રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
CKYC Insurance & Car Insurance in India
25 ફેબ્રુઆરી, 2023

બાઇક ઇન્શ્યોરન્સ માટે કેવાયસી નિયમો: એક કોમ્પ્રિહેન્સિવ ગાઇડલાઇન

બાઇક ઇન્શ્યોરન્સમાં નો યોર કસ્ટમર (કેવાયસી) ના નિયમો એપ્લિકેશન સમયે અને રિન્યુઅલ પ્રક્રિયામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. જાન્યુઆરી 2023 થી, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) દ્વારા, તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા છેતરપિંડીને રોકવા અને ટ્રાન્ઝૅક્શનમાં પારદર્શકતા લાવવા માટે પૉલિસીધારકોની ઓળખની ચકાસણી કરવી ફરજિયાત બનાવેલ છે. પૉલિસી ખરીદનાર તરીકે, તમારે બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે કેવાયસી ધોરણોનું પાલન કરવું આવશ્યક છે. આ સુધારો તાજેતરનો હોવાથી, તમારે અનુસરણ કરવા યોગ્ય કેવાયસીના નિયમો સંબંધિત કેટલાક પ્રશ્નો અને શંકાઓ તમને હોઈ શકે છે. તમને તથા અન્ય સંભવિત પૉલિસીધારકોને મદદ કરવા માટે, બાઇક ઇન્શ્યોરન્સના કેવાયસીના નિયમોની ઊંડાણપૂર્વકની સમજ અને તેમનું પાલન કરવાનું મહત્વ સમજાવેલ છે.

બાઇક ઇન્શ્યોરન્સના કેવાયસી માટે શેની જરૂર પડે છે?

સૌ પ્રથમ, ચાલો કેવાયસી શું છે તે સમજીએ. આ એક પ્રક્રિયા છે જેમાં પૉલિસીધારકો તેમની ઓળખની ખરાઈ કરવા માટે વ્યક્તિગત માહિતી અને માન્ય ઓળખ ડૉક્યૂમેન્ટ પ્રદાન કરવાના હોય છે. જ્યારે તમે બાઇક ઇન્શ્યોરન્સ ખરીદો ત્યારે કેવાયસી જરૂરિયાતો સીધી અને સરળ છે. પૉલિસીધારકોએ નીચે જણાવેલ ડૉક્યૂમેન્ટ પ્રદાન કરવાના રહે છે:
 1. ઓળખનો પુરાવો, જેમ કે આધાર કાર્ડ, પૅન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઇડી અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ.
 2. ઍડ્રેસ પ્રૂફ, જેમ કે યુટિલિટી બિલ, પાસપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ.
 3. પાસપોર્ટ-સાઇઝનો ફોટો
કોર્પોરેટ અથવા બિઝનેસ પૉલિસીધારકોના કિસ્સામાં, ઉપરોક્ત ડૉક્યૂમેન્ટ ઉપરાંત કોર્પોરેટ સંસ્થાનો કાનૂની પુરાવો, સંસ્થાનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને અન્ય અધિકૃત ડૉક્યૂમેન્ટની પણ જરૂર પડી શકે છે. પૉલિસીધારકોએ અનૈતિક પ્રવૃત્તિઓથી બચવા અને છેતરપિંડીને રોકવા માટે એપ્લિકેશન અને રિન્યુઅલ પ્રક્રિયા દરમિયાન સચોટ કેવાયસી ડૉક્યૂમેન્ટ પ્રદાન કરીને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માં આ કેવાયસી નિયમોનું પાલન કરવું આવશ્યક છે. તે પૉલિસીધારકની વિશ્વસનીયતા સ્થાપિત કરવામાં પણ મદદ કરે છે અને પૉલિસીધારક અને ઇન્શ્યોરન્સ કંપની વચ્ચેના વિશ્વાસમાં વૃદ્ધિ કરે છે. ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે કેવાયસી પ્રક્રિયાના ભાગ રૂપે પ્રદાન કરેલા ડૉક્યૂમેન્ટ માન્ય, સૌથી તાજેતરની માહિતી ધરાવતા અને સચોટ હોવા જોઈએ. કોઈપણ વિસંગતિ અથવા ભૂલને કારણે એપ્લિકેશન અથવા રિન્યુઅલ પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.

બાઇક ઇન્શ્યોરન્સ માટેના કેવાયસી નિયમોનું પાલન કેવી રીતે કરવું?

બાઇક ઇન્શ્યોરન્સ માટે કેવાયસી નિયમોનું પાલન કરવું સરળ અને આસાન છે. તમારે આટલું કરવાનું રહેશે:
 1. જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરો:

  તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને જરૂરી કેવાયસી ડૉક્યૂમેન્ટ પ્રદાન કરો. ડૉક્યૂમેન્ટ સચોટ, સૌથી તાજેતરની માહિતી ધરાવતા અને માન્ય હોવા જોઈએ.
 2. ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો:

  કેવાયસી ડૉક્યૂમેન્ટની કૉપી હંમેશા તમારી સાથે રાખો, કારણ કે અકસ્માત અથવા દુર્ઘટનાના કિસ્સામાં તેમની જરૂર પડી શકે છે.
 3. ડૉક્યૂમેન્ટ અપડેટ કરો:

  જો કેવાયસી ડૉક્યૂમેન્ટમાં કોઈ ફેરફાર થાય છે, જેમ કે ઍડ્રેસ અથવા ફોન નંબરમાં ફેરફાર, તો ઇન્શ્યોરન્સ પ્રદાતાને તરત જ જાણ કરો અને અપડેટેડ ડૉક્યૂમેન્ટ પ્રદાન કરો.
 4. સમયસર રિન્યુ કરાવો:

  તમારો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ સમયસર કરાવો અને જો જરૂરી હોય તો અપડેટેડ કેવાયસી ડૉક્યૂમેન્ટ પ્રદાન કરો.

વ્યક્તિ માટે કેવાયસી નિયમો અનુસરવાની વિવિધ રીતો

કેવાયસીની વિવિધ પદ્ધતિઓ છે જેનો ઉપયોગ વાહન ઇન્શ્યોરન્સ કંપનીઓ વ્યક્તિગત પૉલિસીધારકોની ઓળખને ચકાસવા માટે કરે છે. ચાલો, તેમને વિગતવાર જાણીએ.
 1. આધાર-આધારિત કેવાયસી:

  આધાર-આધારિત કેવાયસી એક સરળ અને આસાન પ્રક્રિયા છે જેમાં આધાર નંબરને બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે લિંક કરવામાં આવે છે. પૉલિસીધારક તેમનો આધાર નંબર પ્રદાન કરીને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા તેને પ્રમાણિત કરી શકે છે.
 1. વિડિયો-આધારિત કેવાયસી:

  વિડિયો-આધારિત કેવાયસીમાં પૉલિસીધારકે તેમનો ઓળખનો પુરાવો, જેમ કે આધાર કાર્ડ, અને તેમનો પોતાનો લાઇવ વિડિયો ઇન્શ્યોરન્સ કંપનીને કરવાનો રહે છે. ઇન્શ્યોરન્સ કંપની વિડિયો દ્વારા પૉલિસીધારકની ઓળખની ખરાઈ કરે છે અને તેને પ્રદાન કરેલા ઓળખના પુરાવા સાથે સરખાવે છે.
 1. ફિઝિકલ કેવાયસી:

  આ કેવાયસીની પરંપરાગત પદ્ધતિ છે જેમાં પૉલિસીધારક દ્વારા, ઇન્શ્યોરન્સ કંપનીની બ્રાન્ચ ઑફિસની મુલાકાત લઇને અથવા નિયુક્ત સ્થાનની મુલાકાત લઇને તેમના ઓળખના પુરાવા અને અન્ય ડૉક્યૂમેન્ટ પ્રદાન કરવામાં આવે છે. ઇન્શ્યોરન્સ કંપની ડૉક્યૂમેન્ટની ચકાસણી કરે છે અને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરે છે.
 1. ઓટીપી-આધારિત કેવાયસી:

  ઓટીપી-આધારિત કેવાયસી એક સરળ અને સુવિધાજનક પદ્ધતિ છે જેમાં પૉલિસીધારક તેમનો મોબાઇલ નંબર પ્રદાન કરીને, તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા તેની ખરાઈ કરાવી શકે છે. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મોબાઇલ નંબરની ખરાઈ કરીને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.

જો કેવાયસી નિયમોનું પાલન કરવામાં ન આવે તો શું થાય છે?

જો પૉલિસીધારક દ્વારા કેવાયસીના નિયમોનું પાલન કરવામાં ન આવે, તો ઇન્શ્યોરન્સ કંપની એપ્લિકેશનને નકારી શકે છે અથવા રિન્યુઅલ પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. જો પૉલિસીધારક દ્વારા કેવાયસીના નિયમોનું પાલન કરવામાં આવેલ ન હોય અને ક્લેઇમ કરવામાં આવેલ હોય, તો ઇન્શ્યોરર તેને નકારી શકે છે. આઇઆરડીએઆઇ દ્વારા કેવાયસીના નિયમોનું પાલન ફરજિયાત કરવામાં આવેલ છે, તેથી જવાબદાર બાઇકના માલિક અને પૉલિસીધારક તરીકે, તેનું યોગ્ય રીતે અનુપાલન કરવું એ તમારું કર્તવ્ય છે.

તારણ

છેતરપિંડીભર્યા ક્લેઇમને રોકવા અને પૉલિસી લેનાર વ્યક્તિ સાચી કે ખરી છે તે સુનિશ્ચિત કરવા માટે વાહન ઇન્શ્યોરન્સ માટે આ કેવાયસી નિયમો આવશ્યક છે. કેવાયસીની જરૂરિયાતોનું પાલન કરીને, પૉલિસીધારકો તેમની વિશ્વસનીયતા સ્થાપિત કરીને તેમના તથા ઇન્શ્યોરન્સ પ્રદાતા વચ્ચેના વિશ્વાસમાં વૃદ્ધિ કરી શકે છે. સરળ એપ્લિકેશન અને રિન્યુઅલ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે કેવાયસી ડૉક્યૂમેન્ટ સચોટ, સૌથી તાજેતરની માહિતી ધરાવતા અને માન્ય હોય તે જરૂરી છે. આ સરળ પગલાંઓને અનુસરીને, પૉલિસીધારકો કેવાયસીના નિયમોનું પાલન કરી શકે છે અને ઝંઝટ મુક્ત આનંદ માણી શકે છે બાઇક ઇન્શ્યોરન્સ કવરેજ. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે