રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
How to Prevent Rust on Your Car?
21 જુલાઈ, 2016

તમારી કારને કાટથી કેવી રીતે સુરક્ષિત કરવી? તમારી કારને કાટ લાગવાથી બચાવવાની 5 રીતો

આજે રસ્તા પર એસેમ્બલ્ડ વાહનોની વધતી સંખ્યાને કારણે વાહનને કાટ લાગતો રોકવો ખૂબ જ જરૂરી બની ગયું છે. તમારા ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયેલ વાહનને તમે કેવું તેને પાછું તેની મૂળ સ્થિતિમાં લઈ આવ્યા એમ વિચારીને ખુશ થાઓ તે પહેલા, તમારી કારને કાટ લાગવાથી બચાવવા માટે આ સૂચનો પર એક નજર કરો.  
  1. બૉડી સીલર એપ્લિકેશન
ધાતુની શીટનું ખવાણ બચાવવા માટે પાણી/ભેજને રોકવા માટે સીમ/વેલ્ડ જોઇન્ટ્સ વચ્ચે બૉડી સીલર લગાવવામાં આવે છે. દરવાજા, હુડ, બૅક ડોર, રૂફ વગેરે જેવા ભાગો પર બૉડી પેનલોના રિપ્લેસમેન્ટ દરમિયાન (વેલ્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી) બૉડી સીલર લગાવવું જરૂરી છે
  • વેલ્ડિંગ જોઇન્ટ (બે મેટલની શીટને જોડતી વખતે બને છે)
  • દરવાજા, બોનેટ વગેરેના જામ થયેલ (બહાર નીકળેલા) ભાગો.
  દરવાજો   પાછળનો દરવાજો  
  1. એન્ટી-રસ્ટ સૉલ્યુશન
જો આકસ્મિક નુકસાન થાય છે અને પેનલોને બદલવાની જરૂર પડે છે, તો દરવાજાની પેનલોના સૅશ ભાગમાં એન્ટી-રસ્ટ સોલ્યુશન લગાવવામાં આવે છે. એન્ટી-રસ્ટ સોલ્યુશન લગાવવાથી તે સૅશ ભાગમાં પાણીને એકઠું થવા દેતું નથી.   3.સીલિંગ કવર પ્લાસ્ટિક સીલિંગ કવર દરવાજાની અંદરની બાજુમાં લગાવવામાં આવે છે જેને સરળતાથી લગાવી અથવા કાઢી શકાય છે. આ સીલિંગ કવરમાં સીલન્ટ હોય છે જેના વડે તેને ચોંટાડી શકાય છે. તેને કારણે પાણી દરવાજાની પેનલમાં પ્રવેશ કરી શકતું નથી, અને પરિણામે કાટ લાગતો નથી. ઉપરાંત, અકસ્માત બાદ કરાવવામાં આવેલ રિપેરીંગ પછી સીલિંગ કવર ફરીથી યોગ્ય રીતે લગાવવામાં આવ્યું હોવાની ખાતરી કરો. જો તે યોગ્ય રીતે લાગેલ ન હોય, તો પાણી દરવાજાની પેનલોમાં દાખલ થશે જેના કારણે કાટ લાગશે.   4.અંડરકોટિંગ વાહનની નીચેની બાજુ રસ્તાઓ પરના કાંકરા, રેતી, ક્ષાર અને અન્ય કચરાના સતત સંપર્કમાં આવે છે. આ અંડરકોટિંગ કમ્પાઉન્ડ ઉડીને અથડાતા પથ્થરથી શીટ મેટલને નુકસાન થતું અટકાવે છે અને નુકસાન અટકાવીને વાહનનું આયુષ્ય પણ વધારે છે. અંડરકોટિંગને કારણે રસ્તા પરનો આ કચરો ક્યારેય ધાતુ સાથે સંપર્કમાં આવતો નથી, તેથી રોડનો અવાજ પણ ઓછો થાય છે.   5.રસ્ટ કન્વર્ટર રસ્ટ કન્વર્ટર રસ્ટના કોટિંગનો જ ઉપયોગ કરીને બેઝ મેટલને ઑક્સિજનના સંપર્કમાં આવતા રોકે છે. રસ્ટને રાસાયણિક રીતે એક સખત અને ટકાઉ સ્તરમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જે હવામાં રહેલા ઑક્સિજનને ધાતુ સાથે પ્રતિક્રિયા કરતાં અટકાવે છે. રસ્ટ કન્વર્ટર પાણીમાં દ્રાવ્ય છે અને એસિડ કરતાં સુરક્ષિત હોવાથી આ પદ્ધતિ વ્યવહારૂ છે.   તમારા વાહનને કાટ લાગતો રોકવું મહત્વપૂર્ણ છે, અને તે જ રીતે તમારે પણ અણધાર્યા અકસ્માતના કિસ્સામાં આર્થિક નુકસાન સામે પોતાને સુરક્ષિત કરવું જરૂરી છે. જુઓ અમારા ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન!  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • જેસ્મિન પૉલોસ - 2 સપ્ટેમ્બર 2017, બપોરે 6:14 કલાકે

    હું મારી નવી કાર માટે આ જ શોધી રહ્યો હતો, એન્ટી રસ્ટ લગાવવું ખરેખર જરૂરી છે. ખૂબ જ માહિતીપૂર્ણ, શેર કરવા બદલ આભાર.

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે