રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Is There a Time Limit for Car Insurance Claims?
25 ડિસેમ્બર, 2022

શું કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે સમય મર્યાદા છે?

જ્યારે તમારી કારને નુકસાન થાય અને તેનું રિપેરીંગ કરાવવામાં આવે, ત્યારે થતા ખર્ચની સંભાળ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા લેવામાં આવે છે. દરેક વાહન ધારક પાસે કાયદાનું પાલન કરવા માટે એક મોટર પૉલિસી હોવી જરૂરી છે, પરંતુ થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ દ્વારા પૉલિસી માત્ર થર્ડ-પાર્ટીની ઘટનાઓના કિસ્સામાં કવરેજ પ્રદાન કરવામાં આવે છે. તમારી કારને થયેલ નુકસાનનો ખર્ચ ઇન્શ્યોરર દ્વારા આવરી લેવા માટે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી ખરીદવી જોઈએ. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર અકસ્માત દરમિયાન જ નહીં પરંતુ કુદરતી આપત્તિઓ અથવા માનવનિર્મિત આપત્તિઓના સમયે પણ ઉપયોગી નિવડે છે. જો આવી ઘટનાઓને કારણે તમારી કારને નુકસાન થાય છે, તો તમે ક્લેઇમ કરીને વળતર મેળવી શકો છો. * થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોય કે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી હોય, ક્લેઇમની પ્રક્રિયા આગળ ધપાવવા માટે તમારે સમયસર ક્લેઇમ કરવો આવશ્યક છે. પ્રત્યેક ઇન્શ્યોરર પાસે ક્લેઇમ કરવાની સમય મર્યાદા અલગ અલગ હોય છે. આ લેખમાં ક્લેઇમ કરવામાં લાગેલ સમય ઇન્શ્યોરન્સ ક્લેઇમ મંજૂરી પ્રક્રિયાને કેવી રીતે અસર કરી શકે છે તે વિગતવાર જણાવવામાં આવેલ છે.

મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાની સામાન્ય સમય મર્યાદા શું હોય છે?

મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા માટે મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા નિર્ધારિત સમય મર્યાદા અમુક દિવસોની હોય છે, જે ઘટના બન્યાના મહત્તમ સાત દિવસ હોય છે. કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓમાં ઘટના બન્યાના 48 થી 72 કલાકની અંદર પૉલિસીધારકે ક્લેઇમ કરવાનો રહે છે. * જો કે, દરેક પૉલિસીધારકે તેમના ક્લેઇમ મંજૂર કરવા માટે આ સમય મર્યાદામાં છૂટ શક્ય છે. પરંતુ, પૉલિસીધારકો કારનું નુકસાનનું નિરીક્ષણ કરી શકે અને તે અનુસાર તેને રિપેર કરાવી શકે તે માટે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવેલ આદર્શ સમયસીમા છે. * દાખલા તરીકે, જો પૂરને કારણે કારને નુકસાન થયું હોય, તો તેને ઘણા દિવસો સુધી તે જ સ્થિતિમાં રહેવા દેવાથી તેને વધુ નુકસાન થઈ શકે છે. જો ક્લેઇમ થોડા કલાકો અથવા થોડા જ દિવસમાં કરવામાં આવે છે, તો ઇન્શ્યોરર સમયસર નુકસાનનું નિરીક્ષણ કરી શકે છે અને તેને ત્વરિતપણે રિપેરીંગ માટે મોકલી શકે છે.

ક્લેઇમ ફાઇલ કરવામાં વિલંબ થવાથી ક્લેઇમ નકારવામાં આવી શકે છે? 

સ્પષ્ટ જવાબ ના છે. જો તમે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ આપેલ સમયમાં ક્લેઇમ કરી શકતા નથી, તો તમારો ક્લેઇમ નકારવામાં આવે તેવી સંભાવના ખૂબ ઓછી છે. * ઇન્શ્યોરર સમજે છે કે અકસ્માત અથવા ચક્રવાત અથવા વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ જેવી કોઈ ચોક્કસ દુર્ઘટનાનો સામનો કરવો એ આસાન પ્રક્રિયા નથી. આવી ઘટના પછી અનેક બાબતોની કાળજી લેવી પડતી હોય છે. કોઈ અન્ય પગલાં લેતા પહેલાં પોતાના પ્રિયજનો અને તેમની આસપાસની સલામતી અને સુરક્ષાની ખાતરી કરવી આવશ્યક છે. આવી પરિસ્થિતિમાં, ઘટના બન્યા બાદ કોઈની પાસે તરત જ ક્લેઇમ કરવાનો સમય અથવા ઊર્જા હોય તેવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે, કોઈ ગંભીર માર્ગ અકસ્માતને કારણે પૉલિસીધારકે ઘણાં દિવસો સુધી હૉસ્પિટલમાં દાખલ રહેવું પડી શકે છે. એવું બની શકે કે તેમની પાસે કોઈ ઉપલબ્ધ ન હોય, જે કારના નુકસાનનું નિરીક્ષણ કરી શકે અને દાખલ કરી શકે એક થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ. જ્યારે ક્લેઇમ કરવામાં ખરેખર વિલંબ થયો હોય, ત્યારે તમારે તેના માટે માન્ય કારણ આપવું આવશ્યક છે. જો તરત જ ક્લેઇમ કરવો શક્ય ન હોય, તો ઇન્શ્યોરરનો સંપર્ક કરીને તેમને પરિસ્થિતિ વિશે જાણ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ, જો ક્લેઇમ કરનાર વિલંબને યોગ્ય ગણાવી શકતાં નથી, તો ક્લેઇમ નકારી શકાય છે. *

ક્લેઇમની ઝડપી મંજૂરી સુનિશ્ચિત કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો 

જો ક્લેઇમ કરવામાં વિલંબ થયો હોય, તો પણ તે પહેલાં અને પછીના કેટલાક પગલાંઓ સુનિશ્ચિત કરવાથી તમને પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ મળી શકે છે. આ પગલાંઓમાં શામેલ છે:
  • ઊંચો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો (સીએસઆર) ધરાવતી કંપની પસંદ કરો

કાર ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં ઉચ્ચ સીએસઆર એ ઇન્શ્યોરરની પૉલિસીધારકોના ક્લેઇમને સેટલ કરવાની નિપૂણતા દર્શાવે છે. આવા ઇન્શ્યોરરને પસંદ કરવાથી તમારા ક્લેઇમની મંજૂરી મળવાની સંભાવનામાં પણ વૃદ્ધિ થાય છે.
  • ડિજિટલ ક્લેઇમ સેટલમેન્ટ પસંદ કરો 

હવે ઇન્શ્યોરન્સ કંપનીઓની દ્વારા ડિજિટલ રીતે ક્લેઇમ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. આ કારણે તમારા તરફથી ક્લેઇમ માટે લાગતો સમય ઓછો થાય છે.
  • તમારા ક્લેઇમનો પુરાવો આપો

જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરો છો, ત્યારે તમારા ક્લેઇમને સપોર્ટ કરતા ફોટા અને વિડિયો જોડવાનું સુનિશ્ચિત કરો. તમે જે ઘટના/પરિસ્થિતિને કારણે ક્લેઇમમાં વિલંબ થયો છે તેના પણ ફોટા લઈ શકો છો.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ  ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે