ કે તે તમને તકલીફ ઉદ્ભવતી રોકવામાં મદદ કરે છે.*

કલમ 80D હેઠળ કર લાભો

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન આર્થિક સુરક્ષાની સાથે સાથે ટૅક્સ લાભો પણ પ્રદાન કરે છે. આ કર લાભો કપાતના રૂપમાં ઉપલબ્ધ છે. ચૂકવેલ કોઈપણ પ્રીમિયમ પર આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ ટૅક્સમાં છૂટ મળી શકે છે. વય જૂથ પ્રમાણે છૂટનું પ્રમાણ અલગ અલગ હોય છે, જે મહત્તમ રકમ રુ. 50,000 સુધીની હોઇ શકે છે. મળવાપાત્ર છૂટ વિશેની માહિતી સંક્ષિપ્તમાં નીચેના ટેબલમાં આપેલ છે –  
પરિસ્થિતિ તમારી આવકના રિટર્નમાં મહત્તમ છૂટ સેક્શન 80D હેઠળ કુલ છૂટ
પૉલિસીધારક, તેમના જીવનસાથી અને તેમના આશ્રિત બાળકો માટે માતાપિતા, જે આશ્રિત હોય કે ન હોય, તેમના માટે
વરિષ્ઠ નાગરિક ન હોય તેવા લાભાર્થી માટે રુ. 25,000 સુધી રુ. 25,000 સુધી ₹ 50,000
પૉલિસીધારક અને પરિવારના અન્ય સભ્યોની ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને માતાપિતાની ઉંમર 60 વર્ષથી વધુ હોય રુ. 25,000 સુધી રુ. 50,000 સુધી ₹ 75,000
પૉલિસીધારક અથવા પરિવારના અન્ય સભ્યની ઉંમર 60 વર્ષથી વધુ હોય અને માતાપિતાની ઉંમર પણ 60 વર્ષથી વધુ હોય રુ. 50,000 સુધી રુ. 50,000 સુધી ₹ 1,00,000
  ચૂકવેલ કોઈપણ પ્રીમિયમ માટેની કપાત સિવાય, મેડિકલ ઇન્શ્યોરન્સના લાભોમાં રુ. 5,000 સુધીના પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ માટેની કપાત શામેલ છે, જે ઉપરોક્ત રકમ હેઠળ સબ-લિમિટ છે. ટૅક્સ લાભો ટૅક્સના કાયદામાં ફેરફારને આધિન છે. ટૅક્સ બચત વિશે વધુ જાણવા માટે વધુ વાંચો અને જાણો શું છે સેક્શન 80D તબીબી ખર્ચ . *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની જરૂરિયાત સમજાવતા કેટલાક કારણો

તમારી મહેનતની કમાણીમાંથી કરેલ બચતની સુરક્ષા:

ત્યાર બાદ, હેલ્થ ઇન્શ્યોરન્સ તમને તમારી મહેનતથી કમાયેલી બચતને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. વિચારો કે તમે તમારી બચતનું વિવિધ રીતે રોકાણ કરેલું છે અને તમારા પરિવારમાં અચાનક ઉદ્ભવેલ મેડિકલ ઇમર્જન્સીમાં તમારે તે તમામ રોકાણ પાછું લેવાની જરૂર પડે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી આવી પરિસ્થિતિ સામે સુરક્ષા પ્રદાન કરે છે જ્યાં તમારે તબીબી સારવાર કરાવવા માટે તમારા રોકાણને પાછું લેવાની જરૂર પડતી નથી.

કોર્પોરેટ ઇન્શ્યોરન્સ કવર ઉપરાંત વધારાનું આર્થિક કવરેજ:

હાલના સમયમાં હેલ્થ ઇન્શ્યોરન્સ એક જરૂરી સુરક્ષા કવર છે, અને ઘણા કોર્પોરેટ્સ દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને તેમના દ્વારા આપવામાં આવતા વળતર માટે વધારાની પૂર્વજરૂરિયાત તરીકે આપવામાં આવે છે. કર્મચારીને આપવામાં આવતો આ વધારાનો લાભ કર્મચારીઓના સ્વાસ્થ્યની ખાતરી કરે છે. પરંતુ તમે એમ્પ્લોયર સાથે સંકળાયેલા હોવ ત્યાં સુધી જ તે માન્ય છે, અને આ પ્લાનની તે મર્યાદા છે. તેથી જ્યારે તમે તે કંપનીમાં કામ કરવાનું બંધ કરો છો, ત્યારે ત્યારે તમારું હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પણ પૂરું થઈ જાય છે. આમ, આવા સમયે, એમ્પ્લોયમેન્ટ પૂરું થયા પછી પણ પર્સનલ મેડિકલ ઇન્શ્યોરન્સ વડે તમે સુરક્ષિત રહો છો.

વધતા તબીબી ખર્ચ સામે આવશ્યક

અંતમાં, સારવાર ખૂબ મોંઘી થઈ રહી છે, જેથી સારવારનો ખર્ચ વધી રહ્યો છે. વધતી કિંમતોની સાથે નવી અને આધુનિક સારવાર પણ તે માટે જવાબદાર છે. સારવારના ઝડપથી વધી રહેલા ખર્ચને કારણે તબીબી કટોકટીની સ્થિતિ માટે બચત કરવી ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે. આ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે તબીબી ખર્ચથી ઉદ્ભવતી દેવાની સ્થિતિને કારણે લગભગ 7% વ્યક્તિઓ ગરીબી રેખાની નીચે પહોંચી ગયા છે[4]. તમારી પાસેથી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોય તો તમે આવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓને ટાળી શકો છો. હેલ્થ કવર સારવારના ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક સહાય પ્રદાન કરે છે.  

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે યાદ રાખવા જેવી કેટલીક બાબતો અહીં જણાવેલ છે:

નેટવર્ક હૉસ્પિટલોનું કવરેજ

કૅશલેસ સુવિધાનો લાભ લેવા માટે કોઈ પણ નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે. આ નેટવર્ક હૉસ્પિટલો એ ઇન્શ્યોરન્સ કંપનીની સંલગ્ન હૉસ્પિટલો સાથે સંકળાયેલી હૉસ્પિટલો છે. તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની નેટવર્ક હૉસ્પિટલો તમારી આસપાસ તેમજ સમગ્ર દેશમાં પણ ઉપલબ્ધ છે કે નહીં તે તપાસવું જરૂરી છે. આ તમને ઘરે કે દેશમાં મુસાફરી દરમિયાન ઉદ્ભવતી ઇમરજન્સીની સ્થિતિમાં, મોટો ખર્ચ કર્યા વિના ગુણવત્તાસભર સારવાર મેળવવામાં મદદરૂપ થશે.

તબીબી જરૂરિયાતોના આધારે યોગ્ય કવર પસંદ કરવું

વધુમાં, યોગ્ય લાભાર્થી માટે યોગ્ય પ્રકારનું હેલ્થ ઇન્શ્યોરન્સ કવર ખરીદવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો તમે કોર્પોરેટ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવો છો, તો એક ફેમિલી ફ્લોટર પ્લાન જે પરિવારના વિવિધ સભ્યોમાં 'ફ્લોટ' કરે છે તે આવશ્યક છે. આ રીતે, નોકરીમાં કોઈપણ ફેરફાર થાય તો પણ તમે બીમારીમાં આર્થિક જોખમ સામે સુરક્ષિત રહો છો. વધુમાં, જો તમે વૃદ્ધ વ્યક્તિઓને આવરી લેવા માંગો છો, તો વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ યોગ્ય ઇન્શ્યોરન્સ કવર બની શકે છે, જેમાં પ્રવેશની ઉચ્ચ ઉંમર અને વૃદ્ધાવસ્થામાં જરૂરી હોય તેવી સારવાર મળે છે. જો ઉપરોક્ત કોઈપણ ઇન્શ્યોરન્સ પ્લાન યોગ્ય નથી લાગતો, તો તમે એક ઈન્ડિવિજ્યુઅલ કવર ખરીદી શકો છો જે એક લાભાર્થીને (તમને) સુરક્ષા પ્રદાન કરે છે.

પૉલિસીમાં આ સામેલ નથી

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હેઠળ અસંખ્ય વિવિધ રોગો અને તબીબી આકસ્મિકતાઓને આવરી લેવામાં આવે છે, ત્યારે કેટલીક એવી બીમારીઓ પણ હોઈ શકે છે જે તમે પસંદ કરેલ પ્લાન હેઠળ કવર કરવામાં આવતી નથી. તેથી, પૉલિસી ખરીદતા પહેલાં પૉલિસી નિયમાવલી વાંચવી તેમજ બાકાત બાબત વિશેની કોઈપણ મૂંઝવણ દૂર કરવી ખૂબ જરૂરી છે.  

ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ કવર કેવી રીતે ખરીદવું?

હવે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના વ્યાપક લાભો વિશે માહિતગાર છો, તો તેને કેવી રીતે ખરીદવા તે સમજવું પણ જરૂરી છે. હેલ્થ ઇન્શ્યોરન્સની ઑનલાઇન ખરીદી એક સરળ અને ઝંઝટ-મુક્ત પ્રક્રિયા છે. પગલું 1: સૌ પ્રથમ તમે પસંદગીની ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ પર જાઓ અને હેલ્થ ઇન્શ્યોરન્સ વિભાગ શોધો. પગલું 2: તમારે તમારી ઉંમર, લિંગ, મોબાઇલ નંબર વગેરે જેવી જરૂરી વ્યક્તિગત માહિતી દાખલ કરવાની રહેશે. પગલું 3: ત્યાર બાદ, વિવિધ પ્રકારના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાંથી યોગ્ય કવર પસંદ કરો પગલું 4: પૉલિસીનો સ્કોપ વધારવા માટે ઍડ-ઑન રાઇડર લોડ કરો. પગલું 5: પૉલિસીનો પ્રકાર, તેની વિવિધ સુવિધાઓ અને અતિરિક્ત રાઇડર નક્કી કર્યા પછી, તમે ઇન્શ્યોરન્સ કવર મેળવવા માટે ચુકવણી કરી શકો છો. જો કે, ચુકવણી કરતાં પહેલાં, તમારા માટે શ્રેષ્ઠ પૉલિસી પસંદ કરવા માટે તમામ પૉલિસીઓને સરખાવી જોવાનું ભૂલશો નહીં.  

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નો

1. હું વ્યાજબી કવર કેવી રીતે મેળવી શકું?

પસંદ કરવા માટે ઘણી બધી ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઉપલબ્ધ છે. કિંમત એ ખરીદીના નિર્ણયમાં નોંધપાત્ર પરિબળ છે, ત્યારે તમે નાની ઉંમરે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં રોકાણ કરીને વધુ બચત કરી શકો છો. આ ઉપરાંત, તમે કપાતપાત્ર, સહ-ચુકવણી અને પૉલિસીના તેવા અન્ય વિકલ્પો, કે જેમાં તમારે ક્લેઇમ કરતી વખતે ચૂકવણી કરવાની હોય છે, તેનો ઉપયોગ કરીને તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઑપ્ટિમાઇઝ કરવાનું પસંદ કરી શકો છો. વધુમાં, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર ના ઉપયોગથી તમે માત્ર કિંમત જ નહીં, પરંતુ પૉલિસીની મહત્વપૂર્ણ સુવિધાઓને પણ સંપૂર્ણપણે સરખાવી શકો છો.

2. શું મારી પૉલિસી આખા દેશમાં માન્ય છે?

આ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને લગતો સૌથી સામાન્ય પ્રશ્નોમાંથી એક છે. સામાન્ય રીતે, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ સમગ્ર ભારતમાં માન્ય છે. મેડિકલ ઇમરજન્સી દેશના કોઈપણ ભાગમાં ઉદ્ભવી શકે છે, તેથી તમારે પૉલિસીના ભૌગોલિક કાર્યક્ષેત્રવિશે જાણવું જરૂરી છે.

3. શું કોઈ વ્યક્તિ એકથી વધુ હેલ્થ કવર લઈ શકે છે?

હા, તમે ઇચ્છો તેટલા ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો. વાસ્તવમાં, એકથી વધુ હેલ્થ કવર ખરીદવું સલાહભર્યું છે કારણ કે કોઈ પૉલિસી એક સામાન્ય પ્લાન હોઈ શકે છે જે વિવિધ બિમારીઓને કવર કરે છે જ્યારે અન્ય કોઈ ગંભીર બીમારી અથવા પહેલેથી હોય તેવી બિમારીઓને કવર કરતી હોઈ શકે છે.

4. શું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ ક્લેઇમ કરવા માટે કોઈ વેટિંગ પિરિયડ લાગુ પડે છે?

હા, તમામ ઇન્શ્યોરન્સ પ્લાન સામાન્ય રીતે 30-દિવસનો વેટિંગ પિરિયડ ધરાવે છે, જેમાં આ સમયગાળા પછી થયેલ તબીબી સારવારનો ખર્ચ કવર કરવામાં આવે છે. જો કે, અકસ્માતને કારણે ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં આવો વેટિંગ પિરિયડ લાગુ પડતો નથી.

5. પૉલિસીની મુદત દરમિયાન કેટલા ક્લેઇમ કરી શકાય છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ક્લેઇમની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. પરંતુ, ધ્યાનમાં રાખો કે તમે વધુમાં વધુ તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની સમ ઇન્શ્યોર્ડ રકમ જેટલો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરી શકો છો. ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.   સ્રોત: [1] https://www.niti.gov.in/sites/default/files/2021-10/HealthInsurance-forIndiasMissingMiddle_28-10-2021.pdf [2] https://health.economictimes.indiatimes.com/news/pharma/health-insurance-is-wealth-many-realized-after-2nd-wave/85790116 [3] https://www.irdai.gov.in/ADMINCMS/cms/whatsNew_Layout.aspx?page=PageNo4057&flag=1 [4] https://www.downtoearth.org.in/dte-infographics/india_s_health_crisis/index.html

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે