પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Motor Blog
12 ફેબ્રુઆરી 2024
176 Viewed
Contents
એક ચોક્કસ સમયગાળો વિત્યા બાદ લોકો તેમની વર્તમાન બાઇક વેચવાનો અને તેના સ્થાને અપગ્રેડ કરેલ વર્ઝન ખરીદવાનો વિચાર કરતાં હોય છે, અથવા તેના બદલે કાર ખરીદે છે. કેટલાક લોકો એવી જગ્યાએ સ્થળાંતરિત થાય છે જ્યાં તેમને બાઇક વિના ચાલી શકે છે, અને તેથી તેને વેચી નાંખે છે. તમારું કારણ કોઈ પણ હોય, પણ તમે તમારું ટૂ-વ્હીલર હમણાં જ વેચી રહ્યા છો અને તેથી પ્રક્રિયામાં તમને માર્ગદર્શન આપવા માટે અહીં કેટલાક સૂચનો આપેલ છે.
તમારી બાઇક તૈયાર કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌ પ્રથમ, તમારા તમામ ડૉક્યૂમેન્ટ જેમ કે પૉલ્યુશન સર્ટિફિકેટ, આરસી, 2 વ્હીલર વીમો , વગેરે તૈયાર રાખો. ત્યાર બાદ, તમારી બાઇકને સ્વચ્છ રાખો. માત્ર હાઇ-પ્રેશર વડે તમારા વાહનને ધોવું એટલું પૂરતું નથી. તમારે તમારા વાહનના દરેક ભાગને કાળજીપૂર્વક સાફ કરવો જરૂરી છે. આ તમારી બાઇકને ઝડપી વેચવામાં મદદ કરશે. વેચાણની પ્રક્રિયા વધુ સારી અને સરળ બનાવવા માટે તમારી બાઇકની સર્વિસ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
તમારી બાઇક વેચવા માંગો છો તે અંગે અન્યોને જાણ કરતાં પહેલા તમને તમારી બાઇકના મૂલ્યની ખબર હોવી જરૂરી છે. તમે તે જ મેક, મોડેલ અને ઉત્પાદનના વર્ષ ધરાવતા ટૂ-વ્હીલરની કિંમતો તપાસવા માટે વેબ પર સંદર્ભ લઈ શકો છો. અથવા, તમે વપરાયેલી બાઇકનું વેચાણ કરતા ડીલરનો સંપર્ક કરીને બાઇકની કિંમત જાણી શકો છો. અન્ય વિકલ્પમાં, તમારા વાહનની આશરે કિંમત જાણવા માટે તમે તમારી આસપાસના વિશ્વાસપાત્ર સર્વિસ સેન્ટર અથવા ગેરેજનો સંપર્ક કરી શકો છો.
2 વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદનારને ટ્રાન્સફર કરવી આવશ્યક છે. તમારી બાઇકના વેચાણ બાદ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારે માટે માન્ય રહેશે નહીં. કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમ નવા બાઇકના માલિકને લાગુ પડશે, અને તમને લાગુ નહીં પડે, જ્યારે તમે કરાવો છો બાઇક ઇન્શ્યોરન્સમાં નામની ઑનલાઇન ટ્રાન્સફર . તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ટ્રાન્સફર કરવા માટે, તમારે નીચે જણાવ્યા મુજબ કેટલાક પગલાંઓ લેવાના રહેશે:
ઉપરોક્ત પગલાંઓ અનુસરવાથી તમારી બાઇક અને બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફરની પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. તમારા ટૂ-વ્હીલરને અવરોધ વગર ટ્રાન્સફર કરવા માટે ઉપર જણાવેલ તમામ પગલાં અનુસરવામાં આવ્યા છે તેની ખાતરી કરો. જો તમે બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કરવાનું ચૂકી જાઓ છો, તો અકસ્માતમાં થયેલ નુકસાન અને રિપેરીંગ માટે તમારે ચુકવણી કરવી પડી શકે છે, કારણ કે પૉલિસી હજુ પણ તમારા નામ પર છે. તેથી, યાદ રાખો કે તમારે બાઇક સાથે ફરજિયાત રીતે તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને ટ્રાન્સફર કરવાની રહેશે.
બાઇકને સુરક્ષિત રીતે વેચવા માટે, ખરીદદારોને સુરક્ષિત લોકેશનમાં મળો, તેમની ઓળખ વેરિફાઇ કરો અને માત્ર વિશ્વસનીય પદ્ધતિઓ દ્વારા ચુકવણી સ્વીકારો. માલિકી ટ્રાન્સફર કરવા માટે તમામ જરૂરી પેપરવર્ક પૂર્ણ કરો.
મુખ્ય ડૉક્યૂમેન્ટમાં બાઇકનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ઇન્શ્યોરન્સ પૉલિસી, પોલ્યુશન અંડર કન્ટ્રોલ (PUC) સર્ટિફિકેટ, સેલ્સ એગ્રીમેન્ટ અને માલિકી ટ્રાન્સફર માટે ફોર્મ 28, 29, અને 30 શામેલ છે.
તમારી બાઇકને સારી સ્થિતિમાં જાળવી રાખો, નાની સમસ્યાઓને ઠીક કરો અને ખરીદદારોને પ્રદર્શિત કરતા પહેલાં તેને સાફ અને સર્વિસ કરાવો. વાજબી કિંમત નિર્ધારિત કરવા માટે બજાર મૂલ્યનું સંશોધન કરો.
વેચાણ પછી ખરીદદાર બાઇક માટે કાનૂની રીતે જવાબદાર હોય તેની ખાતરી કરવા માટે માલિકી ટ્રાન્સફર મહત્વપૂર્ણ છે. તે તમને વાહન સાથે સંકળાયેલી કોઈપણ ભવિષ્યની ઘટનાઓ માટે જવાબદારીથી સુરક્ષિત કરે છે.
નકલી ખરીદદારો, છેતરપિંડીની ચુકવણીની પદ્ધતિઓ અથવા સંવેદનશીલ માહિતી શેર કરવાની વિનંતીઓથી સાવધાન રહો. બાઇક અથવા ડૉક્યૂમેન્ટ આપતા પહેલાં હંમેશા ચુકવણી વેરિફાઇ કરો.
હા, એકવાર વેચાણ પૂર્ણ થયા પછી તમારા બાઇક ઇન્શ્યોરન્સને કૅન્સલ કરો અથવા તેને નવા માલિકને ટ્રાન્સફર કરો. આ સુનિશ્ચિત કરે છે કે તમે વેચાણ પછી કોઈપણ ક્લેઇમ માટે જવાબદાર નથી.
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144