રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Transfer Bike Insurance Policy for Second Hand Bike
17 ફેબ્રુઆરી, 2023

બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની ટ્રાન્સફર: પગલાં, સેકન્ડ-હેન્ડ વાહન માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

ટૂ-વ્હીલર ભારતમાં પરિવહનનું સૌથી સામાન્ય માધ્યમ છે, ખાસ કરીને જ્યારે સૌથી વધુ ટ્રાફિક હોય ત્યારે તમારે મુસાફરી કરવી પડે. ટૂ-વ્હીલરમાં સ્કૂટર, મોપેડ અને મોટરસાઇકલનો સમાવેશ થાય છે. દરરોજ મોટી સંખ્યામાં આ વાહનો ભારતીય માર્ગો પર દોડે છે. ભારતમાં લોકો તેમની બદલાતી જરૂરિયાતો અને ટૂ-વ્હીલર ઉદ્યોગમાં બદલાતા વલણોના આધારે બાઇક ખરીદે અને વેચે છે. મોટાભાગના લોકો નવું ટૂ-વ્હીલર ખરીદે છે, પરંતુ ઘણા લોકો સેકન્ડ-હેન્ડ વાહન પણ ખરીદતા હોય છે. નવી બાઇક ખરીદતી વખતે, તમારે ખરીદવો આવશ્યક છે એક બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન અથવા ઑફલાઇન. પરંતુ સેકન્ડ-હેન્ડ બાઇક ખરીદતી વખતે અથવા તમારી વપરાયેલી બાઇક વેચતી વખતે, તમારે હાલની ઇન્શ્યોરન્સ પૉલિસી વાહનના નવા માલિકના નામ પર ટ્રાન્સફર કરવી આવશ્યક છે.

બાઇક વેચનાર માટે બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર શા માટે લાભદાયક છે?

બાઇક વેચનાર માટે બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર લાભદાયક છે કારણ કે તેને લીધે તેઓ તેમની બાઇકનું બાકીનું ઇન્શ્યોરન્સ કવરેજ નવા માલિકને ટ્રાન્સફર કરી શકે છે. આ ખાસ કરીને, એવા બાઇક વેચનારાઓ માટે ઉપયોગી હોઈ શકે છે, જેમની પૉલિસીનું મોટાભાગનું કવરેજ બાકી હોય, જેના કારણે નવા માલિકે નવી પૉલિસી ખરીદવાની કે અતિરિક્ત કવરેજ માટે ચુકવણી કરવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત, ઇન્શ્યોરન્સ કવરેજને ટ્રાન્સફર કરીને, બાઇક વેચનાર સુનિશ્ચિત કરી શકે છે કે અકસ્માત અથવા ચોરીના કિસ્સામાં નવા માલિક સુરક્ષિત રહે. બાઇક વેચનાર માટે બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફરનો એક સૌથી મુખ્ય લાભ એ છે કે આના લીધે તેમની બાઇકની વેચાણ કિંમતમાં વધારો થઈ શકે છે. જો કોઈ સંભવિત ખરીદદારને ખબર હોય કે બાઇક ઇન્શ્યોરન્સ કવરેજ હેઠળ છે, તો તેઓની બાઇક ખરીદવાની શક્યતા વધી જાય છે, કારણ કે તેમણે નવી પૉલિસી ખરીદવા અથવા અતિરિક્ત કવરેજ માટે ચુકવણી કરવા વિશે ચિંતા કરવાની હોતી નથી. આને લીધે ખરીદદારો માટે આવી બાઇક આકર્ષક ડીલ બની શકે છે અને વેચનાર પોતાની બાઇક માટે વધુ કિંમત માંગી શકે છે. છેલ્લે, બાઇકના નવા માલિકને સુરક્ષાની ભાવના અને મનની શાંતિ પ્રદાન કરીને, બાઇક વેચનાર માટે પોતાની અંતરાત્માને સ્વચ્છ રાખવાનો આ એક ઉત્તમ માર્ગ છે.

બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ આ મુજબ છે:
  1. આરસી (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ)
  2. વાહનની વિગતો
  3. મૂળ ઇન્શ્યોરન્સ પૉલિસી
  4. માલિકી ટ્રાન્સફરની તારીખ
  5. અગાઉના માલિકનું નામ
  6. મૂળ પૉલિસી માટે ચૂકવેલ પ્રીમિયમની વિગતો
  7. પાછલા પૉલિસીધારક તરફથી એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ)
  8. ખરીદદાર અને વિક્રેતાની વ્યક્તિગત વિગતો:
  9. પૅન અથવા આધાર કાર્ડ
  10. ડ્રાઇવિંગ લાયસન્સ
  11. સંપર્ક વિગતો
બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનને નવા માલિકના નામ પર ટ્રાન્સફર કરતી વખતે, ટ્રાન્સફર પ્રક્રિયાના માધ્યમથી તમે તમારું જમા થયેલ નો-ક્લેઇમ બોનસ જાળવી શકો છો. ત્યારબાદ, તમે જે નવી પૉલિસી ખરીદો, તેમાં આ બોનસ ટ્રાન્સફર કરી શકો છો.

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને ટ્રાન્સફર કરવાના પગલાં

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને ટ્રાન્સફર કરવા માટે, ખરીદદારે નીચે જણાવેલ પગલાં અનુસરવા આવશ્યક છે:
  1. તમે ખરીદેલ ટૂ-વ્હીલરના ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર માટે તેની ખરીદીના 14 દિવસની અંદર અરજી કરો.
  2. તમારી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેવો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો.
  3. પ્રપોઝલ ફોર્મ ભરો અને માલિકીના ટ્રાન્સફર સંબંધિત વિગતોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરો.
  4. ઉપર ઉલ્લેખિત તમામ ડૉક્યૂમેન્ટ ઇન્શ્યોરન્સ પ્રદાતાને સબમિટ કરો.
  5. જરૂરી ડૉક્યૂમેન્ટ સાથે ફોર્મ 29/30/સેલ ડીડ પણ સબમિટ કરો.
  6. ઇન્શ્યોરન્સ કંપની એક નિરીક્ષક મોકલશે, જે નિરીક્ષણ રિપોર્ટ તૈયાર કરશે.
  7. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને ટ્રાન્સફર કરવા માટે, નજીવી ટ્રાન્સફર ફી પણ ચૂકવવી પડશે.
  8. એકવાર ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા તમામ બાબતો વેરિફાઇ કરવામાં આવે પછી, ટૂ-વ્હીલર પૉલિસી તમારા નામ પર ટ્રાન્સફર કરવામાં આવશે.

બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

1. બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર શું છે?

બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર એ બાઇક વેચનાર પાસેથી બાઇકના બાકીના ઇન્શ્યોરન્સ કવરેજને નવા માલિકના નામ પર ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે.

2. બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કેવી રીતે કામ કરે છે?

બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફરની પ્રક્રિયામાં, સામાન્ય રીતે, બાઇક વેચનાર પોતાની બાઇકના વેચાણ વિશે અને નવા માલિકની માહિતી પ્રદાન કરવા માટે પોતાની ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરે છે. ત્યારબાદ ઇન્શ્યોરન્સ કંપની નવા માલિકના નામ પર કવરેજ ટ્રાન્સફર કરશે.

3. શું બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર માટે કોઈ ફી હોય છે?

કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર માટે મામૂલી ફી વસૂલી શકે છે, જ્યારે અન્ય કંપનીઓ આ સર્વિસ મફતમાં પ્રદાન કરતી હોય છે. તેથી તમારી ઇન્શ્યોરન્સ કંપનીની આ અંગેની પૉલિસી જાણવા માટે તેમનો સંપર્ક કરવો એ શ્રેષ્ઠ છે.

4. બાઇક ઇન્શ્યોરન્સની ટ્રાન્સફરમાં કેટલો સમય લાગે છે?

બાઇક ઇન્શ્યોરન્સની ટ્રાન્સફર પૂર્ણ કરવામાં ઇન્શ્યોરન્સ કંપનીના આધારે અલગ અલગ સમય લાગી શકે છે, પરંતુ સામાન્ય રીતે તેમાં થોડા દિવસો લાગતા હોય છે.

5. જો હું મારી બાઇક વેચું તો શું મારે મારી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાની જરૂર છે?

હા, ઇન્શ્યોરન્સ કવરેજને નવા માલિકના નામ પર ટ્રાન્સફર કરવા માટે, તમે તમારી બાઇકને વેચો તેની જાણ તમારે ઇન્શ્યોરન્સ કંપનીને કરવી મહત્વપૂર્ણ છે.   ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે