તમારી નવી બાઇક માટે ટોકનની રકમની ચુકવણી થઈ ગઈ છે, અભિનંદન! હવે આગામી પગલું ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાનું છે. જેમ તમારી મનપસંદ બાઇકને પસંદ કરવામાં મૂંઝવણ થાય છે, તે જ અનુભવ થશે જ્યારે તમે પસંદ કરવા જશો એક યોગ્ય
બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી. ઘણા વિકલ્પો હોવાને કારણે, તમારા માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ હશે તે વિશે મૂંઝવણ થઈ શકે છે. આ પસંદગીઓમાં, તમારે ફર્સ્ટ-પાર્ટી કવરેજ અને થર્ડ-પાર્ટી કવરેજની મહત્વપૂર્ણ પસંદગી કરવાની રહે છે. ટૂ-વ્હીલર માટે ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સ એ થર્ડ-પાર્ટી પૉલિસીથી કેવી રીતે અલગ છે તે સમજવું જરૂરી છે. ચાલો તેને સમજીએ.
ટૂ-વ્હીલર માટે ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સ
ટૂ-વ્હીલર માટે ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સ એ એક પ્રકારનો ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે તમારી બાઇકને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. આ કારણસર તે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી તરીકે ઓળખાય છે. તેના નામ અનુસાર, પૉલિસી ફર્સ્ટ-પાર્ટી લાયેબિલિટી માટે કવરેજ પ્રદાન કરે છે, એટલે કે તમને, પૉલિસીધારકને. તમારી બાઇકને થયેલ કોઈપણ નુકસાન ટૂ-વ્હીલર માટે આ ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સ હેઠળ ઇન્શ્યોર્ડ છે. આ કવરેજ હેઠળ વળતર ઇન્શ્યોરર દ્વારા સીધું તમને ચૂકવવામાં આવે છે. ટૂ-વ્હીલર માટે ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવતા કેસના કેટલાક ઉદાહરણો અહીં આપેલ છે:
- આગ ને કારણે નુકસાન
- કુદરતી આપત્તિઓ
- ચોરી
- માનવ-નિર્મિત જોખમો
જો કે, ફર્સ્ટ-પાર્ટી કવરેજમાંથી હજુ પણ કેટલીક પરિસ્થિતિઓ બાકાત રાખવામાં આવી છે, જેમાં રોજિંદો ઘસારો, તમારી બાઇકનું ડેપ્રિશિયેશન, કોઈપણ ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ બ્રેકડાઉન, ટાયર, ટ્યુબ જેવા કન્ઝ્યુમેબલને નુકસાન, ડ્રાઇવર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય ત્યારે અથવા દારૂ અથવા અન્ય નશીલા પદાર્થના પ્રભાવ હેઠળ વાહન ચલાવતા થયેલ નુકસાન.
ટૂ-વ્હીલર માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ
ફર્સ્ટ-પાર્ટી કવરથી વિપરીત,
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ મર્યાદિત કવરેજ ધરાવે છે. તે માત્ર તમને, પૉલિસીધારકને, કોઈ વ્યક્તિને અકસ્માત અથવા સંપત્તિના નુકસાનને કારણે ઉદ્ભવતી જવાબદારીઓ સામે સુરક્ષિત કરે છે. તે ઇન્શ્યોરન્સ કરાર સિવાય થર્ડ-પાર્ટીની સુરક્ષા માટે છે, તેથી તેને થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કવર કહેવામાં આવે છે. હવે તમે જાણો છો કે ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી કવરથી કેવી રીતે અલગ છે, તો ચાલો સમજીએ કે ફર્સ્ટ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવું શા માટે જરૂરી છે.
શું ટૂ-વ્હીલર માટે ફર્સ્ટ પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?
1988 ના મોટર વાહન અધિનિયમ હેઠળ, તમામ બાઇકના માલિકો માટે ઓછામાં ઓછું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું ફરજિયાત છે. ફર્સ્ટ-પાર્ટી પૉલિસીમાં ઇન્વેસ્ટ કરવું ફરજિયાત નથી, પરંતુ તે તમને સર્વાંગી કવરેજ પ્રદાન કરીને લાભ આપે છે. અકસ્માત એવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, જે અન્યની સાથે સાથે તમને અને તમારા વાહનને પણ ઈજા અથવા નુકસાન પહોંચાડે છે. ફર્સ્ટ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માલિક તેમજ થર્ડ-પાર્ટી એમ બંને માટે કવરેજ પ્રદાન કરે છે. ઉપરાંત, કુદરતી આપત્તિઓ કે જેના કારણે જીવનને નોંધપાત્ર નુકસાન થાય છે, તે વાહનોને પણ નુકસાન પહોંચાડે છે. ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર તમને તમારા વાહનોની સુરક્ષા કરવામાં અને આર્થિક નુકસાનને રોકવામાં મદદ કરે છે. છેલ્લે, ફર્સ્ટ-પાર્ટી
ઑનલાઇન વાહન ઇન્શ્યોરન્સ, ખરીદતી વખતે, તેને અતિરિક્ત કવરેજ ઉમેરવા માટે કસ્ટમાઇઝ કરી શકાય છે, જેમાં ડેપ્રિશિયેશન, રોડસાઇડ આસિસ્ટન્સ, એન્જિન બ્રેકડાઉન કવર અને અન્ય શામેલ છે. તે સિવાય આ લાભો થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પ્લાન માટે ઉપલબ્ધ નથી. ટૂંકમાં, ફર્સ્ટ-પાર્ટી કવર પસંદ કરવું એ એક સ્માર્ટ પસંદગી છે કારણ કે તે થર્ડ-પાર્ટીની જવાબદારીઓને ટાળવામાં અને તમારા વાહનને નુકસાન થવાને કારણે થતાં આર્થિક નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે. જો કે, જ્યારે તમે કોઈ પ્લાન પસંદ કરો છો, ત્યારે તમારી જરૂરિયાતોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરો અને ઉપલબ્ધ વિકલ્પોને સરખાવ્યા બાદ લાંબા ગાળે મળી શકે તેવા લાભ આપતો પ્લાન પસંદ કરો.
જવાબ આપો