રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What Are The Two Major Types Of Health Insurance?
17 માર્ચ, 2021

હેલ્થ ઇન્શ્યોરન્સના બે મુખ્ય પ્રકાર કયા છે?

અત્યારના સમયમાં, આપણા જીવનના તમામ મુખ્ય કાર્યોમાં આપણી અને આપણા પરિવારની સુખાકારી અને એકંદર સ્વાસ્થ્ય કેન્દ્ર સ્થાને હોય છે. આને પરિણામે હેલ્થ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનો વધુ વિકાસ થઈ રહ્યો છે. હેલ્થ ઇન્શ્યોરન્સ એ ઇન્શ્યોરન્સ છે જે પોલિસીધારકને તેમના ભાવિ અણધાર્યા તબીબી ખર્ચાઓને પહોંચી વળવા માટે કવરેજ પૂરું પાડે છે. નમને ક્યારેય પણ કોઈ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદ્યું નથી કારણ કે તે જ્યારે પણ પોતાના પરિવાર, મિત્રો અથવા સહકર્મીઓને પૂછે છે, ત્યારે તેમના મંતવ્યો ઘણા જટિલ હોય છે, જેનાથી તેને હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે અને તેમાં શું કરવું તે સમજવામાં મુશ્કેલ લાગે છે. ઉપરાંત, તેણે કઈ પૉલિસી ખરીદવી જોઈએ અને તેના માટે શ્રેષ્ઠ શું છે તે વિશે ઑનલાઇન ઘણી બધી માહિતી ઉપલબ્ધ હોવાને કારણે તેઓ મૂંઝવણમાં છે. આજે, વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમના ગ્રાહકોને અનેક પ્લાન ઑફર કરે છે જેમાં લગભગ પચાસથી વધુ બીમારીઓનું ઉચ્ચ તબીબી કવરેજ, તેમની નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર, મફત મેડિકલ ચેક-અપ અને અન્ય સુવિધાઓ શામેલ હોય છે. ઘણા લોકો આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 80D હેઠળ ટૅક્સમાં બચતના હેતુથી રોકાણ કરી રહ્યા હતા અને ઉપલબ્ધ વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને ધ્યાનમાં લીધા ન હતા. હેલ્થ ઇન્શ્યોરન્સના ઘણા બધા પ્રકારો છે, પરંતુ પૉલિસીધારકનો સૌથી સામાન્ય પ્રશ્ન છે - હેલ્થ ઇન્શ્યોરન્સના બે મુખ્ય પ્રકાર કયા છે? અથવા હેલ્થ ઇન્શ્યોરન્સના બે પ્રમુખ પ્રકાર કયા છે? સારું, ચાલો નીચે આપેલ લેખમાં તે વિશે સમજીએ.

હેલ્થ ઇન્શ્યોરન્સના બે મુખ્ય પ્રકાર કયા છે?

બે મુખ્ય પ્રકારના હેલ્થ ઇન્શ્યોરન્સ છે — ઇન્ડેમ્નિટી પૉલિસી પ્લાન અને ડિફાઈન્ડ બેનિફિટ પૉલિસી પ્લાન.

1. ઇન્ડેમ્નિટી પૉલિસી પ્લાન

ઇન્ડેમ્નિટી પ્લાન એક મૂળભૂત મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી પ્લાન છે જે પૉલિસીધારકને અણધાર્યા તબીબી ખર્ચ સમયે સમ ઇન્શ્યોર્ડ જેટલું વળતર આપે છે; ઇન્શ્યોરન્સ કંપની હૉસ્પિટલાઇઝેશન ખર્ચની ભરપાઈ કરે છે. સમ ઇન્શ્યોર્ડ રકમ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પહેલેથી નક્કી કરવામાં આવે છે.

ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળના પ્લાન આ મુજબ છે:

- મેડિકલ ઇન્શ્યોરન્સ

મેડિક્લેમ પૉલિસી તરીકે પણ ઓળખાય છે, ઇન્શ્યોરર અકસ્માત અથવા બીમારીને કારણે થયેલા હૉસ્પિટલાઇઝેશન ખર્ચ માટે પૉલિસીધારકને વળતર આપે છે. આ ખર્ચમાં દવાનો ખર્ચ, ઑક્સિજન, સર્જરીનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.

- વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી

આ ઇન્શ્યોરન્સ પૉલિસી વ્યક્તિગત છે, અને પૉલિસીધારક માત્ર જરૂરી સમ ઇન્શ્યોર્ડ સુધી ક્લેઇમ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો પૉલિસીધારક રૂ. 2 લાખની વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવે છે અને તેમાં જીવનસાથીને કવર કરવામાં આવે છે, તો બંને વ્યક્તિગત રીતે રૂ. 2 લાખનો ક્લેઇમ કરી શકે છે.

- ફેમિલી ફ્લોટર પ્લાન

આ પૉલિસી સંપૂર્ણ પરિવારને કવર કરવા માટે છે. સમ ઇન્શ્યોર્ડ રકમ પરિવારના સભ્યોમાં સમાન રીતે વહેંચાઈ જાય છે, અને તબીબી કટોકટીના કિસ્સામાં, પરિવારના એક જ સભ્ય પણ સંપૂર્ણ રકમનો ઉપયોગ કરી શકે છે. ફેમિલી ફ્લોટર પ્લાનનું પ્રીમિયમ વ્યક્તિગત પ્લાન કરતાં ઓછું હોય છે.

- સિનિયર સિટીઝન પ્લાન

આ પૉલિસી 60 વર્ષથી વધુના કોઈપણ વ્યક્તિ માટે તૈયાર કરવામાં આવી છે. તે સામાન્ય રીતે પહેલાંથી હોય તેવા રોગ માટે કવર, અન્ય ગંભીર રોગોના કવર, કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન, એમ્બ્યુલન્સ ખર્ચ, હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, ડે-કેર ખર્ચ વગેરેના લાભો સાથે ઉચ્ચ વીમાકૃત રકમ સુધી કવર કરે છે.

ઇન્ડેમ્નિટી પ્લાનની કલમોમાં શામેલ છે કપાતપાત્ર

— પૉલિસીધારકે ક્લેઇમના રૂપમાં મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં રકમની ભરપાઈ કરતા પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કંપનીને પૂર્વ-નિશ્ચિત રકમ ચૂકવવાની રહેશે. અને કો-પેમેન્ટ કલમ - જ્યાં ઇન્શ્યોરર દ્વારા ક્લેઇમની રકમની ચોક્કસ ટકાવારી ચૂકવવામાં આવશે અને બાકીની રકમ પૉલિસીધારકે ઘટના બનવાના સમયે ચૂકવવાની રહેશે. વરિષ્ઠ નાગરિકની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં સામાન્ય રીતે આ કલમ હોય છે.  

2. ડિફાઈન્ડ બેનિફિટ પૉલિસી પ્લાન

ડિફાઈન્ડ બેનિફિટ હેલ્થ પૉલિસી કવર કરેલી ઘટના માટે ચોક્કસ રકમ ચૂકવે છે. હૉસ્પિટલ કૅશ પૉલિસી, ક્રિટિકલ ઇલનેસ પૉલિસી, મોટી સર્જરી વગેરે ડિફાઈન્ડ બેનિફિટ હેલ્થ પ્લાન છે. એક મહત્વપૂર્ણ હેલ્થ પૉલિસી સામાન્ય રીતે ડિફાઈન્ડ બેનિફિટ પ્લાન હોય છે. ઇન્શ્યોરન્સ કંપની હૉસ્પિટલના ખર્ચને ધ્યાનમાં લીધા વિના, કવર કરવામાં આવેલી ગંભીર બીમારીના નિદાન પર કવરેજ અથવા સમ ઇન્શ્યોર્ડ રકમની ચુકવણી કરે છે.

બે મુખ્ય પ્રકારના હેલ્થ ઇન્શ્યોરન્સ કયા છે?

મેડિકલ ઇન્શ્યોરન્સ અને ક્રિટિકલ ઇલનેસ એ ભારતમાં ઑફર કરવામાં આવતા બે મુખ્ય અને મૂળભૂત પ્રકારના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે. ભારતમાં, જ્યારે હેલ્થ ઇન્શ્યોરન્સની વાત આવે છે, ત્યારે બજાજ આલિયાન્ઝ દરેક ગ્રાહકના હૉસ્પિટલના બિલમાં અને ટૅક્સની બચત થાય તે માટે મહત્તમ કવરેજ સાથે વ્યાપક શ્રેણીના કૉસ્ટ-ઇફેક્ટિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ સાથે આગળ છે.

નીચે પૉલિસીધારક દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા કેટલાક પ્રશ્નો આપેલ છે:

1. ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે?

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ એક જ કંપનીમાં એકસાથે કામ કરતા કર્મચારીઓના જૂથ માટે છે, જે કંપનીના એમ્પ્લોયર દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવે છે.

2. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખવા જેવી ત્રણ મુખ્ય ટિપ્સ શું છે?

  • ન્યૂનતમ પ્રતીક્ષા અવધિ ધરાવતો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પ્લાન પસંદ કરો.
  • કૅશલેસ ક્લેઇમ માટે હૉસ્પિટલનું શક્ય તેટલું મોટું નેટવર્ક.
  • પ્લાન જેમાં મોટી ઉંમરે રિન્યુઅલનો સમાવેશ થાય છે.

અંતિમ તારણ

મેડિકલ ઇન્શ્યોરન્સ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે અને મુખ્યત્વે તેમની ઉંમર, તબીબી સ્થિતિ અને જીવનશૈલી પર આધારિત છે. ઇન્ડેમ્નિટી પ્લાન અને ડિફાઈન્ડ બેનિફિટ પ્લાન બંનેના ફાયદા છે; બંને પૉલિસીઓને સાથે લેવાથી કોઈપણ અણધારી મેડિકલ ઇમરજન્સી માટે વ્યાપક કવર મળે છે. બંને પૉલિસી વચ્ચે સંતુલન જાળવવાથી હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના કોઈપણ ખર્ચને કવર કરી શકાય છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે