રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
List of Documents to Be Carried While Driving a Car in India
28 સપ્ટેમ્બર , 2020

ભારતમાં કાર ચલાવવા માટે ફરજિયાત ડૉક્યૂમેન્ટનું લિસ્ટ

ભારતમાં, કાર ખરીદવાની સાથે તેની કેટલીક જવાબદારીઓ પણ હોય છે. મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ, થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ધરાવવું તમામ કાર માલિકો માટે ફરજિયાત છે અને તે સરળતાથી કરી શકાય છે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન . રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે લોકોની સુરક્ષા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. ભારતમાં કાર ચલાવતી વખતે દરેક ડ્રાઇવર પાસે ચોક્કસ ડૉક્યૂમેન્ટ હોવા આવશ્યક છે. જરૂરી ડૉક્યૂમેન્ટ ન હોય તો ભારે દંડ થઈ શકે છે. ભારતના દરેક કાર માલિક દ્વારા જરૂરી ડૉક્યૂમેન્ટના લિસ્ટ વિશે વધુ માહિતી અહીં આપેલ છે:

ડ્રાઇવિંગ લાયસન્સ

ડ્રાઇવિંગ લાઇસન્સ એ એક મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ છે, જે દરેક કાર માલિક પાસે હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ ફોર-વ્હીલરની માલિકી ધરાવે છે, તો તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે. જ્યારે કોઈ વ્યક્તિ લાઇસન્સ માટે અરજી કરે છે, ત્યારે તેમને શરૂઆતમાં લર્નર લાઇસન્સ પ્રાપ્ત થાય છે. જો કે, ડ્રાઇવિંગ ટેસ્ટ ક્લિયર કર્યા પછી એક કાયમી લાઇસન્સ મેળવી શકાય છે. કાર માલિકે વાહન ચલાવતી વખતે હંમેશા તેમની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું આવશ્યક છે.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસી

દરેક કાર માલિકે તેમના વાહનનો ઇન્શ્યોરન્સ લેવો આવશ્યક છે. જોકે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે, પણ તમે વ્યાપક કવરેજ પસંદ કરી શકો છો. કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ હેઠળ, પૉલિસીધારક અકસ્માત બાદ પોતાને થયેલ તેમજ થર્ડ-પાર્ટીના નુકસાનને કવર કરી શકે છે. તમારા વાહનની ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવ્યા બાદ, જ્યારે પણ તમે વાહન ચલાવો ત્યારે ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ સાથે રાખો. તમે થોડી જ ક્ષણોમાં તમારા વાહનનો ઇન્શ્યોરન્સ મેળવી શકો છો અને ખરીદી શકો છો કોમ્પ્રિહેન્સિવ તેમ જ થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન .

રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)

જ્યારે કોઈ વ્યક્તિ વાહન ખરીદે છે, ત્યારે તેમણે ફરજિયાત કારને રજિસ્ટર કરાવવાની હોય છે. વાહનના રજિસ્ટ્રેશન પર મેળવેલ ડૉક્યૂમેન્ટને આરસી સર્ટિફિકેટ તરીકે ઓળખવામાં આવે છે. ડ્રાઇવર પ્રાદેશિક પરિવહન પ્રમાણપત્ર (આરટીઓ) પર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે અરજી કરી શકે છે. વાહન ખરીદ્યાના સાત દિવસની અંદર તેમના વાહનને રજિસ્ટર કરાવવાનું હોય છે. એકવાર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી થયા બાદ, તેઓ હંમેશા તેને તેમની સાથે રાખી શકે છે.

પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ

ઉત્સર્જન પરીક્ષણ પાસ કર્યા બાદ આપવામાં આવતા સર્ટિફિકેટને પીયુસી સર્ટિફિકેટ કહેવામાં આવે છે. પીયુસી ટેસ્ટ સામાન્ય રીતે પેટ્રોલ પંપ પર કરવામાં આવે છે. પીયુસી સર્ટિફિકેટ મેળવવાનો મુખ્ય હેતુ, કાર દ્વારા ઉત્સર્જિત તત્વો પ્રદૂષણ નિયંત્રણ ધોરણો અનુસાર છે તેની ખાતરી કરવાનો છે. દરેક કાર માલિક પાસે પીયુસી સર્ટિફિકેટ હોવું જોઈએ અને જ્યારે પણ અને જ્યાં પણ જરૂરી હોય ત્યારે તે રજૂ કરવું જોઈએ. પીયુસી સર્ટિફિકેટ ન હોવાને કારણે ભારે દંડ થઈ શકે છે.

આવશ્યક પરવાનગીઓ

વ્યવસાયિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા કેટલાક વાહનો માટે વિશેષ પરવાનગીઓ જરૂરી હોય છે. ચોક્કસ પ્રકારના વાહનો માટે સૌથી સામાન્ય રીતે જરૂરી ડૉક્યૂમેન્ટ ફિટનેસ સર્ટિફિકેટ છે. આદર્શ રીતે, કાર જાહેર રસ્તાઓ પર ચલાવવા માટે યોગ્ય છે કે નહીં તે જોવા માટે ફિટનેસ સર્ટિફિકેટની જરૂર પડે છે. ટૂંકમાં, દરેક ડ્રાઇવરે તમામ સંબંધિત ડૉક્યૂમેન્ટ તૈયાર રાખવા જરૂરી છે. જો કોઈને પોલીસ રોકે, તો તેઓ આ ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન માટે રજૂ કરી શકે છે. વધુમાં, કાર ખરીદ્યા બાદ તરત જ કાર ઇન્શ્યોરન્સ ખરીદવું જોઈએ. ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સની ખરીદી સમયે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ તમામ પૉલિસીધારકોને ઍડ-ઑન સાથે વ્યાપક કવરેજ ઑફર કરે છે. વધુમાં, તેની 24x7 રોડ આસિસ્ટન્સ ભારતમાં જાહેર રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સુરક્ષા સુનિશ્ચિત કરે છે.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે