રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Explore Standalone Own Damage Bike Insurance Cover
જાન્યુઆરી 7, 2022

સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ વિશે જાણવા યોગ્ય તમામ માહિતી

બાઇક તમામ ખરીદદારો માટે કિંમતી સંપત્તિ હોય છે - પછી તે બાઇક માટે ઉત્સાહી વ્યક્તિ હોય અથવા બાઇકને માત્ર ઉપયોગી ગણતી વ્યક્તિ હોય. ઉપલબ્ધ વિવિધ લાભોને ધ્યાનમાં લઇએ તો, બાઇક ન હોવાથી મુસાફરી કરવી, ખાસ કરીને જાહેર પરિવહન દ્વારા મુશ્કેલ બની શકે છે. વળી, શહેરોમાં વધી રહેલા ટ્રાફિકને કારણે કલાકો સુધી રાહ જોવી પડી શકે છે, અને તેવા સમયે એક ઝડપી અને ચપળ ટૂ-વ્હીલર તમને ઘણો સમય બચાવવામાં મદદ કરી શકે છે. તેથી, તમારી બાઇકને થયેલ કોઈપણ નુકસાનને કારણે અસુવિધા થવાની સાથે સાથે તેને રીપેર કરવા માટે તમારે મોટો ખર્ચ પણ કરવો પડી શકે છે. આમ, આવા રિપેરીંગ ખર્ચને આવરી લેતું ઇન્શ્યોરન્સ કવર મેળવવું શ્રેષ્ઠ છે. 1988 ના મોટર વાહન અધિનિયમ અનુસાર દેશમાં રજિસ્ટર્ડ તમામ ટૂ-વ્હીલર માટે બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન હોવું ફરજિયાત છે. જો કે, ઓછામાં ઓછું, એક થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું જરૂરી છે. આવી થર્ડ-પાર્ટી પૉલિસીઓ દ્વારા અન્ય વ્યક્તિને ઈજાઓ અને નુકસાન સામે સુરક્ષિત કરીને કાયદાનું પાલન તો કરી શકાય છે, પરંતુ અકસ્માતના કિસ્સામાં તમારી બાઇકને થયેલ નુકસાન માટે વળતર પ્રાપ્ત થતું નથી. અકસ્માતમાં માત્ર અન્ય વ્યક્તિ કે તેમના જ વાહનને નુકસાન થતું નથી, પરંતુ તમારા વાહનને પણ થાય છે. તેથી, તમારી બાઇકના રિપેરીંગનું વળતર ચૂકવતો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદવો શ્રેષ્ઠ છે. આ રીતે, તમે તમારી બાઇકને પણ થતા નુકસાન અને અથડામણ સામે સુરક્ષિત કરી શકો છો.

નવા નિયમનોમાં શું જણાવવામાં આવેલ છે?

હાલમાં, તમામ નવા વાહનોનો ઇન્શ્યોરન્સ ખરીદવો ફરજિયાત છે, જેના વિના આવા વાહનનું રજિસ્ટ્રેશન શક્ય નથી. તેથી, તમે નવી બાઇક ખરીદતી વખતે પાંચ વર્ષના થર્ડ-પાર્ટી કવર અથવા પાંચ વર્ષના થર્ડ-પાર્ટી પ્લાન સાથે એક વર્ષના ઓન ડેમેજ કવરમાંથી પસંદ કરી શકો છો. તેથી, જો તમે તમારી બાઇકનું માત્ર પાંચ વર્ષનું થર્ડ-પાર્ટી કવર ધરાવો છો, તો તમે સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ (ઓડી) પ્લાન ખરીદી શકો છો. બીજા વિકલ્પ તરીકે, જો તમે એક વર્ષના ઓન-ડેમેજ કવર સાથે પાંચ વર્ષનો થર્ડ-પાર્ટી પ્લાન ધરાવો છો, તો તમે બીજા વર્ષથી પાંચમા વર્ષના અંત સુધી દર વર્ષે સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ પૉલિસી ખરીદી શકો છો. તમે ખરીદી શકો છો, થર્ડ-પાર્ટી અને ઓડી એમ બંને પ્રકારના ઑનલાઇન વાહન ઇન્શ્યોરન્સ.

બાઇક માટે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ ખરીદવાના શું ફાયદા છે?

કોમ્પ્રિહેન્સિવ પ્લાનથી વિપરીત, સ્ટેન્ડઅલોન ઓડી કવર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપરાંત ખરીદી શકાય છે. આવા સ્ટેન્ડઅલોન પ્લાનમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
  • અકસ્માત અથવા અથડામણને કારણે તમારી બાઇકના રિપેરીંગના ખર્ચનું કવરેજ.
  • પૂર, વાવાઝોડું, ચક્રવાત, ભૂકંપ વગેરે જેવી કુદરતી આપત્તિઓને કારણે રિપેરીંગના ખર્ચનું કવરેજ.
  • તોફાનો, તોડફોડ વગેરે જેવા માનવ-નિર્મિત જોખમો માટે કવરેજ.
  • તમારી બાઇકની ચોરી માટે કવરેજ.
In addition to the above, when you buy a standalone OD cover, you can also enjoy the benefits of no-claim bonus (NCB) wherein the premiums for such own-damage component are lowered due to the NCB benefits.*Standard T&C Apply

શું સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ અને વ્યાપક પૉલિસી બંને એક જ છે?

ના, સ્ટેન્ડઅલોન પ્લાન અને કોમ્પ્રિહેન્સિવ પ્લાન સમાન નથી. કોમ્પ્રિહેન્સિવ પૉલિસીમાં થર્ડ-પાર્ટી ઘટકની સાથે ઓન ડેમેજ કવર અને વ્યક્તિગત અકસ્માત કવર સમાવિષ્ટ હોય છે, જે સ્ટેન્ડઅલોન પૉલિસીમાં ઉપલબ્ધ નથી. અંતે, યાદ રાખો કે તમે તમારો થર્ડ-પાર્ટી પ્લાન અને સ્ટેન્ડઅલોન પૉલિસી અલગ અલગ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી ખરીદી શકો છો. તમારા સ્ટેન્ડઅલોન કવરમાં વિવિધ ઍડ-ઑનના પ્રભાવનો અંદાજ મેળવવા માટે, તમે ઉપયોગ કરી શકો છો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે