રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
CKYC Insurance & Car Insurance in India
24 ફેબ્રુઆરી, 2023

કાર ઇન્શ્યોરન્સમાં કેવાયસી સંબંધિત આઇઆરડીએઆઇના નવા નિયમો

નો યોર કસ્ટમર (કેવાયસી) એ ગ્રાહકોની ઓળખ ચકાસણી માટેની એક પ્રક્રિયા છે. ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં કેવાયસી મહત્વપૂર્ણ છે કારણ કે તે છેતરપિંડીને રોકવામાં મદદ કરે છે અને નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરે છે. તાજેતરમાં, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) દ્વારા કાર ઇન્શ્યોરન્સમાં કેવાયસી સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આઇઆરડીએઆઇની માર્ગદર્શિકા મુજબ, ઇન્શ્યોરન્સ કંપનીઓએ ગ્રાહકોને કાર ઇન્શ્યોરન્સ સહિત કોઈપણ પ્રકારની જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસી જારી કરતા પહેલાં કેવાયસી પ્રક્રિયાઓને ફરજિયાતપણે અનુસરવી આવશ્યક છે.

કાર ઇન્શ્યોરન્સમાં કેવાયસીની જરૂરિયાતો અંગે સમજૂતી

આઇઆરડીએઆઇ દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે કે કેવાયસી પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા પૂર્ણ કરી શકાય છે, જેમ કે આધાર-આધારિત પ્રમાણીકરણ, વિડિઓ કેવાયસી અથવા અન્ય ઇલેક્ટ્રોનિક પદ્ધતિઓ તેમજ ઑફલાઇન માધ્યમો. # કેવાયસીના નિયમો વ્યક્તિઓ અને અથવા ન્યાયકચેરી સાથે સંલગ્ન વ્યક્તિઓ/સંસ્થાઓ માટે અલગ હોઈ શકે છે. ચાલો, બંને માટે કેવાયસીના નિયમો પર નજર કરીએ:
  1. વ્યક્તિઓ માટે કેવાયસીના નિયમો

વ્યક્તિઓ માટે કેવાયસી નિયમો લાગુ કરવામાં આવ્યા છે, કે જેથી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી યોગ્ય વ્યક્તિને જારી કરવામાં આવે તથા છેતરપિંડી રોકી શકાય. કાર ઇન્શ્યોરન્સ માટે વ્યક્તિઓ માટેના કેવાયસી નિયમો નીચે મુજબ છે:
  • વ્યક્તિનું નામ: વ્યક્તિએ તેમના ઓળખના પુરાવાના ડૉક્યૂમેન્ટ મુજબ તેમનું સંપૂર્ણ નામ જણાવવું જરૂરી છે.
  • ઍડ્રેસ પ્રૂફ: વ્યક્તિએ ઍડ્રેસનો માન્ય પુરાવો જેમ કે યુટિલિટી બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા આધાર કાર્ડ પ્રદાન કરવો આવશ્યક છે.
  • ઓળખનો પુરાવો: વ્યક્તિએ ઓળખનો માન્ય પુરાવો જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અથવા વોટર આઇડી પ્રદાન કરવો આવશ્યક છે.
  • સંપર્કની વિગતો: વ્યક્તિએ તેમની સંપર્ક વિગતો જેમ કે ફોન નંબર અને ઇમેઇલ ઍડ્રેસ પ્રદાન કરવી આવશ્યક છે.
  • ફોટો: વ્યક્તિએ કેવાયસી પ્રક્રિયા માટે પાસપોર્ટ-સાઇઝનો ફોટો પ્રદાન કરવો આવશ્યક છે.
  • અન્ય ડૉક્યૂમેન્ટ: ઇન્શ્યોરરને કેવાયસીની પ્રક્રિયા માટે આવકના પુરાવા અથવા વ્યવસાયના પુરાવા જેવા અન્ય ડૉક્યૂમેન્ટની જરૂર પડી શકે છે.
  1. ન્યાયિક સંસ્થા/વ્યક્તિઓ માટે કેવાયસી નિયમો

કાર ઇન્શ્યોરન્સમાં ન્યાયિક સંસ્થાઓ/વ્યક્તિઓ માટે કેવાયસીના નિયમો નીચે મુજબ છે:
  • ન્યાયિક સંસ્થાનું/વ્યક્તિનું નામ: સંસ્થા/વ્યક્તિનું ડૉક્યૂમેન્ટ મુજબનું નામ જણાવવું આવશ્યક છે.
  • કાનૂની પ્રમાણપત્ર: ન્યાયિક સ્થિતિની ચકાસણી કરતા કાનૂની પ્રમાણપત્ર કેવાયસી ફોર્મની સાથે પ્રદાન કરવા જરૂરી છે.
  • ઍડ્રેસ પ્રૂફ: વ્યક્તિ/સંસ્થાના ઍડ્રેસની ચકાસણી કરતો, ઍડ્રેસનો માન્ય પુરાવો પ્રદાન કરવો આવશ્યક છે.
  • અન્ય ડૉક્યૂમેન્ટ: ઇન્શ્યોરરને કેવાયસીની પ્રક્રિયા માટે આવકના પુરાવા અથવા વ્યવસાયના પુરાવા જેવા અન્ય ડૉક્યૂમેન્ટની જરૂર પડી શકે છે.
કૃપા કરીને નોંધ કરો કે તમામ પ્રકારની જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ માટે કેવાયસીના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. તેથી, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી કે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી ખરીદતી વખતે કેવાયસી નિયમોનું પાલન કરવું આવશ્યક છે. #

આઇઆરડીએઆઇ દ્વારા સ્વીકૃત કેવાયસી પ્રક્રિયાઓ

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) દ્વારા ગ્રાહકોની સરળતા અને સુવિધા માટે ડિજિટલ કેવાયસી પ્રક્રિયાઓનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. આઇઆરડીએઆઇ દ્વારા સ્વીકારવામાં આવેલી કેવાયસી પદ્ધતિઓ નીચે મુજબ છે, જે લાગુ પડે છે જ્યારે તમે ધરાવો કોઈ વાહન ઇન્શ્યોરન્સ :
  • આધાર-આધારિત ઇ-કેવાયસી: આ પદ્ધતિમાં કેવાયસી માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ગ્રાહક તેમનો આધાર નંબર અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ પ્રદાન કરી શકે છે.
  • પૅન-આધારિત કેવાયસી: આ પદ્ધતિમાં કેવાયસી માટે ગ્રાહકના પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (પૅન) નો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાહકે ઓળખના પુરાવા તરીકે પૅનની વિગતોની સાથે તેમના પૅન કાર્ડની સ્વ-પ્રમાણિત કૉપી પ્રદાન કરવાની રહેશે. આ ઉપરાંત, તેમણે પાસપોર્ટ, વોટર આઇડી, યુટિલિટી બિલ વગેરે જેવા ઍડ્રેસ પ્રૂફ માટેના ડૉક્યૂમેન્ટ પણ પ્રદાન કરવાના રહેશે. આ પદ્ધતિ આઇઆરડીએઆઇ દ્વારા ઑનલાઇન અને ઑફલાઇન બંને પૉલિસીઓ માટે સ્વીકારવામાં આવે છે
  • વિડિયો કેવાયસી: આ પદ્ધતિમાં ગ્રાહક ઇન્શ્યોરરને વિડિયો કૉલ દ્વારા તેમની કેવાયસી વિગતો પ્રદાન કરી શકે છે. વિડિયો કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ગ્રાહક પાસે કેમેરા અને ઇન્ટરનેટ કનેક્શન ધરાવતું ડિવાઇસ હોવું જરૂરી છે.
  • ઑફલાઇન કેવાયસી: આ પદ્ધતિમાં કેવાયસી માટે ફિઝિકલ ડૉક્યૂમેન્ટ પૂરા પાડવાના રહે છે. ગ્રાહકે કેવાયસી ફોર્મની સાથે તેમના ઓળખના પુરાવા અને ઍડ્રેસના પુરાવાની કૉપી પ્રદાન કરવાની રહે છે.
  • ઓટીપી-આધારિત ઇ-કેવાયસી: આ પદ્ધતિમાં કેવાયસી હેતુઓ માટે ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલ વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી)નો ઉપયોગ કરવામાં આવે છે. પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ગ્રાહકે કેવાયસી ફોર્મમાં ઓટીપી દાખલ કરવાનો રહે છે.
આઇઆરડીએઆઇ દ્વારા નિર્દિષ્ટ નિયમો મુજબ સ્વીકૃત કેવાયસી પદ્ધતિઓ વિશે જાણવા માટે ગ્રાહકે તેમના ઇન્શ્યોરર પાસેથી માહિતી મેળવીને પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. આમ કરીને થર્ડ-પાર્ટીની અથવા કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસીની ખરાઈ કરી શકાય છે અને ક્લેઇમની પ્રક્રિયા સરળ બનાવી શકાય છે.

વ્યક્તિઓની કેવાયસી માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

કાર ઇન્શ્યોરન્સની કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, વ્યક્તિઓએ કેટલાક ડૉક્યૂમેન્ટ પ્રદાન કરવાના રહે છે. આમાં નીચે જણાવેલ ડૉક્યૂમેન્ટ શામેલ હોઈ શકે છે:
  • ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, પૅન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઇડી
  • ઍડ્રેસ પ્રૂફ: યુટિલિટી બિલ, બેંક સ્ટેટમેન્ટ, ભાડા કરાર
  • ફોટો
  • ઇન્શ્યોરર દ્વારા માંગવામાં આવતા અન્ય જરૂરી ડૉક્યૂમેન્ટ

તારણ

કાર ઇન્શ્યોરન્સ માટેના કેવાયસી સંબંધિત નવા આઇઆરડીએઆઇ નિયમોનો હેતુ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની પારદર્શિતા અને અખંડિતતામાં સુધારો કરવાનો છે. કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરીને, ગ્રાહકો તેમની પૉલિસી અસલ હોવાની ખાતરી કરી શકે છે, તથા તેમના ક્લેઇમની પ્રક્રિયા સરળતાથી થઈ શકે છે. કેવાયસીની જરૂરિયાતોનું પાલન કરીને, ગ્રાહકો તેમની કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માન્ય હોવા અંગે અને કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં તેઓ સુરક્ષિત હોવા અંગે ચિંતામુક્ત રહી શકે છે. # વધુ વિગતો માટે આઇઆરડીએઆઇની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે