રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Insurance Claim For Bike Scratches
1 એપ્રિલ, 2021

શું તમારે બાઇક સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવો જોઈએ?

આપણે સૌ આપણા વાહનોને સ્વચ્છ અને ચમકતા રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. આખરે, કોને ચમકદાર કાર અથવા બાઇક નથી ગમતી? બરાબર ને?! પરંતુ, તમારી બાઇક અથવા કાર લાંબા સમય સુધી સારી રહે તે અનિવાર્ય છે. તમે ગમે તેટલી સાવચેતી રાખો, પણ તમારી નવી કાર અથવા બાઇક પર સમય સાથે નાના આંકા અથવા ગોબા પડી જાય છે. અને જો તમારી ભૂલ ન હોય તેમ છતાં પણ આમ થાય તો ખૂબ જ અકળામણ થાય છે. તમે પરિસ્થિતિને તો નિયંત્રિત કરી શકતા નથી, પરંતુ તમે લઈ શકો છો કાર અથવા બાઇક ઇન્શ્યોરન્સ. ઇન્શ્યોરન્સ તમને તમારી બાઇક અથવા કારને થયેલા નુકસાનની રિકવરીમાં મદદ કરી શકે છે. જો કે, અહીં જે પ્રશ્ન ઉદ્ભવે છે તે છે કે, શું હું બાઇક સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકું? વધુ અગત્યનું એ છે કે, શું તમારી બાઇક પર પડેલી કેટલીક નાની સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવો યોગ્ય છે? ચાલો આ પ્રશ્નોના જવાબો મેળવીએ!  

શું હું બાઇક સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકું છું?

બાઇક ઇન્શ્યોરન્સ તમારો છે, માટે તમે ઇચ્છો તેના માટે ક્લેઇમ કરી શકો છો. પરંતુ, ખરો પ્રશ્ન જે તમારું ધ્યાન માંગી લે છે તે, શું નાની સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવો યોગ્ય છે. સીધા શબ્દોમાં કહીએ તો, તેનો આધાર તમારી બાઇકને કેટલું નુકસાન થયું છે તેની પર રહેશે. વધુમાં, તમારી પાસે કેવા પ્રકારની પૉલિસી છે તેના પર પણ આધારિત છે. ઉદાહરણ તરીકે,  
  • જો તમારી બાઇક માટે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી કવર છે, અને જો થયેલ ખર્ચ, ક્લેઇમની રકમ કરતાં વધુ હોય તો તમે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકો છો.
  • બીજી તરફ, જો તમારી પાસે થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ છે, તો તમે કંઈ પણ ક્લેઇમ કરી શકતા નથી કારણ કે તમારી બાઇકને રિન્યૂ કરવામાં ફાયદો થશે નહીં. પરંતુ, તે તમારા કારણે થર્ડ પાર્ટીને થયેલા નુકસાન માટે ચુકવણી કરશે.
  મુખ્ય બાબત એ છે કે તમારે તમારી બાઇકને સુધારવાના ખર્ચનું વિશ્લેષણ કરવું જોઈએ. જો તમારા અનુસાર તે ઓછું અને વ્યાજબી હોય, તો મોટા નુકસાન માટે તમારા બાઇક ઇન્શ્યોરન્સને બચાવી રાખવું જોઈએ. પરંતુ, જો તેને મર્યાદાથી વધુ નુકસાન થયું છે, તો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવો એ શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.  

નાના બાઇક સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ ન કરવાના ફાયદાઓ શું છે?

પ્રથમ દ્રષ્ટિએ તે એક અસંભવિત વિકલ્પ જેવું લાગી શકે છે, પરંતુ જો તમે તમારી બાઇકને થયેલા કેટલાક નાના નુકસાન માટે તમારો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરતા નથી, તો તેનો ફાયદો તમને લાંબા ગાળે થશે. તમે પૂછશો કે કેવી રીતે? તેના કેટલાક છુપાયેલા લાભો અહીં આપેલ છે:  
  • નો ક્લેઇમ બોનસ: જો તમને જાણતા નથી બાઇક ઇન્શ્યોરન્સમાં એનસીબી શું છે ત્યારે તમારે જાણવું જોઈએ કે આ એક એવું ડિસ્કાઉન્ટ છે જે તમારી પૉલિસીને રિન્યૂ કરતી વખતે, તમને પાછલા વર્ષમાં ઇન્શ્યોરન્સનો ક્લેઇમ ન કરવા બદલ મળે છે. અને પ્રત્યેક ક્લેઇમ-ફ્રી વર્ષ માટે બોનસની આ રકમ વધતી રહે છે. નીચેના ટેબલનો સંદર્ભ લો:
 
ક્લેઇમ મુક્ત વર્ષોની સંખ્યા એનસીબી ડિસ્કાઉન્ટ
1 વર્ષ 20%
સતત 2 ક્લેઇમ-મુક્ત વર્ષો 25%
સતત 3 ક્લેઇમ-મુક્ત વર્ષો 35%
સતત 4 ક્લેઇમ-મુક્ત વર્ષો 45%
સતત 5 ક્લેઇમ-મુક્ત વર્ષો 50%
  તેથી, જ્યારે પણ શક્ય હોય ત્યારે, જો તમે તમારા ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરતાં નથી (જો કે મોટું નુકસાન થયું હોય તેવા કિસ્સામાં નહીં), તો તે તમારા માટે લાભદાયક રહેશે. જ્યારે પણ તમે તમારા ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરો છો, ત્યારે એનસીબીનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે.  
  • ઓછું પ્રીમિયમ: તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ શું છે. ઓછું પ્રીમિયમ એ બાઇકને થયેલા નાના નુકસાન માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ ન કરવાનો એક લાભ છે. જ્યારે પણ તમે તમારી બાઇકના નુકસાન માટે ક્લેઇમ કરો છો, ત્યારે પ્રીમિયમની રકમમાં નોંધપાત્ર વધારો થાય છે. આની અસર ફરીથી તમારા ખિસ્સા પર પડે છે.
 

શું ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવા માટે કોઈ થ્રેશહોલ્ડ રકમ છે?

થયેલા નુકસાન માટે કેટલો ખર્ચ થશે તેનો શરૂઆતમાં અંદાજ આવતો નથી, તેથી તમારી બાઇક ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરતા પહેલાં ગણતરી કરવી જરૂરી છે. સામાન્ય રીતે જો કારની બે પેનલમાં સુધારાની જરૂર હોય અથવા એકંદર નુકસાનની રકમ રુ.6000 થી વધુ હોય, તો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવો શ્રેષ્ઠ છે. કેટલાક સરળ ઉદાહરણો અહીં આપેલ છે:  
  1. નુકસાન: એક બૉડી પૅનલ
જો તમે તમારી રીતે રિપેર કરાવો છો: રુ.5000 જો તમે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરો છો: રુ.5800 (ફાઇલિંગ શુલ્ક સહિત)   ઉકેલ: ક્લેઇમ બચાવી રાખો!  
  1. નુકસાન: ત્રણ-બૉડી પૅનલ્સ
જો તમે તમારી રીતે રિપેર કરાવો છો: આશરે રુ.15000 જો તમે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરો છો: લગભગ રુ. 7000 (ફાઇલિંગ શુલ્ક સહિત)   ઉકેલ: ક્લેઇમ! ખર્ચની તુલના કરવા માટે આ કેટલાક સામાન્ય ઉદાહરણો છે. નિર્ણય લેતા પહેલાં તમારે આ ખર્ચનું મૂલ્યાંકન કરવું જોઈએ. તમે જે પ્રકારના વાહન માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી રહ્યા છો તેના આધારે આ ખર્ચમાં ફેરફાર થશે. તેથી, સાવચેતીપૂર્વક ગણતરી કરો!  

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. શું સ્ક્રેચ અને ડેન્ટ ઇન્શ્યોરન્સ માટે ખર્ચ કરવો યોગ્ય છે?
તે જો તમે પોતે રિપેરીંગ કરાવો ત્યારે થતા ખર્ચ અને ઇન્શ્યોરન્સ કંપની જે રકમ ચૂકવશે તે રકમ વચ્ચેના તફાવત પર આધારિત રહેશે. જો તમે જે ચૂકવી રહ્યા છો તેના કરતાં ઓછી છે, તો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવો એક સારો વિકલ્પ છે, અને તેમ નથી તો ક્લેઇમ કરવો યોગ્ય નથી.  
  1. સ્ક્રેચ ઇન્શ્યોરન્સમાં કેટલો વધારો કરે છે?
જો તમે તમારી બાઇક પર પડેલ સ્ક્રેચ માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરો છો, તો બાઇકને પહેલા થયેલા નુકસાનના આધારે તમારા ઇન્શ્યોરન્સ રેટમાં લગભગ 38% અથવા વધુ વૃદ્ધિ થશે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 4 / 5. વોટની સંખ્યા: 1

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે