રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Is Original Driving License Compulsory on Indian Roads?
5 માર્ચ, 2021

શું ઓરિજિનલ ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે?

ડિજિટલ યુગમાં આવશ્યક માહિતી અને ડૉક્યૂમેન્ટ શેર અને સ્ટોર કરવાની રીત બદલાઈ ગઈ છે. તે સમય હવે પૂરો થઈ ગયો કે જ્યારે તમારે તમારા વાહનના અગત્યના પેપર તમારી સાથે રાખવા પડતાં હતા. હવે બધું જ ડિજિટલ થઈ ગયું હોવાથી, તમારા મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટને ઑનલાઇન સ્ટોર કરવું સરળ બની ગયું છે. આવી સ્થિતિમાં એક પ્રશ્ન થાય છે કે "શું ડ્રાઇવિંગ કરતી વખતે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું ફરજિયાત છે?" તેનો સીધો જવાબ છે, હા! જો કે, તેને પ્રસ્તુત કરવાની રીતો અલગ હોઈ શકે છે. ચાલો આગળ વાંચીએ અને જાણીએ!  

શું ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય ડૉક્યૂમેન્ટ સાથે રાખવા ફરજિયાત છે?

ભારતીય કાયદા મુજબ, તમારે ઓરિજિનલ દર્શાવવું જરૂરી છે કારના ડૉક્યૂમેન્ટ જો પોલીસ દ્વારા પૂછવામાં આવે તો. જો કે, હવે તેની ફિઝિકલ કૉપી બતાવવી ફરજિયાત નથી. કેન્દ્રીય મોટર વાહનના નિયમો 1989 માં તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓ અનુસાર ડ્રાઇવર માટે તેમના વાહનના ડૉક્યૂમેન્ટને સંગ્રહિત અને મેનેજ કરવું સરળ બન્યું છે. સુધારા મુજબ, તમે તમારા ડૉક્યૂમેન્ટને તમારા ફોનમાં ડિજિટલ સ્વરૂપમાં રાખી શકો છો. તેમને ફિઝિકલ ડૉક્યૂમેન્ટની જેમ જ ગણવામાં આવશે, જે તમારે હવે સાથે લઈ જવાની જરૂર નથી. સુધારામાં એમ પણ જણાવાયું છે કે જો ડિજિટલ ડૉક્યૂમેન્ટ યોગ્ય રીતે પ્રમાણિત હોય તો જ તેમને માન્ય ગણવામાં આવશે. તમારા વાહનના કોઈપણ ડૉક્યૂમેન્ટની સામાન્ય સ્કૅન કરેલી કૉપી માન્ય રહેશે નહીં.

ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય ડૉક્યૂમેન્ટ કેવી રીતે પ્રમાણિત કરવા?

જો તમારે ભારતના રસ્તાઓ પર ડૉક્યૂમેન્ટની ચિંતાથી મુક્ત થઈને વાહન ચલાવવું હોય, તો તમારી પાસે ડૉક્યૂમેન્ટના પ્રમાણિત ઇલેક્ટ્રોનિક વર્ઝન હોવા જરૂરી છે. સરકારી સંસ્થાઓ દ્વારા જારી કરવામાં અને જાળવવામાં આવેલી કેટલીક એપ્સ તમને પ્રમાણિત ડૉક્યૂમેન્ટ મેળવવામાં મદદ કરી શકે છે. તમારા ફોન પર યોગ્ય રીતે પ્રમાણિત ડોક્યુમેન્ટ રાખવા માટે ડિજિ-લૉકર અને એમ-પરિવહન એપનો ઉપયોગ કરી શકાય છે. આ એપ સામાન્ય લોકો માટે બનાવવામાં આવેલ છે જેને સરળતાથી Google પ્લેસ્ટોર અથવા એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ દ્વારા ડ્રાઇવર નીચેના પ્રકારની રીઅલ-ટાઈમ માહિતી ઍક્સેસ કરી શકે છે:
  • રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી બુક)
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • ફિટનેસ માન્યતા
  • મોટર ઇન્શ્યોરન્સ અને તેની માન્યતા
  • પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટ
અને અન્ય, જો કોઈ હોય તો!

ડિજિલૉકર એપ

ડિજિલૉકર એપ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા પ્રદાન કરવામાં આવે છે. આ એપનું નિયંત્રણ ટ્રાન્સપોર્ટ ડૉક્યૂમેન્ટ જારી કરનાર દ્વારા કરવામાં આવે છે, જે તમારા ડૉક્યૂમેન્ટને જારી કરવા અને ખરાઈ કરવા માટે આદર્શપૂર્ણ છે.

એમ-પરિવહન એપ

બીજી તરફ, એમ-પરિવહન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અથવા વાહન રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને તેમાંથી તમારા વાહનની તમામ માહિતી મેળવી શકો છો. તો, શું ઓરિજિનલ ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું ફરજિયાત છે?? હા, પરંતુ પેપરલેસ ફોર્મમાં!  

તમારા ડૉક્યૂમેન્ટને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં રાખવાના ફાયદાઓ શું છે?

તમારી પાસે પ્રશ્નનો જવાબ હોવાથી, શું ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું ફરજિયાત છે?? તમારા બધા વાહનના ડૉક્યૂમેન્ટને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સુરક્ષિત રાખવાના કેટલાક લાભો અહીં આપેલ છે:

સુરક્ષા અને પોર્ટેબિલિટી

સમય સાથે, ફિઝિકલ ડૉક્યૂમેન્ટ ઘસાઈ જવા કે ફાટી જવા એ સામાન્ય છે. વળી, આપણામાંથી ઘણા લોકો દ્વારા ડૉક્યૂમેન્ટ મળે નહીં તેવી જગ્યાએ મૂકાઈ જાય છે અથવા ખોવાઈ જાય છે. કોઈપણ કાનૂની ડૉક્યૂમેન્ટ ઉપલબ્ધ ન હોવાથી વાહન ચલાવવું પડકારરૂપ બની શકે છે. ઉપર વર્ણવેલ એપના ઉપયોગ વડે, કોઈપણ વ્યક્તિ તેમના ફોન પર તમામ સંબંધિત ડૉક્યૂમેન્ટ સ્ટોર કરી શકે છે, અને તેથી તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે તેમને સાથે રાખવાની ઝંઝટમાંથી છૂટકારો મળે છે. આ રીતે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા અન્ય કોઈપણ ડૉક્યૂમેન્ટને ફિઝિકલ નુકસાનથી પણ બચાવી શકાય છે. નોંધ: ડિજિટલ-ઓન્લી ઇન્શ્યોરર પાસેથી જ કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો, તેને કારણે પેપરવર્ક ઓછું થશે અને તે સુરક્ષિત રહેશે. ઝડપી ઍક્સેસ જો તમે ફિઝિકલ ડૉક્યૂમેન્ટ ઘરે ભૂલી ગયા છો, તો તે પ્રસ્તુત કરવામાં વધુ સમય લાગી શકે છે, જ્યારે ઇલેક્ટ્રોનિક ડૉક્યૂમેન્ટ તમે તુરંત જ રજૂ કરી શકો છો. આમ, ઘણો સમય બચાવી શકાય છે.

સત્તાવાળાઓ માટે ઇલેક્ટ્રોનિક ડૉક્યૂમેન્ટના ફાયદા

સામાન્ય લોકોની સાથે, સત્તાવાળાઓને પણ ડૉક્યૂમેન્ટ ઇલેક્ટ્રોનિક માધ્યમ પર ઉપલબ્ધ હોવાનો નીચે જણાવ્યા મુજબ ફાયદા થાય છે:

ડૉક્યૂમેન્ટની ઝડપી ડિલિવરી

સરકારી સંસ્થાઓને ડૉક્યૂમેન્ટની ફિઝિકલ કૉપી ડિલિવર કરવામાં લગભગ 15-20 દિવસના વિલંબનો સામનો કરવો પડતો હતો. આનાથી યૂઝરને ઘણી અસુવિધા થઈ છે. તમામ ડૉક્યૂમેન્ટને ઇલેક્ટ્રોનિક રીતે સ્વીકારવાના સુધારાને કારણે હવે માત્ર થોડી મિનિટોમાં પહોંચાડી શકાય છે. સરકારી સંસ્થાઓ, ખાસ કરીને ઇન્શ્યોરન્સ કંપનીઓ ગ્રાહકના ઇન્શ્યોરન્સ પેપર્સ તરત જ ઑનલાઇન મોકલી શકે છે. જો કે, આ માટે યૂઝરે કાર ઇન્શ્યોરન્સની ઑનલાઇન ખરીદી કરવાની રહેશે.

ઓછું પેપરવર્ક

કાયદાનો અમલ કરાવતી એજન્સીઓને યૂઝરના ડૉક્યૂમેન્ટ ધરાવતી ફાઇલો અને ફોલ્ડરોને સંભાળવામાંથી મુક્તિ મળશે. અને તેથી, તેમને પેપરવર્ક પણ ઓછું કરવાનું રહેશે. વધુમાં, જ્યારે ડૉક્યૂમેન્ટ ઑનલાઇન હોય, ત્યારે પ્રવર્તન અધિકારીઓ પેપરની પ્રામાણિકતાની ચકાસણી કરવા માટે યૂઝર ડેટા તરત જ તપાસી શકે છે. આમ કરવા માટે અધિકારીઓ ઇ-ચલાન એપનો ઉપયોગ કરી શકે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. શું આપણે ડ્રાઇવિંગ લાઇસન્સનો ફોટો બતાવી શકીએ છીએ?

તમે ફરજ પર હાજર પોલીસ અધિકારીને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સનો ફોટો બતાવી શકો છો, પરંતુ તેનાથી કોઈ ફેર પડશે નહીં. ભારતીય કાયદા મુજબ, ડિજિલૉકર અને એમ-પરિવહન જેવી એપ તમને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની વેરિફાઇડ કૉપી મેળવવામાં મદદ કરી શકે છે. એક સામાન્ય ફોટા કરતાં આ માન્ય ગણાશે.
  1. શું મારે જૂના કાર ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ રાખવા જોઈએ?

તમારે જૂના કાર ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ સાચવવાની જરૂર નથી. એકવાર તમારી પૉલિસીને રિન્યૂ કરી લીધા પછી તમારે જૂના ડૉક્યૂમેન્ટ જાળવવાની જરૂર નથી, અને નવા ડૉક્યૂમેન્ટને તમારા ફોનમાં રાખી શકો છો.
  1. શું તિરાડ પડી ગયેલ આઇડી માન્ય છે?

ના, તૂટી ગયેલ અથવા સાંધેલ આઇડી માન્ય નથી, તમારે નવું આઇડી મેળવવાનું રહેશે.

અંતિમ તારણ

શું ઓરિજિનલ ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે?? હા, તમારી સાથે ઓરિજિનલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે. જો કે, તમારે તેને ફિઝિકલ પેપરના રૂપમાં લઈ જવાની જરૂર નથી; તમે તેને ડિજિલૉકર અથવા એમ-પરિવહન એપમાં તમારા ફોનમાં લઈ જઈ શકો છો.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે