ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ એક ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ છે જે તમારા ટૂ-વ્હીલરને કુદરતી આપત્તિઓ અથવા ચોરી, ઘરફોડી અને અકસ્માત જેવી અણધારી ઘટનાઓને કારણે થતા નુકસાન/ખોટમાં તમને કોઈપણ ફાઇનાન્શિયલ નુકસાન સામે સુરક્ષિત કરે છે.
બે પ્રકારના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન છે:
- 1. A ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી કવર
- 2. લૉંગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ
ભારતમાં ટુ-વ્હીલર ચલાવતા પહેલાં થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. તમે તમારા વાહનને આ રીતે ઇન્શ્યોર કરી શકો છો બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન અથવા ઑફલાઇન પ્રક્રિયા દ્વારા. લાંબા ગાળાની ટૂ-વ્હીલર પૉલિસી ખરીદવી ફરજિયાત નથી, પરંતુ તે ખરીદવાની તમને સલાહ આપવામાં આવે છે, કારણ કે કોઈપણ અભૂતપૂર્વ ઘટનાઓના કિસ્સામાં તેના વડે તમારી આર્થિક સુરક્ષા સચવાઈ રહે છે.
તમારે આરસી બુક, માલિકીનો પુરાવો કે તમારા ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જેવા ડૉક્યૂમેન્ટ બતાવવાની જરૂર નથી, પરંતુ ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સની અવધિ સમાપ્ત થયા બાદ તેના રિન્યૂઅલ માટે તેની જરૂર પડશે
ચાલો આ મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટ વિશે કેટલીક ઉપયોગી માહિતી જોઈએ.
બાઇક આરસી બુક શું છે?
આરસી બુક અથવા રજિસ્ટ્રેશન કાર્ડ એ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ એક અધિકૃત ડૉક્યૂમેન્ટ છે, જે તમારી બાઇક કાનૂની રીતે આરટીઓ (પ્રાદેશિક પરિવહન કચેરી) માં નોંધાયેલ હોવાનું પ્રમાણિત કરે છે. તેનો દેખાવ સ્માર્ટ કાર્ડ જેવો હોય છે અને તમારી બાઇક/ટૂ-વ્હીલરની નીચેની વિગતો ધરાવે છે:
- રજિસ્ટ્રેશનની તારીખ અને નંબર
- એન્જિન નંબર
- ચેસિસ નંબર
- ટુ-વ્હીલરનો રંગ
- ટૂ-વ્હીલરનો પ્રકાર
- બેસવાની ક્ષમતા
- મૉડેલ નંબર
- ફ્યુઅલ પ્રકાર
- ટૂ-વ્હીલરની ઉત્પાદનની તારીખ
તે તમારું નામ અને ઍડ્રેસ જેવી માહિતી પણ ધરાવે છે.
તમે ટુ-વ્હીલરની આરસી બુક કેવી રીતે મેળવી શકો છો?
ટૂ-વ્હીલરની નોંધણીની પ્રક્રિયા એકદમ સરળ છે. તમારે તમારા નજીકના આરટીઓનો સંપર્ક કરવાનો રહેશે, જ્યાં અધિકારીઓ તમારા વાહનનું નિરીક્ષણ કરશે અને તમારી બાઇક માટે ટૂ-વ્હીલર આરસી જારી કરશે. બીજું, તમે શો રૂમના ડીલર, જ્યાંથી તમે તમારી બાઇક ખરીદી છે, તેને પણ તમારા વતી રજિસ્ટ્રેશન કરાવવા માટે પૂછી શકો છો. એ કિસ્સામાં આરસી બન્યા બાદ જ તમારા ટૂ-વ્હીલરની ડિલિવરી કરવામાં આવશે.
આરસી બુક 15 વર્ષના સમયગાળા માટે જારી કરવામાં આવે છે અને પછી તેને દરેક 5 વર્ષ પછી રિન્યૂ કરી શકાય છે.
જો તમારી આરસી બુક ખોવાઈ જાય તો શું થશે?
ભારતમાં, જો તમારી પાસે આરસી બુક ન હોય તો ટૂ-વ્હીલર કે અન્ય કોઈ પણ વાહન ચલાવવું ગેરકાયદેસર છે. તેથી, જો તમારી ટૂ-વ્હીલરની આરસી બુક ખોવાઈ જાય છે અથવા ચોરાઈ જાય છે અથવા મળતી નથી, તો કૃપા કરીને પોલીસમાં ફરિયાદ કરવાની રહેશે (ચોરાઈ ગઈ હોય તો) અને ડુપ્લિકેટ આરસી બુક જારી કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે તમારી નજીકની આરટીઓનો સંપર્ક કરો. આરટીઓમાં નીચેના ડૉક્યૂમેન્ટ સાથે ફોર્મ 26 સબમિટ કરો:
- ઓરિજનલ આરસી બુકની કૉપી
- ટૅક્સ ચુકવણીની રસીદ અને ટૅક્સ ટોકન
- તમારા જૂના અથવા નવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની કૉપી
- ફાઇનાન્સર તરફથી એનઓસી (જો તમે તમારા ટૂ વ્હીલરની ખરીદી લોન પર કરી છે)
- પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટ
- તમારું ઍડ્રેસ પ્રૂફ
- તમારી ઓળખનું પ્રૂફ
- પાસપોર્ટ સાઇઝના ફોટા
આશરે રુ. 300ની ચુકવણી કરો, જેની તમને પહોંચ આપવામાં આવશે, જેમાં તમને છાપેલી ડુપ્લિકેટ આરસી બુકની કૉપી તમારા ઘર પર પ્રાપ્ત થશે તે તારીખ પણ ઉલ્લેખિત હશે.
તમે બાઇકની આરસી ઑનલાઇન કેવી રીતે ટ્રાન્સફર કરી શકો છો?
જો તમે કોઈ અન્ય રાજ્યમાં લાંબા સમય (એક વર્ષથી વધુ) અથવા કાયમી ધોરણે સ્થળાંતર કર્યું હોય, તો તમારે તમારી બાઇકના આરસીની ટ્રાન્સફર કરાવવાની રહેશે. તમારી બાઇકની આરસી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સરળ અને સીધી છે:
- તમારી વર્તમાન આરટીઓમાંથી એનઓસી મેળવો.
- તમારી બાઇક/ટૂ-વ્હીલરને નવા રાજ્યમાં લઈ જવાની વ્યવસ્થા કરો.
- નવા રાજ્યમાં તમારી બાઇકની નોંધણી માટે અપ્લાઇ કરો.
- રાજ્યના નિયમો મુજબ ચુકવણી કરો અને રોડ ટૅક્સ ભરો.
તમે બાઇકની માલિકીને ઑનલાઇન કેવી રીતે ટ્રાન્સફર કરી શકો છો?
જ્યારે તમે સેકન્ડ હેન્ડ બાઇક ખરીદી રહ્યા છો અથવા તમારી બાઇક વેચી રહ્યા છો, ત્યારે તમારે બાઇકની માલિકીની ટ્રાન્સફર પ્રક્રિયા કરવાની રહેશે. તમારી જૂની અથવા નવી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને પણ અપડેટ કરવાની રહેશે. સામાન્ય રીતે ખરીદદારે ટૂ-વ્હીલર માલિકી ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરવાની હોય છે.
બાઇક માલિકી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા માટેના પગલાં અહીં આપેલ છે:
- ડિરેક્ટરેટ ઑફ ટ્રાન્સપોર્ટ ઑફિસ ખાતે નીચે જણાવેલ ડૉક્યૂમેન્ટ સબમિટ કરો:
- આરસી બુક
- વીમા કૉપી
- એમિશન ટેસ્ટ સર્ટિફિકેટ
- વેચાણકર્તાનું ઍડ્રેસ પ્રૂફ
- ટૅક્સ ચુકવણીની રસીદ
- ફોર્મ 29 અને 30
- ખરીદદાર અને વેચાણકર્તાના પાસપોર્ટ સાઇઝના ફોટા
- સબમિટ કરેલા ડૉક્યૂમેન્ટની ચકાસણી કરવામાં આવશે અને પછી અધિકારીઓ/રજિસ્ટ્રેશન અધિકારીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવશે.
- આશરે રુ. 250 ની ચુકવણી કરો.
- ચુકવણીની રસીદ મેળવો.
- માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો'.
- 'વાહન નોંધણી સંબંધિત સર્વિસ લિંક પર ક્લિક કરો'.
- આગામી સ્ક્રીનમાં ટ્રાન્સફર રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.
- 'આગળ વધો' નંબર પર ક્લિક કરો.
- ત્યાર બાદના સ્ક્રીનમાં મિસલેનિઅસ સેક્શન પર ક્લિક કરો.
- રજિસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર, મોબાઇલ નંબર અને તમારા મોબાઇલ નંબર પર મોકલેલ ઓટીપી દાખલ કરો.
- વિગતો બતાવો પર ક્લિક કરો. આ બટન પર ક્લિક કરવાથી તમારા વાહનની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવશે.
- તે જ પેજ પર તમને 'ટ્રાન્સફર ઑફ ઓનરશિપ' વિકલ્પ ઉપલબ્ધ થશે'. વિકલ્પ પસંદ કરો.
- વાહનના નવા માલિકની વિગતો દાખલ કરો.
- ટ્રાન્સફર ફી ની રકમ તપાસો અને પ્રક્રિયા પૂર્ણ કરવા ચુકવણી કરવા માટે આગળ વધો.
આશા છે કે આ ડૉક્યૂમેન્ટ તમને ટૂ-વ્હીલર રજિસ્ટ્રેશન પ્રક્રિયા, બાઇકની આરસી બુકની વિગતો, ટૂ-વ્હીલરની આરસી બુક ખોવાઈ જાય તે પરિસ્થિતિમાં શું કરવું, આરસી બુક ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા અને બાઇકની માલિકીને ઑનલાઇન ટ્રાન્સફર કરવા વિશે સમજવામાં મદદરૂપ નિવડશે. તમારા ટૂ-વ્હીલરના વેચાણ સમયે તમારી પાસે જૂનું અથવા નવું ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હોય તેની ખાતરી કરો. વધુમાં, ખાતરી કરો કે તમે થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો હંમેશા તમામ કાયદાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઝંઝટ-મુક્ત પ્રક્રિયા માટે.
જવાબ આપો