રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Check Bike Insurance Online
15 એપ્રિલ, 2021

બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની સ્થિતિ ઑનલાઇન તપાસો

તમારી કિંમતી બાઇકને કોઈપણ અણધારી દુર્ઘટનાથી સુરક્ષિત કરવી એ ઑનલાઇન માધ્યમ દ્વારા એકદમ આસાન અને સરળ કામ બની ગયું છે. માત્ર એક ક્લિક વડે તમે તમારા ઘરમાં આરામથી બેસીને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકો છો. પણ શું તમે જાણો છો કે તમે બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ની માન્યતા ઑનલાઇન તપાસી શકો છો?? ભલે પછી તે તમારા પ્લાનની વિગતો હોય, તમારી પૉલિસીની સ્થિતિ અથવા રિન્યૂઅલની તારીખ હોય, તમે આ તમામ માહિતી થોડા જ પગલાંઓમાં મેળવી શકો છો. તેથી, ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ચેક કરવામાં તમારી મદદ કરવા માટેની કેટલીક સરળ પદ્ધતિઓ અહીં આપેલ છે.

ઇન્શ્યોરર મારફતે ઑનલાઇન બાઇક ઇન્શ્યોરન્સ તપાસો

 • તમે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેથી, તેમની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને તમારા બાઇક ઇન્શ્યોરન્સની સ્થિતિ તપાસી શકો છો.
 • તમારા પ્લાનની સ્થિતિ કૉલ કરીને અથવા ઇમેઇલ દ્વારા ગ્રાહક સેવા કેન્દ્રનો પણ સંપર્ક કરીને જાણી શકાય છે
 • તમે ઇન્શ્યોરરની તમારી નજીકની શાખાનો પણ સંપર્ક કરીને માહિતી મેળવવા માટે યોગ્ય વ્યક્તિ સાથે સંપર્ક કરી શકો છો

ઇન્શ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો (આઇઆઇબી) દ્વારા બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન તપાસો

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (આઈઆરડીએઆઈ) ઇન્શ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો (આઇઆઇબી) તરીકે જાણીતો ઑનલાઇન ઇન્શ્યોરન્સ ડેટાનો સંગ્રહ ધરાવે છે. તમે આ વેબ પોર્ટલ દ્વારા તમારા વાહનની વિગતો સરળતાથી તપાસી શકો છો. નીચે આપેલા પગલાંઓને અનુસરો:
 1. આઇઆઇબીના અધિકૃત વેબ પોર્ટલ પર જાઓ (https://nonlife.iib.gov.in/IIB/PublicSearch.jsp)
 2. નામ, ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબર, ઍડ્રેસ, રજિસ્ટ્રેશન નંબર અને અકસ્માતની તારીખ જેવી તમામ ફરજિયાત વિગતો દાખલ કરો
 3. ફોટામાં દર્શાવેલ કેપ્ચા દાખલ કરો
 4. તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો દર્શાવવામાં આવશે અથવા પાછલી પૉલિસી સંબંધિત માહિતી દેખાશે
 5. If you still cannot view any information, then you can try entering the તમારા વાહનનો ચેસિસ અને એન્જિન નંબર.
આઇઆઇબી પોર્ટલનો ઉપયોગ કરતી વખતે આટલી બાબતોને ધ્યાનમાં રાખો, જેમ કે:
 • ઇન્શ્યોરર દ્વારા સબમિટ કર્યા પછી તમારી પૉલિસીની વિગતો આઇઆઇબી પોર્ટલ પર બે મહિના બાદ ઉપલબ્ધ થશે. આમ, વેબસાઇટ પર સ્થિતિ તરત જ તપાસી શકાતી નથી
 • જો તમારું વાહન નવું હોય તો જ વાહનના એન્જિન અને ચેસિસ નંબર ઇન્શ્યોરર દ્વારા સબમિટ કરવામાં આવે છે
 • પોર્ટલ પર ઇન્શ્યોરર દ્વારા પ્રદાન કરવામાં આવેલ વિગતો દર્શાવવામાં આવે છે અને તે 1 એપ્રિલ 2010 થી ઉપલબ્ધ છે
 • તમે વેબસાઇટ પર એક જ ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર વડે મહત્તમ ત્રણ વખત શોધી શકો છો
 • જો વિગતો ઉપલબ્ધ થતી નથી, તો વધુ માહિતી જાણવા માટે આરટીઓની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે

'વાહન' ઇ-સર્વિસ દ્વારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ઑનલાઇન તપાસ

In case the method involving Insurance Information Bureau doesn’t work for you, then you can try through VAHAN e-services. આ સરળ પગલાંઓને અનુસરો:
 1. અધિકૃત 'વાહન' ઇ-સર્વિસની વેબસાઇટની મુલાકાત લો અને ઉપરના મેનુમાં 'તમારા વાહનની વિગતો જાણો' વિકલ્પ પર ક્લિક કરો
 2. તમારો વાહન રજિસ્ટ્રેશન નંબર અને વેરિફિકેશન કોડ દાખલ કરો
 3. તમારી સ્ક્રીન પર જરૂરી બધી માહિતી મેળવવા માટે ' વાહન શોધો' પર ક્લિક કરો
 4. તમે આ રીતે તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતોને સરળતાથી ઍક્સેસ કરી શકો છે

આરટીઓ દ્વારા ઑફલાઇન ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની તપાસ કરો

તમારા બાઇક ઇન્શ્યોરન્સની સ્થિતિ આરટીઓ પાસેથી પણ તપાસી શકાય છે. તમારી બાઇક જે આરટીઓમાં રજિસ્ટર કરાવેલ હોય તે જિલ્લાના પ્રાદેશિક પરિવહન અધિકારી (આરટીઓ) ની મુલાકાત લઈને આમ કરી શકાય છે. તમારા ટૂ-વ્હીલરનો રજિસ્ટ્રેશન નંબર જણાવીને તમે તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની વિગતો મેળવી શકો છો. આ સાથે, તમે તમારા બાઇક ઇન્શ્યોરન્સની સ્થિતિ તપાસી શકો છો અને કોઈપણ મુશ્કેલી વગર પૉલિસી સંબંધિત માહિતી જોઈ શકો છો. ઉપરોક્ત કોઈપણ ઑનલાઇન પદ્ધતિઓ દ્વારા તમે ઇન્શ્યોરન્સની વિગતો તમારી આંગળીઓના ટેરવે મેળવી શકો છો. નિયમિત સમયે તમારી પૉલિસીને ટ્રૅક કરવા માટે આ પદ્ધતિઓનો ઉપયોગ કરો અને સમયસર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ કરી અવિરત કવરેજનો આનંદ માણો.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે