રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Health Insurance OPD Benefits
15 જૂન, 2021

ઓપીડી કવર સાથે હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો

દરેક વ્યક્તિએ પોતાને માટે નહીં તો બીજા માટે પણ જીવનમાં એકવાર હૉસ્પિટલની મુલાકાત લીધી હશે. પરંતુ કોઈપણ વ્યક્તિ ઈજાઓ અથવા બિમારીઓની અપેક્ષા રાખતું નથી. તે ઘટનાઓ અણધારી ઘટે છે, ખાસ કરીને જ્યારે તમે તમારા સાંસારિક જીવનમાં સમયસર કામ પૂરું કરવામાં વ્યસ્ત હોવ. આજના સમયમાં તબીબી પ્રક્રિયાઓ પર થતાં સારવારના ખર્ચમાં અવારનવાર વધારો જોવા મળે છે. તેથી, કોઈ પ્રકારનું સુરક્ષા કવચ હોવું જરૂરી છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા મળતી આર્થિક સુરક્ષા કરતાં વધુ સારું શું હોઈ શકે? હેલ્થ કવરને કારણે તમારે આ સારવારના ખર્ચ વિશે ચિંતા કરવાની જરૂર નથી. વધુમાં, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અતિરિક્ત સુવિધાઓ ધરાવે છે જેને કારણે સારવારનો લાભ લેવાનું સરળ બને છે તેમજ હૉસ્પિટલાઇઝેશન પહેલા તેમજ પછીના સપોર્ટ પણ પ્રાપ્ત થાય છે. ઓપીડી કવર એક આવી સુવિધા છે. ચાલો એક નજર કરીએ -

હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઓપીડી કવર શું છે?

આઉટપેશન્ટ વિભાગ, જેને સંક્ષિપ્તમાં સામાન્ય રીતે ઓપીડી તરીકે ઓળખવામાં આવે છે, તે હૉસ્પિટલ કે દવાખાનાની મુલાકાત લઈને મેડિકલ પ્રેક્ટિશનર અથવા ડૉક્ટરની ભલામણ પર મેળવવામાં આવતી સારવાર છે. જે સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી તેને ઓપીડી સારવાર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ સારવારમાં ફ્રેક્ચર, દાંતની પ્રક્રિયાઓ અને નાની સર્જરીનો સમાવેશ થાય છે. તબીબી વિજ્ઞાનની પ્રગતિને કારણે તમામ તબીબી પ્રક્રિયાઓ માટે તમારે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઓપીડી કવરેજ સામેલ હોય તો તે મદદરૂપ નિવડે છે. એવી ઘણી સારવાર છે જેમાં થોડા કલાકો લાગે છે. આ સારવાર વધુ સમયની જ હોવા છતાં પણ મોંઘી હોઈ શકે છે. ઓપીડી કવર દ્વારા આ બિલની ચુકવણી કરવામાં આવે છે અને પ્રક્રિયામાં આર્થિક અવરોધોને ટાળવામાં મદદ કરે છે. ઓપીડી સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ એ તમારા ઇન્શ્યોરન્સ કવરેજમાં મેળવવા જેવી એક ઉપયોગી સુવિધા છે.

હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઓપીડી કવરના શું લાભો છે?

હવે તમે ઓપીડી કવર ધરાવતા હેલ્થ ઇન્શ્યોરન્સનો અર્થ શું છે તે જાણો છો, તો ચાલો આપણે કેટલાક લાભો પર નજર કરીએ જે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં જરૂર હોવા જોઈએ.
  • મોટાભાગના ઇન્શ્યોરન્સ પ્લાનનો ઉપયોગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તે સ્થિતિમાં કરી શકાય છે, તેથી ઓપીડી કવરેજ સાથેનો હેલ્થ ઇન્શ્યોરન્સ આ નાની સારવાર માટે ચુકવણી કરીને તમને આર્થિક બોજા સામે સુરક્ષિત કરે છે.
  • ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરવા માટે તમારે હવે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી.
  • પ્લાન સારવારના ખર્ચને કવર કરવાની સાથે સારવાર પછી જરૂરી દવાઓનો ખર્ચ પણ કવર કરે છે.
  • પૉલિસીધારકની ઉંમરના આધારે ઓપીડી કવર સાથેના હેલ્થ ઇન્શ્યોરન્સ માટેની સમ ઇન્શ્યોર્ડ નક્કી કરવામાં આવે છે. તેથી તમે કવર જેટલું વહેલું ખરીદો, તેટલું પ્રીમિયમ ઓછું ચુકવવું પડશે.
  • ઓપીડી ખર્ચનો ક્લેઇમ કરવા માટે લાંબો સમય રાહ જોવાની કોઈ જરૂર નથી.
  • જ્યારે તમે ઓપીડી કવરેજ સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદો છો, ત્યારે તે ટૅક્સ બચાવવામાં પણ મદદ કરી શકે છે.

ઓપીડીનો લાભ આપતું હેલ્થ કવર ખરીદતી વખતે તમારે શું ધ્યાનમાં લેવું જોઈએ?

ઓપીડીનો લાભ આપતો હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, તમે કવરેજની રકમ કાળજીપૂર્વક પસંદ કરો એ મહત્વપૂર્ણ છે. પર્યાપ્ત વીમાકૃત રકમ એક જ પૉલિસી કવર હેઠળ માત્ર એક જ નહીં, પરંતુ ઘણી સારવારો માટે વ્યાપક કવરેજ પૂરું પાડે છે. ત્યાર બાદ, પૉલિસીની શરતો અને તેમાં કો-પેમેન્ટની જોગવાઈ છે કે નહીં તે તપાસો. ઉંમર સંબંધિત ન હોય તેવી કો-પેમેન્ટની જોગવાઈ ધરાવતી પૉલિસી તમામ વય જૂથની વ્યક્તિઓને આ કવરના લાભ પૂરા પાડે છે. છેલ્લે, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે પ્રતીક્ષા અવધિ ધ્યાનમાં લેવી જોઈએ. જો પ્રતીક્ષા અવધિ લાંબી હોય તો જરૂરના સમયે કવરેજનો લાભ લઈ શકાતો નથી. આમ, ઓપીડી કવરેજ સાથેની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે તમે આ તમામ પરિબળો પર નજર રાખો તે જરૂરી છે. તેથી, નાની પ્રક્રિયાઓ માટે આર્થિક રીતે ચિંતામુક્ત રહેવા માટે, ઓપીડી કવરેજ ધરાવતી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો. તબીબી સારવાર માટે આર્થિક ચિંતાથી બચવા માટે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઑફર કરવામાં આવતી ઓપીડી કવરેજ ધરાવતી પૉલિસી ખરીદો. વધુ જાણો હેલ્થ ઇન્શ્યોરન્સમાં કો-પે (સહ-ચુકવણી) એટલે શું.  ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે