રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What is Claim Settlement Ratio in Two Wheeler Insurance?
23 જુલાઈ, 2020

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો

ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો એ ઇન્શ્યોરન્સ કંપનીની વિશ્વસનીયતાને માપવા માટે એક બેંચમાર્ક જેવો છે. ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોની ગણતરી કરવા માટે ખૂબ સરળ ફોર્મ્યુલા છે.

ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો (સીએસઆર) =

ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સેટલ કરેલા ક્લેઇમની સંખ્યા


ઇન્શ્યોરન્સ કંપનીને પ્રાપ્ત થયેલા ક્લેઇમની કુલ સંખ્યા

સીએસઆરની ગણતરી એક નાણાંકીય વર્ષ માટે કરવામાં આવે છે. જેટલો વધારે સીએસઆર, ઇન્શ્યોરન્સ કંપની તેટલી જ વધુ વિશ્વસનીય.

2 વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની મૂળભૂત જરૂરિયાત એ છે કે કટોકટીના સમયે તમને જરૂરી નાણાંકીય સહાય મળી રહે. ક્લેઇમ સેટલમેન્ટ એ તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમે અપ્લાઇ કરો ત્યારે તમને આપવામાં આવતી આ આર્થિક મદદ છે. ચાલો, આપણે એક ઉદાહરણ સાથે સીએસઆરને સમજીએ.

વિચારો કે ઇન્શ્યોરન્સ કંપનીને 1000 ક્લેઇમ પ્રાપ્ત થાય છે અને તે 930 ક્લેઇમ સેટલ કરી શકે છે. હવે ફોર્મ્યુલા લાગુ કરીને, આપણે આ ઇન્શ્યોરન્સ કંપનીનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો 930/1000 = 0.93 મેળવીએ છીએ. ટકાવારી મુજબ તે 93% છે, જે ખૂબ જ વધારે છે અને તમે સુરક્ષિત રીતે નિષ્કર્ષ કાઢી શકો છો કે ઇન્શ્યોરન્સ ખરીદવા માટે આ ઇન્શ્યોરન્સ કંપની ખૂબ જ વિશ્વસનીય છે.

બાઇક કવર માટે ઇન્શ્યોરન્સ:

    1. કુદરતી આપત્તિઓ અથવા અભૂતપૂર્વ દુર્ઘટનાઓને કારણે તમારા ટૂ-વ્હીલરને નુકસાન/ખોટ

    2. થર્ડ પાર્ટી લિગલ લાયબિલિટી

    3. તમારા ટૂ-વ્હીલરની ચોરી

    4. વ્યક્તિગત અકસ્માત કવર

તમે પોતાના નુકસાન માટે બાઇક ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરો છો ત્યારે, તે ક્લેઇમને તમે ચોરી અથવા થર્ડ પાર્ટીની જવાબદારી માટે સેટલમેન્ટના કરેલા ક્લેઇમ કરતા વધુ ઝડપથી સેટલ કરવામાં આવે છે. ચોરી અથવા થર્ડ પાર્ટીની જવાબદારીના ક્લેઇમ માટે ઇન્શ્યોરન્સ કંપનીએ ઘણા કિસ્સાઓમાં પોલીસ તપાસ અને અદાલતના આદેશો પર આધારિત રહેવું પડે છે, જેમાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી શકે છે.

એ સલાહભર્યું છે કે તમે વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓની વિશેષતાઓ તેમજ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોની તુલના કરો, પછી ભલે તમે કોઈ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો અથવા ઑફલાઇન ખરીદો. ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનું મૂલ્ય વધુ હોય તો એનો અર્થ એ છે કે ઇન્શ્યોરન્સ કંપની તમારા ક્લેઇમને સેટલ કરે તેની શક્યતા વધુ છે.

આઇઆરડીએઆઇ (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) સાથે રજિસ્ટર્ડ તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો તેમની વેબસાઇટ પરથી મેળવી શકાય છે.

અમે આશા રાખીએ છીએ કે આ માહિતી ઉપયોગી છે અને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમને માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરશે. બજાજ આલિયાન્ઝ માર્કેટમાં શ્રેષ્ઠ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઑફર કરે છે. વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો અથવા અમારા પ્રતિનિધિઓનો સંપર્ક કરો. તમામ પ્લાનની તુલના કરો અને કસ્ટમાઇઝ કરો ઓછી કિંમતો પર બાઇક ઇન્શ્યોરન્સ.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 2.7 / 5. વોટની સંખ્યા: 3

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે