રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
hit-and-run accident guide
1 એપ્રિલ, 2021

ભારતમાં બાઇક અકસ્માત માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે કરવો?

ભારત એક ગીચ વસ્તીવાળો દેશ છે, જેને કારણે દરેક વ્યક્તિને વાહન ચલાવવામાં થોડી મુશ્કેલી પડે છે. તેનું કારણ એ લોકો સાવચેત નથી એમ નથી, પરંતુ વાહનોની સંખ્યા ઘણી હોવાને કારણે છે. 2019 આંકડાઓ મુજબ, ભારતમાં કુલ 4,37,396 માર્ગ અકસ્માત નોંધાયા હતા, જેમાં 1,54,732 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ આંકડાઓ ભયજનક છે તેમજ સૂચવે છે કે જો આપણાં વાહનને કે શારીરિક કોઈપણ નુકસાન થાય, તો તે માટે કોઈ પ્રકારનું બૅકઅપ હોવું જરૂરી છે. તેથી, જ્યારે પણ તમે બાઇક ખરીદો છો, ત્યારે બાઇક ઇન્શ્યોરન્સ પણ ખરીદવો શ્રેષ્ઠ છે. તે માત્ર ફાયદાકારક જ નહીં પણ મોટર વાહન અધિનિયમ મુજબ તમારી પાસે ફરજિયાત ઓછામાં ઓછી હોવી જોઈએ એક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ 3rd પાર્ટી પૉલિસી હોવી ફરજિયાત પણ છે. જો તમે બાઇક ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે અને બાઇક અકસ્માત માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો તે જાણવા માંગો છો, તો આગળ વાંચો!  

ભારતમાં બાઇક અકસ્માત માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે કરવો?

જો તમને દુર્ભાગ્યે રસ્તામાં અકસ્માત થાય છે, તો તમારે ગભરાવું જોઈએ નહીં. તમારી પૉલિસી તમને આર્થિક મદદ આપવા માટે તૈયાર છે તે યાદ રાખો. તમારે માત્ર યોગ્ય પગલાંઓ અનુસરીને ક્લેઇમ કરવાનો રહેશે. બાઇક અકસ્માત માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો તે વિશે જાણીએ તે પહેલાં, ચાલો આપણે બાઇક ઇન્શ્યોરન્સના ક્લેઇમના પ્રકારો વિગતવાર ચર્ચા કરીએ.  

બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમના પ્રકારો

મૂળભૂત રીતે, બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ બે પ્રકારના છે:  
  • કૅશલેસ ક્લેઇમ: અકસ્માતમાં અનિલની બાઇક ક્રૅશ થઈ ગઈ. તે પોતાની બાઇકને રિપેર કરાવવા માંગે છે પરંતુ તેને કોઈપણ પ્રોફેશનલ રિપેરિંગ દુકાન વિશે માહિતી નથી. તેથી, તે તેના ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરે છે, જેમની પાસે બાઇક રિપેર કરતી વિવિધ દુકાનો સાથે ટાઇ-અપ છે. અનિલ ફક્ત એક નાની ફરજિયાત કપાતપાત્ર રકમ ચૂકવીને તેમની બાઇકનું રિપેરિંગ કરાવે છે; બાકીની રકમ પ્રદાતા દ્વારા સીધી રિપેરિંગની દુકાનને ચૂકવવામાં આવે છે.
  આવી પરિસ્થિતિ, કે જેમાં ઇન્શ્યોરન્સ લેનારે રિપેરિંગની દુકાનને સંપૂર્ણ રકમ ચૂકવવાની જરૂર પડતી નથી, તેને કૅશલેસ ક્લેઇમ તરીકે ઓળખવામાં આવે છે.  
  • રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ: અનિલના મિત્ર કપિલને રિપેરિંગ કરતી દુકાન વિશે માહિતી હતી, તેથી તેણે અનિલને તે દુકાન પર તેની બાઇકનું રિપેરિંગ કરાવવાનું સૂચન કર્યું. અનિલે તેની ક્ષતિગ્રસ્ત બાઇક રિપેર કરાવી, અને દુકાન પાસેથી બિલ મેળવીને તેણે પોતાના ખિસ્સામાંથી ચુકવણી કરી. ત્યાર બાદ, તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ અને દુકાનમાંથી મેળવેલ બિલ સાથે તેણે ક્લેઇમ ફાઇલ કર્યો. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા અનિલને ચુકવણી કરવામાં આવી.
  પ્રથમ તમારા દ્વારા ચુકવણી કરાયા બાદ વળતર માટે ક્લેઇમ કરવાની આ પદ્ધતિને રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ તરીકે ઓળખવામાં આવે છે. આમાં, ઇન્શ્યોરર દ્વારા તમને કવરેજ મર્યાદા કરતાં વધુ ચુકવણી કરવામાં આવશે નહીં.  

બાઇક અકસ્માત માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાની પ્રક્રિયા

 
  1. થર્ડ-પાર્ટી ક્લેઇમ
 
  • જો તમારો અન્ય વાહન સાથે અથડાવાને કારણે અકસ્માત થાય છે, તો પોલીસ અને ઇન્શ્યોરરને તે વિશે જાણ કરો.
  • જો ક્ષતિ તમને થઈ હોય, તો અન્ય પાર્ટીની વિગતો મેળવો અને થર્ડ-પાર્ટી ક્લેઇમની પ્રક્રિયા કરો.
  • ક્લેઇમ રજિસ્ટર થયા પછી, તેને અહીં મોકલવામાં આવશે મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ટ્રિબ્યુનલ કોર્ટ.
  • વધુ નિરીક્ષણ બાદ, ટ્રિબ્યુનલ કોર્ટ દ્વારા ચૂકવવાપાત્ર રકમ નક્કી કરવામાં આવશે.
 
  1. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ
 
  • જો બાઇકને અકસ્માતમાં અથવા કુદરતી આપત્તિમાં નુકસાન થયું હોય, તો સૌ પ્રથમ તે વિશે ઇન્શ્યોરરને જાણ કરો.
  • જો નુકસાન અકસ્માતને કારણે થયું છે, તો એફઆઇઆર પણ નોંધાવો.
  • એકવાર ઇન્શ્યોરરને જાણ કર્યા પછી, નુકસાનનું નિરીક્ષણ કરવા માટે સર્વેક્ષક મોકલવામાં આવશે.
  • આ પછી; ઇન્શ્યોરર દ્વારા બાઇકના રિપેરિંગનું કાર્ય શરૂ કરવામાં આવશે. જો તમે તમારી પસંદગીના સ્થળે રિપેરિંગ કરાવવા માંગો છો, તો તેની ચુકવણી તમારે કરવાની રહેશે, જેની ભરપાઈ પછીથી કરવામાં આવશે. જો તમે ઇન્શ્યોરર દ્વારા પસંદ કરેલી દુકાને રિપેરિંગ કરાવો છો, તો તમારે તમારા તરફથી કોઈ શુલ્ક ચૂકવવાની જરૂર નથી.
 

ઇન્શ્યોરન્સ ક્લેઇમ મેળવવા માટે કયા ડૉક્યૂમેન્ટ આવશ્યક છે?

અકસ્માતના કિસ્સામાં ક્લેઇમ માટે નીચે મુજબના ડૉક્યૂમેન્ટ જરૂરી છે, જ્યારે તમારી પાસે હોય બાઇક ઇન્શ્યોરન્સ:  
  • ક્લેઇમ ફોર્મ
  • નોંધણી
  • ટૅક્સ ચુકવણીની રસીદ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • એફઆઇઆરની કૉપી
  • ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ
  • રિપેર બિલ
  નોંધ: આઇડીવી રકમ પ્રાપ્ત થવામાં લગભગ 3-4 મહિનાનો સમય લાગી શકે છે, તેથી ધીરજ રાખો. તમને જે વચન આપવામાં આવ્યું હતું તે ચૂકવવામાં આવશે!

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. ક્લેઇમ ક્યારે નકારવામાં આવી શકે છે?
ઇન્શ્યોરન્સ ક્લેઇમ અનેક પરિસ્થિતિઓ હેઠળ નકારી શકાય છે, જેમ કે:  
  • પ્રદાન કરેલી માહિતી ખોટી હોવાની ઇન્શ્યોરરને જાણ થાય.
  • જો વાહન ચાલક દ્વારા ડ્રગ્સના પ્રભાવ હેઠળ અકસ્માત થાય.
  • જો તમારી પાસે વાહન ચલાવવાનું લાઇસન્સ ન હોય.
  • જો નિર્ધારિત સમયમાં ઘટનાની જાણ કરવામાં ન આવી હોય.
  • જો રિપેરિંગનો ખર્ચ બાઇકના ડેપ્રિશિયેટેડ ખર્ચ કરતાં વધુ હોય.
 
  1. શું ઇજાના કિસ્સામાં મારે મેડિકલ રસીદ રજૂ કરવાની રહેશે?
હા, જો કોઈ અકસ્માતમાં તમને ઇજા થાય છે, તો ક્લેઇમનું વળતર મેળવવા માટે તમારે મેડિકલ સ્લિપ રજૂ કરવાની રહેશે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે