પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Motor Blog
28 ફેબ્રુઆરી 2023
56 Viewed
Contents
જ્યારે તમે કાર ખરીદો છો, ત્યારે કારના માલિક તરીકે તમારી કેટલીક ચોક્કસ જવાબદારીઓ અંગે તમારે માહિતગાર રહેવું જરૂરી છે, જેમાં ડ્રાઇવિંગ કરતી વખતે તમામ નિયમોનું પાલન કરવું, હંમેશા યોગ્ય માર્ગ સુરક્ષા જાળવવી અને તમારી કાર સરળતાપૂર્વક કાર્ય કરતી રહે તે માટે સમયાંતરે તેની સર્વિસ કરાવવી, વગેરે શામેલ છે. જો કે, તમારી સૌથી મહત્વની જવાબદારી જે તમારે ન ભૂલવી જોઈએ, તે છે ખરીદી કાર ઇન્શ્યોરન્સ, જે તમે ઑનલાઇન પણ ખરીદી શકો છો. તાજેતરમાં, સેન્ટ્રલ ઑથોરિટી ઑફ ઇન્શ્યોરન્સ દ્વારા ઇન્શ્યોરન્સ ખરીદનાર માટે, જ્યારે પણ તેઓ નવી ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદે ત્યારે, KYC (નો યોર કસ્ટમર) કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો તમે તમારી નવી કાર માટે કાર ઇન્શ્યોરન્સ ખરીદવા માંગો છો, તો KYC પ્રક્રિયા કરવાની જરૂરિયાત અહીં સમજાવેલ છે.
નો યોર કસ્ટમર (KYC) તમારા વિશેની વિગતોની ખરાઈ કરવાની પ્રક્રિયા છે. બેંકોમાં તમારે દર વર્ષે આ પ્રક્રિયા કરવી પડતી હશે. આમ કરવાથી, તમારા સરનામા કે ફોન નંબર જેવી વિગતોમાં ફેરફાર થયેલ હોય, તો બેંક અધિકારીઓને તેની માહિતી રહે છે. KYCની વિગતો એક જ સંસ્થા દ્વારા સ્ટોર કરવામાં આવે છે, જ્યારે CKYC એટલે સેન્ટ્રલ નો યોર કસ્ટમર. CYKCની માહિતી કેન્દ્ર સરકાર દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે. તમારા દ્વારા આપવામાં આવતી વિગતો સેન્ટ્રલ KYC રજિસ્ટ્રીમાં જાય છે. આ દરેકની માહિતીનો સામાન્ય ડેટાબેઝ બનાવવામાં મદદ કરે છે. તેને કારણે, અન્ય દરેક પ્રક્રિયા માટે KYC કરવાની જરૂરિયાત રહેતી નથી, જેને કારણે તમારો તેમજ તેની ચકાસણી તથા એકત્રિત કરી રહેલ વ્યક્તિનો સમય બચે છે.
ઇન્શ્યોરન્સ માટેની સેન્ટ્રલ ઑથોરિટી તરફથી આપવામાં આવેલ તાજેતરના નિર્દેશ મુજબ, ઇન્શ્યોરન્સ કંપનીઓએ નવા ગ્રાહકોનું CKYC કરાવવું ફરજિયાત છે. આનો અર્થ એ છે કે, જો તમે ખરીદવા માંગો છો કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી, તો તમારે આ પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે*. સામાન્ય રીતે, જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સ જેવી ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો, ત્યારે તમારે ઓળખ અને ઍડ્રેસના પુરાવા તરીકે આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ડૉક્યૂમેન્ટ આપવા પડતાં હોય છે. આની સાથે, તમારે કાર ખરીદીની રસીદ, ચેસિસ નંબર અને રજિસ્ટ્રેશન નંબર જેવી તમારી કાર વિશેની માહિતી આપવાની રહે છે. આ વિગતો તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટમાં દર્શાવવામાં આવેલ હોય છે. પરંતુ, જો તમારા રહેઠાણના સ્થળમાં કે ફોન નંબરમાં ફેરફાર થાય છે, તો આ ફેરફાર વિશે તમારા ઇન્શ્યોરરને માહિતી મળતી નથી. આવી ઘટનાઓને નિવારવા માટે તમામ ઇન્શ્યોરન્સ ખરીદનાર માટે CKYC પ્રક્રિયા ફરજિયાત છે. ઉદાહરણ તરીકે, તમારી વર્તમાન કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સમાપ્ત થવાની તૈયારી છે, પરંતુ તમે વિચારી રહ્યા છો ફોર-વ્હીલર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી. તમે હાલમાં જ તમારા વસવાટનું શહેર બદલ્યું છે, પરંતુ તે તમારા ઇન્શ્યોરરના ડેટાબેઝમાં અપડેટ કરવામાં આવ્યું નથી. જો તમે ક્લેઇમ ફાઇલ કરો છો તો; તમારા ઇન્શ્યોરર પાસે તમારી અપડેટેડ વિગતો ન હોવાને કારણે તમારી ક્લેઇમની પ્રક્રિયામાં આ અડચણરૂપ બની શકે છે*. જો કે, સેન્ટ્રલ KYCના માધ્યમથી તમારી વિગતો આપોઆપ આ ડેટાબેઝમાં અપડેટ થઈ જાય છે, જેના દ્વારા ઇન્શ્યોરરને તે વિશે સૂચિત કરવામાં આવે છે. આ એક ફાયદો છે, જે તમારી ક્લેઇમ પ્રક્રિયાના સમયે ઉદ્ભવતી કોઈપણ સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરી શકે છે.
ઇન્શ્યોરન્સની ખરીદી સમયે, તમારે નીચે જણાવેલ ડૉક્યૂમેન્ટમાંથી કોઈપણ ડૉક્યૂમેન્ટ તમારા ઇન્શ્યોરરને પ્રદાન કરવાના રહે છે:
ત્યાર બાદ, આમાં ઉલ્લેખિત વિગતો, તમારી માહિતીનો ડેટાબેઝ બનાવવા માટે સેન્ટ્રલ રજિસ્ટ્રીમાં દાખલ કરવામાં આવે છે. 14-અંકનો CKYC નંબર જનરેટ કરવામાં આવે છે જે તમારી ઓળખના પુરાવા સાથે લિંક થાય છે. વિગતોની યોગ્ય ખરાઈ થયા બાદ, તે રજિસ્ટ્રીમાં સ્ટોર થઈ જાય છે.
છેતરપિંડીના ક્લેઇમની સંખ્યા ઓછી થવાની સાથે સાથે, CKYCને કારણે દર વખતે તમારી વિગતોને મૅન્યુઅલી અપડેટ કરવાની જરૂરિયાત રહેતી નથી. આ પ્રક્રિયા નવી છે, પરંતુ લાંબા ગાળે તે દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે. જો તમે નવો કાર ઇન્શ્યોરન્સ ખરીદવા માંગો છો, તો તમે તમારી જરૂરિયાત મુજબ પૉલિસીની અંદાજિત કિંમત તપાસવા માટે ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર નો ઉપયોગ કરી શકો છો. આમાં કવરેજનો સમયગાળો, ઍડ-ઑનની સંખ્યા અને તમારા વાહનનો પ્રકાર શામેલ છે. પૉલિસી ખરીદતા પહેલાં, કોઈ પણ મૂંઝવણના ઉકેલ માટે તમારા ઇન્શ્યોરરનો સંપર્ક કરો અને તમારી શંકાઓનું સમાધાન મેળવો. વધુ વાંચો: કાર ઇન્શ્યોરન્સમાં કેવાયસી સંબંધિત આઇઆરડીએઆઇના નવા નિયમો ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
3177 Viewed
5 mins read
20 ઓક્ટોબર 2024
175 Viewed
5 mins read
16 નવેમ્બર 2024
49 Viewed
5 mins read
15 ડિસેમ્બર 2025
95 Viewed
5 mins read
07 જાન્યુઆરી 2022
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144