રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ: હેલ્થ કેર સુપ્રીમ

તમામ તબીબી સમસ્યાઓ સામે ઇન્શ્યોરન્સ કવર

Comprehensive health insurance plan

બીમારીઓ અને અકસ્માતો સામે વિસ્તૃત આર્થિક સુરક્ષાનો આનંદ માણો

તમારા લાભો અનલૉક કરો

મફત વાર્ષિક આરોગ્ય તપાસ

₹ 50 લાખ સુધીના ઇન્શ્યોરન્સ રકમના વિકલ્પો

ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

બજાજ આલિયાન્ઝ હેલ્થકેર સુપ્રીમ શા માટે પસંદ કરવું?

જીવનનો દરેક તબક્કો નવા પડકારો અને જોખમો લાવે છે. આજની તેજ ગતિની જિંદગીમાં સ્વાસ્થ્ય સંબંધિત અને બીમારીઓનું જોખમ વધુ રહેલું છે. શું આપણે તેમનો સામી છાતીએ સામનો કરવા સંપૂર્ણપણે તૈયાર છીએ? હવે તબીબી સારવાર અને હૉસ્પિટલાઈઝેશનના જંગી ખર્ચાઓ સામે સુરક્ષિત રહેવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સની એક સંપૂર્ણ પૉલિસી હોવી અનિવાર્ય છે.

અને આપણે જીવનની અણધારી દુર્ઘટનાઓ ન ભૂલવી જોઈએ કે જે આપણને અને આપણા પ્રિયજનોને સખત નાણાંભીડ માં મૂકી શકે છે. માંદગી અને અકસ્માત એ બંને સામે કવર પૂરું પાડતો હેલ્થ ઇન્શ્યોરન્સ નો વિકલ્પ પસંદ કરીને આ પરિસ્થિતિઓ સામે તૈયાર રહો.

હેલ્થકેર સુપ્રીમ એ તમારી હેલ્થ કેરની તમામ જરૂરિયાતો પૂરી પાડતો વ્યાપક શ્રેણી ધરાવતો એક વ્યાપક પ્લાન છે. આ પૉલિસી થકી તમે કોઈ મોટા આર્થિક નુકસાન વગર કોઈ પણ તબીબી ઈમરજન્સીની સ્થિતિ સામે અડગ ઊભા રહી તેનો સામનો કરી શકો છો. હેલ્થકેર સુપ્રીમ ઘણી મૂલ્ય-વર્ધિત સુવિધાઓ આપે છે, જેમ કે ગંભીર બીમારી સામે કવર, પ્રસૂતિ સમયના લાભો, આઉટ-પેશન્ટ કવર, દાંતની સારવાર, 60 દિવસનું પ્રી-હૉસ્પિટલાઇઝેશન કવર અને 90 દિવસ માટે હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચ સામે કવર.

જ્યારે હેલ્થકેર સુપ્રીમ પૉલિસીની વાત આવે ત્યારે અમે ઘણું બધું ઑફર કરીએ છીએ

મુખ્ય સુવિધાઓ

હેલ્થકેર સુપ્રીમ પૉલિસીની વ્યાપક વિશેષતાઓની શ્રેણી દ્વારા દિવસના 24 કલાક, વર્ષના 365 દિવસ હેલ્થ ઇન્શ્યોરન્સ અને માનસિક શાંતિ:

  • વીમાકૃત રકમનું પુનઃસ્થાપન

    જો પૉલિસી ચાલુ હોય તે દરમિયાન હૉસ્પિટલાઇઝેશન ખર્ચમાં વીમાકૃત રકમ સમાપ્ત થઈ જાય છે, તો વીમાની 100% રકમ રીસ્ટોર કરવામાં આવશે.

  • એર એમ્બ્યુલન્સ કવર

    આ પૉલિસી ઇમરજન્સીના કિસ્સામાં હવાઈ માર્ગે સુરક્ષિત સ્થળે ખસેડવાના ખર્ચને કવર કરી લે છે.

  • આઉટ-પેશન્ટ ખર્ચ કવર

    જો તમે પૉલિસીના સમયગાળા દરમિયાન બીમારી/ઈજા માટે આઉટ-પેશન્ટ તરીકે કોઈ વિશેષ સલાહકાર/મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ લો છો તો નીચે જણાવેલ માટે આઉટ-પેશન્ટના ખર્ચની ચુકવણી કરીશું,

    • સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટેશન.
    • નિષ્ણાત દ્વારા કહેવામાં આવેલ બીમારી/ઈજા સંબંધિત તપાસ.
    • નિષ્ણાત દ્વારા લખી આપવામાં આવેલ બીમારી/ઈજા સંબંધિત દવાઓ.
    • ડેન્ટલ પ્રક્રિયાઓ - રૂટ કેનલ સારવાર અને દાંત કઢાવવો.
    • માનસિક વિકારો માટે સલાહ.
  • સંચિત બોનસ

    પ્રત્યેક દાવા-મુક્ત વર્ષ માટે વળતર (ઇન્ડેમ્નિટી) ની મર્યાદા સુધી 10% સંચિત બોનસ મેળવો (હૉસ્પિટલાઇઝેશન વિભાગ હેઠળ વીમાકૃત રકમના 50% સુધી).

  • હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનું કવર

    આ પૉલિસીમાં અનુક્રમે 60 અને 90 દિવસ સુધીના હૉસ્પિટલાઇઝેશન પહેલાના અને પછીના ખર્ચને કવર કરી લેવામાં આવે છે.

  • આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર

    આ પૉલિસીમાં માન્યતા પ્રાપ્ત આયુર્વેદિક/હોમિયોપેથિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દી, કે જેઓ 24 કલાક કરતાં ઓછા સમય માટે દાખલ થયેલ ન હોય, તેમના હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને આવરી લેવામાં આવે છે.

  • મેટરનિટી કવર

    પૉલિસીના 3rd વર્ષથી ઇન્શ્યોરન્સની રકમ મુજબ નવજાત બાળકને આવરી લેતી સુરક્ષા (કવર) સાથે પ્રસૂતિ લાભો મેળવો.

  • વિશેષ લાભો

    આ પૉલિસી રિકવરી લાભ જેવા વિશેષ લાભો પ્રદાન કરે છે અને ફિઝિયોથેરેપી અને અંગ દાતાના ખર્ચને આવરી લે છે.

  • એમ્બ્યુલન્સ કવર

    આ પૉલિસીમાં હૉસ્પિટલાઇઝેશન વિભાગ હેઠળની વીમાકૃત રકમ સુધીનો એમ્બ્યુલન્સનો ખર્ચ આવરી લેવામાં આવે છે.

અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ વિશે જુઓ અને વધુ જાણો.

Learn more about our health insurance plans

ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક (CDC)

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સએ હેલ્થ ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક તરીકે ઓળખાતી એપ-આધારિત ક્લેઇમ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ સુવિધા તમને રુ. 20,000 સુધીના દાવાઓ માટે એપ દ્વારા જ દાવા દસ્તાવેજો નોંધાવવાની અને સબમિટ કરવાની સગવડ આપે છે.

તમારે શું કરવાનું રહેશે?:

  • ઇન્શ્યોરન્સ વૉલેટ એપમાં તમારી પૉલિસી અને કાર્ડ નંબર રજિસ્ટર કરો.
  • એપમાં તમારી પૉલિસી અને હેલ્થ કાર્ડ નંબર રજિસ્ટર કરો.
  • ક્લેઇમ રજિસ્ટર કરો.
  • ક્લેઇમ ફોર્મ ભરો અને હૉસ્પિટલ સંબંધિત ડૉક્યૂમેન્ટની વ્યવસ્થા કરો.
  • એપ મેનુનો ઉપયોગ કરીને ડૉક્યૂમેન્ટ અપલોડ કરો.
  • આગળની પ્રક્રિયા માટે ક્લેઇમ સબમિટ કરો.
  • થોડા કલાકોની અંદર કન્ફર્મેશન મેળવો.

કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા (માત્ર નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર પર લાગુ)

નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા વર્ષભર અને 24x7 કોઈ પણ વિક્ષેપ વગર ઉપલબ્ધ છે. કૅશલેસ સેટલમેન્ટનો લાભ મેળવી શકાય તેવી હોસ્પિટલની સૂચિ કાયમી નથી અને કોઈપણ સૂચના વગર તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે. દાખલ થતા પહેલાં તમારે હૉસ્પિટલની યાદી તપાસી લેવી જોઈએ. સુધારેલી યાદી અમારી વેબસાઇટ અને કૉલ સેન્ટર પર ઉપલબ્ધ છે. કૅશલેસ સુવિધા મેળવતી વખતે ઓળખના સરકારી પુરાવા સાથે બજાજ આલિયાન્ઝ હેલ્થ કાર્ડ ફરજિયાત છે.

જ્યારે તમે કૅશલેસ ક્લેઇમ પસંદ કરો ત્યારે નીચે જણાવેલ પગલાંઓને અનુસરો:

  • હૉસ્પિટલના ઇન્શ્યોરન્સ ડેસ્ક પરથી, સારવાર કરનાર ડૉક્ટર/હૉસ્પિટલ દ્વારા ભરવામાં આવેલ અને હસ્તાક્ષર કરેલ અને સભ્ય/દર્દી દ્વારા હસ્તાક્ષર કરેલ પ્રી-ઑથોરાઇઝેશન વિનંતી ફોર્મ મેળવો.
  • નેટવર્ક હૉસ્પિટલ, હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) ને વિનંતી ફેક્સ કરશે.
  • HAT ડૉક્ટરો પ્રી-ઑથોરાઇઝેશન વિનંતી ફોર્મની ચકાસણી કરશે અને પૉલિસીની માર્ગદર્શિકા મુજબ કૅશલેસ ઉપલબ્ધતા નક્કી કરશે.
  • યોજના અને તેના લાભો અનુસાર 3 કલાકની અંદર અધિકૃતતા પત્ર (એએલ)/નામંજૂરીનો પત્ર/વધારાની જરૂરિયાત અંગેનો પત્ર જારી કરવામાં આવે છે.
  • હૉસ્પિટલમાંથી રજા આપવાના સમયે હૉસ્પિટલ છેલ્લું બિલ અને રજા આપ્યાની વિગતો એચએટીને જણાવશે અને તેમના મૂલ્યાંકનના આધારે, અંતિમ સેટલમેન્ટની પ્રક્રિયા કરવામાં આવશે.

નોંધ કરવાના મહત્વપૂર્ણ બિંદુઓ

  • પૂર્વનિર્ધારિત હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, દાખલ થવા માટે નેટવર્ક હૉસ્પિટલની પ્રક્રિયા મુજબ તમારો પ્રવેશ અગાઉથી નોંધાવો/રિઝર્વ કરો.
  • નેટવર્ક હૉસ્પિટલમાં બેડની ઉપલબ્ધતાને આધારે દાખલ કરવામાં આવશે.
  • કૅશલેસ સુવિધા હંમેશા તમારી પૉલિસીના નિયમો અને શરતોને આધિન રહેશે.
  • પૉલિસીમાં નીચેની બાબતોને આવરી લેવામાં આવી નથી : ટેલિફોન સંબંધીઓ માટે ખાદ્ય અને પીણાં પ્રસાધન-વસ્તુઓ ઉપરોક્ત સેવાઓના ખર્ચની જવાબદારી તમારી રહેશે અને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા પહેલા સીધા હૉસ્પિટલને ચુકવણી કરવાની રહેશે.
  • ઉપરોક્ત સેવાઓના ખર્ચની જવાબદારી તમારી રહેશે અને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા પહેલા સીધા હૉસ્પિટલને ચુકવણી કરવાની રહેશે.
  • ઇન-રૂમ રેન્ટ નર્સિંગ શુલ્ક સામેલ છે. જો કે, જો તેથી વધુ ભાડાની રૂમનો ઉપયોગ કરવામાં આવે તો થતા વધારાના ખર્ચની જવાબદારી તમારી રહેશે.
  • જો પૉલિસીના નિયમો અને શરતો અનુસાર સારવારને આવરી લેવામાં આવતી નથી, તો તમારો દાવો, પછી તે કૅશલેસ હોય કે વળતર, તેને નકારવામાં આવશે.
  • અપર્યાપ્ત તબીબી માહિતીના કિસ્સામાં, કૅશલેસ દાવા માટે પૂર્વ-અધિકૃતિને નકારવામાં આવી શકે છે.
  • કૅશલેસ સુવિધા નકારવાનો અર્થ એ સારવારનો ઇન્કાર કરવો એમ નથી અને તમને જરૂરી તબીબી સારવાર મેળવવાથી અથવા હૉસ્પિટલાઇઝેશન થી કોઈપણ રીતે અટકાવતું નથી.

હૉસ્પિટલાઇઝેશન પહેલાના / પછીના ખર્ચનું વળતર

હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલાનો અને હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદનો સુસંગત તબીબી ખર્ચ પૉલીસી અનુસાર ભરપાઈ કરી આપવામાં આવશે. આવી સેવાઓના પ્રિસ્ક્રિપ્શન અને બીલ/રસીદો બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સને યોગ્ય રીતે સહી કરેલ દાવા ફોર્મ સાથે સબમિટ કરવાની રહેશે.

રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમની પ્રક્રિયા

  • બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના HAT ને હૉસ્પિટલાઇઝેશન અંગે જાણ કરો. તમારા ક્લેઇમને ઑનલાઇન રજિસ્ટર કરવા માટે અહીં ક્લિક કરો તમારો દાવો ઑફલાઇન નોંધવા માટે કૃપા કરીને અમારા ટોલ-ફ્રી નંબર પર અમને કૉલ કરો: 1800-209-5858.
  • રજા મળ્યાના 30 દિવસમાં તમારે નીચે જણાવેલા ડૉક્યૂમેન્ટ એચએટીને સબમિટ કરવાના રહેશે: મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી સહિતનું યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ ક્લેઇમ ફોર્મ. હૉસ્પિટલનું અસલ બિલ અને ચુકવણીની રસીદ. તપાસ અહેવાલ ડિસ્ચાર્જ કાર્ડ પ્રિસ્ક્રિપ્શનો દવાઓ અને તબીબી સાધનોના બિલ હૉસ્પિટલાઇઝેશન પહેલાના ખર્ચની વિગતો (જો હોય તો) ઇન-પેશન્ટ ડૉક્યૂમેન્ટ, જો જરૂર પડે તો.
  • વધુ પ્રક્રિયા માટે અને મૂલ્યાંકનના આધારે, અંતિમ સેટલમેન્ટ 10 કાર્યકારી દિવસોમાં કરવામાં આવશે.
  • હૉસ્પિટલમાં દાખલ થયા પછીના દાવાના દસ્તાવેજો હૉસ્પિટલમાંથી રજા મળ્યા તારીખથી 90 દિવસની અંદર મોકલવાના રહેશે.

વળતરના દાવા માટે જરૂરી દસ્તાવેજો

  • હૉસ્પિટલની ચુકવણીની યોગ્ય રીતે સહી-સિક્કા કરેલ પ્રી-નંબર્ડ અસલ રસીદ.
  • મૂળ પ્રિસ્ક્રિપ્શન અને દવાઓનું બિલ.
  • ડૉક્ટરની મુલાકાતના મૂળ પેપર (જો કોઈ હોય તો).
  • તપાસ અને નિદાનના અસલ અહેવાલો સાથે હોસ્પિટલની અંદર અને બહારની તપાસના અસલ બિલ અને ચુકવણીની રસીદ.
  • જો તમે કૅશલેસ ક્લેમનો લાભ લીધો પરંતુ તેનો ઉપયોગ કર્યો નથી, તો હૉસ્પિટલમાંથી તેની જાણ કરતો એક પત્ર.
  • ઘટનાની વિગતોના ઉલ્લેખ સાથેનો સારવાર કરનાર ડૉક્ટરનો પત્ર (અકસ્માતના કિસ્સામાં).
  • લેટરહેડ પર હૉસ્પિટલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
  • તમારું નામ અને બેંકનો IFSC કોડ ધરાવતો રદ કરેલો ચેક.
  • હૉસ્પિટલમાં દાખલ કર્યા તારીખ થી રજા આપ્યાની તારીખ સુધીના, વિસ્તૃત તબીબી ઇતિહાસ અને તાપમાન, નાડી અને શ્વસન ચાર્ટ સહિતની ડૉકટરની નોંધ સાથેના હૉસ્પિટલ દ્વારા ખરાઈ કરેલ ઇન્ડોર કેસ પેપર.
  • એક્સ-રે (ફ્રેક્ચરના કિસ્સામાં).
  • સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા પ્રસૂતિને લગતો ઇતિહાસ (પ્રસૂતિના કિસ્સાઓમાં).
  • FIR ની નકલ (અકસ્માતના કિસ્સામાં).
  • કેટલાક વિશેષ કિસ્સાઓમાં બીજી અન્ય જરૂરિયાતો: મોતિયાના ઑપરેશન ના કિસ્સામાં બિલની નકલ સાથે લેન્સ સ્ટિકર. સર્જરીના કિસ્સામાં, બિલની નકલ સાથે ઇમ્પ્લાન્ટ સ્ટિકર. હૃદય સંબંધિત સારવારના કિસ્સામાં બિલની નકલ સાથે સ્ટેન્ટ સ્ટિકર.

સબમિટ કરવાના દસ્તાવેજો:

ગંભીર બીમારીનો દાવો:

  • વીમેદાર દ્વારા હસ્તાક્ષર કરેલ યોગ્ય રીતે પૂર્ણ થયેલ દાવા ફોર્મ.
  • રજા આપ્યાનો સારાંશ/રજા આપ્યાના પ્રમાણપત્રની નકલ.
  • હૉસ્પિટલના છેલ્લા બિલની એક નકલ.
  • પૉલિસી દસ્તાવેજોની એક નકલ.
  • બીમારી માટે ડૉકટરની પ્રથમ મુલાકાત નો પત્ર.
  • બીમારીના સમયગાળા માટેનું મેડિકલ સર્ટિફિકેટ (જો જરૂરી હોય તો).
  • બીમારી અનુસાર તપાસના તમામ જરૂરી અહેવાલો (જો આવશ્યક હોય તો).
  • કામના પ્રકાર અંગે સ્પષ્ટ કરતો એમપ્લૉયર નો પત્ર.
  • તમારા આધાર કાર્ડ, અથવા કોઈ અન્ય સરકારી ફોટો ઓળખપત્ર અને પાન કાર્ડ ની નકલ. જો તમારું ઓળખપત્ર ઇન્શ્યોરન્સ લેતી વખતે અથવા પહેલાના દાવા સમયે પૉલીસી સાથે સંકળાયેલ હોય તો આ ફરજિયાત નથી.

મૃત્યુના કિસ્સામાં દાવો:

  • દાવો કરનાર દ્વારા સહી કરેલ, યોગ્ય રીતે ભરવામાં આવેલ દાવા ફોર્મ.
  • મૃત્યુના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.
  • જો પોસ્ટ-મોર્ટમ કરવામાં આવ્યું હોય તો તેની પ્રમાણિત નકલ.
  • શરીરના આંતરિક અવયવો/કેમિકલ વિશ્લેષણના અહેવાલની પ્રમાણિત નકલ (જો આંતરિક અવયવો સચવાયેલ હોય તો).
  • ડૂબવાના કારણે મૃત્યુના કિસ્સામાં ફોરેન્સિક લેબનો ડાયટમ્સ અહેવાલ (જો નમૂનો સચવાયેલ હોય તો).
  • સાક્ષીના નિવેદનની પ્રમાણિત નકલ (જો કોઈ હોય તો).
  • દફનનું પ્રમાણપત્ર (જ્યાં લાગુ પડતું હોય ત્યાં).
  • તમામ કાનૂની વારસદારો દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરાયેલા અને નોટરાઇઝ્ડ એફિડેવિટ અને વળતર બોન્ડ ધરાવતું કાનૂની વારસ પ્રમાણપત્ર ક્લેઇમની પ્રક્રિયા કરવા માટે ફરજિયાત છે.
  • વીમાધારક/દાવો કરનારનો ફોટો-ઓળખનો પુરાવો.
  • વીમાધારક/દાવો કરનારના સરનામાનો પુરાવો.
  • દાવાની પ્રક્રિયા કરવા માટે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા જરૂરી હોય તેવા અન્ય દસ્તાવેજો.
  • તમારા આધાર કાર્ડ, અથવા કોઈ અન્ય સરકારી ફોટો ઓળખપત્ર અને પાન કાર્ડ ની નકલ. જો તમારું ઓળખપત્ર ઇન્શ્યોરન્સ લેતી વખતે અથવા પહેલાના દાવા સમયે પૉલીસી સાથે સંકળાયેલ હોય તો આ ફરજિયાત નથી.

PTD, PPD અને TTD ક્લેઇમ:

  • દાવો કરનાર દ્વારા સહી કરેલ, યોગ્ય રીતે ભરવામાં આવેલ દાવા ફોર્મ.
  • FIR/પંચનામા/ઇન્ક્વેસ્ટ પંચનામાની પ્રમાણિત નકલ.
  • મેડિકો લીગલ સર્ટિફિકેટની એક નકલ.
  • ઈજા પછી તરત જ દાખલ કર્યાની ડિસ્ચાર્જ સારાંશની નકલ.
  • નિદાનને સમર્થન આપતી એક્સ-રે ફિલ્મો/તપાસ અહેવાલો.
  • સરકારી અધિકારી દ્વારા વીમેદારની વિકલાંગતા પ્રમાણિત કરતું પ્રમાણપત્ર.
  • દાવાની પ્રક્રિયા કરવા માટે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા જરૂરી હોય તેવા અન્ય દસ્તાવેજો.
  • એમ્પ્લોયર પાસેથી રજાનું પ્રમાણપત્ર.
  • તમારા આધાર કાર્ડ, અથવા કોઈ અન્ય સરકારી ફોટો ઓળખપત્ર અને પાન કાર્ડ ની નકલ. જો તમારું ઓળખપત્ર ઇન્શ્યોરન્સ લેતી વખતે અથવા પહેલાના દાવા સમયે પૉલીસી સાથે સંકળાયેલ હોય તો આ ફરજિયાત નથી.

તમામ અસલ દસ્તાવેજો નીચેના સરનામા પર સબમિટ કરવાના રહેશે:

હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ

બજાજ આલિયાન્ઝ હાઉસ, એરપોર્ટ રોડ, યેરવડા, પુણે-411006

પરબીડિયાની ઉપર તમારો પૉલિસી નંબર, હેલ્થ કાર્ડ નંબર અને મોબાઇલ નંબર સ્પષ્ટપણે લખો.

નોંધ: તમારા રેકોર્ડ્સ માટે દસ્તાવેજો અને કુરિયર રેફરન્સ નંબરની ફોટોકૉપી રાખો.

ચાલો, હેલ્થ ઇન્શ્યોરન્સને સરળ બનાવીએ

હેલ્થકેર સુપ્રીમ પૉલિસી શું છે?

હેલ્થકેર સુપ્રીમ એ તમારી અને તમારા પરિવારની તમામ હેલ્થ કેર જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિશાળ શ્રેણીના કવરેજ વિકલ્પો ધરાવતી વ્યાપક સ્વાસ્થ્ય વીમા યોજના છે.

હેલ્થકેર સુપ્રીમ ઇન્શ્યોરન્સ માટે પાત્રતા શું છે?

હેલ્થકેર સુપ્રીમ ઇન્શ્યોરન્સ પસંદ કરવાની પાત્રતા નીચે જણાવ્યા મુજબ છે:

પ્રસ્તાવકર્તા માટે પ્રવેશની ઉંમર 18 વર્ષથી આજીવન સુધીની છે.

બાળકો માટે પ્રવેશની ઉંમર 3 મહિનાથી 25 વર્ષની વચ્ચે છે.

આ હેલ્થકેર સુપ્રીમ ઇન્શ્યોરન્સ પ્લાન મને ટેક્સ બચાવવામાં કેવી રીતે મદદ કરે છે?

તમે તમારું પોતાનું, તમારા આશ્રિતનું (જીવનસાથી અને બાળકો) અને તમારા માતાપિતાનું જે આરોગ્ય વીમા પ્રીમિયમ ભરો છો તે તમામ આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ કર લાભ માટે ગણતરીમાં લેવામાં આવે છે.

હું આ પૉલિસી હેઠળ પરિવારના કેટલા સભ્યોનો વીમો લઈ શકું છું?

વ્યક્તિગત વિકલ્પ હેઠળ, તમે પોતાનો, તમારા જીવનસાથી, બાળકો અને માતાપિતાનો વીમો લઈ શકો છો.

ફેમિલી ફ્લોટર પૉલિસી તમને, તમારા જીવનસાથી અને બાળકોને આવરી લે છે. ઉપરાંત, તમારા માતાપિતાને કવર કરવા માટે એક અલગ ફેમિલી ફ્લોટર પૉલિસી પસંદ કરી શકાય છે.

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

આશીષ ઝુનઝુનવાલા

મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું...

સુનીતા એમ આહુજા

લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર

રેની જૉર્જ

હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તાનો આભાર માનું છું...

વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ જે તમારી બધી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

મફત વાર્ષિક નિવારક આરોગ્ય તપાસ.

એટલું જ નહીં, તમારી હેલ્થકેર સુપ્રીમ પૉલિસી સાથેના વધારાના લાભો આ પ્રમાણે છે

અમે વધારાના લાભો સાથે બિમારીઓ અને અકસ્માતો સામે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરીએ છીએ
Free health check-up

નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ

તમારા દાવાના ઇતિહાસને ધ્યાનમાં લીધા વિના દરેક પૉલિસીના નવીકરણ પર અમારા નિયુક્ત મેડિકલ સેન્ટર્સ પર મફત આરોગ્ય તપાસનો લાભ મેળવો.

Tax saving

ટૅક્સની બચત

આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ ટેક્સમાં રુ. 1 લાખ સુધીની બચત* વધુ વાંચો

ટૅક્સની બચત

આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ ટેક્સમાં રુ. 1 લાખ સુધીની બચત*

*તમારા માટે, તમારી જીવનસાથી, બાળકો અને માતાપિતા માટે હેલ્થકેર સુપ્રીમ પૉલિસી પસંદ કરવા પર, તમે તમારા ટેક્સમાં વાર્ષિક રુ. 25,000 બાદ મેળવી શકો છો (જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ ન હોય તો). જો તમે તમારા માતાપિતા કે જેઓ વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય, તેમના માટે પ્રીમિયમ ચૂકવો, તો ટૅક્સ હેતુ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ ₹50,000 છે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, એક કરદાતા તરીકે તમે સેક્શન 80D હેઠળ કુલ ₹75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તમે તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ ₹1 લાખ છે.

Individual and floater option

વ્યક્તિગત અને ફ્લોટર વિકલ્પ

તમે રુ. 5 લાખ અને રુ. 50 લાખ વચ્ચેની રકમનો વીમો લેવા પર વ્યક્તિગત અથવા ફેમિલી ફ્લોટર પૉલિસી પસંદ કરી શકો છો.

Daycare expenses cover

દિવસ દરમિયાનની સંભાળ (Daycare) ના ખર્ચ નું કવર

આ પૉલિસીમાં યાદીમાં જણાવેલ દિવસ દરમિયાનની સંભાળની પ્રક્રિયાઓ અથવા શસ્ત્રક્રિયાઓ ના સારવાર દરમિયાન થયેલા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે.

Renewability

રિન્યુએબિલિટી

તમે તમારી હેલ્થકેર સુપ્રીમ પૉલિસીને આજીવન માટે રિન્યુ કરી શકો છો.

Hospitalisation cover

હૉસ્પિટલાઇઝેશન સામે કવર

આ પૉલિસી કોઈપણ મર્યાદા વિના તમારા રૂમના ભાડા અને હૉસ્પિટલના અન્ય ખર્ચને આવરી લે છે.

ઍડ-ઑન કવરેજ

અમારી હેલ્થકેર સુપ્રીમ પૉલિસીમાં કેટલાક વૈકલ્પિક ઍડ-ઑન કવરનો પણ સમાવેશ થાય છે જે કવરેજનો વ્યાપ વિસ્તૃત કરે છે અને હૉસ્પિટલાઇઝેશન પર સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.
Ancillary expenses benefit

આનુષંગિક ખર્ચ સામે લાભ

આ પૉલિસી તમે પસંદ કરેલા પ્લાનના આધારે દૈનિક રોકડ લાભ પ્રદાન કરે છે. વીમાકૃત રકમ અને લાભ પ્રત્યેક .... માટે અલગ હોય છે વધુ વાંચો

આ પૉલિસી તમે પસંદ કરેલા પ્લાનના આધારે દૈનિક રોકડ લાભ પ્રદાન કરે છે. વીમાકૃત રકમ અને લાભ નીચે આપેલ દરેક પ્લાન માટે અલગ હોય છે:

  • વાઈટલ પ્લાન: કોઈ વ્યક્તિ માટે, વીમાની રકમ નૉન-આઈસીયુ રૂમ માટે 30 દિવસ સુધી દિવસના રુ. 1,000, આઈસીયુ રૂમ માટે 15 દિવસ સુધી દિવસના રુ. 2,000 અને વીમાની કૂલ રકમ રુ. 30,000 છે. ફેમીલી ફ્લૉટર માટે વીમાની રકમ નૉન-આઈસીયુ રૂમ માટે 60 દિવસ સુધી દિવસના રુ. 1,000, આઈસીયુ રૂમ માટે 30 દિવસ સુધી દિવસના રુ. 2,000 અને વીમાની કૂલ રકમ રુ. 60,000 છે.
  • સ્માર્ટ પ્લાન: કોઈ વ્યક્તિ માટે, વીમાની રકમ નૉન-આઈસીયુ રૂમ માટે 30 દિવસ સુધી દિવસના રુ. 2,000, આઈસીયુ રૂમ માટે 15 દિવસ સુધી દિવસના રુ. 4,000 અને વીમાની કૂલ રકમ રુ. 60,000 છે. ફેમીલી ફ્લૉટર માટે વીમાની રકમ નૉન-આઈસીયુ રૂમ માટે 60 દિવસ સુધી દિવસના રુ. 2,000, આઈસીયુ રૂમ માટે 30 દિવસ સુધી દિવસના રુ. 4,000 અને વીમાની કૂલ રકમ રુ. 1,20,000 છે.
  • અલ્ટિમો પ્લાન: કોઈ વ્યક્તિ માટે, વીમાની રકમ નૉન-આઈસીયુ રૂમ માટે 30 દિવસ સુધી દિવસના રુ. 2,500, આઈસીયુ રૂમ માટે 15 દિવસ સુધી દિવસના રુ. 5,000 અને વીમાની કૂલ રકમ રુ. 75,000 છે. ફેમીલી ફ્લૉટર માટે વીમાની રકમ નૉન-આઈસીયુ રૂમ માટે 60 દિવસ સુધી દિવસના રુ. 2,500, આઈસીયુ રૂમ માટે 30 દિવસ સુધી દિવસના રુ. 5,000 અને વીમાની કૂલ રકમ રુ. 1,50,000 છે.
Critical illness benefit

ગંભીર બીમારીનો લાભ

15 ગંભીર બીમારીઓ સામે કવરેજ... વધુ વાંચો

  • 15 ગંભીર બીમારીઓ સામે કવરેજ.
  • ₹5 લાખથી ₹10 લાખ સુધીની વીમાકૃત રકમના વિકલ્પો.
  • તમારી પૉલિસીની શરતો અનુસાર ગંભીર બીમારીના નિદાન પછી તરત જ તમને સામટી એક રકમ પ્રદાન કરવામાં આવશે.
  • 90 દિવસનો પ્રતીક્ષા સમય લાગુ પડે છે.
Personal accident cover

પર્સનલ એક્સિડન્ટ કવર

અકસ્માતને કારણે મૃત્યુના કિસ્સામાં તમારા નૉમિનીને વીમાકૃત રકમના 100% ચૂકવવામાં આવશે. વધુ વાંચો

  • અકસ્માતને કારણે મૃત્યુના કિસ્સામાં તમારા નૉમિનીને વીમાકૃત રકમના 100% ચૂકવવામાં આવશે.
  • અકસ્માતને કારણે કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં વીમાકૃત રકમના 200% ચૂકવવામાં આવશે.
  • અકસ્માતને કારણે કાયમી આંશિક વિકલાંગતાના કિસ્સામાં નીચેના કોષ્ટકનો સંદર્ભ લો:

લાભોના પ્રમાણનું વર્ણન

વીમાકૃત રકમનું વળતર % માં

ખભાના સાંધા પાસેનો હાથ

70

કોણીના સાંધાની ઉપરનો હાથ

65

કોણીના સાંધાની નીચેનો હાથ

60

કાંડા પાસેનો હાથ

55

હાથનો અંગૂઠો

20

હાથની પહેલી આંગળી

10

કોઈ અન્ય આંગળી

5

સાથળના મધ્ય ભાગથી ઉપરનો પગ

70

સાથળના મધ્ય ભાગ સુધીનો પગ

60

ઢીંચણથી નીચેનો પગ

50

પગની પિંડી ના મધ્ય ભાગ (mid-calf) સુધીનો પગ

45

એડી પાસેનો પગ

40

પગનો અંગૂઠો

5

અન્ય કોઈ અંગૂઠો

2

આંખ

50

એક કાનમાં સાંભળવાની તકલીફ

30

બંને કાનમાં સાંભળવાની તકલીફ

75

સૂંઘવાની શક્તિ

10

સ્વાદ પારખવાની શક્તિ

5

  • થોડા સામે માટેની સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં તમારી પૉલિસીની શરતો અનુસાર મહત્તમ 100 અઠવાડિયા સુધી કવર મેળવો.
  • ₹5,000 સુધીના પરિવહન લાભ મેળવો.
  • મહત્તમ 2 બાળકો રુ. 5,000 ના શિક્ષણ લાભ મેળવી શકે છે.

હેલ્થકેર સુપ્રીમ પૉલિસી ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

પર્સનલ એક્સિડન્ટ કવર

આકસ્મિક ઈજાને કારણે મૃત્યુ અથવા વિકલાંગતાના કિસ્સામાં કવરેજ પ્રદાન કરે છે.

ક્રિટિકલ ઇલનેસ કવર

15 જીવલેણ મેડિકલ પરિસ્થિતિઓને આવરી લે છે.

બાળકોના શિક્ષણનો લાભ

આકસ્મિક મૃત્યુ અથવા ઈજાના કિસ્સામાં, તમારા વધુમાં વધુ 2 બાળકો સુધી દરેક બાળકને બાળકોના શિક્ષણનો રુ.5,000 નો લાભ મળે છે.

પરિવહનનો લાભ

આકસ્મિક મૃત્યુ અથવા ઈજાના કિસ્સામાં, રુ. 5,000 સુધીના પરિવહન લાભ મેળવો.

1 of 1

હૉસ્પિટલાઇઝેશન કવર અને હૉસ્પિટલ દૈનિક રોકડ ભથ્થું કવર

નીચેનામાંથી કોઈપણ કારણસર ઉદ્ભવતા કોઈપણ દાવા માટે ચુકવણી કરવાની પ્રત્યક્ષ અથવા પરોક્ષ જવાબદાર અમારી રહેશે નહીં:

વધુ વાંચો

હૉસ્પિટલાઇઝેશન કવર અને હૉસ્પિટલ દૈનિક રોકડ ભથ્થું કવર

નીચેનામાંથી કોઈપણ કારણસર ઉદ્ભવતા કોઈપણ દાવા માટે ચુકવણી કરવાની પ્રત્યક્ષ અથવા પરોક્ષ જવાબદાર અમારી રહેશે નહીં:

  • જીવન / લિંગના પરિવર્તન માટે કોઈ વર્ણન, ઉપચાર અથવા શસ્ત્રક્રિયાની કોસ્મેટિક અથવા સૌંદર્યલક્ષી સારવાર માટે, માંદગી અથવા આકસ્મિક શારીરિક ઇજાના ઉપચાર માટે જરૂરી ન હોય ત્યાં સુધી સર્કમ્સિઝન.
  • યુદ્ધ અથવા યુદ્ધની ક્રિયા, પરમાણુ, રાસાયણિક અથવા જૈવિક શસ્ત્ર અને કોઈપણ પ્રકારનો કિરણોત્સર્ગ.
  • કેન્સર, બર્ન અથવા આકસ્મિક શારીરિક ઈજાના ઉપચાર માટે જરૂરી ન હોય ત્યાં સુધી પ્લાસ્ટિક સર્જરીનો કોઈપણ પ્રકાર.
  • સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ, સામાન્ય અશક્તિ, આરામ દ્વારા ઉપચાર, જન્મજાત બાહ્ય રોગો અથવા ખામી અથવા વિસંગતતાઓ, આનુવંશિક વિકૃતિઓ, સ્ટેમ સેલ ઇમ્પ્લાન્ટેશન અથવા શસ્ત્રક્રિયા અથવા ગ્રોથ હોર્મોન થેરાપી.
  • પોતાને પહોંચાડેલી ઈજાઓ.
  • દવાઓ અથવા આલ્કોહોલના ઉપયોગ અથવા દુરૂપયોગને લીધે થતી બીમારીની સારવારની આવશ્યકતા અને વ્યસનમુક્તિ માટેની સારવાર.
  • કોઈપણ હોસ્પિટલમાં દાખલ થવા સંબંધિત તબીબી ખર્ચ, જે મુખ્યત્વે અને ખાસ કરીને રોગના નિદાન માટ હોય, એક્સ-રે અથવા લેબોરેટરીમાં પરીક્ષણ અને તપાસ માટે હોય.
  • વિટામિન્સ, શક્તિ વર્ધક દવાઓ, ન્યુટ્રિશનલ સપ્લીમેન્ટ્સ, સિવાય કે ઇજા અથવા રોગના સારવારના એક ભાગ રૂપે તે હાજર ડૉક્ટર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ હોય.
  • એલોપેથી સિવાય અન્ય કોઈપણ સિસ્ટમ માટે સારવાર. આ નિષેધ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાના ખર્ચને લાગુ પડતો નથી.
  • ફર્ટિલિટી, સબ-ફર્ટિલિટી, નપુંસકતા, આસિસ્ટેડ કન્સેપ્શન ઑપરેશન અથવા વંધ્યીકરણ પ્રક્રિયા.
  • વજનના મેનેજમેન્ટની સેવાઓ અને વજન ઘટાડવાના કાર્યક્રમો સંબંધિત સારવાર.

ક્રિટિકલ ઇલનેસ કવર

  • કોઈપણ પહેલાંથી હોય તેવી ગંભીર બીમારી.
  • પૉલિસી જારી કર્યાના પ્રથમ 90 દિવસની અંદર નિદાન થયેલી કોઈપણ ગંભીર બીમારી.
વધુ વાંચો

ક્રિટિકલ ઇલનેસ કવર

  • કોઈપણ પહેલાંથી હોય તેવી ગંભીર બીમારી.
  • પૉલિસી જારી કર્યાના પ્રથમ 90 દિવસની અંદર નિદાન થયેલી કોઈપણ ગંભીર બીમારી.
  • કોઈપણ જાતિગત રીતે સંચારિત રોગો અથવા HIV અને AIDS ને કારણે ઉદ્ભવતા ખર્ચ.
  • કોઈપણ પ્રકારનું પરિણામલક્ષી નુકસાન અથવા તમારી વર્તમાન અથવા કથિત કાનૂની જવાબદારી.
  • ગર્ભાવસ્થા અને તેના સંબંધિત કૉમ્પ્લિકેશન અથવા ગર્ભાવસ્થાના કોઈ કારણથી ઉદ્ભવતી સારવાર.

પર્સનલ એક્સિડન્ટ કવર

  • આત્મહત્યાને કારણે, આત્મહત્યાના પ્રયાસને કારણે અથવા પોતાને પોતાની જાતે કરેલ ઈજા.
  • ગુનાહિત ઉદ્દેશથી કાયદાના કોઈપણ ઉલ્લંઘનને લીધે ઊભી થયેલી અથવા પરિણમેલી સ્થિતિ.
વધુ વાંચો

પર્સનલ એક્સિડન્ટ કવર

  • આત્મહત્યાને કારણે, આત્મહત્યાના પ્રયાસને કારણે અથવા પોતાને પોતાની જાતે કરેલ ઈજા.
  • ગુનાહિત ઉદ્દેશથી કાયદાના કોઈપણ ઉલ્લંઘનને લીધે ઊભી થયેલી અથવા પરિણમેલી સ્થિતિ.
  • જોખમી રમતગમત પ્રવૃત્તિઓ દરમિયાન થતી ઈજા/સ્થિતિ.
  • કોઈપણ પ્રકારનું પરિણામલક્ષી નુકસાન અથવા તમારી વર્તમાન અથવા કથિત કાનૂની જવાબદારી.
  • યુદ્ધ (જાહેર કરેલ કે વણજાહેર), આંતરવિગ્રહ, આક્રમણ, દેશના શત્રુઓ દ્વારા કોઈ કૃત્ય, બળવો, ક્રાંતિ, વિદ્રોહ, સત્તા સામે બળવો, લશ્કરી અથવા ઝૂંટવી લેવામાં આવેલ સત્તા, જપ્તી, કેદ કરવું, ધરપકડ, સંયમ અથવા અટકાયત, જપ્તી અથવા રાષ્ટ્રીયકરણ અથવા કોઈપણ સરકાર અથવા જાહેર અથવા સ્થાનિક સત્તાના હુકમ હેઠળ અથવા તેના દ્વારા માંગણી અથવા નુકસાન વગેરેને કારણે ઉદ્ભવતી સારવાર.

1 of 1

હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

તમારી પાછલી પૉલિસીની સમયસીમા હજી સુધી સમાપ્ત થઈ નથી?

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

4.75

(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

Juber Khan

રમા અનિલ માટે

તમારી વેબસાઇટ પર ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું રિન્યુઅલ શ્રેષ્ઠ, વપરાશકર્તા માટે સુગમ અને સરળ છે.

Juber Khan

સુરેશ કાડૂ

બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ અત્યંત સહયોગ પ્રદાન કર્યો છે અને તેને બિરદાવવા માંગું છું. ધન્યવાદ.

Juber Khan

અજય બિંદ્રા

બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ પૉલિસીના લાભોને ખૂબ જ સારી રીતે વિસ્તારથી સમજાવ્યા છે. તે વાતચીતમાં કુશળ છે અને ખૂબ સારી રીતે સમજાવ્યું છે.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 16 મે 2022

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો