જ્યારે તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોય ત્યારે પણ મેડિકલ ઇમરજન્સી અનપેક્ષિત ફાઇનાન્શિયલ તણાવ લાવી શકે છે. ઘણીવાર, હૉસ્પિટલાઇઝેશનના બિલ સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની કવરેજ રકમથી વધુ હોય છે, જેથી પૉલિસીધારકને અતિરિક્ત ખર્ચની ચુકવણી ખિસ્સામાંથી કરવી પડે છે. આવી સ્થિતિમાં ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કામમાં આવે છે. તે તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની વીમાકૃત રકમ કરતાં વધુ અતિરિક્ત કવરેજ પ્રદાન કરીને સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમે કોઈપણ તબીબી આકસ્મિકતાઓ માટે સારી રીતે તૈયાર છો.
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શું છે?
A
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી એક ઍડ-ઑન કવરેજ છે જે કપાતપાત્ર તરીકે ઓળખાતી થ્રેશહોલ્ડ લિમિટને પાર કર્યા પછી અમલમાં આવે છે. આ પ્લાન તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને નાણાંકીય સુરક્ષાનું અતિરિક્ત સ્તર પ્રદાન કરીને પૂરક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે ₹3 લાખની વીમાકૃત રકમવાળી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે અને ₹5 લાખનું મેડિકલ બિલ છે, તો તમારી બેઝ પૉલિસીમાંથી કપાતપાત્ર રકમ ચૂકવ્યા પછી તમારો ટૉપ-અપ પ્લાન અતિરિક્ત ₹2 લાખને કવર કરશે. તમારું પ્રીમિયમ નોંધપાત્ર રીતે વધાર્યા વિના તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજને વધારવાની આ એક વાજબી રીત છે. ઉદાહરણ તરીકે, શ્રી એ પાસે રુ. 3 લાખની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે. તેઓ વાર્ષિક રુ. 6000 પ્રીમિયમ રકમ ચૂકવે છે. પરંતુ તેમને લાગે છે કે કવરેજ અપૂરતું છે. તે અનુસાર, જો તે હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું કવરેજ રુ.3 લાખથી વધારીને રુ.5 કરે છે, તો પ્રીમિયમની રકમ રુ.10,000 રહેશે. પરંતુ તેના બદલે, તેઓ ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરે છે, જેમાં પ્રતિ 1 લાખ ટૉપ-અપ માટે પ્રીમિયમ રુ.1000 છે. તેથી અતિરિક્ત 2 લાખના કવર માટે તેઓ રુ.2000 વધારાની ચુકવણી કરે છે, એટલે કે વાર્ષિક રુ.8,000.
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકારો કયા છે?
જો પૉલિસીધારકોના મેડિકલ ઇમરજન્સી ક્લેઇમની રકમ તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પ્લાન કરતાં વધુ હોય, તો પૉલિસીધારક ટૉપ-અપ પ્લાનમાંથી વધારાની રકમનો ક્લેઇમ કરી શકે છે. બે પ્રકારના પ્લાન છે - ટૉપ-અપ અને સુપર ટૉપ-અપ.
1. ટૉપ-અપ પ્લાન
ક્લેઇમના આધારે દર વર્ષે લાગુ પડે છે અને જ્યારે ક્લેઇમની રકમ વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની કવરેજ રકમ કરતાં વધુ હોય ત્યારે કામ આવે છે.
2. સુપર ટોપ-અપ પ્લાન
જ્યારે એક વર્ષમાં પુનરાવર્તિત ક્લેઇમને કારણે, પૉલિસીધારક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના કવરને સમાપ્ત કરે છે ત્યારે લાગુ પડે છે.
ક્લેઇમ |
શ્રી એ — રુ.3 લાખનો હેલ્થ ઇન્શ્યોરન્સ + રુ.5 લાખનો ટૉપ-અપ પ્લાન |
શ્રી બી-– રુ.3 લાખનો હેલ્થ ઇન્શ્યોરન્સ + રુ.5 લાખનો સુપર ટૉપ-અપ પ્લાન |
ક્લેઇમ 1 — રુ.3 લાખ |
હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવે છે |
હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવે છે |
ક્લેઇમ 2 — રુ.1 લાખ |
સંપૂર્ણ રકમ પૉલિસીધારકોએ ચૂકવવાની રહેશે, કારણ કે જો હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્લાનથી વધુ રકમ હોય તો જ ટૉપ-અપ પ્લાન દ્વારા ક્લેઇમનો લાભ લઈ શકાય છે. |
સુપર-ટૉપ-અપ પ્લાન ક્લેઇમને કવર કરશે. એક વર્ષની અંદર એકથી વધુ ક્લેઇમના કિસ્સામાં, જો પૉલિસીધારકના હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજની તમામ રકમ ઉપયોગમાં લેવાઈ જાય છે તો સુપર ટૉપ-અપ પ્લાન વધારાની રકમ ચૂકવે છે. |
ક્લેઇમ 3 — રુ.4 લાખ |
ટૉપ-અપ પ્લાન દ્વારા માત્ર રુ.1 લાખનું વળતર મળી શકે છે, જે પૉલિસીધારકના હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્લાન ઉપરાંતની વધારાની રકમ છે. પૉલિસીધારકે તેમના 1st ક્લેઇમમાં તેમની હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજની રકમ પહેલેથી જ ઉપયોગ કરેલ હોવાથી રુ.3 લાખ તેમણે ખર્ચવાના રહેશે. |
સુપર ટૉપ-અપ પ્લાનમાં સંપૂર્ણ રકમ કવર કરવામાં આવે છે.
|
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની રકમ સમાપ્ત થયા પછી જ ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઍક્ટિવેટ થાય છે. ટૉપ-અપ અને સુપર ટૉપ-અપ પ્લાન વચ્ચેનો તફાવત છે - ટૉપ-અપ પ્લાન માત્ર વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપર એક જ ક્લેઇમને કવર કરે છે. તેનાથી વિપરીત, જ્યારે
સુપર ટોપ-અપ પ્લાન એક વર્ષમાં સામૂહિક મેડિકલ ખર્ચ માટે ક્લેઇમ કરી શકાય છે.
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના લાભો
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાના ઘણા ફાયદા છે:
1. ઓછા પ્રીમિયમ પર વધારેલું કવરેજ
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને તમારા હાલના હેલ્થ પ્લાનને અપગ્રેડ કરવાની જરૂર વગર તમારી કવરેજની રકમ વધારવાની સુવિધા આપે છે, જેના પરિણામે બેઝ પૉલિસીમાં ઉચ્ચ વીમાકૃત રકમની તુલનામાં પ્રીમિયમ ઓછું થાય છે.
2. વાજબી પ્રીમિયમ
બેઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને ઉચ્ચ વીમાકૃત રકમમાં અપગ્રેડ કરવાના ખર્ચની તુલનામાં ટૉપ-અપ પ્લાન માટેનું પ્રીમિયમ પ્રમાણમાં ઓછું હોય છે.
3. વ્યાપક સુરક્ષા
ટૉપ-અપ પ્લાન કપાતપાત્ર લિમિટથી વધુના ખર્ચને કવર કરે છે, જે નોંધપાત્ર મેડિકલ બિલ સામે વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે.
4. સુગમતા
તમે તમારી આર્થિક ક્ષમતાને અનુરૂપ કપાતપાત્ર રકમ સાથેનો ટૉપ-અપ પ્લાન પસંદ કરી શકો છો, જે તમને તમારા હેલ્થ ઇન્શ્યોરન્સના ખર્ચને અસરકારક રીતે મેનેજ કરવાની સુવિધા આપે છે.
5. ટૅક્સ લાભો
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે ચૂકવેલ પ્રીમિયમ ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ટૅક્સ કપાત માટે પાત્ર છે, જે આ પૉલિસીનો વધારાનો ફાઇનાન્શિયલ લાભ છે.
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં શું કવર કરવામાં આવે છે?
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જેમ જ વિશાળ શ્રેણીના તબીબી ખર્ચને કવર કરે છે. કેટલીક મુખ્ય સમાવેશી બાબતો છે:
1. ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન
રૂમનું ભાડું, નર્સિંગ શુલ્ક અને ડૉક્ટરની ફી સહિત હૉસ્પિટલાઇઝેશન સંબંધિત ખર્ચને કવર કરે છે.
2. હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ
હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ, સામાન્ય રીતે ચોક્કસ દિવસો સુધી કવર કરવામાં આવે છે.
3. ડે-કેરની પ્રક્રિયાઓ
24-કલાકના હૉસ્પિટલમાં રહેવાની જરૂર ન હોય તેવી સારવાર ટૉપ-અપ પ્લાન હેઠળ કવર કરવામાં આવે છે.
4. એમ્બ્યુલન્સ ખર્ચ
મેડિકલ ઇમરજન્સી દરમિયાન એમ્બ્યુલન્સ સર્વિસનો લાભ લેવા માટેના ખર્ચ પણ શામેલ છે.
5. રહેઠાણ પર સારવાર
ચોક્કસ પરિસ્થિતિઓ હેઠળ ઘરે લેવામાં આવતી તબીબી સારવારોને કવર કરવામાં આવે છે.
ટૉપ-અપ ઇન્શ્યોરન્સ એ બેસિક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી કેવી રીતે અલગ છે?
બેઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અને હેલ્થ ઇન્શ્યોરન્સ ટૉપ-અપ પ્લાન વચ્ચેનો પ્રાથમિક તફાવત કપાતપાત્રની વિભાવનામાં રહેલો છે. એક બેઝ પ્લાન પ્રથમ ક્લેઇમથી જ વીમાકૃત રકમ સુધીના તબીબી ખર્ચને કવર કરે છે. તેનાથી વિપરીત, ટૉપ-અપ પ્લાન મેડિકલ બિલ પૂર્વનિર્ધારિત કપાતપાત્ર રકમથી વધુ થયા પછી જ શરૂ થાય છે. અહીં એક ઝડપી તુલના છે:
બેસિક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન |
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન |
પ્રથમ ક્લેઇમમાંથી તબીબી ખર્ચને કવર કરે છે. |
કપાતપાત્ર લિમિટ પાર થયા પછી સક્રિય થાય છે. |
ઉચ્ચ વીમાકૃત રકમ માટે વધુ પ્રીમિયમ. |
કપાતપાત્ર સુવિધાને કારણે ઓછું પ્રીમિયમ. |
વીમાકૃત રકમ સુધીના એક જ ક્લેઇમને કવર કરે છે. |
એક જ ક્લેઇમમાં કપાતપાત્ર સિવાયના ખર્ચને કવર કરે છે. |
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે પસંદ કરવો?
યોગ્ય ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવામાં ઘણા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે:
1. તમારી કપાતપાત્ર નક્કી કરો
તમારા હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ અને ક્લેઇમના કિસ્સામાં તમારી ખિસ્સામાંથી ચુકવણી કરવાની ક્ષમતાના આધારે કપાતપાત્ર રકમ નક્કી કરો.
2. તમારી સ્વાસ્થ્ય જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો
યોગ્ય કવરેજ રકમ પસંદ કરવા માટે તમારી વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિ અને પરિવારના તબીબી ઇતિહાસને ધ્યાનમાં લો.
3. પ્રીમિયમ તપાસો
વિવિધ ટૉપ-અપ પ્લાનના પ્રીમિયમની તુલના કરો અને તમારી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ વેલ્યૂ પ્રદાન કરનાર પ્લાન પસંદ કરો.
4. સુગમતા શોધો
કવરેજ અને ઍડ-ઑન વિશેષતાના સંદર્ભમાં સુવિધાજનક પ્લાન પસંદ કરો.
5. ઇન્શ્યોરન્સ કંપનીની પ્રતિષ્ઠા પર ધ્યાન આપો
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની જેવી પ્રતિષ્ઠિત ઇન્શ્યોરન્સ કંપનીનો પ્લાન પસંદ કરો, જે તેની કસ્ટમર સર્વિસ અને ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા માટે જાણીતો છે.
ટૉપ-અપ પ્લાન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે, નીચેના પાસાને ધ્યાનમાં લો:
1. કપાતપાત્રની કલમને સમજો
કપાતપાત્ર એ ટૉપ-અપ પ્લાનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. ખાતરી કરો કે તમે તે કેવી રીતે કામ કરે છે તે સમજો છો અને તમારી નાણાંકીય ક્ષમતા સાથે સંરેખિત રકમ પસંદ કરો.
2. સહ-ચુકવણીની કલમ
પ્લાનમાં સહ-ચુકવણીની જોગવાઈ છે કે નહીં તે તપાસો, જેમાં તમારે ક્લેઇમની રકમની ચોક્કસ ટકાવારી શેર કરવાની જરૂર પડે છે.
3. પ્રતીક્ષા અવધિ
કેટલાક ટૉપ-અપ પ્લાન પહેલેથી હોય તેવી બિમારીઓ માટે વેટિંગ પીરિયડ સાથે આવે છે. ખાતરી કરો કે તમે તમારી પૉલિસી પર લાગુ વેટિંગ પીરિયડ વિશે જાણો છો.
4. પૉલિસીમાં આ સામેલ નથી
ક્લેઇમ સેટલમેન્ટ દરમિયાન કોઈપણ આશ્ચર્યથી બચવા માટે ટૉપ-અપ પ્લાન હેઠળ બાકાત બાબતોને સમજો.
5. કવરેજનો સ્કોપ
ખાતરી કરો કે ટૉપ-અપ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતું કવરેજ તમારી જરૂરિયાતો માટે પર્યાપ્ત છે, જેમાં હૉસ્પિટલાઇઝેશન અને હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચનો સમાવેશ થાય છે.
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં સમાવેશ અને બાકાત બાબતો
પૉલિસીમાં આ સામેલ છે
- કપાતપાત્ર કરતાં વધુ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ.
- ચોક્કસ સારવાર અને સર્જરીનો ખર્ચ.
- અકસ્માત અને ગંભીર બીમારીઓ સંબંધિત ખર્ચ.
પૉલિસીમાં આ સામેલ નથી
- વેટિંગ પિરિયડ સમાપ્ત ન થાય ત્યાં સુધી પહેલેથી હોય તેવી બીમારીઓ.
- પોતાને પહોંચાડેલી ઈજાઓ અથવા માદક દ્રવ્યોના દુરુપયોગ સંબંધિત સારવાર.
- કૉસ્મેટિક સર્જરી અને નૉન-એલોપેથિક સારવાર.
ઑનલાઇન ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે કેવી રીતે અપ્લાઇ કરવું
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ઑનલાઇન અપ્લાઇ કરવું એક સરળ પ્રક્રિયા છે:
- ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લો: પ્રતિષ્ઠિત ઇન્શ્યોરરની અધિકૃત વેબસાઇટ પર જાઓ જેમ કે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની.
- પ્લાન પસંદ કરો: તમારી જરૂરિયાતો અને બજેટને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવો ટૉપ-અપ પ્લાન પસંદ કરો.
- વિગતો ભરો: વ્યક્તિગત વિગતો, હાલની હેલ્થ પૉલિસીની માહિતી પ્રદાન કરો અને કપાતપાત્ર રકમ પસંદ કરો.
- ડૉક્યૂમેન્ટ અપલોડ કરો: જો જરૂરી હોય તો ઓળખનો પુરાવો, ઍડ્રેસ પ્રૂફ અને હેલ્થ રેકોર્ડ જેવા જરૂરી ડૉક્યૂમેન્ટ અપલોડ કરો.
- ચુકવણી કરો: સુરક્ષિત ઑનલાઇન ચુકવણી વિકલ્પો દ્વારા પ્રીમિયમ રકમ ચૂકવો.
- પૉલિસી પ્રાપ્ત કરો: સફળ વેરિફિકેશન પછી, પૉલિસી ડૉક્યૂમેન્ટ તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ આઇડી પર મોકલવામાં આવશે.
તારણ
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેલ્થકેર પૉલિસી અને મેડિકલ ઇમરજન્સી ખર્ચ વચ્ચે બ્રિજ-વ્હિસ્ટ તરીકે કાર્ય કરે છે. તે ઓછા ખર્ચે હેલ્થ ઇન્શ્યોરન્સની લિમિટ વધારે છે. જેમની પાસે ફેમિલી ફ્લોટર પ્લાન છે અથવા તબીબી બિમારીઓનો ઇતિહાસ ધરાવે છે તેવા પૉલિસીધારકો માટે ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ એક સારો વિકલ્પ છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
1. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે? તે પ્લાન ખરીદવો શા માટે જરૂરી છે?
જ્યારે પૉલિસીધારકને લાગે છે કે તેમનો વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેડિકલ અથવા હેલ્થ કેરની જરૂરિયાતોને કવર કરવા માટે પૂરતો નથી, ત્યારે પૉલિસીધારક કવરેજ રકમ વધારવા માટે ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકે છે. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ એ પૉલિસીધારકને જીવનની અનિશ્ચિતતાઓના સમયમાં આવરી લેવા માટે એક કોસ્ટ-ઇફેક્ટિવ પ્લાન છે.
2. હેલ્થ ઇન્શ્યોરન્સમાં ટૉપ-અપનો શું અર્થ છે? કોણે પ્લાન ખરીદવો જોઈએ?
હેલ્થ ઇન્શ્યોરન્સમાં ટૉપ-અપ ઘણીવાર વધારાના લાભો પ્રદાતાને ભ્રમિત કરે છે જેમ કે - હૉસ્પિટલ કૅશ,
પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ, વગેરે. પરંતુ, ટૉપ-અપ વાસ્તવમાં એક પૉલિસી છે જે નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જેવા જ લાભો પ્રદાન કરે છે. દરેક પૉલિસીધારકે તેમના વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ બેઝ પ્લાન સિવાય ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા જોઈએ. તે વરિષ્ઠ નાગરિકોનું વધુ બહોળું કવરેજ ધરાવે છે, કારણ કે જેમ વ્યક્તિની ઉંમર વધે છે, તેમ
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માં પણ વધારો થાય છે. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાથી પ્રીમિયમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
3. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી અને ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ એમ બંને હેઠળ એક સાથે ક્લેઇમ કરી શકાય છે. દરેક ઇન્શ્યોરર ક્લેઇમના ભાગની ચુકવણી કરવા માટે બંધાયેલ છે.
4. શું ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ બહેતર હોય છે?
હા, જો તમારી પાસે ઓછી વીમાકૃત રકમનો મૂળભૂત હેલ્થ પ્લાન હોય તો ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ લાભદાયક છે. તે તમારી બેઝ પૉલિસી બદલીને ઓછા પ્રીમિયમ પર અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે.
5. શું ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે વેટિંગ પીરિયડ હોય છે?
હા, મોટાભાગના ટૉપ-અપ પ્લાનમાં પહેલેથી હોય તેવી બિમારીઓ માટે વેટિંગ પીરિયડ હોય છે, જે સામાન્ય રીતે ઇન્શ્યોરન્સ કંપનીના આધારે 1 થી 4 વર્ષ સુધીનો હોય છે.
6. ટૉપ-અપ પ્લાનમાં કપાતપાત્ર શું હોય છે?
કપાતપાત્ર રકમ એ છે કે ટૉપ-અપ પ્લાન ખર્ચ કવર કરવાનું શરૂ કરે તે પહેલાં તમારે ખિસ્સામાંથી ચૂકવવાની રકમ છે. આ એક પૂર્વનિર્ધારિત થ્રેશહોલ્ડ લિમિટ છે જેને સક્રિય કરવા માટે ટૉપ-અપ પ્લાન માટે વટાવવી આવશ્યક છે.
7. જો મારી પાસે નિયમિત હેલ્થ પૉલિસી ન હોય, તો શું હું ટૉપ-અપ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકું?
ના, ટૉપ-અપ પ્લાનની કપાતપાત્ર લિમિટ સુધીના પ્રારંભિક ખર્ચને કવર કરવા માટે હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની જરૂર છે.
8. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે?
કપાતપાત્ર રકમ કરતાં વધુના ક્લેઇમ માટે, તમે પ્રથમ તમારી બેઝ હેલ્થ પૉલિસીમાંથી ક્લેઇમ કરો છો. જો બિલ વીમાકૃત રકમ કરતાં વધી જાય છે, તો તમે ટૉપ-અપ પ્લાનમાંથી બાકીની રકમનો ક્લેઇમ કરી શકો છો.
9. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ન્યૂનતમ કપાતપાત્ર રકમ કેટલી છે?
ન્યૂનતમ કપાતપાત્ર ઇન્શ્યોરન્સ કંપની મુજબ અલગ-અલગ હોય છે પરંતુ સામાન્ય રીતે ₹1 લાખથી ₹5 લાખ સુધીની હોય છે. તમારી હાલની હેલ્થ પૉલિસી કવરેજના આધારે કપાતપાત્ર પસંદ કરો.
10. ટૉપ-અપ પ્લાન શા માટે સસ્તા હોય છે?
ટૉપ-અપ પ્લાન સસ્તો છે કારણ કે તેઓ કપાતપાત્ર સાથે આવે છે, એટલે કે તેઓ માત્ર ચોક્કસ લિમિટથી વધુના ખર્ચને કવર કરે છે, જે ઇન્શ્યોરન્સ કંપની માટે જોખમને ઘટાડે છે.
11. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કોણ ખરીદી શકે છે?
હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવતા કોઈપણ વ્યક્તિ ટૉપ-અપ પ્લાન ખરીદી શકે છે, ખાસ કરીને ઓછા પ્રીમિયમ પર અતિરિક્ત કવરેજ મેળવવા માંગતા લોકો માટે લાભદાયી છે.
12. તમારે ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જરૂર ક્યારે પડે છે?
જો તમારા બેઝ હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઓછી વીમાકૃત રકમ હોય અને તમે ઉચ્ચ પ્રીમિયમ ચૂકવ્યા વિના ઇમરજન્સી માટે અતિરિક્ત કવરેજ ઈચ્છો છો તો તમારે ટૉપ-અપ પ્લાનની જરૂર પડે છે. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો